૫.૨૨
કૉકેસિયન ચૉક સર્કલથી કોઠી (કોઠાં)
કૉકેસિયન ચૉક સર્કલ
કૉકેસિયન ચૉક સર્કલ (ડેર કોકેસિસ્કી ક્રેડકરેઇસ; 1944) : જર્મન નાટ્યકાર અને નાટ્યવિદ બર્ટોલ્ટ બ્રેખ્ટ(1898-1956)નું ‘એપિક’ પ્રણાલીનું ચીની લોકકથા ‘ચૉક-દોર્યા વર્તુળ’ પર આધારિત નાટક. જ્યૉર્જિયા પ્રાંતના ગવર્નર સામે સામંતોએ કરેલા બળવાની ધાંધલમાં ગવર્નરનું ખૂન થાય છે અને એની પત્ની જાન બચાવવા નાના બાળકને મૂકી નાસી છૂટે છે. ગરીબ કામવાળી ગ્રુશા બાળકને…
વધુ વાંચો >કોકેસિયન ભાષાપરિવાર
કોકેસિયન ભાષાપરિવાર : દક્ષિણ-પશ્ચિમ રશિયામાં કાળા સમુદ્ર અને કાસ્પિયન સમુદ્ર વચ્ચે આવેલ પર્વતમાળા તે કોકેસસ. આ પર્વતમાળાને આધારે અહીં વસતા લોકો કો-કા-શૉન કહેવાય છે. ‘ધોળી જાતિ’ (white race) અથવા ‘યુરોપિડ જાતિ’ (uropid race) તરીકે ઓળખાતા આ લોકો આધુનિક માનવોની સૌથી જૂની કડીરૂપ મનાય છે. આ લોકો મૂળ યુરોપ, પ. એશિયા…
વધુ વાંચો >કોકો
કોકો : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Theobroma cacao Linn. (કોકો, ચૉકલેટ ટ્રી) છે. તે નાનું, સદાહરિત 9.0 મી. સુધીની ઊંચાઈ ધરાવતું અને ઘટાદાર, ગોળ પર્ણમુકુટવાળું વૃક્ષ છે. તેનું મૂળવતન દક્ષિણ અમેરિકા છે. તે 1.0-1.7 મી. ઊંચું મુખ્ય થડ ધરાવે છે; જેના ઉપર 3-5 શાખાઓ…
વધુ વાંચો >કોકોનાર
કોકોનાર : ચિંગહાઈ તરીકે ઓળખાતું ચીનનું સૌથી મોટું સરોવર. તિબેટના ઉચ્ચપ્રદેશની ઈશાને સમુદ્રની સપાટીથી 3205 મી.ની ઊંચાઈએ તે આવેલું છે. તેની લંબાઈ 106 કિમી. અને પહોળાઈ 64 કિમી. છે. તેનું ભૂરું પાણી આકર્ષક છે. તેની ઉત્તરે નાનશાન ગિરિમાળા અને દક્ષિણે કુનલુન પર્વતમાળાનો ફાંટો છે. કોકોનારની ઉત્તરે મોંગોલ અને દક્ષિણે તિબેટના…
વધુ વાંચો >કૉકૉશ્કા – ઑસ્કાર
કૉકૉશ્કા, ઑસ્કાર (જ. 1 માર્ચ 1886, પોખલેર્ન, ઑસ્ટ્રિયા; અ. 22 ફેબ્રુઆરી 1980, વિલેનુવે, સ્વિટ્ઝર્લેન્ડ) : અગ્રગણ્ય ઑસ્ટ્રિયન ચિત્રકાર, ચિત્રમુદ્રક (print maker) અને લેખક. તે વિયેનાની કલા અને હસ્તઉદ્યોગની શાળામાં 1904-09 અભ્યાસ કરતો હતો ત્યારે ગુસ્તાવ ક્લિમૅનની કલાથી પ્રભાવિત થયો હતો. કૉકૉશ્કાએ પોતાની આગવી શૈલી ઉપસાવી અને તેનું ઉદાહરણ 1909માં તેણે…
વધુ વાંચો >કોકોસ
કોકોસ : વર્ગ એકદલા, કુળ એરિકેસીની એક પ્રજાતિ. આ પ્રજાતિમાં C. nucifera, Linn ઉપરાંત 30 જેટલી જાતિઓનો સમાવેશ પહેલાં કરવામાં આવ્યો હતો; જે મધ્ય અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. પરંતુ હવે, આ પ્રજાતિ ફક્ત એક જ જાતિ C. nucifera જ ધરાવે છે. બાકીની જાતિઓ કેટલીક નવી પ્રજાતિઓ Arecastrum, Butia…
વધુ વાંચો >કૉક્તો ઝ્યાં
કૉક્તો, ઝ્યાં (જ. 5 જુલાઈ 1889, મેઝોં-લફીત, પૅરિસ; અ. 11 ઑક્ટોબર 1963, મિલી લ ફૉરે, પૅરિસ) : ફ્રેન્ચ લેખક, કલાકાર અને ફિલ્મસર્જક. તે 10 વર્ષની વયના હતા ત્યારે પિતાએ આત્મહત્યા કરી હતી. તેથી માતા પ્રત્યે સવિશેષ સ્નેહ બંધાયો હતો. અભ્યાસમાં તેમને ઝાઝો રસ ન હતો તેથી થોડો અભ્યાસ કર્યા બાદ…
વધુ વાંચો >કૉક્લોસ્પર્મેસી
કૉક્લોસ્પર્મેસી : વર્ગ દ્વિદલાનું એક કુળ. 3 પ્રજાતિ અને 25 જાતિઓ ધરાવતા આ કુળનાં ઝાડ ઉષ્ણ પ્રદેશોમાં જોવા મળે છે. તે વૃક્ષ, ક્ષુપ કે ગાંઠામૂળીયુક્ત શાકીય વનસ્પતિ છે. નારંગી કે લાલ રંગનો રસ, પર્ણો સાદાં, એકાંતરિત, ઉપપર્ણીય; પુષ્પો સુંદર, સામાન્યત: નિયમિત અથવા અંશત: અનિયમિત; વજ્રપત્રો (calyx) અને દલપત્રો (corolla) 5,…
વધુ વાંચો >કૉક્સ ડૅવિડ
કૉક્સ, ડૅવિડ (Cox, David) (જ. 29 એપ્રિલ 1783, બર્મિન્ગહામ, બ્રિટન; અ. 7 જૂન 1859, બર્મિન્ગહામ, બ્રિટન) : નિસર્ગચિત્રો ચીતરવા માટે જાણીતા બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર. ચિત્રકાર વાર્લી પાસે તેઓ ચિત્રકલા શીખ્યા હતા. ત્યાર બાદ તેમણે કલાના શિક્ષણ ઉપર જીવન-નિર્વાહ કર્યો. જળરંગો વડે નિસર્ગના આલેખન અંગે તેમણે ઉત્તમ ભાષ્ય લખ્યું છે :…
વધુ વાંચો >કૉખ – જૉસેફ ઍન્ટોન
કૉખ, જૉસેફ ઍન્ટોન (Koch, Josef Anton), (જ. 27 જુલાઈ 1768, ટાયરોલ ઑસ્ટ્રિયા; અ. 12 જાન્યુઆરી 1839, રોમ, ઇટાલી) : રંગદર્શી જર્મન નિસર્ગ-ચિત્રકાર. જર્મનીમાં તાલીમ લઈ તેઓ 1793માં રોમ આવી વસેલા. તેમનાં નિસર્ગચિત્રો નિસર્ગની વિરાટતા અને ભવ્યતા પ્રગટ કરવામાં સફળ ગણાયાં છે. વિશાળ ભેખડો, પર્વતો, કોતરો, તેમાં વહેતાં ઝરણાં નદી અને…
વધુ વાંચો >કૉઝ્લૉફ – જૉઇસ
કૉઝ્લૉફ, જૉઇસ (જ. 1942, અમેરિકા) : આધુનિક અમેરિકન મહિલા-ચિત્રકાર. સાદા ભૌમિતિક આકારો વડે શણગારાત્મક (decorative) શૈલીમાં અમૂર્ત ચિત્રો સર્જવા માટે તેઓ જાણીતાં છે. તેમનાં ચિત્રો સુંદર ભૌમિતિક ભાત ધરાવતી દક્ષિણ ભારતની કાંચીપુરમની સાડીઓ જેવાં કે અરબી દેશો અને મધ્ય એશિયાના ભાત ભરેલા ગાલીચા જેવા દેખાય છે. મોરૉક્કો, લિબિયા, અલ્જીરિયા અને…
વધુ વાંચો >કોટક, ઉદય
કોટક, ઉદય (જ. 15 માર્ચ 1959, મુંબઈ) : ભારતના અગ્રણી અને સૌથી ધનિક બેંકર. દેશમાં ખાનગી ક્ષેત્રની ટોચની કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક. પરિવાર મધ્યમ વર્ગીય ગુજરાતી. સંયુક્ત પરિવારમાં ઉછેર થયો. પિતા સુરેશ કોટક અને માતા ઇન્દિરા કોટક. પરિવાર કપાસ અને અન્ય ખેત ઉત્પાદનોના વેપારમાં સંપૂર્ણપણે સંકળાયેલો છે. સુરેશ કોટક ‘કોટન મૅન…
વધુ વાંચો >કોટક – મધુરી વજુભાઈ
કોટક, મધુરી વજુભાઈ (જ. 1 ઑક્ટોબર 1930; અ. 5 જાન્યુઆરી 2023) : સિનેપત્રકાર. ‘જી’નાં તંત્રી. ‘ચિત્રલેખા’ (સ્થાપના : 1950) તથા ‘જી’ (સ્થાપના : 1958) સામયિકોના સ્થાપક સંપાદક વજુભાઈ કોટકનાં પત્ની. પતિની હયાતીમાં આ સામયિકોનાં સંપાદન અને પ્રકાશનકાર્યમાં મર્યાદિત ફાળો આપતાં આ મહિલાએ પતિના અવસાન પછી તે અંગેની સમગ્ર જવાબદારી સંભાળી…
વધુ વાંચો >કોટક – વજુ
કોટક, વજુ (જ. 30 જાન્યુઆરી 1915, રાજકોટ; અ. 29 નવેમ્બર 1959, મુંબઈ) : ફેલાવાની ર્દષ્ટિએ ગુજરાતના પ્રથમ નંબરના અને ભારતના ચોથા નંબરના સાપ્તાહિક ‘ચિત્રલેખા’ના સ્થાપક તથા તંત્રી. પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર અને ગદ્યકાર. તેઓ 1937માં અમદાવાદમાં આવ્યા અને 1939થી મુંબઈમાં સ્થાયી થયા. આર્ટ્સના પ્રથમ વર્ષ સુધી જ શિક્ષણ પામેલા. શૈશવથી તેમને…
વધુ વાંચો >કૉટન – હેન્રી (સર)
કૉટન, હેન્રી (સર) (જ. 13 સપ્ટેમ્બર 1845, કુંભાકોણમ્; અ. 22 ઑક્ટોબર 1915) : ભારતપ્રેમી બ્રિટિશ અમલદાર. બ્રિટિશ હોવા છતાં એમના પૂર્વજોને ત્રણ પેઢીથી હિંદુસ્તાન સાથે સંબંધ હતો. તેઓ 1867માં બંગાળ સરકારની નોકરીમાં દાખલ થયા. વિવિધ હોદ્દાઓ પર કામ કર્યા પછી 1896માં આસામના મુખ્ય કમિશનર બન્યા. એ પદ ઉપરથી 1902માં નિવૃત્ત…
વધુ વાંચો >કોટનિસ – દ્વારકાનાથ
કોટનિસ, દ્વારકાનાથ (જ. 10 ઑક્ટોબર 1910, સોલાપુર; અ. 9 ડિસેમ્બર 1942, ગેગૉંગ, ચીન) : ચીન-જાપાન યુદ્ધ દરમિયાન તબીબી સેવાકાર્ય કરી ભારત-ચીન મૈત્રી સંબંધોને ઘનિષ્ઠ કરનાર, વિખ્યાત ભારતીય ડૉક્ટર અને સામાજિક કાર્યકર. શરૂઆતનું શિક્ષણ વતનમાં. પછી મુંબઈ વિશ્વવિદ્યાલયમાંથી 1934માં એમ.બી.બી.એસ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી થોડોક સમય સરકારી નોકરીમાં રહ્યા (1934-36) પછી…
વધુ વાંચો >કૉટમૅન – જોન સેલ
કૉટમૅન, જોન સેલ (જ. 16 મે 1782, નૉર્ફોક, બ્રિટન; અ. 24 મે 1842, લંડન, બ્રિટન) : નિસર્ગના આલેખન માટે જાણીતા બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર, નૉર્વિચમાં સ્થિર થઈ તેમણે કલાસાધના કરી. લંડનની ‘કિંગ્સ કૉલેજ’માં તેઓ ચિત્રકલાના પ્રાધ્યાપક બન્યા. એમનાં મૌલિક નિસર્ગચિત્રોમાં તેમણે નોફૉક અને યેરમાઉથ સમુદ્રકાંઠાના હવામાનને આબેહૂબ ઝડપ્યું છે. અમિતાભ મડિયા
વધુ વાંચો >કોટરયુક્ત સંરચના
કોટરયુક્ત સંરચના (vesicular structure) : ખડકમાં નાનાંમોટાં અસંખ્ય કોટરોવાળી સંરચના. આવા ખડકને કોટરયુક્ત ખડક કહેવાય. પ્રસ્ફુટન સમયે ઘણા લાવા વાયુસમૃદ્ધ હોય છે. ઠરવાની અને સ્ફટિકીકરણની પ્રવિધિ દરમિયાન દબાણ ઘટી જવાથી વાયુઓ નાનામોટા પરપોટા સ્વરૂપે ઊડી જતા હોય છે અને તેને પરિણામે ઠરતા જતા લાવાના જથ્થામાં ગોળાકાર, લંબગોળાકાર, નળાકાર કે અનિયમિત…
વધુ વાંચો >કોટવાળ – અરદેશર
કોટવાળ, અરદેશર (જ. 29 જૂન 1797; અ. 1856) : સૂરત શહેરના રક્ષક અને પ્રજાસેવક. પિતા ધનજી શાહ બરજોરજી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પોલિટિકલ એજન્ટ. તે વ્યાયામના શોખીન, બહાદુર અને સાહસિક હતા. ત્રેવીસ વરસની ઉંમરે તેમણે સૂરતની અદાલતના કારકુન તરીકે નોકરીનો આરંભ કર્યો. થોડા માસ પછી પરાના કોટવાળ અને બીજે જ વરસે…
વધુ વાંચો >કોટા
કોટા : રાજસ્થાનના અગ્નિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 25o 00′ ઉ.અ. અને 76o 30′ પૂ.રે.ની આજુબાજુનો 5481 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં સવાઈ માધોપુર, ટૉન્ક અને બુંદી જિલ્લા; પૂર્વ તરફ મધ્યપ્રદેશની સીમા અને બરન જિલ્લો; અગ્નિ તરફ ઝાલાવાડ; દક્ષિણ તરફ ઝાલાવાડ જિલ્લો…
વધુ વાંચો >