કૉક્સ, ડૅવિડ (Cox, David) (જ. 1783, બર્મિન્ગહામ, બ્રિટન; અ. 1859, બ્રિટન) : નિસર્ગચિત્રો ચીતરવા માટે જાણીતા બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર. ચિત્રકાર વાર્લી પાસે તેઓ ચિત્રકલા શીખ્યા હતા. ત્યાર બાદ તેમણે કલાના શિક્ષણ ઉપર જીવન-નિર્વાહ કર્યો. જળરંગો વડે નિસર્ગના આલેખન અંગે તેમણે ઉત્તમ ભાષ્ય લખ્યું છે : ટ્રીટાઇઝ ઑન લૅન્ડસ્કેપ પેઇન્ટિન્ગ ઍન્ડ ઇફેક્ટ ઇન વૉટરકલર્સ’ (1813-14). 1915થી તેમણે આખું જીવન વેલ્સના સમુદ્રકાંઠાને આલેખતાં નિસર્ગચિત્રો ચીતરવામાં વિતાવ્યું. એમનાં આ ચિત્રોમાં પીંછીના લસરકામાં ધ્રુજારીયુક્ત લય જોવા મળે છે.

અમિતાભ મડિયા