૫.૨૨

કૉકેસિયન ચૉક સર્કલથી કોઠી (કોઠાં)

કોટાય

કોટાય : કચ્છનું સોલંકી યુગનું શિવમંદિર. કચ્છ જિલ્લાના મુખ્ય નગર ભૂજથી ઈશાન ખૂણે થોડા કિમી. ઉપર આવેલી પહાડીના ઉત્તર ભાગે ઢોળાવ ઉપર આવેલા કોટાય ગામની નજીકની ટેકરી ઉપર એક ભગ્નાવશિષ્ટ શિવમંદિર પશ્ચિમાભિમુખ આવેલું છે. ભૂજથી લખપતના રાજ્ય ધોરી માર્ગ ઉપર થોડા અંતરે ડાબે હાથે આવેલા પુંઅરાના શિવમંદિરનું અને આ શિવમંદિરનું…

વધુ વાંચો >

કોટિ

કોટિ (conceit) : કાવ્યાલંકારનો પ્રકાર. મૂળ ઇટાલિયન શબ્દ concetto પરથી રચાયેલા લૅટિન શબ્દ conceptus પરથી અંગ્રેજી શબ્દ વ્યુત્પન્ન થયો છે. તે વિચાર, ખ્યાલ, કલ્પના એમ અનેક અર્થો માટે વપરાતો થયો હતો. કાવ્ય પૂરતું કહીએ તો દેખીતી રીતે દૂરાકૃષ્ટ સામ્ય ધરાવતા પદાર્થો, પ્રસંગો કે વિચારો વચ્ચે સામ્ય જોવા પાછળ રહેલી કાવ્યચમત્કૃતિ…

વધુ વાંચો >

કોટિન્ગ્હૅમ – રૉબર્ટ

કોટિન્ગ્હૅમ, રૉબર્ટ (જ. 1935, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : આધુનિક અમેરિકન ચિત્રકાર. આધુનિક નગરજીવનનું વાસ્તવવાદી શૈલીમાં આલેખન કરવા માટે તેઓ જાણીતા છે. રસ્તા પરની ગિરદી, વાહનો, નિયૉન-ટ્યૂબથી રચિત જાહેરાતો, વગેરે નાગરી ઘટકો તેમનાં ચિત્રોમાં વારંવાર નજરે પડે છે. નાગરી જીવનની હુંસાતુંસી અને ઉતાવળી ગતિને પણ તેઓ ચિત્રોમાં સ્પષ્ટ દર્શાવી શક્યા છે.…

વધુ વાંચો >

કોટિયું

કોટિયું : કચ્છમાં બંધાતું ઝડપી વહાણ. ટકાઉપણા માટે તે જાણીતું છે. કોટિયું શબ્દ ‘કોટિ’ કે કોટર ઉપરથી બન્યો હશે એમ મનાય છે. આ વહાણ ખોખા જેવું હોવાથી લાકડાં અને નળિયાં ભરવા માટે વધારે અનુકૂળ હોય છે. 80થી 225 ખાંડીનાં આ વહાણોમાં 2 સઢ અને 12 ખલાસીઓ હોય છે. આરબ વહાણો…

વધુ વાંચો >

કોટેશ્વર (કચ્છ)

કોટેશ્વર (કચ્છ) : કચ્છમાં કોરી ખાડી ઉપર આવેલું બંદર અને તીર્થસ્થાન. ભૌગોલિક સ્થાન. 23o 41′ ઉ.અ. અને 68o 31′ પૂ.રે. : લખપત તાલુકાના નારાયણ સરોવરથી તે 1 કિમી. અને ભૂજથી 165 કિમી. દૂર આવેલ છે. કોટેશ્વરના શિવમંદિરનું એક મીટર ઊંચું લિંગ સ્વયંભૂ મનાય છે. દેવોએ તે રાવણ પાસેથી છળકપટથી પ્રાપ્ત…

વધુ વાંચો >

કોટેશ્વર (બનાસકાંઠા)

કોટેશ્વર (બનાસકાંઠા) : દાંતા તાલુકામાં અંબાજી અને કુંભારિયા નજીક આવેલું તીર્થસ્થાન. અંબાજીથી 6 કિમી. દૂર કોટેશ્વર 24o 21′ ઉ. અ. અને 72o 54′ પૂ. રે. ઉપર આવ્યું છે. પવિત્ર ગણાતી સરસ્વતી નદી કોટેશ્વર નજીકના ડુંગરામાંથી નીકળી ગૌમુખ દ્વારા કુંડમાં થઈને વહે છે. કુંડ નજીક કોટેશ્વરનું જીર્ણોદ્ધાર કરાયેલું સાદું મંદિર છે.…

વધુ વાંચો >

કોટ્ટાયમ

કોટ્ટાયમ : કેરળ રાજ્યનો એક જિલ્લો, તે જ નામનું જિલ્લામથક અને નાનું બંદર. આ જિલ્લો 9o 15’થી 10o 21′ ઉ.અ. અને 76o 22’થી 77o 25′ પૂ.રે. વચ્ચે આવેલો છે. પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 112 કિમી. અને ઉત્તર-દક્ષિણ લંબાઈ 116.80 કિમી. છે. તેનું ક્ષેત્રફળ 2204 ચોકિમી. છે. વસ્તી : 19,79,384 (2011). કુલ વસ્તી…

વધુ વાંચો >

કોટ્ઝી, જ્હૉન મૅક્સવેલ

કોટ્ઝી, જ્હૉન મૅક્સવેલ (જ. 9 ફેબ્રુઆરી 1940, કેપ ટાઉન, સાઉથ આફ્રિકા) : નવલકથાકાર, નિબંધકાર, વિવેચક, અનુવાદક અને ભાષાશાસ્ત્રી. 2003ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારથી વિભૂષિત. તેમના પર સેમ્યુઅલ બૅકેટ, ફૉર્ડ મેડૉક્સ ફૉર્ડ, ફ્યૉદૉર દૉસ્તૉયેવસ્કી, ડેનિયલ ડેફો, ફ્રાન્ક કાફ્કા અને ઝિગ્ન્યુ હર્બર્ટ જેવા સાહિત્યકારોની અસર સ્પષ્ટ વરતાય છે. પિતા વકીલ હતા. માતા…

વધુ વાંચો >

કોટ્યર્ક

કોટ્યર્ક : મહેસાણા જિલ્લાના પિલવાઈ રોડ સ્ટેશનથી પાંચેક કિલોમીટર દૂર સાબરમતીના કાંઠે, કોતરની ટોચ ઉપર આવેલું ગુજરાતનું પ્રાચીન વૈષ્ણવ મંદિર. ભૌગોલિક સ્થાન : 23o 30′ ઉ. અ. અને 72o 45′ પૂ. રે.. ‘કોટિ અર્ક’નો અર્થ કરોડ સૂર્ય થાય છે. તે મૂળ સૂર્યમંદિર હશે. હાલ તે વૈષ્ણવ મંદિર છે અને વિષ્ણુની…

વધુ વાંચો >

કૉટ્સ્કી – કાર્લ યોહાન

કૉટ્સ્કી, કાર્લ યોહાન (જ. 16 ઑક્ટોબર 1854, પ્રાગ; અ. 17 ઑક્ટોબર 1938, ઍમસ્ટરડૅમ) : જર્મન સમાજવાદી વિચારક, તથા જર્મન સોશિયલ ડેમોક્રૅટિક પક્ષના અગ્રણી. વિયેના યુનિવર્સિટીમાં શિક્ષણ દરમિયાન ઑસ્ટ્રિયન સોશિયલ ડેમોક્રૅટ્સ જૂથમાં જોડાયા. શરૂઆતના તબક્કામાં વિખ્યાત રાજ્યશાસ્ત્રી એડવર્ડ બર્નસ્ટાઈન(1850-1932)ના વિચારોથી પ્રભાવિત થયા, પરંતુ 1880માં ઝુરિકની મુલાકાત દરમિયાન માર્ક્સવાદનો અંગીકાર કર્યો. 1883માં…

વધુ વાંચો >

કૉકેસિયન ચૉક સર્કલ

Jan 22, 1993

કૉકેસિયન ચૉક સર્કલ (ડેર કોકેસિસ્કી ક્રેડકરેઇસ; 1944) : જર્મન નાટ્યકાર અને નાટ્યવિદ બર્ટોલ્ટ બ્રેખ્ટ(1898-1956)નું ‘એપિક’ પ્રણાલીનું ચીની લોકકથા ‘ચૉક-દોર્યા વર્તુળ’ પર આધારિત નાટક. જ્યૉર્જિયા પ્રાંતના ગવર્નર સામે સામંતોએ કરેલા બળવાની ધાંધલમાં ગવર્નરનું ખૂન થાય છે અને એની પત્ની જાન બચાવવા નાના બાળકને મૂકી નાસી છૂટે છે. ગરીબ કામવાળી ગ્રુશા બાળકને…

વધુ વાંચો >

કોકેસિયન ભાષાપરિવાર

Jan 22, 1993

કોકેસિયન ભાષાપરિવાર : દક્ષિણ-પશ્ચિમ રશિયામાં કાળા સમુદ્ર અને કાસ્પિયન સમુદ્ર વચ્ચે આવેલ પર્વતમાળા તે કોકેસસ. આ પર્વતમાળાને આધારે અહીં વસતા લોકો કો-કા-શૉન  કહેવાય છે. ‘ધોળી જાતિ’ (white race) અથવા ‘યુરોપિડ જાતિ’ (uropid race) તરીકે ઓળખાતા આ લોકો આધુનિક માનવોની સૌથી જૂની કડીરૂપ મનાય છે. આ લોકો મૂળ યુરોપ, પ. એશિયા…

વધુ વાંચો >

કોકો

Jan 22, 1993

કોકો : દ્વિદળી વર્ગમાં આવેલા સ્ટર્ક્યુલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Theobroma cacao Linn. (કોકો, ચૉકલેટ ટ્રી) છે. તે નાનું, સદાહરિત 9.0 મી. સુધીની ઊંચાઈ ધરાવતું અને ઘટાદાર, ગોળ પર્ણમુકુટવાળું વૃક્ષ છે. તેનું મૂળવતન દક્ષિણ અમેરિકા છે. તે 1.0-1.7 મી. ઊંચું મુખ્ય થડ ધરાવે છે; જેના ઉપર 3-5 શાખાઓ…

વધુ વાંચો >

કોકોનાર

Jan 22, 1993

કોકોનાર : ચિંગહાઈ તરીકે ઓળખાતું ચીનનું સૌથી મોટું સરોવર. તિબેટના ઉચ્ચપ્રદેશની ઈશાને સમુદ્રની સપાટીથી 3205 મી.ની ઊંચાઈએ તે આવેલું છે. તેની લંબાઈ 106 કિમી. અને પહોળાઈ 64 કિમી. છે. તેનું ભૂરું પાણી આકર્ષક છે. તેની ઉત્તરે નાનશાન ગિરિમાળા અને દક્ષિણે કુનલુન પર્વતમાળાનો ફાંટો છે. કોકોનારની ઉત્તરે મોંગોલ અને દક્ષિણે તિબેટના…

વધુ વાંચો >

કૉકૉશ્કા – ઑસ્કાર

Jan 22, 1993

કૉકૉશ્કા, ઑસ્કાર (જ. 1 માર્ચ 1886, પોખલેર્ન, ઑસ્ટ્રિયા; અ. 22 ફેબ્રુઆરી 1980, વિલેનુવે, સ્વિટ્ઝર્લેન્ડ) : અગ્રગણ્ય ઑસ્ટ્રિયન ચિત્રકાર, ચિત્રમુદ્રક (print maker) અને લેખક. તે વિયેનાની કલા અને હસ્તઉદ્યોગની શાળામાં 1904-09 અભ્યાસ કરતો હતો ત્યારે ગુસ્તાવ ક્લિમૅનની કલાથી પ્રભાવિત થયો હતો. કૉકૉશ્કાએ પોતાની આગવી શૈલી ઉપસાવી અને તેનું ઉદાહરણ 1909માં તેણે…

વધુ વાંચો >

કોકોસ

Jan 22, 1993

કોકોસ : વર્ગ એકદલા, કુળ એરિકેસીની એક પ્રજાતિ. આ પ્રજાતિમાં C. nucifera, Linn ઉપરાંત 30 જેટલી જાતિઓનો સમાવેશ પહેલાં કરવામાં આવ્યો હતો; જે મધ્ય અને દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે. પરંતુ હવે, આ પ્રજાતિ ફક્ત એક જ જાતિ C. nucifera જ ધરાવે છે. બાકીની જાતિઓ કેટલીક નવી પ્રજાતિઓ Arecastrum, Butia…

વધુ વાંચો >

કૉક્તો ઝ્યાં

Jan 22, 1993

કૉક્તો, ઝ્યાં (જ. 5 જુલાઈ 1889, મેઝોં-લફીત, પૅરિસ; અ. 11 ઑક્ટોબર 1963, મિલી લ ફૉરે, પૅરિસ) : ફ્રેન્ચ લેખક, કલાકાર અને ફિલ્મસર્જક. તે 10 વર્ષની વયના હતા ત્યારે પિતાએ આત્મહત્યા કરી હતી. તેથી માતા પ્રત્યે સવિશેષ સ્નેહ બંધાયો હતો. અભ્યાસમાં તેમને ઝાઝો રસ ન હતો તેથી થોડો અભ્યાસ કર્યા બાદ…

વધુ વાંચો >

કૉક્લોસ્પર્મેસી

Jan 22, 1993

કૉક્લોસ્પર્મેસી : વર્ગ દ્વિદલાનું એક કુળ. 3 પ્રજાતિ અને 25 જાતિઓ ધરાવતા આ કુળનાં ઝાડ ઉષ્ણ પ્રદેશોમાં જોવા મળે છે. તે વૃક્ષ, ક્ષુપ કે ગાંઠામૂળીયુક્ત શાકીય વનસ્પતિ છે. નારંગી કે લાલ રંગનો રસ, પર્ણો સાદાં, એકાંતરિત, ઉપપર્ણીય; પુષ્પો સુંદર, સામાન્યત: નિયમિત અથવા અંશત: અનિયમિત; વજ્રપત્રો (calyx) અને દલપત્રો (corolla) 5,…

વધુ વાંચો >

કૉક્સ ડૅવિડ

Jan 22, 1993

કૉક્સ, ડૅવિડ (Cox, David) (જ. 1783, બર્મિન્ગહામ, બ્રિટન; અ. 1859, બ્રિટન) : નિસર્ગચિત્રો ચીતરવા માટે જાણીતા બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર. ચિત્રકાર વાર્લી પાસે તેઓ ચિત્રકલા શીખ્યા હતા. ત્યાર બાદ તેમણે કલાના શિક્ષણ ઉપર જીવન-નિર્વાહ કર્યો. જળરંગો વડે નિસર્ગના આલેખન અંગે તેમણે ઉત્તમ ભાષ્ય લખ્યું છે : ટ્રીટાઇઝ ઑન લૅન્ડસ્કેપ પેઇન્ટિન્ગ ઍન્ડ…

વધુ વાંચો >

કૉખ – જૉસેફ ઍન્ટોન

Jan 22, 1993

કૉખ, જૉસેફ ઍન્ટોન (Koch, Josef Anton), (જ. 1768, ટાયરોલ  ઑસ્ટ્રિયા; અ. 1839, રોમ, ઇટાલી) : રંગદર્શી જર્મન નિસર્ગ-ચિત્રકાર. જર્મનીમાં તાલીમ લઈ તેઓ 1793માં રોમ આવી વસેલા. તેમનાં નિસર્ગચિત્રો નિસર્ગની વિરાટતા અને ભવ્યતા પ્રગટ કરવામાં સફળ ગણાયાં છે. વિશાળ ભેખડો, પર્વતો, કોતરો, તેમાં વહેતાં ઝરણાં નદી અને ધોધ, ગીચ જંગલો અને…

વધુ વાંચો >