૨૩.15

સિંકોનાથી સિંચાઈ-ઇજનેરી

સિંકોના

સિંકોના દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક પ્રજાતિ. આ પ્રજાતિ સદાહરિત ક્ષુપ અને વૃક્ષ-જાતિઓની બનેલી છે; જેમનું વિતરણ ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે અને ભારત, ઇંડોનેશિયા, શ્રીલંકા અને આફ્રિકામાં છાલ માટે ઉગાડવામાં આવે છે. છાલ ક્વિનીન અને અન્ય પ્રતિમલેરીય ઔષધોનો સ્રોત છે. લગભગ 7 જાતિઓ અને તેમના સંકરોનો વ્યાપારિક વાવેતર માટે…

વધુ વાંચો >

સિંક્યાંગ (Sinkiang)

સિંક્યાંગ (Sinkiang) : ચીનના સૌથી મોટા ગણાતા ચાર સ્વાયત્ત પ્રદેશો પૈકીનો એક. ભૌગોલિક સ્થાન : તે આશરે 35°થી 50´ ઉ. અ. અને 75°થી 95´ પૂ. રે. વચ્ચેનો આશરે 16,46,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, જે ચીનના કુલ ક્ષેત્રફળનો  ભાગ ધરાવે છે. તેના ઈશાનમાં મૉંગોલિયા, પૂર્વમાં ગાન્શુ અને કિંઘહાઈ (Qinghai)…

વધુ વાંચો >

સિંક્રોટ્રૉન

સિંક્રોટ્રૉન : ઇલેક્ટ્રૉન અને પ્રોટૉનને ઉચ્ચ ઊર્જાએ પ્રવેગિત કરતી પ્રયુક્તિ. તે એક પ્રકારનું કણ-પ્રવેગક (accelerator) છે, જે કણોને વર્તુળાકાર કક્ષામાં ગતિ કરાવે છે. પારમાણ્વિક ન્યૂક્લિયસની સંરચના તથા તેમાં પ્રવર્તતાં બળોનો અભ્યાસ કરવા માટે ભૌતિક વિજ્ઞાનીઓ સિંક્રોટ્રૉનનો ઉપયોગ કરતા હોય છે. સામાન્ય રીતે બીટાટ્રૉન એક ચક્રીય પ્રવેગક છે; જેના ચુંબકીય પ્રેરણ…

વધુ વાંચો >

સિંક્રોટ્રૉન-વિકિરણ

સિંક્રોટ્રૉન–વિકિરણ : ચુંબકીય અવમંદક વિકિરણ (magnetic bremsstrahlung) : પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં સાપેક્ષિકીય (relativistic) ઝડપે પ્રવેગી ગતિ કરતો ઉચ્ચ ઊર્જાવાળો વિદ્યુતભારિત કણ વિદ્યુત-ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર પથમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણ આવું વિકિરણ પેદા કરે છે. ઉદાહરણ રૂપે, સિંક્રોટ્રૉનમાં આવું વિકિરણ ઉત્સર્જિત થાય છે. આવા વિકિરણમાં માઇક્રો-તરંગોથી…

વધુ વાંચો >

સિંગ આરસીપ્રસાદ

સિંગ, આરસીપ્રસાદ (જ. 19 ઑગસ્ટ 1911, અરાઉત, સમસ્તીપુર, બિહાર; અ. 15 નવેમ્બર 1996) : મૈથિલી અને હિંદીના કવિ. તેઓ કોચી ડિગ્રી કૉલેજ, ખગસિયા ખાતે અધ્યાપક રહ્યા, 1948-51; ઑલ ઇન્ડિયા રેડિયો ખાતે હિન્દીના કાર્યક્રમ-નિર્માતા તરીકે કામ કર્યું, 1956-88. તેમને મળેલ સન્માનોમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી એવૉર્ડ (1984), બિહાર સરકાર તરફથી દિનકર એવૉર્ડ…

વધુ વાંચો >

સિંગ, ભુવનેશ્વરકુમાર કિરણપાલ

સિંગ, ભુવનેશ્વરકુમાર કિરણપાલ (જ. 5 ફેબ્રુઆરી 1990, મેરઠ (ઉત્તરપ્રદેશ): સબઇન્સ્પેક્ટર પિતા કિરણપાલ સિંગ અને માતા ઇન્દ્રેશ સિંગનાપુત્ર ભુવનેશ્વરકુમાર ક્રિકેટના ત્રણેય ક્ષેત્ર ટેસ્ટ, વન-ડે અને ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. જમણેરી ફાસ્ટ મિડિયમ બૉલર ભુવનેશ્વર ભારતનો માત્ર પ્રથમ એવો ખેલાડી છે જેણે ક્રિકેટના આ ત્રણેય ક્ષેત્રમાં દાવમાં પાંચ કે…

વધુ વાંચો >

સિંગર આઇઝાક બેશેવિશ

સિંગર, આઇઝાક બેશેવિશ (જ. 14 જુલાઈ 1904, રૅડ્ઝિમિન, પોલૅન્ડ; અ. 1991) : યિદ્દીશ સાહિત્યકાર. નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ અને સંસ્મરણોના લેખક. 1978માં સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકથી વિભૂષિત. મૂળ યિદ્દીશ ભાષામાં તેમની કૃતિઓ રચાઈ. પછી 1935થી અમેરિકામાં સ્થાયી થયેલા આ લેખકે પોતે કોઈના સહયોગથી તે અંગ્રેજીમાં અનૂદિત કરી. આજે તેમાંની ઘણી…

વધુ વાંચો >

સિંગ રાજેન્દ્ર

સિંગ, રાજેન્દ્ર (જ. 1957, ઉત્તરપ્રદેશ) : જળસંપત્તિના સંગ્રહ માટે સાધારણ ખર્ચની પદ્ધતિઓ વિકસાવી જનસમુદાયનું નેતૃત્વ કરી, રાજસ્થાનના સૂકા પ્રદેશોને હર્યાભર્યા કરનાર અને 2002ના મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા જનસેવક. ઉત્તરપ્રદેશના જમીનદાર કુટુંબમાં જન્મેલા સિંગ અલ્લાહાબાદ યુનિવર્સિટીની હિંદી વિષય સાથેની અનુસ્નાતક ઉપાધિ ધરાવે છે. આ સાથે તેઓ આયુર્વેદિક તબીબ છે અને ઋષિકુલ આયુર્વેદિક…

વધુ વાંચો >

સિંગ લૈરેનમાયુમ ઇબૂન્ગોહલ

સિંગ, લૈરેનમાયુમ ઇબૂન્ગોહલ (જ. 1895; અ. 1966) : મણિપુરી નાટ્યકાર અને શિક્ષણકાર. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. બી.એલ. પરીક્ષા પાસ કરનાર તેઓ પ્રથમ મણિપુરી હતા. તેમણે મણિપુર સરકારમાં જુદા જુદા હોદ્દાઓ પર સેવા બજાવી. તેઓ મણિપુરના મહારાજાના દરબારના દરબારી, ચીફ કોર્ટના ન્યાયાધીશ અને છેલ્લે મણિપુરના પ્રથમ જિલ્લા અને સેશન્સ…

વધુ વાંચો >

સિંગાપોર

સિંગાપોર : અગ્નિ એશિયામાં આશરે 01° 17´ ઉ. અ. તથા 103° 51´ પૂ. રે. પર મલાયા દ્વીપકલ્પના દક્ષિણ છેડે આવેલો ટાપુ દેશ. તેનું ભૌગોલિક સ્થાન વિષુવવૃત્તથી લગભગ 129 કિમી. ઉત્તરમાં છે. સિંગાપોરની ઉત્તરમાં મલેશિયા અને દક્ષિણમાં ઇન્ડોનેશિયા દેશોની જલસીમાઓ આવેલી છે, જ્યારે તેની પશ્ચિમ બાજુએ મલાક્કાની સામુદ્રધુની અને પૂર્વ બાજુએ…

વધુ વાંચો >

સિંગારમંજરી

Jan 15, 2008

સિંગારમંજરી : વિશ્વેશ્વરે પ્રાકૃતમાં કરેલી નાટ્યરચના. પ્રાકૃતમાં રચાયેલ પાંચ સટ્ટકોમાંનું એક. પ્રથમ મુંબઈની કાવ્યમાલા ગ્રંથશ્રેણીના 8મા ભાગમાં પ્રકાશિત. તે પછી 1978માં ઇંદોરના પ્રા. બાબુલાલ શુક્લ શાસ્ત્રીએ સંસ્કૃત છાયા, પ્રસ્તાવના, હિન્દી વ્યાખ્યા, પરિશિષ્ટ આદિ સાથે સંપાદિત કરેલ આવૃત્તિ વારાણસીથી વિશ્વવિદ્યાલય પ્રકાશન રૂપે પ્રગટ થઈ છે. બાબુલાલની આ હિન્દી વ્યાખ્યા-અનુવાદ-નું નામ ‘સુરભિ’…

વધુ વાંચો >

સિંગીરેડ્ડી નારાયણ રેડ્ડી

Jan 15, 2008

સિંગીરેડ્ડી, નારાયણ રેડ્ડી, ડૉ. (જ. 29 જુલાઈ 1931, હનુમાનજીપેટ, જિ. કરીમનગર, આંધ્રપ્રદેશ) : ખ્યાતનામ તેલુગુ કવિ. તેમના પિતાનું નામ મલ્લા રેડ્ડી, માતાનું નામ બચમ્મા. તેમણે પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. તેઓ આંધ્રપ્રદેશ ઓપન યુનિવર્સિટીના કુલપતિ પણ રહેલા. આંધ્રપ્રદેશ રાજભાષા સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે કામગીરી કરી છે. ઓસ્માનિયા યુનિવર્સિટીમાં તેલુગુના પ્રાધ્યાપક રહેલા.…

વધુ વાંચો >

સિંઘ અર્પિતા

Jan 15, 2008

સિંઘ, અર્પિતા (જ. 1937, પશ્ચિમ બંગાળ, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હી પૉલિટૅક્નીકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી કલા-સ્નાતક થયાં. ત્યારબાદ તેમણે વણાટકામમાં કૌશલ્ય પ્રાપ્ત કરી પહેલાં કોલકાતાના અને પછી દિલ્હીના સરકારી વણાટકામ-કેન્દ્ર — વીવર્સ સર્વિસ સેન્ટર — માં ડિઝાઇનર તરીકે સેવાઓ આપી. ચિત્રસર્જન તેમણે છેક 1965 પછી શરૂ…

વધુ વાંચો >

સિંઘ કે. એન.

Jan 15, 2008

સિંઘ, કે. એન. (જ. 1 સપ્ટેમ્બર 1908, દહેરાદૂન; અ. 31 જાન્યુઆરી 2000, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના સર્વપ્રથમ લાક્ષણિક અભિનયશૈલી ધરાવનારા પીઢ ખલનાયક. આખું નામ કૃષ્ણ નિરંજન સિંઘ. પિતા ચંડીપ્રસાદ જાણીતા વકીલ. કૉલેજનું શિક્ષણ ભારતમાં – પૂરું કર્યા બાદ ઇંગ્લૅન્ડ જઈને બૅરિસ્ટર બન્યા અને સ્વદેશ પાછા આવીને પરિવારના વકીલાતના વ્યવસાયમાં દાખલ…

વધુ વાંચો >

સિંઘ કે. ડી.

Jan 15, 2008

સિંઘ, કે. ડી. (જ. 2 ફેબ્રુઆરી 1922, બારાબંકી, ઉત્તરપ્રદેશ; અ. 27 માર્ચ 1978) : ભારતીય હૉકી-ખેલાડી. પૂરું નામ કુંવર દિગ્વિજયસિંહ. તેઓ કે. ડી. સિંઘ બાબુના નામથી જાણીતા હતા. હૉકીના રસિકો તેમને ‘બાબુ’ના ઉપનામથી ઓળખતા હતા. રાજવી પરિવારમાં જન્મ થયો હોવા છતાં તેમણે હૉકીમાં સામાન્ય ખેલાડી-રૂપે રમવાનું નક્કી કર્યું. ભારતીય હૉકી-જગતમાં…

વધુ વાંચો >

સિંઘ ગુરચરણ

Jan 15, 2008

સિંઘ, ગુરચરણ (જ. 26 ઑક્ટોબર 1896, શ્રીનગર, કાશ્મીર, ભારત; અ. 1996, ભારત) : આધુનિક ભારતીય કુંભકાર. આધુનિક ભારતીય કુંભકળાના તે પિતામહ ગણાય છે. જમ્મુ ખાતેની પ્રિન્સ ઑવ્ વેલ્સ કૉલેજમાં અભ્યાસ કરીને 1918માં ગુરચરણ ભૂસ્તરશાસ્ત્ર-(geology)ના સ્નાતક થયા. સરકારી નોકરી શોધવામાં નિષ્ફળતા સાંપડતાં એ જ વર્ષે દિલ્હી ખાતે રામસિંઘ કાબુલીની ભઠ્ઠીઓમાં પારંપરિક…

વધુ વાંચો >

સિંઘ તેજ

Jan 15, 2008

સિંઘ, તેજ (જ. 1939, આગ્રા, ઉત્તર પ્રદેશ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચંદીગઢ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટમાં કલા-અભ્યાસ કરીને તેમણે 1973માં કલાની અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. રાજસ્થાની લઘુચિત્રકલામાં નૈપુણ્ય પ્રાપ્ત કરી તેમણે એ મધ્યયુગીન કલાનું પુનરુત્થાન કર્યું. પટણા, અમૃતસર, ઉદયપુર, દિલ્હી, જયપુર, જોધપુર અને અમદાવાદમાં તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક…

વધુ વાંચો >

સિંઘ તોમ્બી

Jan 15, 2008

સિંઘ, તોમ્બી (જ. 1936, ઇમ્ફાલ, મણિપુર, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટમાં અભ્યાસ કરી ચિત્રકલાની સ્નાતક પદવી પ્રાપ્ત કરી. વડોદરા, કોલકાતા, ઇમ્ફાલ, ગુવાહાટી અને કોહિમામાં તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. તેમનાં ચિત્રોમાં શાંત ભાવ મુખ્ય છે. ઠંડા, મધુર…

વધુ વાંચો >

સિંઘ પરમજિત (1)

Jan 15, 2008

સિંઘ, પરમજિત (1) (જ. 1935, અમૃતસર, પંજાબ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હી પૉલિટૅકનિકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી કલા-અભ્યાસ કરીને 1958માં કલાના સ્નાતક થયા. અત્યંત રંગદર્શી ઢબે નિસર્ગ આલેખવા માટે તેઓ જાણીતા છે. તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો ભારતનાં અનેક શહેરો ઉપરાંત જર્મની, નૉર્વે, બ્રિટન, જાપાન, અમેરિકા વગેરે દેશોમાં યોજાયાં…

વધુ વાંચો >

સિંઘ પરમજિત

Jan 15, 2008

સિંઘ, પરમજિત (2) (જ. 1941, જમશેદપુર, બિહાર) : આધુનિક ભારતીય ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હી પૉલિટૅકનિકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી કલા-અભ્યાસ કરીને કલાના સ્નાતક થયા. ઘનવાદી ઢબે નિસર્ગચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. ભારતનાં વિવિધ શહેરો ઉપરાંત જર્મની, દુબઈ, ઈરાન, ઑસ્ટ્રેલિયા વગેરે દેશોમાં તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો યોજાયાં છે. કેન્દ્રની લલિત…

વધુ વાંચો >