૮.૦૨
જૉનસન બેનથી જોસેફસન બ્રિયાન ડી.
જૉનસન, બેન
જૉનસન, બેન (જ. 11 જૂન 1572, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 6 ઑગસ્ટ 1637, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નાટ્યકાર. વેસ્ટમિન્સ્ટર શાળામાં કૅમ્પડનના હાથ નીચે અભ્યાસ કર્યો. પાછળથી કૅમ્પડનનો ઋણસ્વીકાર કરી ‘એવરી મૅન ઇન હિઝ હ્યૂમર’ કૅમ્પડનને સમર્પણ કર્યું. ઈંટો બનાવવાના કૌટુંબિક ધંધામાં રસ ન હોવાથી સેનામાં સૈનિક તરીકે અને ફરતી…
વધુ વાંચો >જૉનસન, બેન
જૉનસન, બેન (જ. 30 ડિસેમ્બર 1961, ફાલમાઉથ, જમૈકા) : પ્રતિબંધિત માદક દ્રવ્યના સેવનને કારણે વિશ્વવ્યાપી વિવાદ જગાવનાર દોડવીર. 1976માં કૅનેડાનું નાગરિકત્વ મેળવીને કૅનેડા તરફથી રોમની વર્લ્ડ ચૅમ્પિયન સ્પર્ધામાં 100 મી. દોડમાં 9.83 સેકન્ડનો વિક્રમ સ્થાપ્યો. 1988ની સૉલ ઑલિમ્પિકમાં પોતાના પ્રબળ પ્રતિસ્પર્ધી અમેરિકાના કાર્લ લુઇને હરાવીને 9.79 સેકન્ડમાં 100 મી.ની દોડમાં…
વધુ વાંચો >જૉનસન, લિન્ડન બેઇન્સ
જૉનસન, લિન્ડન બેઇન્સ (જ. 27 ઑગસ્ટ 1908 સ્ટોનવૉલ, ટેક્સાસ; અ. 22 જાન્યુઆરી 1973, જૉનસન સિટી, ટેક્સાસ) : અમેરિકાના વિખ્યાત મુત્સદ્દી તથા છત્રીસમા પ્રમુખ (1963–69). ખેડૂત પરિવારમાં જન્મ. ટેક્સાસ રાજ્યની ટીચર્સ કૉલેજમાં આનમાર્કોસમાંથી સ્નાતક (1930). ટેક્સાસ રાજ્યમાંથી ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે કૉંગ્રેસમાં ચૂંટાયેલા રિચર્ડ એમ. ક્લેબર્ગના સચિવ તરીકે 1931માં વૉશિંગ્ટન આવ્યા…
વધુ વાંચો >જૉનસન વિલ્હેલ્મ લ્યૂડવિગ
જૉનસન વિલ્હેલ્મ લ્યૂડવિગ (જ. 3 ફેબ્રુઆરી 1857, કૉપેનહેગન; અ. 11 નવેમ્બર 1927, કૉપેનહેગન) : ડેન્માર્કના વનસ્પતિશાસ્ત્રી અને જનીનશાસ્ત્રી (geneticist). તેમના વનસ્પતિશાસ્ત્રના આનુવંશિક પ્રયોગોથી ડચ વનસ્પતિશાસ્ત્રી હ્યૂગો દ ફ્રીસના વિકૃતિના સિદ્ધાંત(theory of mutation)ને સારો એવો ટેકો મળ્યો. હ્યૂગો દ ફ્રીસના સિદ્ધાંત પ્રમાણે વિકૃતિ(mutation)ની અસર હેઠળ જનનકોષોના આનુવંશિકતાના ગુણધર્મોમાં એકદમ પરિવર્તન થઈ…
વધુ વાંચો >જૉનસન, (ડૉ.) સૅમ્યુઅલ
જૉનસન, (ડૉ.) સૅમ્યુઅલ (જ. 18 સપ્ટેમ્બર 1709, લિચફિલ્ડ સ્ટેફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 13 ડિસેમ્બર 1784, લંડન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી સાહિત્યના અઢારમી સદીના નવ-પ્રશિષ્ટ (neoclassical) યુગના મુખ્ય પ્રણેતા. એમની બુદ્ધિપ્રતિભા વિચક્ષણ હતી. તેઓ મહાન વિદ્વાન હોવા ઉપરાંત વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા હતા. સાહિત્યકારોમાં એક અંગ્રેજ તરીકે એમણે લાક્ષણિક સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનામાં…
વધુ વાંચો >જોનાકી
જોનાકી : આધુનિક અસમિયા સાહિત્યનું મહત્વનું સામયિક. અસમના કેટલાક દેશપ્રેમી વિદ્યાર્થીઓએ કૉલકાતામાં 1889માં પ્રકટ કર્યું હતું. ચંદ્રકુમાર અગરવાલ તેના તંત્રી અને માલિક હતા. સામયિકને છેક સુધી લક્ષ્મીનાથ બેજબરુઆનાં સક્રિય સહાય અને ટેકો મળ્યાં હતાં. ખરેખર તો બેજબરુઆનું કલ્પિત પાત્ર કૃપાબર બરુઆ ‘જોનાકી’ સામયિકની સ્થાપના પછીના બીજા વર્ષે જ ‘જોનાકી’નાં પાનાંમાં…
વધુ વાંચો >જૉન્સ, ઇનિગો
જૉન્સ, ઇનિગો (જ. 15 જુલાઈ 1573 લંડન; અ. 21 જૂન 1652, લંડન) : અંગ્રેજી રૅનેસાંના તારણહાર સ્થપતિ. તેમનો ફાળો અંગ્રેજી સ્થાપત્યના ઇતિહાસમાં ઘણો જ અગત્યનો છે. તેના મૂળમાં જૉન્સનો ઇટાલિયન સ્થાપત્યનો ઊંડો અભ્યાસ અને શાસ્ત્રીયતાની સૂઝ રહેલાં છે. તે શૅક્સપિયરના લગભગ સમવયસ્ક અને સ્મિથ્સફીલ્ડના એક કાપડની મિલના કામદારના પુત્ર હતા.…
વધુ વાંચો >જૉન્સ, જ્યૉર્જિના સીજર
જૉન્સ, જ્યૉર્જિના સીજર (જ. 6 જુલાઈ 1912, બાલ્ટિમોર; અ. 26 માર્ચ 2005, નોરફોક) : અમેરિકાના કાયચિકિત્સક(physician). અમેરિકામાં પાત્રમાં (in vitro) ફલનના વિકાસનાં (તેમના પતિ હૉવર્ડ ડબ્લ્યૂ. જૉન્સ, જુનિયર સહિત) તેઓ અગ્રણી (pioneer) હતાં. જ્હૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ 1978માં ઈસ્ટર્ન વર્જિનિયા મેડિકલ સ્કૂલની ઇસ્પિતાલમાં આ દંપતી જોડાયાં. તેમણે તેની…
વધુ વાંચો >જૉન્સ, નૉરા
જૉન્સ, નૉરા (જ. 30 માર્ચ 1979, ન્યૂયૉર્ક) : પાશ્ચાત્ય જૅઝ સંગીતનાં અગ્રણી ગાયિકા તથા 2003 વર્ષ માટેના ગ્રામી ઍવૉર્ડ-વિજેતા કલાકાર. તેઓ વિશ્વવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનાં અનૌરસ પુત્રી છે. માતાનું નામ સ્યૂ જૉન્સ, જે વ્યવસાયે પરિચારિકા છે. નૉરાને સંગીતની પ્રેરણા અને પ્રોત્સાહન માતા પાસેથી પ્રાપ્ત થયાં હતાં. જન્મ પછી ઘણા લાંબા…
વધુ વાંચો >જૉન્સ, (સર) વિલિયમ
જૉન્સ, (સર) વિલિયમ (જ. 28 સપ્ટેમ્બર 1746, લંડન; અ. 27 એપ્રિલ 1794 કૉલકાતા) : અઢારમી સદીના પ્રસિદ્ધ અંગ્રેજ પ્રાચ્યવિદ્યાવિદ. તેમણે ઇંગ્લૅન્ડની પ્રખ્યાત શિક્ષણસંસ્થા હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ લીધું. વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન જ ગ્રીક, ફ્રેંચ અને લૅટિન ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. તેમણે ગદ્યમાં લેખો અને પદ્યમાં સુંદર કાવ્યો લખ્યાં. તેમની ભાષા પ્રવાહી…
વધુ વાંચો >જોશી, શિવકુમાર ગિરજાશંકર
જોશી, શિવકુમાર ગિરજાશંકર (જ. 16 નવેમ્બર 1916, અમદાવાદ; અ. 4 જુલાઈ 1988) : જાણીતા ગુજરાતી નાટ્યકાર અને નવલકથાકાર. માતા તારાલક્ષ્મી અને પિતા ગિરજાશંકર. પિતા અમદાવાદના ઉચ્ચ ભદ્ર વર્ગના ગર્ભશ્રીમંત હતા. પ્રાથમિક, માધ્યમિક, કૉલેજશિક્ષણ અમદાવાદમાં. 1937માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.; તરત પિતાએ કાકાના કાપડના ધંધામાં ગોઠવાવા કૉલકાતા મોકલી આપ્યા. શિવકુમારને…
વધુ વાંચો >જોશી, સરિતા
જોશી, સરિતા (જ. 1941, પુણે) : ગુજરાતી રંગભૂમિની ખ્યાતનામ અભિનેત્રી. પિતાના ઘરનું નામ, ઇન્દુ ભોંસલે. નાનપણથી જ વ્યાવસાયિક મરાઠી અને ગુજરાતી રંગભૂમિ ક્ષેત્રે પદાર્પણ. 7 વર્ષની વયે વડોદરામાં ન્યૂ લક્ષ્મીકાન્ત નાટક સમાજમાં અભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરી. આધુનિક રંગમંચ પરનું પ્રથમ નાટક તે ‘પઢો રે પોપટ’ જે કાંતિ મડિયાના નિર્દેશન…
વધુ વાંચો >જોશી, સોમેશ્વર ગોપાળજી
જોશી, સોમેશ્વર ગોપાળજી (જ. 18 જાન્યુઆરી 1875, કપડવંજ; અ. 26 ઑક્ટોબર 1916) : ગુજરાતી ભાષામાં જ્યોતિષવિષયક ગ્રંથોના લેખક, સારા જ્યોતિષી. જ્ઞાતિએ ચોરાસી મેવાડા બ્રાહ્મણ. મૅટ્રિક પાસ થયા પછી જ્યોતિષ અને સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કરી તેમણે અનેક પારિતોષિક મેળવ્યાં. 40 વર્ષની ઉંમરે જ્યોતિષની પૌરસ્ત્ય અને પાશ્ચાત્ય બંને પદ્ધતિનો સમન્વય કરી તેમણે…
વધુ વાંચો >જોશી, સોમેશ્વર દ્વારકાદાસ
જોશી, સોમેશ્વર દ્વારકાદાસ (ઓગણીસમી સદી) : જ્યોતિષના સંસ્કૃત ગ્રંથોનો ગુજરાતીમાં અનુવાદ કરનાર વિદ્વાન. તે ખેડા જિલ્લાના કપડવંજ ગામના રહેવાસી, વડાદરા જ્ઞાતિના બ્રાહ્મણ હતા. તેમણે જ્યોતિષના અનેક સંસ્કૃત ગ્રંથોનું અધ્યયન-પઠન કર્યું હતું. જ્યોતિષના સંસ્કૃત ભાષામાં તો અનેક ગ્રંથો છે પરંતુ ગુજરાતીમાં નહિ હોવાથી તેમણે ‘જાતક પારિજાત’ નામે અઢાર અધ્યાય અને 1900…
વધુ વાંચો >જોષી, અરુણ
જોષી, અરુણ (જ. 1939, બનારસ, ઉત્તરપ્રદેશ; અ. 1993) : અંગ્રેજીમાં લખતા હિંદીના ખ્યાતનામ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘ધ લાસ્ટ લૅબરિન્થ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1956માં ચંડીગઢની સરકારી કૉલેજમાંથી ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇન્ડસ્ટ્રિયલ મૅનેજમેન્ટમાં ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયા. 1959માં…
વધુ વાંચો >જોષી, નેમ નારાયણ
જોષી, નેમ નારાયણ (જ. 30 જુલાઈ 1925, ડોડિયાના, જિ. નાગૌર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી ભાષાના, વિદ્વાન લેખક. તેમને તેમનાં સંસ્મરણ ‘ઓળૂં રી અખિયાતાં’ (1994) માટે 1996ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી 1949માં હિંદીમાં એમ.એ. તથા 1970માં એમએલ સુખડિયા યુનિ.માંથી પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી…
વધુ વાંચો >જોષી, મનોહર શ્યામ
જોષી, મનોહર શ્યામ (જ. 9 ઑગસ્ટ 1933, અજમેર, રાજસ્થાન અ. 30 માર્ચ 2006 દિલ્હી.) : હિંદી નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ક્યાપ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ ‘સાપ્તાહિક હિંદુસ્તાન’ નામના હિંદી સામયિકના સંપાદક, ‘મૉર્નિંગ…
વધુ વાંચો >જોષી, મહાવીરપ્રસાદ
જોષી, મહાવીરપ્રસાદ (જ. 1914, ડુંડલોડ, જિ. ઝુનઝુનુ, રાજસ્થાન) : ખ્યાતનામ હિંદી કવિ. બાળપણ શેખાવારીમાં. તેમને તેમના મહાકાવ્ય ‘દ્વારકા’, જે તેમના કાવ્યત્રયીનો ત્રીજો ભાગ છે તે બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે સંસ્કૃત તથા કેન્દ્રીય દર્શનનો અભ્યાસ કર્યો અને કાવ્ય-તીર્થ, સાહિત્યાચાર્ય તથા આયુર્વેદાચાર્યની પદવીઓ પ્રાપ્ત કરી.…
વધુ વાંચો >જોષી, રસિક બિહારી
જોષી, રસિક બિહારી (જ. 12 ફેબ્રુઆરી, 1927, નાગપુર, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સંસ્કૃત તથા હિંદીના વિદ્વાન અભ્યાસી, લેખક અને કવિ. તેમના ‘શ્રી રાધા પંચશતી’ (1993) નામના કાવ્યસંગ્રહને 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. સંસ્કૃતના ખ્યાતનામ વિદ્વાનોના પરિવારમાં તેમનો જન્મ થયો હોવાથી અભ્યાસનિષ્ઠાના સંસ્કાર તેમને શૈશવથી સાંપડ્યા હતા. ‘નવ્ય વ્યાકરણ’…
વધુ વાંચો >જોષી, સુરેશ હરિપ્રસાદ
જોષી, સુરેશ હરિપ્રસાદ (જ. 30 મે 1921, વાલોડ, તા. બારડોલી; અ. 6 સપ્ટેમ્બર 1986, નડિયાદ) : ગુજરાતી કવિ, વિવેચક, નિબંધકાર, વાર્તાકાર, નવલકથાકાર, અનુવાદક, સંપાદક. સુરેશ જોષીનું શૈશવ સોનગઢમાં વીત્યું. આ વિસ્તારની પ્રકૃતિએ એમના સર્જનને પછીથી ખૂબ પ્રભાવિત કર્યું. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી 1943માં બી.એ. તથા 1945માં એમ.એ. કર્યું. અધ્યાપન કારકિર્દીનો પ્રારંભ…
વધુ વાંચો >