૮.૦૨
જૉનસન બેનથી જોસેફસન બ્રિયાન ડી.
જૉનસન, બેન
જૉનસન, બેન (જ. 11 જૂન 1572, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 6 ઑગસ્ટ 1637, વેસ્ટમિનિસ્ટર, લંડન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નાટ્યકાર. વેસ્ટમિન્સ્ટર શાળામાં કૅમ્પડનના હાથ નીચે અભ્યાસ કર્યો. પાછળથી કૅમ્પડનનો ઋણસ્વીકાર કરી ‘એવરી મૅન ઇન હિઝ હ્યૂમર’ કૅમ્પડનને સમર્પણ કર્યું. ઈંટો બનાવવાના કૌટુંબિક ધંધામાં રસ ન હોવાથી સેનામાં સૈનિક તરીકે અને ફરતી…
વધુ વાંચો >જૉનસન, બેન
જૉનસન, બેન (જ. 30 ડિસેમ્બર 1961, ફાલમાઉથ, જમૈકા) : પ્રતિબંધિત માદક દ્રવ્યના સેવનને કારણે વિશ્વવ્યાપી વિવાદ જગાવનાર દોડવીર. 1976માં કૅનેડાનું નાગરિકત્વ મેળવીને કૅનેડા તરફથી રોમની વર્લ્ડ ચૅમ્પિયન સ્પર્ધામાં 100 મી. દોડમાં 9.83 સેકન્ડનો વિક્રમ સ્થાપ્યો. 1988ની સૉલ ઑલિમ્પિકમાં પોતાના પ્રબળ પ્રતિસ્પર્ધી અમેરિકાના કાર્લ લુઇને હરાવીને 9.79 સેકન્ડમાં 100 મી.ની દોડમાં…
વધુ વાંચો >જૉનસન, લિન્ડન બેઇન્સ
જૉનસન, લિન્ડન બેઇન્સ (જ. 27 ઑગસ્ટ 1908 સ્ટોનવૉલ, ટેક્સાસ; અ. 22 જાન્યુઆરી 1973, જૉનસન સિટી, ટેક્સાસ) : અમેરિકાના વિખ્યાત મુત્સદ્દી તથા છત્રીસમા પ્રમુખ (1963–69). ખેડૂત પરિવારમાં જન્મ. ટેક્સાસ રાજ્યની ટીચર્સ કૉલેજમાં આનમાર્કોસમાંથી સ્નાતક (1930). ટેક્સાસ રાજ્યમાંથી ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર તરીકે કૉંગ્રેસમાં ચૂંટાયેલા રિચર્ડ એમ. ક્લેબર્ગના સચિવ તરીકે 1931માં વૉશિંગ્ટન આવ્યા…
વધુ વાંચો >જૉનસન વિલ્હેલ્મ લ્યૂડવિગ
જૉનસન વિલ્હેલ્મ લ્યૂડવિગ (જ. 3 ફેબ્રુઆરી 1857, કૉપેનહેગન; અ. 11 નવેમ્બર 1927, કૉપેનહેગન) : ડેન્માર્કના વનસ્પતિશાસ્ત્રી અને જનીનશાસ્ત્રી (geneticist). તેમના વનસ્પતિશાસ્ત્રના આનુવંશિક પ્રયોગોથી ડચ વનસ્પતિશાસ્ત્રી હ્યૂગો દ ફ્રીસના વિકૃતિના સિદ્ધાંત(theory of mutation)ને સારો એવો ટેકો મળ્યો. હ્યૂગો દ ફ્રીસના સિદ્ધાંત પ્રમાણે વિકૃતિ(mutation)ની અસર હેઠળ જનનકોષોના આનુવંશિકતાના ગુણધર્મોમાં એકદમ પરિવર્તન થઈ…
વધુ વાંચો >જૉનસન, (ડૉ.) સૅમ્યુઅલ
જૉનસન, (ડૉ.) સૅમ્યુઅલ (જ. 18 સપ્ટેમ્બર 1709, લિચફિલ્ડ સ્ટેફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 13 ડિસેમ્બર 1784, લંડન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી સાહિત્યના અઢારમી સદીના નવ-પ્રશિષ્ટ (neoclassical) યુગના મુખ્ય પ્રણેતા. એમની બુદ્ધિપ્રતિભા વિચક્ષણ હતી. તેઓ મહાન વિદ્વાન હોવા ઉપરાંત વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા હતા. સાહિત્યકારોમાં એક અંગ્રેજ તરીકે એમણે લાક્ષણિક સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનામાં…
વધુ વાંચો >જોનાકી
જોનાકી : આધુનિક અસમિયા સાહિત્યનું મહત્વનું સામયિક. અસમના કેટલાક દેશપ્રેમી વિદ્યાર્થીઓએ કૉલકાતામાં 1889માં પ્રકટ કર્યું હતું. ચંદ્રકુમાર અગરવાલ તેના તંત્રી અને માલિક હતા. સામયિકને છેક સુધી લક્ષ્મીનાથ બેજબરુઆનાં સક્રિય સહાય અને ટેકો મળ્યાં હતાં. ખરેખર તો બેજબરુઆનું કલ્પિત પાત્ર કૃપાબર બરુઆ ‘જોનાકી’ સામયિકની સ્થાપના પછીના બીજા વર્ષે જ ‘જોનાકી’નાં પાનાંમાં…
વધુ વાંચો >જૉન્સ, ઇનિગો
જૉન્સ, ઇનિગો (જ. 15 જુલાઈ 1573 લંડન; અ. 21 જૂન 1652, લંડન) : અંગ્રેજી રૅનેસાંના તારણહાર સ્થપતિ. તેમનો ફાળો અંગ્રેજી સ્થાપત્યના ઇતિહાસમાં ઘણો જ અગત્યનો છે. તેના મૂળમાં જૉન્સનો ઇટાલિયન સ્થાપત્યનો ઊંડો અભ્યાસ અને શાસ્ત્રીયતાની સૂઝ રહેલાં છે. તે શૅક્સપિયરના લગભગ સમવયસ્ક અને સ્મિથ્સફીલ્ડના એક કાપડની મિલના કામદારના પુત્ર હતા.…
વધુ વાંચો >જૉન્સ, જ્યૉર્જિના સીજર
જૉન્સ, જ્યૉર્જિના સીજર (જ. 6 જુલાઈ 1912, બાલ્ટિમોર; અ. 26 માર્ચ 2005, નોરફોક) : અમેરિકાના કાયચિકિત્સક(physician). અમેરિકામાં પાત્રમાં (in vitro) ફલનના વિકાસનાં (તેમના પતિ હૉવર્ડ ડબ્લ્યૂ. જૉન્સ, જુનિયર સહિત) તેઓ અગ્રણી (pioneer) હતાં. જ્હૉન્સ હૉપ્કિન્સ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા બાદ 1978માં ઈસ્ટર્ન વર્જિનિયા મેડિકલ સ્કૂલની ઇસ્પિતાલમાં આ દંપતી જોડાયાં. તેમણે તેની…
વધુ વાંચો >જૉન્સ, નૉરા
જૉન્સ, નૉરા (જ. 30 માર્ચ 1979, ન્યૂયૉર્ક) : પાશ્ચાત્ય જૅઝ સંગીતનાં અગ્રણી ગાયિકા તથા 2003 વર્ષ માટેના ગ્રામી ઍવૉર્ડ-વિજેતા કલાકાર. તેઓ વિશ્વવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનાં અનૌરસ પુત્રી છે. માતાનું નામ સ્યૂ જૉન્સ, જે વ્યવસાયે પરિચારિકા છે. નૉરાને સંગીતની પ્રેરણા અને પ્રોત્સાહન માતા પાસેથી પ્રાપ્ત થયાં હતાં. જન્મ પછી ઘણા લાંબા…
વધુ વાંચો >જૉન્સ, (સર) વિલિયમ
જૉન્સ, (સર) વિલિયમ (જ. 28 સપ્ટેમ્બર 1746, લંડન; અ. 27 એપ્રિલ 1794 કૉલકાતા) : અઢારમી સદીના પ્રસિદ્ધ અંગ્રેજ પ્રાચ્યવિદ્યાવિદ. તેમણે ઇંગ્લૅન્ડની પ્રખ્યાત શિક્ષણસંસ્થા હૅરો અને ઑક્સફર્ડમાં શિક્ષણ લીધું. વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન જ ગ્રીક, ફ્રેંચ અને લૅટિન ભાષાઓ ઉપર પ્રભુત્વ મેળવ્યું. તેમણે ગદ્યમાં લેખો અને પદ્યમાં સુંદર કાવ્યો લખ્યાં. તેમની ભાષા પ્રવાહી…
વધુ વાંચો >જોશી, પ્રબોધ
જોશી, પ્રબોધ (જ. 1926; અ. 1991) : એકાંકીકાર અને નાટ્યકાર. અમદાવાદમાં ‘રંગમંડળ’ તથા ગુજરાત કૉલેજની નાટ્યરજૂઆતોમાં પ્રકાશ આયોજન અને સન્નિવેશની રચના કરી નાટ્યક્ષેત્રે પ્રવેશ કર્યો. નાનાલાલના ‘જયા–જયંત’ અને મુનશીના ‘છીએ તે જ ઠીક’ની રજૂઆત સાથે તે સંકળાયેલા હતા. 1953માં મુંબઈ ઇન્ટર-કૉલેજિયેટ એકાંકી સ્પર્ધામાં ‘માફ કરજો, આ નાટક નહિ થાય’ લખ્યું…
વધુ વાંચો >જોશી, પ્રવીણ
જોશી, પ્રવીણ (જ. 1 જાન્યુઆરી 1936, પાટણ; અ. 19 જાન્યુઆરી 1979, મુંબઈ) : સાઠ અને સિત્તેરના દાયકામાં આગવી અભિનયશૈલી તથા કુશળ દિગ્દર્શનકલા દાખવનાર નાટ્યકલાકાર. મુંબઈની મૉડર્ન સ્કૂલમાં અભ્યાસ કરતાં કરતાં નાટ્ય તરફ અભિરુચિ કેળવવા માંડી અને કવિ પ્રહલાદ પારેખના પ્રોત્સાહનથી નાટ્યની કેડીએ પગરણ માંડ્યાં. બાળકો માટે ‘આકાશવાણી’ પરથી પ્રસારિત થતા…
વધુ વાંચો >જોશી, ભીમસેન
જોશી, ભીમસેન (જ. 4 ફેબ્રુઆરી 1922, ગદગ, કર્ણાટક; અ. 24 જાન્યુઆરી 2011 પુણે મહારાષ્ટ્ર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કલાકાર. પિતા શિક્ષક હતા. બાળપણથી જ અત્યંત જિદ્દી પ્રકૃતિ. જે કંઈ ઇચ્છતા તે પ્રાપ્ત કરીને જ રહેતા. આ ગુણ સંગીતસાધનામાં ખૂબ મદદરૂપ નીવડ્યો. પિતાજી સુંદર કીર્તન કરતા હતા. તેથી ગળથૂથીમાં જ…
વધુ વાંચો >જોશી, મહાદેવશાસ્ત્રી
જોશી, મહાદેવશાસ્ત્રી (જ. 12 જાન્યુઆરી 1906, અંબેડે, ગોવા; અ. ડિસેમ્બર 1992, પુણે) : ભારતીય સંસ્કૃતિકોશના સંપાદક અને સંકલનકર્તા. તેમનું મૂળ વતન કોંકણ વિસ્તારના દેવગડના પરિસરમાં. તેમના દાદા કીર્તનકાર હતા અને કીર્તન કરવાના હેતુથી એક વાર તેઓ ગોમાંતકના પ્રવાસે ગયા હતા ત્યારે તેમને તે પ્રદેશનું સૃષ્ટિ-સૌંદર્ય એટલું બધું ગમી ગયું કે…
વધુ વાંચો >જોશી, મુરલી મનોહર
જોશી, મુરલી મનોહર (ડો.) (જ. 5 જાન્યુઆરી 1934, દિલ્હી) : વિદ્વાન પ્રાધ્યાપક અને સ્વચ્છ છબી ધરાવતા રાજકારણી. એમનું પ્રારંભિક શિક્ષણ બિજનૌર જિલ્લાના ચાંદપુરની હિન્દી હાઈસ્કૂલ અને અલમોડામાં થયું હતું. તેમણે મેરઠ કૉલેજમાંથી બી.એસસી. અને અલાહાબાદ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાં પ્રોફેસર રાજેન્દ્રસિંહ પાસે અભ્યાસ કર્યો હતો.…
વધુ વાંચો >જોશી, રમણલાલ જેઠાલાલ
જોશી, રમણલાલ જેઠાલાલ (જ. 22 મે 1926, હીરપુરા, તા. વિજાપુર. અવસાન 10 સપ્ટેમ્બર 2006, અમદાવાદ) : ગુજરાતી વિવેચક, સંપાદક, પ્રાધ્યાપક. પ્રાથમિક શિક્ષણ વતન વડનગરમાં, ઉત્તર ગુજરાતમાં; માધ્યમિક શિક્ષણ વિજાપુર તાલુકાના પિલવાઈ ગામમાં. કૉલેજનું શિક્ષણ વડોદરામાં. 1950માં તેઓ ગુજરાતી મુખ્ય તથા સંસ્કૃત ગૌણ વિષય સાથે, બી.એ.ની પરીક્ષામાં સમગ્ર મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી…
વધુ વાંચો >જોશી, રાજેશ
જોશી, રાજેશ (જ. 1946, નરસિંહગઢ, મધ્યપ્રદેશ) : હિંદી કવિ, અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘દો પંક્તિયોં કે બીચ’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે જંતુવિજ્ઞાનમાં એમ.એસસી. અને સમાજશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. રેખાચિત્રો બનાવવાં તે તેમની રુચિનો વિષય છે. 1972થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું અને…
વધુ વાંચો >જોશી, લક્ષ્મણશાસ્ત્રી
જોશી, લક્ષ્મણશાસ્ત્રી (જ. 27 જાન્યુઆરી 1901, પિંપળનેર; અ. 27 મે 1992, મહાબળેશ્વર) : મહારાષ્ટ્રના અગ્રણી ચિંતક, સંસ્કૃતના પ્રકાંડ પંડિત તથા મરાઠી વિશ્વકોશના આદ્ય સંપાદક. પિતાનું નામ બાળાજી તથા માતાનું નામ ચંદ્રભાગા. 1915માં તેઓ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના વાઈ ગામની પ્રજ્ઞા પાઠશાળામાં દાખલ થયા, જ્યાં તેમને શ્રેષ્ઠ કોટિના સંસ્કૃતના વિદ્વાન કેવલાનંદ સરસ્વતી(1877–1955)નું…
વધુ વાંચો >જોશી, વામન મલ્હાર
જોશી, વામન મલ્હાર (જ. 21 જાન્યુઆરી 1882, તળે, જિ. કોલાબા; અ. 20 જુલાઈ 1943, મુંબઈ) : મરાઠી નવલકથાકાર અને ચિંતક. પુણેની ડેક્કન કૉલેજમાંથી તત્વચિંતન અને તર્કશાસ્ત્ર વિષય સાથે એમ.એ. (1906) કરી કોલ્હાપુરની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકેની નોકરી લીધી. ‘વિશ્વવૃત્ત’ સામયિકના તંત્રી તરીકે તેમાં પ્રકટ થયેલા, પણ પોતે નહિ લખેલા એક…
વધુ વાંચો >જોશી, શરદ
જોશી, શરદ (જ. 3 સપ્ટેમ્બર 1935, સાતારા મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના અગ્રણી ખેડૂત નેતા. શરૂઆતનું શિક્ષણ સાતારામાં. પુણે યુનિવર્સિટીમાંથી વાણિજ્ય વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ પછી બે વર્ષ કોલ્હાપુર ખાતે પ્રાધ્યાપક રહ્યા. ત્યાર પછી ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ(IAS)ની પરીક્ષામાં અખિલ ભારતીય સ્તરે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી કેન્દ્ર સરકારના ટપાલ ખાતામાં જોડાયા (1958–67).…
વધુ વાંચો >