૬(૨).૨૧
ગ્રેટેસ્ટ શો ઑન અર્થ, ધથી ગ્વાટેમાલા
ગ્રેટેસ્ટ શો ઑન અર્થ, ધ
ગ્રેટેસ્ટ શો ઑન અર્થ, ધ (1952) : સર્કસ તેમજ તેનાં પાત્રોની સર્કસમય રોજિંદી જાહેર અને પડદા પાછળની મથામણ તથા અંગત લાગણીઓનું નિરૂપણ કરતી સિનેકૃતિ. હૉલિવુડના વિખ્યાત સેસિલ બી’ દ મિલે તેનું દિગ્દર્શન કર્યું છે. નિર્માતા : પૅરેમાઉન્ટ પિક્ચર્સ. સર્કસની તાલીમ પામેલ બહુસંખ્ય વન્ય પ્રાણીપાત્રોનો પણ અહીં ઉપયોગ કરાયો છે. ઝૂલાના…
વધુ વાંચો >ગ્રે, ટૉમસ
ગ્રે, ટૉમસ (જ. 26 ડિસેમ્બર 1716, કૉર્નહિલ, લંડન; અ. 30 જુલાઈ 1771, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : અગ્રણી અંગ્રેજ કવિ. અઢારમી સદીની અંગ્રેજી કવિતાના ઉલ્લેખનીય કવિજનોમાં ટૉમસ ગ્રેનું આગવું સ્થાન છે. આ સમય દરમિયાન ગ્રીક-લૅટિન પ્રશિષ્ટ સાહિત્યના પ્રગાઢ અધ્યયનના કારણે સ્વાભાવિક જ કવિજનો ગ્રીક કાવ્યસ્વરૂપો તરફ વળેલા. ઓડ અને ઍલિજી આ સમયે…
વધુ વાંચો >ગ્રૅનાઇટ
ગ્રૅનાઇટ : અંત:કૃત પ્રકારનો ઍસિડિક અગ્નિકૃત ખડક. તે પૃથ્વીના પટ પર સર્વસામાન્ય રીતે મળતો ખડક-પ્રકાર છે. આ ખડક મુખ્યત્વે ક્વાર્ટ્ઝ અને આલ્કલી ફેલ્સ્પારનો બનેલો હોય છે, પણ ઘણુંખરું તેની સાથે બાયૉટાઇટ અને/અથવા મસ્કોવાઇટ અને/અથવા હૉર્નબ્લેન્ડ પણ હોય છે. આ ઉપરાંત ગૌણ ખનીજો તરીકે ઝિર્કોન, ઍપેટાઇટ અને ક્વચિત્ મૅગ્નેટાઇટ હોઈ શકે…
વધુ વાંચો >ગ્રૅનાઇટ કણરચના
ગ્રૅનાઇટ કણરચના : જુઓ કણરચના.
વધુ વાંચો >ગ્રૅનાઇટીકરણ
ગ્રૅનાઇટીકરણ : ગ્રૅનાઇટ નામથી ઓળખાતા અંત:કૃત ઉત્પત્તિવાળા ઍસિડિક અગ્નિકૃત ખડકની ઉત્પત્તિની એક વિવાદાસ્પદ સમસ્યા. ગ્રૅનાઇટ ખડક સંપૂર્ણ સ્ફટિકમય કણરચનાવાળો હોય છે અને ખનિજ ઘટકો અપૂર્ણ પાસાદાર હોય છે. તેના બંધારણમાં રહેલાં ખનીજોમાં ક્વાર્ટ્ઝ (10 % કે તેથી વધુ), આલ્કલી ફેલ્સ્પાર (ઑર્થોક્લેઝ, માઇક્રોક્લિન), આલ્બાઇટ પ્લેજિયૉક્લેઝ, બાયૉટાઇટ, મસ્કોવાઇટ તેમજ અન્ય અનુષંગી ખનીજો…
વધુ વાંચો >ગ્રેનેડા (Grenada)
ગ્રેનેડા (Grenada) : વિન્ડવર્ડ ટાપુઓના ભાગરૂપ, દક્ષિણ અમેરિકાથી 150 કિમી. દૂર આવેલ સ્વતંત્ર રાજ્ય. ભૌગોલિક સ્થાન : 12° 05´ ઉ. અ. અને 61° 40´ પ. રે.. તે કૅરિબિયન સમુદ્રમાં આવેલા ગ્રેનેડાના મુખ્ય ટાપુ અને કેરિયાકૂ અને પેટી માર્ટિનીક નામના બે નાના ટાપુઓનું બનેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 344 ચોકિમી. છે,…
વધુ વાંચો >ગ્રેનેડા 2 (Granada 2)
ગ્રેનેડા 2 (Granada 2) : નિકારાગુઆની નૈર્ઋત્યે આ જ નામ ધરાવતા જિલ્લાનું પાટનગર. ઈ. સ. 1523માં સ્થપાયેલ આ શહેર નિકારાગુઆમાં સૌથી જૂનું છે. અહીં સ્પૅનિશ સ્થાપત્યપદ્ધતિથી બંધાયેલાં પ્રાચીન મકાનો અને દેવળો છે. અહીંની વસ્તી 1.13 લાખ (2020) છે. શિવપ્રસાદ રાજગોર
વધુ વાંચો >ગ્રેનેડા 3 (Granada 3)
ગ્રેનેડા 3 (Granada 3) : સ્પેનના દક્ષિણ ભાગમાં આવેલો પ્રાંત તથા તે જ નામ ધરાવતું પાટનગર. અગાઉના સમયમાં અરબી ભાષામાં તે ‘ગરનાતા’ તરીકે ઓળખાતું હતું. આ શહેર 37° 10´ ઉ. અ. અને 3° 36´ પ. રે.ની આજુબાજુનો 88 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. સમુદ્ર-સપાટીથી 738 મીટરની ઊંચાઈએ વસેલું આ…
વધુ વાંચો >ગ્રૅનોડાયોરાઇટ
ગ્રૅનોડાયોરાઇટ : ગુરુદાણાદાર, ગ્રૅનાઇટ કણરચનાવાળો ઍસિડિક અંત:કૃત ખડક. તેના બંધારણમાં ક્વાર્ટ્ઝ (10 % કે તેથી વધુ), આલ્કલી ફેલ્સ્પાર (ઑર્થોક્લેઝ), પ્લેજિયોક્લેઝ (ઓલિગોક્લેઝથી એન્ડેસિન ગાળાનું બંધારણ), બાયૉટાઇટ અને હૉર્નબ્લેન્ડ જેવાં રંગીન ખનિજો તેમજ સ્ફિન, ઍપેટાઇટ અને મૅગ્નેટાઇટ જેવાં અનુષંગી ખનિજો રહેલાં હોય છે. આ ખડકમાં પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પારની વિપુલતા હોય છે, જ્યારે આલ્કલી…
વધુ વાંચો >ગ્રૅનોફાયર
ગ્રૅનોફાયર : ભૂમધ્યકૃત ઍસિડિક ખડક. તે શિરાઓ તરીકે મોટે ભાગે મળી આવે છે. તેની કણરચના સંપૂર્ણ સ્ફટિકમય હોય છે; પરંતુ ખનીજોનાં કદ અંત:કૃત ખડકો કરતાં નાનાં અને જ્વાળામુખી ખડકો કરતાં મોટાં હોય છે. ગ્રૅનોફાયરના ખનીજબંધારણમાં ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર ઑર્થોક્લેઝ (પ્લેજિયોક્લેઝ), બાયૉટાઇટ અને હૉર્નબ્લેન્ડ જેવાં ખનિજો રહેલાં હોય છે. આ ખડકમાં ક્વાર્ટ્ઝ…
વધુ વાંચો >ગ્લોમેરોપોર્ફિરિટિક સંરચના
ગ્લોમેરોપોર્ફિરિટિક સંરચના : બેસાલ્ટ ખડકમાં જોવા મળતી એક વિશિષ્ટ પ્રકારની સંરચના. આ ખડકમાંના ઑલિવીન, ઑગાઇટ અને લેબ્રેડોરાઇટ ખનિજોના મહાસ્ફટિકો ગંઠાઈ જવાનો ગુણ ધરાવે છે, જેને કારણે ખડકનો દેખાવ બેઝિક અંત:કૃત (દા.ત., ગૅબ્રો) ખડક જેવો લાગે છે. વ્રિજવિહારી દીનાનાથ દવે
વધુ વાંચો >ગ્વાઉરા
ગ્વાઉરા : દ. અમેરિકા ભૂખંડના પરાગ્વે દેશનો એક વહીવટી વિભાગ. તે દેશના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો છે. તે લગભગ 3,202 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. આ પ્રાંતનું વહીવટી મથક વિલારિકા (Villarrica) છે. વસ્તી 81,752 (2024). આ પ્રદેશનું ભૂપૃષ્ઠ સમુદ્રસપાટીથી લગભગ 200થી 500 મી.ની ઊંચાઈ પર આવેલું છે. પરાગ્વેના મધ્ય ભાગમાં થઈને મકરવૃત્ત…
વધુ વાંચો >ગ્વાએકમ (અં. Lignum vitae, ગુ. દિવ્યા)
ગ્વાએકમ (અં. Lignum vitae, ગુ. દિવ્યા) : દ્વિદળીના યુક્તદલાના કુળ Zygophyllaceae-નું 8–10 મીટર ઊંચું ભરાવદાર છત્રી આકારનું વૃક્ષ. તે કુળના સહસભ્યોમાં કચ્છ અને ખારાઘોડામાં મળતો ધમાસો Fagonia, બરડા ડુંગર ઉપરથી જયકૃષ્ણ ઇન્દ્રજીએ મેળવેલો પેગિયો તે Peganum, ફક્ત કચ્છમાંથી ફા. બ્લેટરે નોંધેલો Seetzenia, જવલ્લે જ ભૂજિયા ડુંગર ઉપર મળતો પટલાણી તે…
વધુ વાંચો >ગ્વાટેમાલા (Guatemala)
ગ્વાટેમાલા (Guatemala) : ઉ. અમેરિકા અને દ. અમેરિકાના ભૂમિખંડોને જોડતી સાંકડી સંયોગીભૂમિમાં આશરે 14° 40´ ઉ. અ. અને 90° 30´ પ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લેતો દેશ અને તે જ નામનું તેનું મુખ્ય શહેર. તેની પશ્ચિમ અને ઉત્તરની બાજુએ મેક્સિકો, દક્ષિણની બાજુએ પૅસિફિક મહાસાગર અને અલ સૅલ્વાડૉર, પૂર્વની બાજુએ બેલિઝ…
વધુ વાંચો >