૪.૨૪

કારોં, ઍન્તૉનીથી કાર્બનિક રસાયણ

કાર્બન

કાર્બન : આવર્તક કોષ્ટકના 14મા (અગાઉના IV A) સમૂહનું રાસાયણિક અધાતુ તત્વ. સંજ્ઞા C, પરમાણુક્રમાંક 6, પરમાણુભાર 12.011, વિપુલતામાં દુનિયામાં છઠ્ઠું સ્થાન ધરાવે છે. ઊંચું તાપમાન ધરાવતા તારાઓમાં હાઇડ્રોજનની ઉષ્મા નાભિકીય દહન (thermonuclear burning) પ્રક્રિયામાં તે અગત્યનો ભાગ ભજવે છે. પૃથ્વી પર તે મુક્ત અવસ્થામાં તેમજ સંયોજન સ્વરૂપે મળી આવે…

વધુ વાંચો >

કાર્બનચક્ર (Carbon Cycle)

કાર્બનચક્ર (Carbon Cycle) : જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો (bio-geo-chemical cycles)માંનું એક. શ્વસનતંત્રમાં દ્રવ્યોનું ભ્રમણ ચક્રીય પથમાં ઉપયોગમાં લેવાય છે. કાર્બનચક્રમાં વાતાવરણનો કાર્બન ડાયૉક્સાઇડ વનસ્પતિ દ્વારા થતા પ્રકાશસંશ્લેષણ વડે કાર્બોદિત દ્રવ્યોમાં ફેરવાય અને તેમાંથી સર્જાતાં દ્રવ્યો શક્તિપ્રાપ્તિ માટે ચયાપચયમાં વપરાય છે. લીલી વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વાતાવરણીય અંગારવાયુ (CO2) કાર્બનચક્રમાં પ્રવેશી, શ્વસન દરમિયાન…

વધુ વાંચો >

કાર્બન-14 કાળગણના

કાર્બન-14 કાળગણના : પૃથ્વીના વયનિર્ધારણ માટેની પદ્ધતિ. તેમાં ભૂસ્તરીય, ભૌતિકશાસ્ત્રીય, ખગોલીય તેમજ કિરણોત્સારી જેવી જુદી જુદી પદ્ધતિઓ ઉપયોગમાં લેવામાં આવેલી છે, પરંતુ ટૂંકી ભૂસ્તરીય કાળગણના માટે કાર્બન-14 (14C) પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. આ પદ્ધતિ પુરાતત્વીય તેમજ ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વના ગણાતા નમૂનાના વય-નિર્ધારણ માટે અખત્યાર કરવામાં આવે છે. કાર્બન-14 એ કિરણોત્સારી…

વધુ વાંચો >

કાર્બન ટેટ્રાક્લૉરાઇડ (CCl4)

કાર્બન ટેટ્રાક્લૉરાઇડ (CCl4) : ટેટ્રાક્લૉરો મિથેન. કાર્બન અને ક્લોરિનનું સંયોજન. અણુભાર 153.84; SbCl5 અથવા Fe પાઉડર ઉદ્દીપકની હાજરીમાં CS2 સાથે Cl2ની પ્રક્રિયાથી અથવા મિથેનના ક્લૉરિનેશનથી તે મેળવી શકાય છે. તે રંગવિહીન, પારદર્શક, અજ્વલનશીલ, ભારે અને વિશિષ્ટ પ્રકારની સુવાસ ધરાવતું પ્રવાહી છે.  1.589, ઉ.બિંદુ 76.70 સે., ગ.બિંદુ -230 સે.,  1.4607, 2000…

વધુ વાંચો >

કાર્બન ડાયસલ્ફાઇડ (CS2)

કાર્બન ડાયસલ્ફાઇડ (CS2) : કાર્બન અને સલ્ફરનું સંયોજન. કાર્બન બાયસલ્ફાઇડ અથવા ડાયથાયોકાર્બોનિક એન્હાઇડ્રાઇડ તરીકે પણ તે ઓળખાય છે. અણુભાર 76.14. થોડા પ્રમાણમાં કોલસાના ડામરમાં અને અશુદ્ધ પેટ્રોલિયમમાં મળે છે. કોલસાને સલ્ફરની બાષ્પ સાથે ગરમ કરતાં આ પદાર્થ મોટા પાયે બનાવી શકાય છે. C + S2 → CS2 કુદરતી વાયુ અને…

વધુ વાંચો >

કાર્બન ડાયૉક્સાઇડ : જુઓ ઔદ્યોગિક વાયુઓ

કાર્બન ડાયૉક્સાઇડ : જુઓ ઔદ્યોગિક વાયુઓ.

વધુ વાંચો >

કાર્બન મૉનૉક્સાઇડ : જુઓ ઔદ્યોગિક વાયુઓ

કાર્બન મૉનૉક્સાઇડ : જુઓ ઔદ્યોગિક વાયુઓ.

વધુ વાંચો >

કાર્બ-નાઇટ્રોજન સંયોજનો

કાર્બ-નાઇટ્રોજન સંયોજનો : NH3ના હાઇડ્રોજન પરમાણુઓનું કાર્બનિક સમૂહ વડે વિસ્થાપન થવાથી મળતાં સંયોજનો. આથી ઘણાં કાર્બ-નાઇટ્રોજન સંયોજનોને બંધારણીય ર્દષ્ટિએ એમોનિયાનાં સંયોજકો ગણાવી શકાય. NH3માં ત્રણ વિસ્થાપનશીલ હાઇડ્રોજન હોવાથી તે દ્વારા મળતાં સંયોજનો નીચેના કોષ્ટકમાં દર્શાવ્યાં છે. ઍમાઇન્સ : એલિફેટિક ઍમાઇન્સ  એમોનિયાનાં વિસ્થાપન સંયોજનો છે. એમોનિયાને બદલે ઍમાઇન વાપરીને તેનાં નામ…

વધુ વાંચો >

કાર્બનિક ઔષધ-રસાયણ (Organic Pharmaceutical Chemistry)

કાર્બનિક ઔષધ-રસાયણ (Organic Pharmaceutical Chemistry) : ઔષધીય ગુણો ધરાવતા તથા ઔષધોના ઉપયોગમાં મદદકર્તા કાર્બનિક પદાર્થોનું રસાયણ. કાર્બનિક પદાર્થોના પદ્ધતિસર અભ્યાસ ઉપરાંત ઔષધ તરીકે પદાર્થોની પરખ, આમાપન (assay), તેમાં રહેલી વિષાળુ અશુદ્ધિઓની પરખ વગેરે બાબતના અભ્યાસ ઉપર ફાર્માકોપિયા અનુસાર વધુ ભાર મુકાય છે. વળી કાર્બનિક સંશ્લેષણનો અતિ ઝડપી વિકાસ થતાં જરૂરી…

વધુ વાંચો >

કાર્બનિક રસાયણ (Organic Chemistry)

કાર્બનિક રસાયણ (Organic Chemistry) : રાસાયણિક તત્વ કાર્બનનાં સંયોજનોનું રસાયણ. આ વ્યાખ્યામાં કાર્બન મૉનોક્સાઇડ, કાર્બન ડાયૉક્સાઇડ, કૅલ્શિયમ કાર્બોનેટ જેવાં કાર્બનનાં સંયોજનોનો સમાવેશ કરાતો નથી. તેમને અકાર્બનિક સંયોજનો ગણવામાં આવે છે. વધુ વ્યાપક વ્યાખ્યા પ્રમાણે કાર્બન પરમાણુઓની એકબીજા સાથે જોડાયેલ શૃંખલારૂપી વિશિષ્ટતા ધરાવતાં સંયોજનો કાર્બનિક સંયોજનો (organic compounds) ગણાય છે. લેમરી…

વધુ વાંચો >

કારોં, ઍન્તૉની

Jan 24, 1992

કારોં, ઍન્તૉની (જ. આશરે 1521,બુવાઈ [Beauvais], ફ્રાંસ; અ. 1519, પેરિસ, ફ્રાંસ) : મેનેરિસ્ટ શૈલીમાં ચિત્ર સર્જન કરનાર ફ્રાંસના સોળમી સદીના અગ્રણી રેનેસાંસ ચિત્રકાર. મૅનરિસ્ટ શૈલીમાં ચિત્રો ચીતરનાર ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર ફ્રાન્ચેસ્કો પ્રિમાતિચિયો (Francesco Primaticcio) હેઠળ તેણે મદદનીશ ચિત્રકાર તરીકે 1540થી 1550 સુધી તાલીમ લીધી. ફ્રાંસના રાજા ચાર્લ્સ નવમાનું અવસાન થતાં નવા…

વધુ વાંચો >

કાર્ટર, એલિયટ

Jan 24, 1992

કાર્ટર, એલિયટ (જ. 11 ડિસેમ્બર 1908, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : આધુનિક અમેરિકન સંગીતકાર અને સ્વરનિયોજક. એકસાથે એકથી વધુ લય પ્રયોજવાની તેમની મૌલિક શૈલી ‘પૉલિરીધમ’ને લીધે તેમને વિશ્વભરમાં ખ્યાતિ મળી. ધનાઢ્ય પરિવારમાં જન્મેલા કાર્ટરે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યમાં સ્નાતકની પદવી હાંસલ કરી. પણ બાળપણથી જ સંગીતની લાગેલી લગનીએ હવે જોશભેર માથું…

વધુ વાંચો >

કાર્ટર, જિમી

Jan 24, 1992

કાર્ટર, જિમી (જ. 1 ઑક્ટોબર 1924, પ્લેઇન્સ, જ્યૉર્જિયા) : અમેરિકાના ઓગણચાલીસમા પ્રમુખ (1977-1980). શરૂઆતમાં નૌકાશાળામાં અભ્યાસ કરી નૌકાદળની ડૂબકનૌકામાં કામ કર્યું. પિતાના અવસાન પછી મગફળીના વાવેતરના કામમાં પરોવાયા. રાજકીય મહત્વાકાંક્ષાથી પ્રેરાઈને તે જ્યૉર્જિયા રાજ્યની સેનેટમાં ચાર વર્ષ (1962-66) માટે ચૂંટાયા. રાજ્યના ગવર્નરપદની ચૂંટણીમાં પણ ઝંપલાવ્યું. 1966માં સફળ ન થતાં તેમણે…

વધુ વાંચો >

કાર્ટૂન: જુઓ કટાક્ષચિત્ર

Jan 24, 1992

કાર્ટૂન : જુઓ કટાક્ષચિત્ર.

વધુ વાંચો >

કાર્ટેલ

Jan 24, 1992

કાર્ટેલ : બજારનો ઇજારો પ્રાપ્ત કરવા માટે ઉત્પાદક પેઢીઓ દ્વારા રચાતું સંગઠન (syndicate). સામાન્ય રીતે તે વેચાણકરારમાં પરિણમે છે. સરખી વસ્તુનું ઉત્પાદન કરતી સ્વતંત્ર પેઢીઓ વિધિસરની સંધિ દ્વારા પોતાનું મંડળ રચે છે. તેની મારફત વસ્તુની સમાન કિંમત નક્કી કરે છે અને કેટલીક વાર દરેક ઉત્પાદક માટે મૂડીરોકાણ અને ઉત્પાદનનું કદ…

વધુ વાંચો >

કાડર્સ નેવિલ

Jan 24, 1992

કાડર્સ નેવિલ (જ. 3 એપ્રિલ 1888, લૅન્કેશાયર; અ. 27 ફેબ્રુઆરી 1975) : ક્રિકેટના સમીક્ષક-લેખક. તેમનાં રોમાંચક, કાવ્યરૂપ લાગતાં, આકર્ષક, પરિપૂર્ણ ગદ્ય લખાણમાંથી અનેક લેખકો અને મહાનુભાવો અવતરણો ટાંકે છે. 10 વર્ષે પગવાટ ચિત્રકાર, 13 વર્ષે શાળામાં છાપાં વેચી તથા હાથગાડી હાંકી ગુજરાન ચલાવતા. શ્રુઝબરી શાળામાં મધ્યમ ઝડપી બોલર તરીકે નિમણૂક.…

વધુ વાંચો >

કાર્ડિગન ઉપસાગર

Jan 24, 1992

કાર્ડિગન ઉપસાગર : ઇંગ્લૅન્ડના પરગણા વેલ્સની પશ્ચિમે આવેલી આયરિશ સમુદ્રની સૃષ્ટિસૌંદર્યથી ભરપૂર નયનરમ્ય ખાડી. દક્ષિણી નૈર્ઋત્યથી ઉત્તર ઈશાન સુધી તે આશરે 105 કિમી. લાંબી છે. ઉત્તરે તે લીન દ્વીપકલ્પથી તથા દક્ષિણે સેન્ટ ડેવિડના દ્વીપકલ્પથી ઘેરાયેલી છે. તેના ઉત્તર છેડે ટ્રેમેડૉગનો અખાત અને પશ્ચિમ તરફ સેન્ટ જ્યૉર્જની ખાડી આવેલાં છે. એડન…

વધુ વાંચો >

કાર્ડિનલ ન્યૂમન

Jan 24, 1992

કાર્ડિનલ ન્યૂમન (જ. 21 ફેબ્રુઆરી 1801, લંડન; અ. 11 ઑગસ્ટ 1890, એડ્ગ-બેસ્ટન) : અંગ્રેજી ગદ્યસાહિત્યના વરિષ્ઠ લેખક, કવિ અને નવલકથાકાર, તત્વચિંતક, વક્તા, પત્રકાર તથા ધર્મવેત્તા. 1821માં ન્યૂમન ઑક્સફર્ડની ટ્રિનિટી કૉલેજમાંથી સ્નાતક થયા બાદ ઑરિયલ કૉલેજના ફેલો થયા. પુરોહિતદીક્ષા લીધા પછી તે 1827માં ઑક્સફર્ડ સેંટ મેરિસ ચર્ચના પાદરી તરીકે નિમાયા. પંદર…

વધુ વાંચો >

કાર્ડિફ

Jan 24, 1992

કાર્ડિફ : બ્રિટનના વેલ્સ પ્રદેશનું પાટનગર તથા તાફ, રિમ્ની અને ઇલી નદીઓના મુખ પર આવેલું મહત્વનું બંદર. કાર્ડિફ એ પરગણું પણ છે. તે 510 29’ ઉ.અ. અને 30 13’ પ.રે.ની આજુબાજુનો 140 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. બ્રિસ્ટલની ખાડીને મળતી સેવર્ન નદીનાળમાંનું તે મુખ્ય બંદર ગણાય છે. આ શહેરમાં…

વધુ વાંચો >

કાર્ડેમમ ટેકરીઓ

Jan 24, 1992

કાર્ડેમમ ટેકરીઓ : દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં પાલઘાટની દક્ષિણે આવેલી એલચીના વાવેતર અને ઉત્પાદન માટે જાણીતી ટેકરીઓની હારમાળા. તે પશ્ચિમ ઘાટનો ભાગ છે તથા કેરળ અને તમિલનાડુ રાજ્યો વચ્ચેની સરહદે આવેલી છે. પાલઘાટથી કેપ કોમોરિનથી થોડે દૂર સુધી તેની લંબાઈ 280 કિમી. છે; પાલઘાટ પછીથી કન્યાકુમારી સુધીની ટેકરીઓ કાર્ડેમમ ટેકરીઓના…

વધુ વાંચો >