૨.૨૫
ઇપ્પોલિટૉવ-ઇવાનૉવ, મિખાઇલથી ઇરુપતાં નૂટટાંટિંટે ઇતિહાસમ્
ઇપ્પોલિટૉવ-ઇવાનૉવ, મિખાઇલ
ઇપ્પોલિટૉવ-ઇવાનૉવ, મિખાઇલ (જ. 19 નવેમ્બર 1859, ગેચિના, રશિયા; અ. 28 જાન્યુઆરી 1935, ત્બિલિસી, જ્યૉર્જિયા) : પ્રસિદ્ધ જ્યૉર્જિયન સંગીતકાર. પિતા કારીગર હતા. ગેચિના નગરમાં એક નાનકડા ઑર્ગન પર બીથોવનની કૃતિ ‘ધ રુઇન્સ ઑવ્ ઍથેન્સ’ સાંભળી બાળ મિખાઇલમાં સંગીતરુચિ તીવ્ર બની. નગરના મહેલમાં વાદ્યવૃંદના કાર્યક્રમોમાં શ્રોતા તરીકે હાજરી આપવી તેણે શરૂ કરી…
વધુ વાંચો >ઇફલા (IFLA – International Federation of Library Associations and Institutions)
ઇફલા (IFLA – International Federation of Library Associations and Institutions) : ઇફલા એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તે ગ્રંથાલય અને માહિતીસેવાઓ તેમજ તેના ઉપયોગકર્તાઓની રસ-રુચિનું પ્રતિનિધિત્વ કરે છે. ગ્રંથાલય અને માહિતીના વ્યવસાયનો આ એક વૈશ્વિક અવાજ છે. 1927માં એડિનબર્ગમાં ઇફલાની સ્થાપના થઈ હતી. આ એક સ્વતંત્ર, નફા વિના ચાલતી બિનસરકારી આંતરરાષ્ટ્રીય…
વધુ વાંચો >ઇફેડ્રા
ઇફેડ્રા : વનસ્પતિઓના અનાવૃત્ત બીજધારી વિભાગમાં આવેલા ઇફેડ્રેસી કુળની એક પ્રજાતિ. તે નીચી, બહુશાખિત, ટટ્ટાર, ભૂસર્પી (procumbent) કે કેટલીક વાર આરોહી ક્ષુપ જાતિઓ ધરાવે છે અને તેનું વિતરણ મુખ્યત્વે સમશીતોષ્ણ પ્રદેશોના શુષ્ક વિભાગોમાં થયેલું છે. તેની કેટલીક જાતિઓ ઇફેડ્રીન નામનું આલ્કેલૉઇડ ધરાવે છે. ભારતમાં તેની ચાર જાતિઓ થાય છે. Ephedra…
વધુ વાંચો >ઇફેડ્રીન
ઇફેડ્રીન : જુઓ ઇફેડ્રા.
વધુ વાંચો >ઇફ્તેખાર
ઇફ્તેખાર (જ. 22 ફેબ્રુઆરી 1920, કાનપુર; અ. 4 માર્ચ 1995, નેલ્લોર, આંધ્રપ્રદેશ) : હિંદી ફિલ્મજગતના કુશળ ચરિત્રઅભિનેતા. લખનઉ લલિતકલા વિદ્યાલય ખાતે દિનકર કૌશિક જેવા કાબેલ ચિત્રકાર અને વિદ્વાન કલાશિક્ષકને હાથે ચિત્રકલાની તાલીમ પામીને વ્યવસાયી ચિત્રકાર થવાના ઉદ્દેશથી બહાર આવેલા; પરંતુ 1943માં કૉલકાતા ખાતેની એક ગ્રામોફોન કંપનીએ તેમની કંઠ્ય સંગીતની રેકૉર્ડ…
વધુ વાંચો >ઇબાદાન
ઇબાદાન : આફ્રિકામાં નાઇજિરિયાના ઓયો રાજ્યનું પાટનગર. સરેરાશ 210 મીટર ઊંચાઈ ધરાવતી સાત ટેકરીઓ પર વસેલું લાગોસ પછીના બીજા ક્રમે આવતું શહેર. વસ્તી : 35,65,108 જ્યારે મેટ્રોપોલિટન શહેરની વસ્તી 36,60,774 (2019). મુખ્યત્વે યોરુબા જાતિના લોકો શહેરમાં વસે છે. ત્રીજા ભાગના લોકો શહેરની આસપાસ આવેલાં ખેતરોમાં કામ કરે છે. હસ્તકળા, વાણિજ્ય…
વધુ વાંચો >ઇબારા (ઇહારા) સાઇકાકુ
ઇબારા (ઇહારા) સાઇકાકુ (જ. 1642, ઓસાકા; અ. 9 સપ્ટેમ્બર 1693, ઓસાકા) : સત્તરમી સદીમાં જાપાની સાહિત્યનું પુનરુત્થાન કરનાર અગ્રગણ્ય કવિ અને નવલકથાકાર. મૂળ નામ ઘણું કરીને ટોગો હિરાયામા હતું. સમૃદ્ધ વેપારી કુટુંબમાં જન્મ. સાઇકાકુને શરૂમાં હાઈકુથી નામના મળી પણ તેનું ઉત્તમ કામ તેની નવલકથાઓમાં થયું; છતાં કારકિર્દીનો મોટા ભાગનો સમય…
વધુ વાંચો >ઇબ્દન હૌકલ
ઇબ્દન હૌકલ (જ. ઈ. સ.ની દસમી સદીનો પૂર્વાર્ધ, નસીબિન, મેસોપોટેમિયા; અ. 977) : પ્રસિદ્ધ અરબી ભૂગોળવેત્તા અને પ્રવાસી. પૂરું નામ અબુલ-કાસિમ મુહંમદ ઇબ્ન હૌકલ. પિતાનું નામ અલી. તેની પ્રખ્યાત ઐતિહાસિક કૃતિ ‘કિતાબુલ્-મઆરિફ’ છે. તેની ભૂગોળવિદ્યા પ્રવાસ અને નિરીક્ષણ પર આધારિત હોવાથી તે એક ઉત્તમ ભૂગોળવેત્તા અને મહાન પ્રવાસી તરીકે ખ્યાતિ…
વધુ વાંચો >ઇબ્ન તુલુનની મસ્જિદ (કેરો)
ઇબ્ન તુલુનની મસ્જિદ, કૅરો (876-879) : ઇબ્ન તુલુનના ફુસ્તાનની ઉત્તરે અલ્-કતાઈમાં આવેલી જુમા મસ્જિદ. ઇબ્ન તુલુને લશ્કરી તાલીમ ઇરાકમાં મેળવેલી. તેથી સમારાની મસ્જિદની અસર તેના સ્થાપત્યમાં દેખાય છે. ઈંટેરી બાંધકામવાળી આ મસ્જિદમાં મુખ્યત્વે વિશાળ કમાનો છે. તેના દ્વારા તેના વચલા ભાગો પટાંગણમાં ખૂલે છે. ત્રણ બાજુએ પરસાળ છે. સમારાની મસ્જિદની…
વધુ વાંચો >ઇમ્પીરિયલ લાઇબ્રેરી, કૉલકાતા
ઇમ્પીરિયલ લાઇબ્રેરી, કૉલકાતા : ગ્રંથાલયની સ્થાપના 1891માં બ્રિટિશ સરકારે કરી હતી. એ સમયે કૉલકાતા ભારતની રાજધાની હતી. ભારતના વાઇસરૉય લૉર્ડ કર્ઝન આ ગ્રંથાલયના સ્થાપક હતા. અંગ્રેજીમાં લખાયેલા ઉત્તમ યુરોપિયન વિચારોને સંગ્રહસ્થ કરવાની કલ્પના સાથે આ ગ્રંથાલયનો આવિર્ભાવ થયો હતો. ગૅઝેટિયર ઑવ્ ઇન્ડિયામાં આ ગ્રંથાલયના હેતુઓની નોંધ લેવામાં આવી હતી. એ…
વધુ વાંચો >ઇમ્પીરિયલ વિલા
ઇમ્પીરિયલ વિલા (1620–’50) : જાપાનમાં ક્યોટો પાસે આવેલ કાત્સુરાની કાષ્ઠશૈલીનું સ્થાપત્ય દર્શાવતી પ્રસિદ્ધ ઇમારત. જાપાનનું સ્થાપત્ય અને તેની પ્રાચીનતાનો ખ્યાલ ત્યાંનાં ઈસેનાં શિન્ટો મંદિરોમાંથી આવે છે. તે પ્રાગૈતિહાસિક કાષ્ઠસ્થાપત્યને મળતું આવે છે. ચીન અને કોરિયા દ્વારા જાપાનમાં બૌદ્ધ સંસ્કૃતિના આગમનની સાથે એશિયા ખંડમાં પ્રચલિત કાષ્ઠકલાનો પણ પાંચમી સદીથી પ્રવેશ થયો.…
વધુ વાંચો >ઇમ્પેશિયન્સ
ઇમ્પેશિયન્સ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બાલ્સમિનેસી કુળની એક ખૂબ મોટી પ્રજાતિ. તે એકવર્ષાયુ કે દ્વિવર્ષાયુ શાકીય, ભાગ્યે જ ક્ષુપ કે પરરોહી (epiphytic) અને વધતે-ઓછે અંશે રસાળ (succulent) જાતિઓ ધરાવે છે અને ઉષ્ણકટિબંધીય એશિયા કે આફ્રિકાના પહાડી પ્રદેશોની મૂલનિવાસી છે, છતાં ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશો અને દક્ષિણ આફ્રિકામાં થાય છે. ભારતમાં…
વધુ વાંચો >ઇમ્પોર્ટન્સ ઓવ્ બીઇંગ અર્નેસ્ટ, ધ
ઇમ્પોર્ટન્સ ઓવ્ બીઇંગ અર્નેસ્ટ, ધ (1895) : આઇરિશ કવિ, નવલકથાકાર, નાટ્યકાર ઑસ્કર વાઇલ્ડ(1856–1900)નું પ્રખ્યાત સુખાંત નાટક. બ્રિટિશ ભદ્રવર્ગના દંભી જીવન પ્રત્યે કટાક્ષ કરતા આ નાટકમાં અનેક ચતુરાઈભર્યા પ્રસંગો છે. વિલિયમ કૉન્ગ્રિવની નાટ્યફૉર્મ્યુલા મુજબનું આ નાટક પેઢીએ પેઢીએ તખ્તા ઉપર પુનર્જીવન પામતું રહ્યું છે. પ્રેક્ષકોએ એને હાસ્યની છોળોથી આવકાર્યું છે. વર્થિંગ…
વધુ વાંચો >ઇમ્ફાલ
ઇમ્ફાલ : ભારતના ઈશાને મણિપુર નદીની ખીણમાં દરિયાની સપાટીથી 798 મીટરની ઊંચાઈ પર આવેલું મણિપુર રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 24o 49´ ઉ. અ. અને 93o 57´ પૂ. રે.. મણિપુર પઠારના મધ્યમાં આવેલું જિલ્લાનું આ મથક કૉલકાતાથી 604 કિ. મીટરના અંતરે ઉત્તર-પૂર્વ દિશામાં છે. તે 1,500 મીટર જેટલી નાગા પર્વતમાળાથી…
વધુ વાંચો >ઇમ્યૂનોગ્લોબ્યુલિન
ઇમ્યૂનોગ્લોબ્યુલિન (Ig) : હાનિકારક બાહ્ય પદાર્થો એટલે કે પ્રતિજનો(antigens)નો સંપર્ક થતાં તેના પ્રતિકાર રૂપે શરીરમાં ઉત્પન્ન થતા ગ્લૉબિનના અણુઓ. ઇમ્યૂનોગ્લૉબ્યુલિનમાં બે હળવી અને બે ભારે – એમ પ્રોટીનોની કુલ ચાર શૃંખલાઓ હોય છે. ભારે શૃંખલાના પાંચ પ્રકાર છે : આલ્ફા (α), ડેલ્ટા (δ), એપ્સિલોન (∑), ગેમા (γ) અને મ્યુ (μ).…
વધુ વાંચો >ઇમ્ર ઉલ્-કૈસ
ઇમ્ર ઉલ્-કૈસ : ઇસ્લામ પૂર્વેનો શ્રેષ્ઠ પ્રશસ્તિકાર કવિ. તેના પૂર્વજો પ્રાચીન યમન દેશના રાજ્યકર્તા હતા. પિતાનું નામ હુજર. દાદાનું નામ હારિસ (જેનો શત્રુ મુન્ઝિર ત્રીજો હિરાનો રાજા હતો). કાબામાં જે સાત કસીદાઓ લટકાવવામાં આવ્યા હતા, તેમાં વિવેચકોના મત પ્રમાણે કવિ ઇમ્ર ઉલ્-કૈસનો કસીદો સૌથી ઉત્તમ હતો. કહેવાય છે કે રાજા…
વધુ વાંચો >ઇયળ
ઇયળ (larva) : પુખ્તાવસ્થા પ્રાપ્ત કરતાં પહેલાં કીટકોને પ્રાપ્ત થતી ઈંડા પછીની પહેલી અવસ્થા. કીટકના શરીર પરનું આવરણ નિર્ભેદ્ય કાઇટીનયુક્ત કઠણ પદાર્થમાંથી બનેલું હોવાથી શરીરની અંદર આવેલા અવયવોને વિકાસ માટે સુવિધા મળી રહે તે માટે કીટકો સૌપ્રથમ કેટલીક અપક્વ અવસ્થામાંથી પસાર થતા હોય છે. વિવિધ સમૂહોના કીટકોની ઇયળો વિભિન્ન પ્રકારની…
વધુ વાંચો >ઇયારુઇંગમ
ઇયારુઇંગમ (1960) : અસમિયા નવલકથા. ઇયારુઇંગમનો અર્થ જનતાનું શાસન થાય છે. સાહિત્ય અકાદમી દ્વારા 1961માં પુરસ્કૃત. તેના લેખક વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યને 1979નો જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. આ રાજકીય નવલકથામાં ભારતીય અને નાગા રાષ્ટ્રીયતા વચ્ચેનો સંઘર્ષ બતાવ્યો છે. લેખકે કથાનકને અત્યંત કલાત્મક રીતે વિકસાવ્યું છે. એમાં ‘નાગા’ પહાડી પ્રદેશોનું રાજકારણ નિરૂપ્યું છે.…
વધુ વાંચો >ઇરયિમ્મન તમ્પિ
ઇરયિમ્મન તમ્પિ (જ. 12 ઑક્ટોબર 1782 કોટ્ટાકાકોમ; અ. 29 જુલાઈ 1856 ત્રાવણકોર) : મલયાળમ કવિ. અઢારમી સદીના પ્રથમ પંક્તિના મલયાળમ કવિઓમાં તેમનું ઉચ્ચ સ્થાન છે. તેઓ ત્રાવણકોરના મહારાજાના રાજકવિ હતા. એમના પિતાનો રાજદરબાર સાથે સીધો સંબંધ હતો. તેથી રાજદરબારમાં પ્રવેશ કરવાનું એમને માટે આસાન બન્યું. આ ઉપરાંત કેરળના રાજકુટુંબના કવિ…
વધુ વાંચો >