૪.૨૦

કાનાલેતો, ઍન્તૉનિયોથી કાપડઉદ્યોગ અને તેનો વિકાસ

કાનાલેતો, ઍન્તૉનિયો

કાનાલેતો, ઍન્તૉનિયો (જ. 1697, વેનિસ; અ. 1768, વેનિસ, ઇટાલી) : નગરચિત્રણા (city scapes) માટે જાણીતો અઢારમી સદીનો ઇટાલિયન ચિત્રકાર. પિતા બર્નાદો રંગમંચ માટેના પાછળના પડદા(backdrops)નો ચિત્રકાર હતો. ભાઈ ક્રિસ્તૉફોરો સાથે કાનાલેતોએ પણ વેનિસ નગરના રંગમંચ માટે પાછળના પડદા ચીતરવાથી પોતાની કારકિર્દી આરંભી. સાન કાસિયાનો અને સાન્તાન્જેલો થિયેટરો માટે કાનાલેતાએ પ્રસિદ્ધ…

વધુ વાંચો >

કાનાવી, ચેન્નાવીર

કાનાવી, ચેન્નાવીર (જ. 26 જૂન 1928, હોમ્બલ, કર્ણાટક) : કન્નડ ભાષાના કવિ અને વિવેચક. ‘જીવધ્વનિ’ નામના તેમના કાવ્યસંગ્રહને 1981ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. કર્ણાટક યુનિવર્સિટીમાંથી તેમણે કન્નડ તથા અંગ્રેજીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. 1952માં તેઓ પ્રકાશન બોર્ડ તથા અભ્યાસેતર પ્રવૃત્તિના બોર્ડમાં સેક્રેટરી તરીકે જોડાયા અને 1956માં તેના…

વધુ વાંચો >

કાનૂનગો, નિત્યાનંદ

કાનૂનગો, નિત્યાનંદ (જ. 1900, કટક; અ. 2 ઑગસ્ટ 1988, કટક) : ઓરિસાના રાજદ્વારી નેતા. જન્મ ઓરિસાના કટક ખાતે. રાવેન્શૉ કૉલેજ, કટક તથા યુનિવર્સિટી કૉલેજ, કોલકાતા ખાતે ઉચ્ચ શિક્ષણ લીધું. 1937-39 તથા 1946-52 દરમિયાન ઓરિસા વિધાનસભાના તથા ઓરિસા રાજ્યના મંત્રીમંડળના સભ્ય. ગૃહ, કાયદો, ઉદ્યોગ તથા કૃષિ ખાતાં સંભાળ્યાં. 1952માં ટેક્સ્ટાઇલ ઇન્ક્વાયરી…

વધુ વાંચો >

કાનૂને હુમાયુની (1534)

કાનૂને હુમાયુની (1534) : હુમાયૂં વિશે અને તેના સમયમાં જ લખાયેલું એકમાત્ર પ્રાપ્ય પુસ્તક. તેને ‘હુમાયૂંનામા’ પણ કહે છે. રાજ્યવ્યવસ્થા માટે હુમાયૂંએ જે કાયદા અને નિયમ ઘડ્યા તેમજ તેની આજ્ઞાથી અમુક ઇમારતોનું બાંધકામ કરવામાં આવ્યું તેનું વર્ણન અને પ્રમાણ આ પુસ્તકમાં છે. આ પુસ્તકના લેખક ગ્યાસુદ્દીન ખાન્દમીર (1475-1535) હેરાતમાં જન્મ્યા,…

વધુ વાંચો >

કાનેટકર, વસંત શંકર

કાનેટકર, વસંત શંકર (જ. 20 માર્ચ 1922, રહિમતપુર, જિ. સતારા; અ. 30 જાન્યુઆરી 2001, નાસિક) : વિખ્યાત મરાઠી નાટ્યકાર તથા વાર્તા અને નવલકથાના લેખક. ‘રવિકિરણ મંડળ’ના ત્રણ પ્રમુખ કવિઓમાંના એક કવિ ગિરીશના પુત્ર. શિક્ષણ સાંગલી તથા પુણે ખાતે. અંગ્રેજી મુખ્ય વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી નાસિકની એચ.પી.ટી. કૉલેજમાં…

વધુ વાંચો >

કાનેટ્ટી, એલિયાસ

કાનેટ્ટી, એલિયાસ (જ. 25 જુલાઈ 1905; રુસે, બલ્ગેરિયા; અ. 14 ઑગસ્ટ 1994, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ) : જર્મન ભાષામાં લખતા સ્પૅનિશ સાહિત્યકાર. 1981ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. 1911માં તેમનું કુટુંબ બલ્ગેરિયાથી આવી ઇંગ્લૅન્ડમાં માન્ચેસ્ટરમાં રહ્યું. 1913થી 1914 વચ્ચે એલિયાસ કાનેટ્ટી વિયેના, ઝુરિચ અને ફ્રૅન્કફર્ટમાં રહ્યા હતા. 1924માં તેઓ વિયેના આવ્યા અને…

વધુ વાંચો >

કાનો

કાનો : નાઇજીરિયા દેશના ઉત્તર ભાગમાં ઉચ્ચપ્રદેશની વચ્ચે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 11o 50′ ઉ. અ. અને 8o 31′ પૂ.રે.. લાગોસ શહેરથી કાનો લગભગ 860 કિમી. ઈશાન ખૂણામાં આવેલું છે. આ શહેરની આસપાસ વિશાળ સંરક્ષણ દીવાલ છે. પાષાણયુગના પ્રાગૈતિહાસિક અવશેષો આ શહેરમાં જોવા મળે છે. તેના પરથી અનુમાન થાય…

વધુ વાંચો >

કાનો, આલૉન્સો

કાનો, આલૉન્સો (જ. 19 માર્ચ 1601, ગ્રૅનેડા, સ્પેન; અ. 3 સપ્ટેમ્બર 1667, ગ્રૅનેડા, સ્પેન) : સ્પૅનિશ બરોક ચિત્રકાર, શિલ્પી અને સ્થપતિ. ભયાનક પાપો આચરીને હિંસક જીવન જીવનાર તે એક ક્રૂર વ્યક્તિ હોવા છતાં ઋજુ સંવેદના પ્રકટાવનાર ધાર્મિક ચિત્રો અને શિલ્પો પણ તે સર્જી શક્યો છે. 1614માં સેવિલે નગરમાં જઈને શિલ્પી…

વધુ વાંચો >

કાનો પરિવાર

કાનો પરિવાર [1. કાનો, માસાનોબુ (જ. 1434; અ. 1530, ક્યૉટો, જાપાન); 2. કાનો, મોટોનોબુ (જ. 28 ઑગસ્ટ 1476; અ. 5 નવેમ્બર 1559, ક્યૉટો, જાપાન); 3. કાનો, એઇટોકુ (જ. 16 ફેબ્રુઆરી, ક્યૉટો, જાપાન; અ. 12 ઑક્ટોબર 1590, ક્યૉટો, જાપાન); 4. કાનો શાન્રાકુ (જ. 1559, જાપાન; અ. 30 ઑક્ટોબર 1635, ક્યૉટો, જાપાન);…

વધુ વાંચો >

કાનોવા, ઍન્તૉનિયો

કાનોવા, ઍન્તૉનિયો (જ. 1 નવેમ્બર 1757, પોસાન્યો, વેનિસ નજીક, ઇટાલી; અ. 13 ઑક્ટોબર 1822, વેનિસ, ઇટાલી) : નવપ્રશિષ્ટ ઇટાલિયન શિલ્પી. પિતા કડિયા હતા. પિતાનું મૃત્યુ 1761માં થતા દાદાએ કાનોવાને ઉછેરીને મોટો કર્યો. દાદા પણ કડિયા હતા. અગિયાર વરસની ઉંમરે 1768માં ‘તોરેતી’ તખલ્લુસ ધરાવતા જ્વેસેપે બર્નાર્દી નામના શિલ્પી પાસે શિલ્પકલા શીખવા…

વધુ વાંચો >

કાન્ટ, ઇમાન્યુએલ

Jan 20, 1992

કાન્ટ, ઇમાન્યુએલ (જ. 1724, કૉનિગ્ઝસબર્ગ, પૂર્વ પ્રશિયા; અ. 1804) : આધુનિક પાશ્ચાત્ય તત્વચિન્તનના મહાન ફિલસૂફ. કાન્ટે સોળ વર્ષની વયે કૉનિગ્ઝસબર્ગની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને છ વર્ષ સુધી ત્યાં અભ્યાસ કર્યો. ત્યારપછી કેટલાંક વર્ષો કાન્ટે વિદ્યાર્થીઓને ખાનગી રાહે શિક્ષણ આપવાનું કાર્ય કર્યું. તેને એકત્રીસમા વર્ષે યુનિવર્સિટીમાં વિધિપુર:સર અધ્યાપક તરીકે નિયુક્તિ મળી. કાન્ટની…

વધુ વાંચો >

કાન્ત

Jan 20, 1992

કાન્ત (જ. 20 નવેમ્બર 1867, ચાવંડ; અ. 16 જૂન 1923) : ગુજરાતી કવિ, નાટ્યકાર અને ધર્મચિંતક. આખું નામ મણિશંકર રત્નજી ભટ્ટ. માતા મોતીબાઈ. પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. બી.એ. 1888માં, મુંબઈમાંથી, લૉજિક અને મૉરલ ફિલૉસૉફીના વિષયો સાથે. 1889માં થોડો વખત સુરતમાં શિક્ષક તરીકે કામ કર્યા પછી…

વધુ વાંચો >

કાન્યકુબ્જ : જુઓ કનોજ

Jan 20, 1992

કાન્યકુબ્જ : જુઓ કનોજ.

વધુ વાંચો >

કાન્સુ

Jan 20, 1992

કાન્સુ : વાયવ્ય ચીનનો, મૂળ ચીનના વિસ્તારના મધ્ય ભાગમાં આવેલો વેરાન ડુંગરાળ પ્રાંત. ભૌગોલિક સ્થાન : 37o 00′ ઉ. અ. અને 103o 00′ પૂ. રે.. યુઆન વંશના શાસન દરમિયાન (1279-1368) કાન-ચોઉ અને સુ-ચોઉ બે જિલ્લા હતા. બંનેના પ્રથમ પદને જોડવાથી કાન્સુ નામ બન્યું છે. તે શીન કે ચીન વંશના શાસન…

વધુ વાંચો >

કાન્સોદરિયા, રતિલાલ

Jan 20, 1992

કાન્સોદરિયા, રતિલાલ (જ. 1961, જિલ્લો અમરેલી, ગુજરાત) : ગુજરાતના શિલ્પી. 1984માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં શિલ્પના અભ્યાસ માટે વિદ્યાર્થી તરીકે દાખલ થયા. 1989માં શિલ્પનો ડિપ્લોમા તથા 1990માં તેનો પોસ્ટ ડિપ્લોમા મેળવ્યો. અહીં છાત્પર, રજનીકાન્ત પંચાલ તથા રાઘવ કનેરિયા જેવા પીઢ શિલ્પીઓએ શિક્ષકો તરીકે કાન્સોદરિયાનું ઘડતર કર્યું. 1991થી 1993 સુધી બે…

વધુ વાંચો >

કાન્સ્કોરા

Jan 20, 1992

કાન્સ્કોરા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની એક પ્રજાતિ. તેની 22 જેટલી એકવર્ષાયુ શાકીય જાતિઓ મુખ્યત્વે ભારત, મલાયા, ઑસ્ટ્રેલિયા અને ઉષ્ણકટિબંધીય આફ્રિકામાં વિતરણ પામેલી છે. તેની ગુજરાતમાં 6 જેટલી જાતિઓ નોંધાઈ છે. ડાંગ, પાવાગઢ, લુણાવાડા અને ગોધરામાંથી Canscora concanensis; ગઢના જૂના કાંગરા પર C. decurrens Dalz.; અંબાજી, બાલારામ જેવા…

વધુ વાંચો >

કાન્હડદે પ્રબંધ

Jan 20, 1992

કાન્હડદે પ્રબંધ (1456) : જૂની ગુજરાતીનું ઐતિહાસિક પ્રબંધકાવ્ય. ચરિત્રાત્મક રચના, વીરરસપ્રધાન કાવ્ય, ઇતિહાસ સાથે ઇષત્ કવિકલ્પનાના અંશોવાળું, રસપ્રદ કથાનક ધરાવતું કાવ્ય. રચયિતા કવિ પદ્મનાભ પંદરમા શતકના જૂની ગુજરાતી ભાષાના ગણનાપાત્ર કવિ, વીસલનગરા નાગર બ્રાહ્મણ, વિદ્વાન અને બહુશ્રુત કાવ્યસેવી, જાલોરના રાજા અખેરાજજીના આશ્રિત રાજકવિ, ‘પુણ્યવિવેક’ના બિરુદથી તત્કાલીન કાવ્યજ્ઞોમાં પ્રસિદ્ધ. કૃતિના કેન્દ્રસ્થાને…

વધુ વાંચો >

કાન્હમધુ

Jan 20, 1992

કાન્હમધુ (જ. 1813; અ. 1868) : બંગાળી કવિ. એમણે વૈષ્ણવ કીર્તનપદોના આધુનિકીકરણ તથા નવીનીકરણ માટે સફળ પ્રયત્ન કર્યો. એમણે મધ્યબંગાળમાં શિક્ષણ લીધું હતું. એમણે જે કૃષ્ણવિષયક પદો લખ્યાં તેમાં ઝડઝમક ર્દષ્ટિએ પડે છે. એમની ભાષા સરળ છે. પદો કીર્તનસંગીતના પ્રકારનાં છે. એમણે પદો માટે પોતે શોધેલી રાગરાગિણીઓમાં તે પદ રજૂ…

વધુ વાંચો >

કાન્હેરે, અનંત લક્ષ્મણ

Jan 20, 1992

કાન્હેરે, અનંત લક્ષ્મણ (જ. 1891; અ. 11 એપ્રિલ 1910, થાણા જેલ, મહારાષ્ટ્ર) : ભારતીય ક્રાંતિકારી. તેના પિતા લક્ષ્મણ ગોવિંદ રત્નાગિરિ જિલ્લાના ચિતપાવન બ્રાહ્મણ હતા. નોકરીની શોધમાં તેઓ ઇન્દોર ગયા. તેથી અનંતનું બાળપણ ઇન્દોરમાં વીત્યું હતું. તે 1903માં તેના મામા ગોવિંદ ભાસ્કર બર્વેને ઘેર ઔરંગાબાદ ગયા. તેને કસરતનો શોખ હોવાથી ઘણી…

વધુ વાંચો >

કાપડઉદ્યોગ અને તેનો વિકાસ

Jan 20, 1992

કાપડઉદ્યોગ અને તેનો વિકાસ કાપડ ઉદ્યોગ અને તેના અંતર્ગત ઘટકોના વિકાસની રૂપરેખા 1. પ્રાચીન ઇતિહાસથી ઓગણીસમી સદી સુધી કાપડ–ઉત્પાદનની શરૂઆત : કાપડની બનાવટનાં બે ઉદભવસ્થાન છે – હુન્નરઉદ્યોગ અને અર્વાચીન સંશોધન. પ્રાથમિક બનાવટમાં વળી શકે તેવા નેતર, વાંસ કે બીજી વસ્તુઓમાંથી ટોપલીઓ બનાવવામાં આવતી હતી. ત્યાર પછી દોરડાના પુનરાવર્તિત ગાળા…

વધુ વાંચો >