૮.૧૧
ટેક્ટાઇટથી ટેલર જોસેફ હૂટન (જુનિયર)
ટેક્ટાઇટ
ટેક્ટાઇટ : 1. ટેક્ટાઇટ (tektites) : કાચમય બંધારણવાળી ઉલ્કાઓ. શંકાસ્પદ અવકાશીય ઉત્પત્તિજન્ય વિવિધ ગોળાઈવાળા આકારો ધરાવતા લીલાથી કાળા કાચમય દ્રવ્યથી બનેલા પદાર્થો માટે આ શબ્દ વપરાય છે. તેમની ઉલ્કાજન્ય ઉત્પત્તિ માટે નિષ્ણાતો શંકા સેવે છે અને સૂચવે છે કે પૃથ્વી કે ચંદ્ર પર થયેલી ઉલ્કા-અથડામણને કારણે તૂટીને છૂટું પડેલું દ્રવ્ય…
વધુ વાંચો >ટેક્ટોજન
ટેક્ટોજન : જ્વાળામુખી ખડકોનું વિપુલ પ્રમાણ ધરાવતા ભૂસંનતિમય થાળામાં નિક્ષેપજન્ય કણજમાવટથી બનેલો ઊંડાઈએ રહેલો ઘનિષ્ઠ ગેડીકરણ પામેલો પટ્ટો (belt). ભૂસંનતિમય થાળામાંનો જથ્થો જ્યારે જ્યારે પણ પર્વત સંકુલમાં ઉત્થાન પામે છે ત્યારે આ પ્રકારનો ખડકપટ્ટો પર્વતહારમાળાઓની નીચે ગોઠવાય છે. તે અત્યંત જાડાઈવાળો હોય છે અને સિયાલ-ખડકદ્રવ્યના બંધારણવાળો હોય છે. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >ટેક્ટોનાઇટ
ટેક્ટોનાઇટ : વિવિધ ભૂસંચલનજન્ય ખડકો માટે ઉપયોગમાં લેવાતું જૂથનામ. જે ખડકો દાબનાં પ્રતિબળોની અસર હેઠળ સ્ફટિકીકરણ પામ્યા હોય અને તેને પરિણામે તેમાંના મૂળ ખનિજ ઘટકોનું માળખું નવેસરથી ચોક્કસ રેખાકીય દિશામાં ગોઠવણી પામ્યું હોય, તેમને ‘ટેક્ટોનાઇટ’ નામ હેઠળ આવરી લેવામાં આવે છે. મૂળ ખડકોમાંના ખનિજ ઘટકો પોતાની મૂળ પ્રકૃતિ કે લક્ષણો…
વધુ વાંચો >ટેક્નીશિયમ
ટેક્નીશિયમ : આવર્તક કોષ્ટકના 7મા (અગાઉના VII A) સમૂહમાં આવેલ દ્વિતીય સંક્રમણ શ્રેણીનું ધાતુતત્વ. સંજ્ઞા Tc; પરમાણુક્રમાંક 43; ઇલેક્ટ્રૉનીય સંરચના 1s22s22p63s23p63d104s24p64d65s1; પરમાણુભાર 98.906; યુરેનિયમના સ્વયંભૂ વિખંડન(fission)ને કારણે તે અતિઅલ્પ પ્રમાણમાં મળી આવે છે. અગાઉ તેને માસુરિયમ નામ અપાયેલું પરંતુ તે કૃત્રિમ રીતે બનાવાયેલું પ્રથમ તત્વ હોવાથી હવે તેને ટેક્નીશિયમ (ગ્રીક…
વધુ વાંચો >ટૅક્નૉલૉજી
ટૅક્નૉલૉજી : કુદરતી ખનિજ અને વનસ્પતિજન્ય પદાર્થોમાંથી મુખ્યત્વે વિજ્ઞાનની મદદથી માનવસુખાકારી માટે તથા પરિસ્થિતિની જરૂરિયાત મુજબ સંરક્ષણ અને અન્ય સેવાઓ સારુ ઉપયોગી સાધનસામગ્રીના નિર્માણ માટેની પ્રક્રિયા. વિજ્ઞાન કુદરતની ભૌતિક ક્રિયાની સમજ આપે છે અને ટૅક્નૉલૉજી આ સમજનો આધાર લઈ વસ્તુનિર્માણની પ્રક્રિયાઓ વિકસાવે છે. વિજ્ઞાનનો વિકાસ ટૅક્નૉલૉજીના વિકાસમાં મદદરૂપ થાય છે.…
વધુ વાંચો >ટૅક્નૉલૉજી (અર્થશાસ્ત્ર)
ટૅક્નૉલૉજી (અર્થશાસ્ત્ર) : વસ્તુઓ અને સેવાઓની ઉપલબ્ધિ માટે ઉપયોગમાં લેવાતાં સાધન અને પદ્ધતિનું સર્વસ્પર્શી જ્ઞાન. માનવજીવનને સ્પર્શતા કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિનાં સ્તર અને ગુણવત્તાને સુધારવા માટે ઉપયોગી નીવડતાં જ્ઞાનકૌશલ્ય તથા પ્રક્રિયાઓનો તેમાં સમાવેશ થાય છે. માનવજાત દ્વારા પોતાની જરૂરિયાતો અને આકાંક્ષાઓ સિદ્ધ કરવા માટે આજદિન સુધી ઉપયોગમાં લેવાયેલી શોધખોળોનો…
વધુ વાંચો >ટૅક્સાસ
ટૅક્સાસ : છેક દક્ષિણ સરહદે આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. અલાસ્કા પછી ટૅક્સાસ સૌથી મોટું રાજ્ય છે. ભૌગોલિક સ્થાન : 26o ઉ. અ. થી 36o ઉ. અ. અને 94o પ. રે. થી 106o પ. રે.. મેક્સિકો દેશની સરહદે આવેલું આ રાજ્ય કપાસના ઉત્પાદનમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ખનિજતેલ અને કુદરતી ગૅસનાં…
વધુ વાંચો >ટેક્ટિક હલનચલન
ટેક્ટિક હલનચલન : જુઓ, ‘વનસ્પતિમાં હલનચલન’.
વધુ વાંચો >ટેગ્મેમિક ગ્રામર
ટેગ્મેમિક ગ્રામર : પાશ્ચાત્ય ભાષા-વિજ્ઞાનની પરંપરામાં ભાષાને તપાસવાના અનેક સિદ્ધાન્તોમાંનો એક સિદ્ધાન્ત તે ટેગ્મેમિક ગ્રામર. આ સિદ્ધાન્તના જનક કેનેથ એલ. પાઈક છે. પાંચમા દાયકામાં આ સિદ્ધાન્ત પ્રચલિત બન્યો. પાઈક પછી આર. ઈ. લૉંગેકર, નાઇડા, એલ્સન અને પિકેટ વગેરે વિદ્વાનોએ એ દિશામાં કામ કર્યું. ટેગ્મેમિક ગ્રામરના સિદ્ધાન્ત મુજબ ભાષા ત્રિપાર્શ્વિક (trimodal)…
વધુ વાંચો >ટેટ, (જ્હૉન ઑર્લી) ઍલન
ટેટ, (જ્હૉન ઑર્લી) ઍલન (જ. 19 નવેમ્બર 1899, વિન્ચેસ્ટર, કેન્ટકી; અ. 1979) : અમેરિકન કવિ અને વિવેચક. 1923માં વૅન્ડર્બિલ્ટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. ત્યાં કવિ અને વિવેચક જ્હૉન ક્રાઉ રૅન્સમ એમના શિક્ષક હતા. તેમની સાથે આજીવન મૈત્રીસંબંધ બંધાયો. યુનિવર્સિટીમાં ટેટનાં પ્રથમ પત્ની તે નવલકથાકાર કૅરોલાઇન ગૉર્ડન. ટૂંકા લગ્નજીવન બાદ 1924માં છૂટાછેડા…
વધુ વાંચો >ટેનેસી
ટેનેસી : યુ.એસ.ના અગ્નિ ભાગમાં આવેલું દેશનું સંલગ્ન રાજ્ય. 35° 10´ ઉત્તર અક્ષાંશ તથા 85° 10´ પશ્ચિમ રેખાંશ આજુબાજુ તે આવેલું છે. તેની ઉત્તરે કેન્ટકી અને વર્જિનિયા, પૂર્વમાં ઉત્તર કૅરોલિના, દક્ષિણે જ્યૉર્જિયા, આલાબામા અને મિસિસિપી રાજ્યો તથા પશ્ચિમમાં મિસિસિપી નદી આવેલાં છે. આ નદી આર્કાન્સાસ (Arkansas) અને મિસૂરીને જુદાં પાડે…
વધુ વાંચો >ટેનેસી નદી
ટેનેસી નદી : અગ્નિ યુ.એસ.નો મુખ્ય જળમાર્ગ. તે હોલસ્ટન અને ફ્રેંચ બ્રૉડ નદીના સંગમથી બને છે. મિસિસિપી અને આલાબામા રાજ્યો ઉપરાંત આ નદી ટેનેસી અને કેન્ટકી રાજ્યોમાંથી પણ વહે છે. પડ્યુકા પાસે તે ઓહાયો નદીને મળે છે. આ નદીનું નામ કદાચ ટેનેસી રાજ્યના નામ પ્રમાણે ચેરોકી ઇન્ડિયન ગામડા પરથી પડ્યું…
વધુ વાંચો >ટૅન્ક
ટૅન્ક : પોલાદના અત્યંત મજબૂત બખ્તરી આવરણવાળી રણગાડી. તે ત્વરિત ગતિએ સ્થળાંતર કરનાર, લોખંડી ચક્રોને સમાંતર અને અનંત પાટા ઉપર ગતિ આપનાર, મોટા જથ્થામાં શક્તિશાળી દારૂગોળાને દૂરના કે નજીકના ધાર્યા નિશાન ઉપર પ્રહાર કરીને ફેંકનાર, મોટા નાળચાવાળી તોપને યુદ્ધભૂમિમાં સહેલાઈથી આમતેમ ફેરવનાર લશ્કરી વાહન છે. ત્રણ કે ચાર સૈનિકો દ્વારા…
વધુ વાંચો >ટેન્ટ બ્રિજનું મેદાન
ટેન્ટ બ્રિજનું મેદાન : ઇંગ્લૅન્ડનું ક્રિકેટ માટેનું મેદાન. નૉટિંગહામશાયર કાઉન્ટીના આ મેદાન પર 1899ની પહેલી જૂને પહેલી વાર ટેસ્ટ મૅચ ખેલાઈ. ટેન્ટ બ્રિજ ઈનની માલિકણ વિધવા મહિલાએ ક્રિકેટના ચાહક વિલિયમ ક્લાર્ક સાથે લગ્ન કર્યાં. આ વિલિયમ ક્લાર્કે બાજુની જમીનનો ક્રિકેટના મેદાન તરીકે ઉપયોગ કર્યો. ઇંગ્લૅન્ડનાં મેદાનોમાં ટેસ્ટ મૅચ માટેનું આ…
વધુ વાંચો >ટૅન્ટલમ
ટૅન્ટલમ : આવર્ત કોષ્ટકના 5મા (અગાઉના VA) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા, Ta; પરમાણુક્રમાંક, 73; પરમાણુભાર, 180.9479. તે ત્રીજી (5d), સંક્રાંતિક (transition) શ્રેણીનું તત્વ હોઈ સંયોજકતા ઇલેક્ટ્રૉનની ર્દષ્ટિએ તેની સંરચના 5d36s2 છે. લૅન્થનાઇડ સંકોચનને કારણે Ta5+ અને Nb5+ આયનોની ત્રિજ્યા લગભગ સરખી (અનુક્રમે 73 અને 70 pm) (પીકોમીટર) હોઈ કુદરતમાં બંને…
વધુ વાંચો >ટેન્ડર
ટેન્ડર : ખરીદનાર તરફથી માલસામગ્રીની ખરીદી અથવા જૉબ-કામને લગતી જાહેરાતના સંદર્ભમાં વેચનાર કે કૉન્ટ્રેક્ટર દ્વારા નિર્દેશિત અંદાજિત કિંમત મુજબ ભરવામાં આવતું ભાવપત્રક. ટેન્ડરની પ્રક્રિયામાં બે પક્ષકારો હોય છે. ખરીદનાર એટલે કે ટેન્ડર બહાર પાડનાર અને વેચનાર એટલે કે ટેન્ડર ભરનાર. ચીજવસ્તુ ખરીદવા અથવા સેવા મેળવવા ઉત્સુકે અખબારોમાં એની અંદાજિત કિંમત…
વધુ વાંચો >ટેન્સર
ટેન્સર : એક યામપદ્ધતિના યામગણો (set of co-ordinates)નું બીજી યામપદ્ધતિના યામગણોમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે રૂપાંતર સાથે સંકળાયેલી અમૂર્ત વિભાવના તે પ્રદિશ. Rn એ n-પરિમાણી અવકાશ છે અને R બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. x1, x2, …., xn એ Rn બિંદુના યામ છે. n સમીકરણ = Φi (x1, x2,…
વધુ વાંચો >ટેફલૉન (પૉલિટેટ્રાફ્લૉરોઇથિન PTFE TFE)
ટેફલૉન (પૉલિટેટ્રાફ્લૉરોઇથિન, PTFE, TFE) : 1938માં ડૂ પોં કંપનીએ વિકસાવેલા ખૂબ મજબૂત (tough), પારભાસક, બિનઆસંજક (non-adhesive) બહુલકનું વ્યાપારી નામ. ટેટ્રાફ્લૉરોઇથિલીનના જલીય દ્રાવણમાં ઇમલ્શન બહુલીકરણ દ્વારા ટેફલૉન બનાવાય છે : આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તથા પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા પાણી દ્વારા શોષાઈ જાય છે. ટેફલૉનનું ગ. બિં. 327° સે. છે.…
વધુ વાંચો >ટેફ્રોસીઆ
ટેફ્રોસીઆ : વનસ્પતિના દ્વિદળી વર્ગના કુળ ફેબેસી(લેગ્યુમિનોઝી)-ના ઉપકુળ પેપિલિયોનેસીની પ્રજાતિ. સમગ્ર વિશ્વમાં તેની 100 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી ભારતમાં 35 જેટલી જાતિઓ નોંધાયેલી છે. તે ઉષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં વિસ્તરેલી છે. Tephrosia candida DC. (ધોળો શરપંખો) કુમાઉં-ગઢવાલ હિમાલયમાંથી પ્રાપ્ત થાય છે. તે ક્ષુપ સ્વરૂપની હોય છે. તેનાં પર્ણો…
વધુ વાંચો >ટેબલ-ટેનિસ
ટેબલ-ટેનિસ : પ્રમાણમાં ઓછી જગ્યામાં રમી શકાય એવી લોકપ્રિય રમત. 1881માં આ રમત ઇંગ્લૅન્ડમાં શોધાઈ અને પ્રારંભમાં તે ‘ગાર્સિમા’ તરીકે અને ત્યારબાદ ‘પિંગપાગ’ તરીકે જાણીતી થઈ. આજે ચીનમાં આ રમત ‘પિંગપાગ’ તરીકે જ જાણીતી છે; પરંતુ આ રમત ટેનિસની જેમ ટેબલ પર રમાય છે એટલે તેનું નામ 1921માં ટેબલ-ટેનિસ રાખવામાં…
વધુ વાંચો >