૫.૧૦
કૃષ્ણથી કેથીડ્રલ
કૃષ્ણ
કૃષ્ણ : વસુદેવ અને માતા દેવકીના પુત્ર. મહામાનવ અને પૂર્ણાવતાર. કૃષ્ણચરિત્ર મહાભારત, પુરાણો, પ્રાચીન તમિળ સાહિત્ય અને તમિળ ‘દિવ્ય પ્રબન્ધમ્’માં વર્ણવાયેલું છે. વસુદેવ અને દેવકીનાં લગ્ન થયા પછી, કંસ કાકાની દીકરી બહેન દેવકીને શ્વશુરગૃહે પહોંચાડવા જતો હતો. માર્ગમાં દેવકીના આઠમા સંતાન દ્વારા પોતાનું મૃત્યુ થશે એ જાણતાં કંસે વસુદેવ-દેવકીને કારાગૃહમાં…
વધુ વાંચો >કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ)
કૃષ્ણ–1(ઉર્ફે કૃષ્ણરાજ) (ઈ.સ. 758-773) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા. દંતિદુર્ગ અપુત્ર મૃત્યુ પામતાં તેના કાકા કૃષ્ણ (પ્રથમ) ગાદીએ બેઠા. તેણે ચાલુક્ય રાજા કીર્તિવર્મા બીજાને ઈ.સ. 760માં હરાવી તેનું બાકીનું રાજ્ય જીતી લીધું. તેણે મૈસૂરના ગંગો તથા વેંગીના પૂર્વીય ચાલુક્યોને હરાવ્યા. તે પછી રાષ્ટ્રકૂટો આખા ચાલુક્ય રાજ્યનો માલિક બન્યો. કૃષ્ણ (પ્રથમ)…
વધુ વાંચો >કૃષ્ણ–2
કૃષ્ણ–2 (ઈ.સ. 878-914) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો રાજા અને અમોઘવર્ષનો પુત્ર. તેણે જબલપુર નજીક ત્રિપુરીના ચેદિ વંશના રાજા કોકલ્લ1ની રાજકુંવરી મહાદેવી સાથે લગ્ન કર્યું હતું. તેના રાજ્યઅમલ દરમિયાન થયેલી લડાઈઓમાં મહાદેવીના પિયર પક્ષ તરફથી તેને ઘણી મદદ મળી હતી. વેંગીના પૂર્વીય ચાલુક્યોની શાખાના રાજા વિજયાદિત્ય-3એ કૃષ્ણ-2ના રાજ્ય ઉપર ચડાઈ કરી.…
વધુ વાંચો >કૃષ્ણ–3
કૃષ્ણ–3 (ઈ.સ. 939-967) : દખ્ખણના રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી અને પ્રતાપી રાજા. તે અમોઘવર્ષ-3જાનો પુત્ર હતો. અમોઘવર્ષ ધાર્મિક વૃત્તિનો તથા રાજ્યવહીવટમાં રસ નહિ ધરાવતો હોવાથી શક્તિશાળી અને મહત્વાકાંક્ષી યુવરાજ કૃષ્ણે વહીવટ કર્યો. તેણે ગંગવાડી પર ચડાઈ કરી રાજા રાજમલ્લને ઉઠાડી મૂકી, તેના સ્થાને તેના નાનાભાઈ અને પોતાના બનેવી બુતુગને ગાદીએ બેસાડ્યો.…
વધુ વાંચો >કૃષ્ણ આંગિરસ
કૃષ્ણ આંગિરસ : ‘ઋગ્વેદ’ 8-85ના મંત્રદ્રષ્ટા ઋષિ. પરંપરા અનુસાર તે અથવા તેમના પુત્ર વિશ્વક કાર્ષણિ ‘ઋગ્વેદ’ 8-86ના ઋષિ મનાય છે. ‘કૌષિતકીબ્રાહ્મણ’માં કૃષ્ણ આંગિરસ ઋષિનો નિર્દેશ છે. બન્ને ઉલ્લેખાયેલા કૃષ્ણ આંગિરસ એક જ હોવાનો સંભવ છે. ઉ. જ. સાંડેસરા
વધુ વાંચો >કૃષ્ણકમળ
કૃષ્ણકમળ : દ્વિદળી વર્ગમાં આવેલા પેસિફ્લૉરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Passiflora caerulea L. (ગુ. કૌરવપાંડવ; અં. સ્ટિન્કિંગ બ્લૂ પૅશન ફ્લાવર) છે. તે મજબૂત સૂત્રારોહી (tendril climber) વનસ્પતિ છે. પ્રકાંડ કક્ષીય સૂત્ર દ્વારા આરોહણ કરે છે. પર્ણો સાદાં, એકાંતરિક, પાંચ ખંડીય અને ગ્રંથિયુક્ત હોય છે. તેનાં પુષ્પો અત્યંત સુંદર,…
વધુ વાંચો >કૃષ્ણકાંત
કૃષ્ણકાંત (જ. 28 ફેબ્રુઆરી 1927, કોટ મોહમ્મદ ખાન, જિલ્લો અમૃતસર; અ. 27 જુલાઈ 2002, નવી દિલ્હી) : પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા ભારતના અગ્રણી રાજપુરુષ, સ્વાતંત્ર્ય-સેનાની અને દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ. પિતા લાલા અચિંતરામ સમાજસેવક, ભારતની બંધારણ સભાના સભ્ય અને આઝાદી બાદ લોકસભાના સભ્ય બનેલા. માતાનું નામ સત્યવતી. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી એમ.એસસી.ની પદવી…
વધુ વાંચો >કૃષ્ણકુમારસિંહજી
કૃષ્ણકુમારસિંહજી (જ. 19 મે 1912, ભાવનગર; અ. 2 એપ્રિલ 1965) : ભાવનગર રાજ્યના ગોહિલકુળના રાજવી. પ્રજાપક્ષે રહીને રાષ્ટ્રાભિમાન વ્યક્ત કરનાર. સુવહીવટથી પ્રજાનો પ્રેમ સંપાદન કરી લોકપ્રિય બનેલા. ભાવનગરના મહારાજશ્રી ભાવસિંહજી બીજાનું 1919માં અવસાન થતાં કૃષ્ણકુમારસિંહજી ગાદીએ આવ્યા, પરંતુ તે સગીર વયના હોવાથી ભાવનગર રાજ્યનો વહીવટ ચલાવવા માટે સર પ્રભાશંકર પટ્ટણીની…
વધુ વાંચો >કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ
કૃષ્ણકોષ ઉત્તેજક અંત:સ્રાવ (melanocyte stimulating hormone, MSH) : માણસ અને અન્ય પ્રાણીઓની ચામડીના રંગનું નિયંત્રણ કરતા અંત:સ્રાવનું જૂથ. તેને કૃષ્ણવર્ણ-વર્ધક (melanotrophin) પણ કહે છે. કેટલાંક ઉભયજીવી પ્રાણીઓ અને માછલીઓમાં તે વર્ણકદ્રવ્ય(pigment)ના કણોને એકઠા કે છૂટા કરીને તેમને વાતાવરણ સાથે સુમેળ પામે તેવું રંગપરિવર્તન કરાવે છે. તેને કારણે તે સહેલાઈથી અલગ…
વધુ વાંચો >કૃષ્ણગાથા
કૃષ્ણગાથા (તેરમી-ચૌદમી સદી) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. રચયિતા કવિ ચેરુશ્શેરી નમ્બૂતિરી. કવિ અને કવિના અભિભાવક રાજા ઉદયવર્મા જ્યારે શેતરંજ રમતા હતા ત્યારે રાણીએ હાલરડાં દ્વારા કરેલ સંકેતને ગ્રહણ કરવાને બદલે રાજાએ રાણીના મુખે ગવાયેલ છંદમાં કૃષ્ણકાવ્ય રચવા કવિને સૂચવ્યું. શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં વર્ણવેલ કૃષ્ણની બાળલીલા દેશી લોકગીતના ઢાળમાં કવિએ…
વધુ વાંચો >કે.જી.બી.
કે.જી.બી. : ભૂતપૂર્વ સોવિયેટ સંઘની રાષ્ટ્રીય સુરક્ષાસમિતિ. રશિયન ભાષામાં તેનું પૂર્ણરૂપ ‘Komitet Gosudarstvennoy Bezopasnosti’ છે. અંગ્રેજી ભાષામાં તેનો અર્થ ‘કમિટી ઑવ્ સ્ટેટ સિક્યુરિટી’ થાય છે. સ્થાપના 1954. સોવિયેટ સંઘના NKVD તથા MGB જેવાં અન્ય પોલીસ-સંગઠનોની સરખામણીમાં તે વધુ લાંબા સમય સુધી ટકી શક્યું. સોવિયેટ સંઘના સત્તામાળખાના શ્રેણીબદ્ધ શાસનતંત્રમાં લશ્કર પછી…
વધુ વાંચો >કેટર્લી વુલ્ફગૅન્ગ
કેટર્લી, વુલ્ફગૅન્ગ (જ. 21 ઑક્ટોબર 1957, હાઇડલબર્ગ, જર્મની) : વર્ષ 2001ના નોબેલ પુરસ્કાર-વિજેતા જર્મન ભૌતિકવિજ્ઞાની. બોઝ–આઇન્સ્ટાઇન સંઘનિત દ્રાવ(condensate)નું સૌપ્રથમ નિર્દેશન કરવા બદલ કૉર્નેલ અને વીમાનની ભાગીદારીમાં આ પુરસ્કાર તેમને મળ્યો છે. હાલમાં તેમણે નિરપેક્ષશૂન્ય તાપમાનની નજીક પરમાણુઓને કેવી રીતે પાશમાં લઈને ઠંડા પાડવા, તે બાબતના પ્રાયોગિક સંશોધન ઉપર ધ્યાન કેન્દ્રિત…
વધુ વાંચો >કેટલ્સ
કેટલ્સ : હિમનદી-નિક્ષેપમાં મળી આવતાં કૂંડી આકારનાં બાકોરાં. આ પ્રકારનાં બાકોરાંનો વ્યાસ થોડાક મીટરથી માંડીને કેટલાક કિલોમીટર સુધીનો હોઈ શકે છે. હિમનદી-નિક્ષેપથી થોડા પ્રમાણમાં કે સંપૂર્ણપણે આચ્છાદિત બનેલા બરફના પીગળવાથી તે અસ્તિત્વમાં આવે છે. બરફના પીગળવાથી નિક્ષેપ માટે કોઈ આધાર રહેતો નથી. પરિણામે તે તૂટી પડે છે અને કેટલ્સની રચના…
વધુ વાંચો >કે–2 (માઉન્ટ ગૉડવિન ઑસ્ટિન)
કે–2 (માઉન્ટ ગૉડવિન ઑસ્ટિન) : હિમાલય ગિરિમાળાનું માઉન્ટ એવરેસ્ટ પછીનું વિશ્વનું સર્વોચ્ચ (8611 મીટર) શિખર. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની ઉત્તર તરફની સરહદ પરની કારાકોરમ પર્વતમાળામાં તે આવેલું છે. શ્રીનગરની ઉત્તરે તે 260 કિમી. પર છે. કારાકોરમ પર્વતમાળાના સર્વેક્ષણ દરમિયાન ઊંચાઈના સંદર્ભમાં બીજા ક્રમે ઊંચાઈ હોવાથી કે-2 નામ આપવામાં આવ્યું…
વધુ વાંચો >કેટેલ રેમન્ડ બર્નાર્ડ
કેટેલ, રેમન્ડ બર્નાર્ડ (જ. 20 માર્ચ 1905, સ્ટૅફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 2 ફેબ્રુઆરી 1998, હોનોલુલુ, હવાઈ, યુ. એસ.) : મનોવિજ્ઞાનના વિષયમાં વ્યક્તિત્વ વિશે સંશોધન કરી તેમાં મહત્ત્વનું પ્રદાન કરનાર આંગ્લ મનોવિજ્ઞાની. તેમના સંશોધનકાર્યમાં તેમણે સંખ્યાત્મક પદ્ધતિ (quantitative methods) તેમજ ઘટક વિશ્લેષણ(factor analysis)નો ઉપયોગ કર્યો છે. લંડન યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં બી.એસસી. મેળવીને 1929માં…
વધુ વાંચો >કૅટેલીના ઑબ્ઝર્વેટરી – અમેરિકા
કૅટેલીના ઑબ્ઝર્વેટરી, અમેરિકા : અમેરિકાની ઍરિઝોના યુનિવર્સિટી સાથે સંકળાયેલી અને ટુસાન ખાતે આવેલી ‘લ્યુનર ઍન્ડ પ્લૅનેટરી લૅબોરેટરી’ (LPL) સંસ્થાનું નિરીક્ષણમથક. આ વેધશાળા LPL સંસ્થાથી અંદાજે 45 કિલોમીટરના અંતરે કૅટેલીના પર્વત ઉપર, સમુદ્રની સપાટીથી 2510 મીટરની ઊંચાઈએ આવેલી છે. તેમાં રાખવામાં આવેલા 155 સેમી.ના પરાવર્તક-દૂરબીનનું સંચાલન LPL કરે છે, જેનું ઉદઘાટન…
વધુ વાંચો >કેટૉનિયેલ્સ શ્રેણી
કેટૉનિયેલ્સ શ્રેણી : અનાવૃત બીજધારી વનસ્પતિઓના ટેરિડોસ્પર્મૉપ્સિડા વર્ગનું એક અશ્મીભૂત ગોત્ર. ઇંગ્લૅંડમાં મહાસરટ’ (Jurassic) ભૂસ્તરીય ખડકોમાંથી સૌપ્રથમ વાર થૉમસે (1921) આ ગોત્રની માહિતી આપી. તે ઉપરિ રક્તાશ્મ(upper Triassic)થી ઉપરિ ખટીયુગ (upper Cretaseous) ભૂસ્તરીય યુગમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. બીજની દેખીતી બંધ પ્રકૃતિને લીધે તેની શરૂઆતમાં ‘આવૃત બીજધારી’ તરીકેની ઓળખ…
વધુ વાંચો >કૅટ્ઝ ઍલેક્સ
કૅટ્ઝ, ઍલેક્સ (જ. 24 જુલાઈ 1927, અમેરિકા) : આધુનિક અમેરિકન ચિત્રકાર. કૅન્વાસ પર સપાટ રંગો વડે ત્રિપરિમાણી ઊંડાણ ધરાવતાં ચિત્રો આલેખવા માટે તે જાણીતા છે. નૌકાવિહાર, પર્વતારોહણ, વનભ્રમણ કરતી માનવઆકૃતિઓને તેઓ પૂરા પ્રાકૃતિક માહોલમાં આલેખે છે. એમનાં આ ચિત્રો વિરાટકાય હોય છે, સરેરાશ દસ ફૂટ બાય બાર ફૂટ જેવડાં. બહુધા…
વધુ વાંચો >કૅટ્લીન જ્યૉર્જ
કૅટ્લીન, જ્યૉર્જ (જ. 26 જુલાઈ 1796, વિલ્કેસ બેરી, પેન્સિલ્વેનિયા, અમેરિકા; અ. 23 ડિસેમ્બર 1872, જર્સી સિટી, ન્યૂ જર્સી, અમેરિકા) : અમેરિકાના રેડ ઇન્ડિયનોને આલેખવા માટે જાણીતા ચિત્રકાર અને લેખક. થોડા સમય પૂરતો વકીલાતનો વ્યવસાય કર્યા પછી તેમણે 1823થી વ્યક્તિચિત્રો ચીતરવાં શરૂ કર્યાં. ચિત્રકલાક્ષેત્રે તેઓ સ્વશિક્ષિત હતા. બાળપણથી તેમને અમેરિકાના રેડ…
વધુ વાંચો >કૅડમન
કૅડમન (સાતમી સદીનો પૂર્વાર્ધ) : સૌપ્રથમ અંગ્રેજી ખ્રિસ્તી કવિ. તેમણે જૂની અંગ્રેજી(Anglo-Saxon)માં ખ્રિસ્તી ધર્મવિષયક કાવ્યો રચ્યાં. કૅડમનના સમયથી દશમી સદી સુધીમાં ધર્મને લગતાં કાવ્યો સારી સંખ્યામાં રચાયાં. આ પ્રકારનાં કાવ્યોના ઉદભવ અને વિકાસમાં કૅડમનનો અગત્યનો ફાળો છે. એક રાતે કૅડમને સ્વપ્નમાં તેજથી ઝળાંહળાં એવો એક અદભુત પુરુષ જોયો. તેણે કૅડમનને…
વધુ વાંચો >