૮.૧૫
ટ્રેઝરી ડિપૉઝિટ રસીદથી ઠાકુર હીરો
ટ્રેઝરી ડિપૉઝિટ રસીદ
ટ્રેઝરી ડિપૉઝિટ રસીદ : વ્યાપારી બૅંકો પાસેથી સરકાર દ્વારા ફરજિયાતપણે મંગાવાતાં ઉછીનાં નાણાંની અનામતોની પહોંચ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940ના જુલાઈ માસમાં સૌપ્રથમ વાર ટ્રેઝરી ડિપૉઝિટ રસીદો ઇંગ્લૅન્ડમાં અસ્તિત્વમાં આવી હતી અને ત્યારે તેના પરના વ્યાજનું ધોરણ 1.5 % હતું. રોકડ નાણાંની કટોકટીના સમયમાં બૅંકો આ રસીદોનાં નાણાં વટાવી શકતી. 1945…
વધુ વાંચો >ટ્રેઝરી–બિલ
ટ્રેઝરી–બિલ : જુઓ, તિજોરીપત્ર
વધુ વાંચો >ટ્રેડ માર્ક
ટ્રેડ માર્ક : વસ્તુની ઓળખ કરાવવા માટે તથા પ્રચાર દ્વારા તેનું વેચાણ વધારવા માટે તેના ઉત્પાદકે વસ્તુ અથવા સેવા અંગે કાયદા હેઠળ નોંધાવેલી નિશાની કે સંજ્ઞા. આધુનિક યુગમાં ઉત્પાદક પોતાની વસ્તુ કે સેવાના મહત્તમ વેચાણ માટે તેના ઉપર ખાસ પસંદ કરેલ નિશાની (brand) કે સંજ્ઞાનો ઉપયોગ કરે છે. આવી નિશાનીની…
વધુ વાંચો >ટ્રેડ યુનિયન
ટ્રેડ યુનિયન : વેતન મેળવતા કામદારોએ પોતાનું જીવનધોરણ ટકાવવા, તેમાં સુધારો કરવા તથા માલિકો સામે પોતાના હિતની જાળવણી માટે રચેલું સંગઠન. ઔદ્યોગિક ક્રાંતિ (1760–1840) પછીના શરૂઆતના ગાળામાં માત્ર ઔદ્યોગિક કારખાનાંના કામદારો જ પોતાનાં સંગઠનો રચતા હતા; પરંતુ હવે બધા જ વ્યવસાયમાં રોકાયેલા કામદારો અને કર્મચારીઓ પોતાનાં આર્થિક હિતોનું જતન અને…
વધુ વાંચો >ટ્રેડસ્કન્શિયા
ટ્રેડસ્કન્શિયા : એકદળી વર્ગના કોમ્મેલીનેસી કુળની શાકીય પ્રજાતિ. તે મેક્સિકોની મૂલનિવાસી છે. ઉચ્ચાગ્ર ભૂશાય Tradescantia zebrena, Hort, (wanderingjew) syn. Zebrina pendula Schnize. નાની અધ:પતિત (decumbent) બહુવર્ષાયુ શાખિત જાતિ છે. તે જમીન પર પથરાઈ જાય છે અને લટકતી છાબમાં સુંદર દેખાય છે. પર્ણો લાંબાં, અંડાકાર, નીચેની સપાટીએથી રોમિલ, અણીદાર, 7થી 8…
વધુ વાંચો >ટ્રેપેસી
ટ્રેપેસી (Trapaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું માત્ર એક જ પ્રજાતિ ધરાવતું કુળ. આ કુળની વનસ્પતિ–શિંગોડાં–મીઠા પાણીમાં સપાટી ઉપર મુક્ત રીતે તરતી એકવર્ષાયુ શાકીય સ્વરૂપે જોવા મળે છે. મૂળ ઝૂમખામાં ઉત્પન્ન થાય છે. રંગે લીલાં પરિપાયી (assimilatory) પર્ણો : વિષમ સ્વરૂપી (heteromorphic), નિમગ્ન પર્ણો ખંડિત, તંતુ જેવાં; સપાટી ઉપરનાં પર્ણો પાસાવત્,…
વધુ વાંચો >ટ્રેબિયેટેડ
ટ્રેબિયેટેડ : સ્તંભ અને પાટડીની રચના દ્વારા ઇમારતનું માળખું ઊભું કરાય ત્યારે તે જાતની બાંધણીને ગ્રીક સ્થાપત્યમાં આપવામાં આવેલું નામ. આ જાતની બાંધણી દીવાલો અને કમાનાકાર રચનાથી તદ્દન અલગ હોય છે. આ પદ્ધતિમાં આધારોની સંખ્યા મર્યાદિત કરી શકાય છે, જેથી ફરસનો વિસ્તાર ગમે તે દિશામાં વિના વિઘ્ને કરી શકાય છે.…
વધુ વાંચો >ટ્રેમા
ટ્રેમા : દ્વિદળી વર્ગના અલ્મેસી કુળની સદાહરિત વૃક્ષો અને ક્ષુપ ધરાવતી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તેની લગભગ 20 જાતિઓ થાય છે. ભારતમાં ત્રણ જાતિઓ Trema orientalis, Blume. (ખારગુલ, ગોલ), T. politoria, (Planch) Blume અને T. cannabina, Lour થાય છે. T. orientalis ઝડપી વૃદ્ધિ પામતું અલ્પાયુષી…
વધુ વાંચો >ટ્રેમોલાઇટ
ટ્રેમોલાઇટ : એમ્ફિબોલ ખનિજવર્ગનું એક ખનિજ. રાસા. બં. : Ca2Mg5Si8O22(OH)2; સ્ફ.વ. : મૉનોક્લિનિક; સ્ફ.સ્વ. : સ્ફટિકો સામાન્યત: લાંબી પતરીઓ જેવા; ક્યારેક ટૂંકા અને મજબૂત, અન્ય સ્વરૂપોમાં – રેસાદાર કે પાતળા સ્તંભાકાર જૂથમાં, મોટેભાગે વિકેન્દ્રિત જથ્થામય હોય ત્યારે રેસાદાર કે દાણાદાર, પારદર્શકથી પારભાસક. યુગ્મતા (100) ફલક પર સામાન્ય, સાદી, પર્ણવત્. સંભેદ…
વધુ વાંચો >ટ્રૅમ્પ (પરિવહન)
ટ્રૅમ્પ (પરિવહન) : બંદરનો માલ મળે તેનું પરિવહન કરનારું કરારબદ્ધ (chartered) માલવાહક જહાજ. આવું માલવાહક જહાજ સમુદ્ર-યાત્રા કરાર(voyage charter)પદ્ધતિ અથવા સમય કરાર(time charter)પદ્ધતિથી ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરારપદ્ધતિમાં નિશ્ચિત સ્થળની નિશ્ચિત સફર માટે આખું જહાજ અથવા જહાજની આંશિક જગ્યા ભાડે આપવામાં આવે છે. નક્કી કરેલા બંદર ઉપર ઠરાવેલા દિવસે…
વધુ વાંચો >ટ્રોપોસ્ફિયર
ટ્રોપોસ્ફિયર : જુઓ, વાતાવરણ (ભૌગોલિક)
વધુ વાંચો >ટ્રૉય
ટ્રૉય : એશિયા માઇનોર(આધુનિક તુર્કસ્તાન)નું કાંસ્ય યુગનું અતિ પ્રાચીન નગર. તે ઇલિયમ, ઇલીઓસ, ઇલિયોન જેવાં નામોથી પણ ઓળખાતું હતું. ગ્રીક કવિ હોમરના ‘ઇલિયડ’ અને ‘ઑડિસી’ જેવાં મહાકાવ્યોએ આ નગરને ખ્યાતિ આપી હતી. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં જે નગરનો ઉલ્લેખ છે તેનું વર્ણન આ નગરના અસ્તિત્વને અનુમોદન આપે છે. હોમર દ્વારા વિખ્યાત…
વધુ વાંચો >ટ્વેન, માર્ક
ટ્વેન, માર્ક (જ. 30 નવેમ્બર 1835, મિઝુરી, ફ્લૉરિડા; અ. 21 એપ્રિલ 1910, કનેક્ટિકટ, યુ.એસ.) : અમેરિકન લેખક. મૂળ નામ સૅમ્યુઅલ લૅંગહૉર્ન ક્લૅમન્સ. ‘માર્ક ટ્વેન’ એટલે વહાણવટાની પરિભાષામાં પાણીની સહીસલામત સપાટી દર્શાવતો ઉદગાર. તખલ્લુસ તરીકે તેમણે એનો પહેલવહેલો ઉપયોગ 1863માં કર્યો. 1865માં એમની ટૂંકી વાર્તા ‘ધ જમ્પિંગ ફ્રૉગ’ને મળેલી પ્રસિદ્ધિ પછી…
વધુ વાંચો >ટ્વેન્ટીસેવન ડાઉન
ટ્વેન્ટીસેવન ડાઉન (1973) : હિંદી ભાષાનાં ઉત્તમ ચલચિત્રોમાંનું એક. નિર્માણસંસ્થા : અવતાર કૌલ પ્રોડક્શન્સ; નિર્માતા–દિગ્દર્શક : અવતાર કૃષ્ણ કૌલ; પટકથા : અવતાર કૃષ્ણ કૌલ; કથા : રમેશ બક્ષી; છબીકલા : એ.કે.બિર; સંકલન : રવિ પટનાયક; મુખ્ય કલાકારો : રાખી, એમ.કે. રૈના, રેખા સબનીસ, માધવી, મંજુલા, ઓમ શિવપુરી, રોચક પંડિત. શ્વેત…
વધુ વાંચો >ઠકાર, વિમલાતાઈ
ઠકાર, વિમલાતાઈ (જ. 25 માર્ચ 1923, નાગપુર; અ. 11 માર્ચ 2009) : ભારતની સંત-પરંપરાને ઉજ્જ્વળ સ્વરૂપ આપનાર અને સત્યના અધિષ્ઠાન પર આધારિત અધ્યાત્મનો પુરસ્કાર કરનાર દાર્શનિક તથા સંનિષ્ઠ જીવનસાધક. પિતાનું નામ બાપુસાહેબ, જેઓ વ્યવસાયે વકીલ હતા. માતાનું નામ ચંદ્રિકા, જેઓ ‘અક્કા’ના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતાં હતાં. વિમલાતાઈના જન્મસમયે તેમના…
વધુ વાંચો >ઠક્કર, અનુબહેન
ઠક્કર, અનુબહેન (જ. 6 સપ્ટેમ્બર 1944, અંજાર, કચ્છ; અ. 18 ડિસેમ્બર 2001, ? વલસાડ જિલ્લો) : સેવાની ધખના ધરાવતી અને જીવતરનો ઊજળો હિસાબ દેનારી એકલપંડ મહિલા-સમાજસેવિકા. પિતા ગોવિંદજી અને માતા ભગવતી – બંને ધાર્મિક વૃત્તિ ધરાવતાં હતાં અને સેવાપરાયણ રહેવા ઉત્સુક રહેતાં હતાં. કસ્ટમ-અધિકારી પિતાની બદલી સાણંદ ખાતે થતાં, મોસાળના…
વધુ વાંચો >ઠક્કર, અમૃતલાલ વિઠ્ઠલદાસ
ઠક્કર, અમૃતલાલ વિઠ્ઠલદાસ (ઠક્કરબાપા) (જ. 29 નવેમ્બર 1869, ભાવનગર; અ. 19 જાન્યુઆરી 1951, ગોધરા) : ‘ઠક્કરબાપા’નું વહાલસોયું બિરુદ ધરાવનાર તથા દલિતો અને સમાજથી તિરસ્કૃત લોકોની મૂકસેવા કરનાર લોકસેવક. જન્મ સંસ્કારી લોહાણા કુટુંબમાં. માતા મૂળીબાઈ સેવાપરાયણ હતાં. વિઠ્ઠલદાસનાં છ પુત્રો અને એક પુત્રી પૈકી અમૃતલાલ બીજું સંતાન હતા. પ્રાથમિક શિક્ષણ ભાવનગર…
વધુ વાંચો >ઠક્કુર, ગોવિંદ
ઠક્કુર, ગોવિંદ (આશરે સોળમી સદીનો મધ્યભાગ) : ‘કાવ્યપ્રદીપ’ નામના કાવ્યશાસ્ત્રના પ્રસિદ્ધ સંસ્કૃત ગ્રંથના લેખક. મિથિલાના વતની રવિકર ઠક્કુરના વંશમાં જન્મેલા. માતાનું નામ સોનોદેવી. તેમના નાના ભાઈનું નામ હર્ષ ઠક્કુર હતું. પોતાના ઓરમાન ભાઈ રુચિકર ઠક્કુર પાસેથી કાવ્યસાહિત્યનું શિક્ષણ તેમણે મેળવેલું એમ તેઓ પોતે નોંધે છે. તેમની જેમ નાના ભાઈ હર્ષ…
વધુ વાંચો >ઠક્કુર, નારાયણ વિસનજી
ઠક્કુર, નારાયણ વિસનજી (જ. 17 ફેબ્રુઆરી 1880, મુંબઈ; અ. 17 ફેબ્રુઆરી 1938, મુંબઈ) : ગુજરાતી નવલકથાકાર અને કવિ. ગુજરાતીનો અભ્યાસ શાળામાં કર્યા પછી ખાનગીમાં અંગ્રેજી, સંસ્કૃત ઉપરાંત ફારસી, ઉર્દૂ, મરાઠી અને બંગાળીનો પણ પરિચય મેળવેલો. પિતા ઠક્કુર વિસનજી ચત્રભુજ વેપારી અને વડવાઓ અફીણના સરકારી ઇજારદાર હતા. જ્ઞાતિએ કચ્છી લોહાણા. સંન્યાસ…
વધુ વાંચો >ઠગપ્રથા
ઠગપ્રથા : સંગઠિત ટોળીના સ્વરૂપમાં કોઈ માલદાર વ્યક્તિનો વિશ્વાસ સંપાદન કરીને પ્રવાસ દરમિયાન માર્ગમાં તેને મારી નાખીને તેની માલમિલકત લૂંટવાની પ્રથા. લાંબા પ્રવાસ દરમિયાન કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ તે વ્યક્તિને ગળે ફાંસો આપીને મારી નાખ્યા પછી તેનો માલ લૂંટી લેવાની આ ઠગપ્રથા ભારતમાં લાંબા સમયથી અસ્તિત્વમાં હતી. તેરમી સદીમાં …
વધુ વાંચો >