૬(૧).૨૪
ગાયકવાડ શંકરરાવથી ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ પોરબંદર
ગાયકવાડ, શંકરરાવ
ગાયકવાડ, શંકરરાવ (જ. 8 ઑગસ્ટ 1881; અ. 11 માર્ચ 1971, પુણે) : ભારતના વિખ્યાત શરણાઈવાદક. પુણેના વતની. એમણે અક્કલકોટના પ્રસિદ્ધ ગાયક શિવભક્ત બુવા પાસેથી રાગદારી અને ગાયકીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ શિવભક્ત બુવાએ તેમની પ્રતિભા પારખીને એમને સંગીતના વધુ શિક્ષણ માટે વિખ્યાત સંગીતકાર ભાસ્કર બુવા બખલે પાસે મોકલ્યા અને…
વધુ વાંચો >ગાયકવાડ, સરિતા
ગાયકવાડ, સરિતા (જ. 1 જૂન 1994, ખરાડી આંબા, જિ. ડાંગ, ગુજરાત) : કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદ થનારી રાજ્યની પ્રથમ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ. સરિતા ગાયકવાડનો જન્મ ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ લક્ષ્મણભાઈ અને માતાનું નામ રેમુબેન. તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ગરીબ પરિવારની પુત્રીએ મુશ્કેલીઓની વચ્ચે…
વધુ વાંચો >ગાયત્રી
ગાયત્રી : વેદના સાત પ્રમુખ છંદોમાંનો સર્વપ્રથમ છંદ અને તે છંદના અનેક મંત્રોમાંનો એક શ્રેષ્ઠ ઉપાસનામંત્ર. વ્યુત્પત્તિ અનુસાર ગાયત્રી શબ્દનો गायन्तं त्रायते (गायत् + त्रै) ગાનારનું — જપ કરનારનું ત્રાણ — રક્ષણ કરનાર દેવતા એવો થાય. બ્રાહ્મણોમાં તેની વ્યુત્પત્તિ गां त्रायते (गो + त्रै) આપેલી છે, કેમ કે આ મંત્રની…
વધુ વાંચો >ગારડી, દીપચંદ
ગારડી, દીપચંદ (જ. 25 એપ્રિલ 1915, પડધરી, સૌરાષ્ટ્ર; અ. 6 જાન્યુઆરી 2014, મુંબઈ) : અગ્રણી સમાજસેવક અને જાણીતા દાનવીર. જૈન પરિવારમાં જન્મ. પિતાનું નામ સવરાજ, માતાનું નામ કપૂરબહેન. ચાર વર્ષની કાચી ઉંમરે પિતાનું અવસાન થયું. સમયાંતરે મુંબઈ આવ્યા, જ્યાં તેમની પ્રામાણિકતાથી અંજાઈ ગયેલા એક જણે તેમને બક્ષિસરૂપે જમીન આપી. તેમણે…
વધુ વાંચો >ગારબૉર્ગ, આર્ન ઇવનસન
ગારબૉર્ગ, આર્ન ઇવનસન (જ. 25 જાન્યુઆરી 1851, ટીમ, નૉર્વે; અ. 14 જાન્યુઆરી 1924, અસ્કર) : નૉર્વેના પ્રસિદ્ધ નવલકથાકાર, કવિ, નાટ્યકાર તથા નિબંધકાર. નિનોર્સ્ક નામની નૉર્વેની નવી ભાષાની સાહિત્યિક શક્યતાઓનું સબળ પ્રતિપાદન કરનાર આ મહાન લેખકના જીવન અને કવનમાં કેન્દ્રસ્થાને સમાજસુધારણા છે. ખેડૂત પિતાએ અતિશય ધાર્મિક અંધશ્રદ્ધાને કારણે આત્મહત્યા કરી હતી.…
વધુ વાંચો >ગારંબીચા બાપુ
ગારંબીચા બાપુ (1952) : મરાઠી નવલકથા. લેખક શ્રીપાદ નારાયણ પેંડસે. આ નવલકથા કોંકણના એક ગામ ગારંબીના એક તેજસ્વી, સ્વાભિમાની, સમાજની કુરૂઢિ સામે વિદ્રોહ કરનાર, પ્રગતિશીલ યુવકની કથા છે. દરિદ્ર બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો બાપુ પિતા અને માસી સિવાય આખા ગામનાં તિરસ્કાર અને ઉપેક્ષાને કારણે વિદ્રોહી સ્વભાવનો બને છે. એ કર્મઠ અને…
વધુ વાંચો >ગારિયાધાર
ગારિયાધાર : ભાવનગર જિલ્લાનો તાલુકો અને એ જ નામ ધરાવતું શહેર. તાલુકાનો વિસ્તાર 284.8 કિમી. છે. તાલુકામાં ગારિયાધાર શહેર અને 51 ગામો આવેલાં છે. ગારિયાધાર શહેરની 2022ની વસ્તીગણતરી પ્રમાણે 40,000 વસ્તી છે. આ શહેર 21o 30’ ઉ. અ. અને 71o 30’ પૂ. રે. ઉપર પાલિતાણાથી પશ્ચિમે 27 કિમી. અને જિલ્લામથક…
વધુ વાંચો >ગારુલક રાજ્ય
ગારુલક રાજ્ય : સૌરાષ્ટ્રમાં મૈત્રકોના આધિપત્ય નીચે શાસન કરતા રાજાઓનું રાજ્ય. ‘ગારુલક’ નામમાં ‘ગારુડક’ શબ્દ અભિપ્રેત લાગે છે. આ રાજાઓ પરમ ભાગવત હતા. ગારુલક રાજાઓનાં બે દાનશાસન મળ્યાં છે : વરાહદાસ બીજાનું ઈ. સ. 549નું અને સિંહાદિત્યનું ઈ. સ. 574નું. આ વંશનો પહેલો જ્ઞાત રાજા શૂર પહેલો મૈત્રક રાજવી ભટાર્ક(લગભગ…
વધુ વાંચો >ગારો
ગારો : ઈશાન ભારતમાં આસામની ગારો પર્વતમાળાઓમાં વસતી આદિવાસી જાતિ. મૉંગોલૉઇડ જાતિની આ પ્રજા તિબેટન-બર્મીઝ બોલી બોલે છે. તેઓ પોતાને ગારોને બદલે અચીક કે મન્ડે તરીકે પણ ઓળખાવે છે. તેમનામાં અવે, ચિસાક, મીચીદુઅલ, અમ્બેન્ગ, ગારો-ગન્ચીગ, અદેન્ગ, મેગામ જેવાં પેટાજૂથો છે પણ તેમની વચ્ચે ઊંચનીચના ભેદ નથી. તેઓ માતૃવંશી કુટુંબવ્યવસ્થા ધરાવે…
વધુ વાંચો >ગાર્ગી
ગાર્ગી : બૃહદારણ્યક ઉપનિષદમાં જનક રાજાની યજ્ઞસભામાં યાજ્ઞવલ્ક્ય સાથે વિવાદ કરનારી બ્રહ્મવાદિની એક તત્ત્વજ્ઞા. તે તપસ્વિની કુમારી હતી અને પરમહંસની જેમ જ રહેતી હતી. ગર્ગ ગોત્રમાં જન્મી હોવાથી તે ગાર્ગી કહેવાઈ. ઉપનિષદમાં તેનું નામ ગાર્ગી વાચકનવી છે. વચકનુની પુત્રી હોવાથી તે વાચકનવી કહેવાઈ. ગાર્ગીના વ્યક્તિગત નામનો ક્યાંય ઉલ્લેખ નથી. ગર્ગકુલ…
વધુ વાંચો >ગાંડીવ
ગાંડીવ (1925–1973) : ગાંડીવ સાહિત્ય મંદિર, સૂરતના ઉપક્રમે પ્રસિદ્ધ થતું રહેલું બાળકોનું પખવાડિક. નાનાં બાળકોથી માંડી કિશોરોને ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પખવાડિકના તંત્રી નટવરલાલ માળવી હતા. બાળવાર્તા, બાળકાવ્યો, દેશવિદેશની કિશોરકથાઓ, વિવિધ કહેવતો, કોયડા, ભુલભુલામણીનાં ચિત્રો ઇત્યાદિ દ્વારા બાળકની જિજ્ઞાસાને વધુ સતેજ કરવાનો અભિગમ રહેતો. ‘ગાંડીવ’ 1925ના જુલાઈ માસથી શરૂ…
વધુ વાંચો >ગાંધી (ચિત્રપટ)
ગાંધી (ચિત્રપટ) : કોલંબિયા પિક્ચર્સ દ્વારા 1981–82માં નિર્મિત આઠ ઑસ્કર ઍવૉર્ડ વિજેતા વિશ્વવિખ્યાત રંગીન ચલચિત્ર. તે અંગ્રેજી અને હિંદી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે. તેના દિગ્દર્શક પ્રસિદ્ધ બ્રિટિશ ચલચિત્રનિર્માતા રિચાર્ડ ઍટનબરો છે. આ ચલચિત્ર ગાંધીજી(1869–1948)ના જીવનનાં 79 વર્ષમાંથી 56 વર્ષની જાહેર કારકિર્દી આવરી લે છે. તેમાં મહાત્મા ગાંધીજીની મુખ્ય ભૂમિકામાં…
વધુ વાંચો >ગાંધી, ઇન્દિરા
ગાંધી, ઇન્દિરા (જ. 19 નવેમ્બર 1917, અલ્લાહાબાદ; અ. 31 ઑક્ટોબર 1984, નવી દિલ્હી) : ભારતનાં પહેલાં મહિલા વડા પ્રધાન. તેઓ 24 જાન્યુઆરી 1966થી 24 માર્ચ 1977 તથા 14 જાન્યુઆરી 1980થી તેમના અવસાન સુધીના બે સમયગાળા દરમિયાન ભારતના વડા પ્રધાનપદે રહ્યાં હતાં. સંમોહક વ્યક્તિત્વ સાથે પ્રતાપી અને પ્રભાવક રાજકારણ દ્વારા તેમણે…
વધુ વાંચો >ગાંધી, ઇન્દુલાલ ફૂલચંદ
ગાંધી, ઇન્દુલાલ ફૂલચંદ (જ. 12 ડિસેમ્બર 1911, મકનસર, મોરબી; અ. 10 જાન્યુઆરી 1986, રાજકોટ) : ગુજરાતી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર. તખલ્લુસ ‘શશીવદન મહેતા’ અને ‘પિનાકપાણિ’. માતાનું નામ ઝબકબાઈ. જાતે દશા શ્રીમાળી વણિક. 1932માં સૂર્યલક્ષ્મી સાથે લગ્ન. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં. પિતા વ્યવસાય અર્થે કરાંચી ગયા. ત્યાં ઇન્દુલાલે 1928થી 1947 સુધી પાનબીડીની…
વધુ વાંચો >ગાંધી, કસ્તૂરબા મોહનદાસ
ગાંધી, કસ્તૂરબા મોહનદાસ (જ. 11 એપ્રિલ 1869 પોરબંદર; અ. 22 ફેબ્રુઆરી 1944, પુણે) : ગાંધીજીનાં પત્ની. તેમના નમ્ર, મિતભાષી, મૃદુ તેમજ મક્કમ સ્વભાવ વિશે ગાંધીજી કહેતા કે સત્યાગ્રહનું રહસ્ય પોતે તેમની પાસેથી શીખ્યા છે. તેમની ચોક્કસ જન્મતારીખ તો મળતી નથી; પરંતુ તે ગાંધીજી કરતાં લગભગ છ મહિના મોટાં હતાં. એટલે…
વધુ વાંચો >ગાંધી, ગોપાલકૃષ્ણ
ગાંધી, ગોપાલકૃષ્ણ (જ. 22 એપ્રિલ 1945, દિલ્હી) : ભારતીય સનદી સેવાના અધિકારી અને તેજસ્વી રાજનીતિજ્ઞ. પિતા દેવદાસ ગાંધી અને માતા લક્ષ્મી ગાંધી. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આ પૌત્ર માતૃપક્ષે પણ સી. ગોપાલાચારીના દૌહિત્ર હોઈ સંસ્કારસંપન્ન અને રાષ્ટ્રભક્તિના ગુણોની અભિવ્યક્તિ કરતું વ્યક્તિત્વ ધરાવે છે. બાળવયે આ ગોપુ ગાંધીજીના લાડ-પ્યાર પામતો, તેમની…
વધુ વાંચો >ગાંધી, દેવદાસ મોહનદાસ
ગાંધી, દેવદાસ મોહનદાસ (જ. 22 મે 1900, ડરબન; દ. આફ્રિકા; અ. 3 ઑગસ્ટ 1957 નવી દિલ્હી, ભારત) : પાંચમા અને છઠ્ઠા દાયકામાં દેશના એક વરિષ્ઠ પત્રકાર તથા મહાત્મા ગાંધીજીના ચારે પુત્રોમાં કદાચ સૌથી વધુ જાણીતા. પિતાના ઘડતરકાળમાં દક્ષિણ આફ્રિકામાં ડરબન ખાતે જન્મેલા દેવદાસે પરંપરાગત શિક્ષણ અને રીતસરની ઉપાધિ મેળવ્યાં નહોતાં,…
વધુ વાંચો >ગાંધીધામ
ગાંધીધામ : કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું મહત્વનું વ્યાપારી કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 23° 04’ ઉ. અ. અને 70° 08’ પૂ. રે.. તે ભૂજથી 50 કિમી., આદિપુરથી 8 કિમી. અને કંડલા બંદરેથી 16 કિમી.ને અંતરે આવેલું છે. ભારતના ભાગલાને કારણે પાકિસ્તાનથી ભારતમાં મોટી સંખ્યામાં દાખલ થયેલા વિસ્થાપિતોના પુનર્વસવાટ માટે આ…
વધુ વાંચો >ગાંધીનગર (શહેર)
ગાંધીનગર (શહેર) : ગુજરાતનું પાટનગર અને દેશની નામાંકિત ઉદ્યાનનગરી (garden city). ભૌગોલિક સ્થાન : 23° 08’ ઉ. અ. અને 72° 40’ પૂ. રે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન સાથે 1 મે, 1960ના રોજ નવું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને પાટનગરની જરૂરત ઉપસ્થિત થઈ. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ 19 માર્ચ, 1960ના…
વધુ વાંચો >ગાંધી, પ્રભુદાસ છગનલાલ
ગાંધી, પ્રભુદાસ છગનલાલ (જ. 4 ડિસેમ્બર, 1901, પોરબંદર, સૌરાષ્ટ્ર; અ. 6 મે 1995, રાજકોટ) : ગાંધીજીના અન્તેવાસી ભત્રીજા. ગુજરાતી આત્મકથાકાર, જીવનકથાકાર. બાળપણ દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમમાં તથા ગાંધીજીના શિક્ષણના પ્રયોગો દ્વારા પ્રારંભિક કેળવણી અને જીવનનું ઘડતર પ્રાપ્ત કર્યાં. 1915માં ગાંધીજી સાથે ભારત આવ્યા, અમદાવાદ કોચરબ આશ્રમમાં સ્થિર થયા. ત્યાર બાદ…
વધુ વાંચો >