શિખર
શિખર : મંદિરના ગર્ભગૃહની ઉપર થતું શાસ્ત્રોક્ત બાંધકામ. શિખરોના બાંધકામના વૈવિધ્યને કારણે જુદી જુદી શિખરશૈલીઓ અસ્તિત્વમાં આવી. ભારતીય વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં આ શૈલીઓનું વિવરણ જોવા મળે છે. આમાં મુખ્યત્વે નાગર અને દ્રાવિડ પણ ઓળખાય છે. તલમાનની ષ્ટિએ આ બે શૈલીઓ વચ્ચે ભાગ્યે શિખરશૈલીઓ જાણીતી છે. નાગરશૈલી ઉત્તરભારતીય શૈલી કે ઇન્ડો-આર્યન શૈલી…
વધુ વાંચો >શિખાચક્રણ (nutation)
શિખાચક્રણ (nutation) : સ્થાયી વનસ્પતિઓનાં અંગોમાં અસમાન વૃદ્ધિને કારણે થતું વળાંકમય હલનચલન. આવું હલનચલન સ્વયંપ્રેરિત (autonomous) હોય છે. સહેજ ચપટું પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓ(twinning plants)ની અગ્રકલિકા એક સમયે અક્ષની એક બાજુએ બાકીના ભાગ કરતાં વધારે પડતી વૃદ્ધિ દાખવે છે અને થોડાક સમય પછી તેની વિરુદ્ધની બાજુએ વધારે પ્રમાણમાં વૃદ્ધિ સાધતાં પ્રરોહાગ્ર…
વધુ વાંચો >શિગા નાઓયા
શિગા નાઓયા (જ. 20 ફેબ્રુઆરી 1883, ઇશિનોમાકી મિયાગી પિફેક્ચર, જાપાન; અ. 21 ઑક્ટોબર 1971, ટોકિયો) : આધુનિક જાપાની નવલકથાકાર. તેમની ‘શિગા શૈલી’ ખૂબ જાણીતી બની છે. સાહજિક કોમલતા અને મિતાક્ષરીપણું તેનાં નોંધપાત્ર લક્ષણો છે. સમૂરાઈ પરિવારમાં તેમનો જન્મ થયેલો. પિતૃપક્ષે દાદાદાદી પાસે ટોકિયોમાં તેમનો ઉછેર થયેલો. માંડ બે વર્ષની ઉંમર…
વધુ વાંચો >શાંતિ-સંશોધન
શાંતિ–સંશોધન ‘જીવો અને જીવવા દો’માં માનતી, માનવીય સમજદારીમાં ઊંડી શ્રદ્ધા ધરાવતી, યુદ્ધકીય અને હિંસક માનસને સદંતર ઉવેખતી વિચારશ્રેણી. આજે વિશ્વમાં જો કોઈ સૌથી પ્રબળ ઝંખના હોય તો તે શાંતિ માટેની છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી પલક માત્રમાં કરોડોનો સંહાર કરી શકે એટલી શક્તિ મહાસત્તાઓ પાસે એકત્રિત થઈ છે. માનવસંસ્કૃતિ તો ઠીક…
વધુ વાંચો >શાંતિસૂરિ
શાંતિસૂરિ (પાટણમાં થારાપદ્રગચ્છીય ઉપાશ્રયના આચાર્ય વિજયસિંહસૂરિના પટ્ટધર તથા રાજા ભીમદેવ 1લા(ઈ.સ. 1022-1064)ના સમયમાં થઈ ગયેલા વિખ્યાત કવિ અને વાદી. તેમણે ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ પર પ્રમાણભૂત ‘શિષ્યહિતા’ નામની વિસ્તૃત વૃત્તિની રચના કરી છે. આ વૃત્તિ દાર્શનિક વાદોથી પૂર્ણ, સમર્થ ટીકાગ્રંથ છે. તેમાં પ્રાકૃતનો અંશ વધારે છે, તેથી તે ‘પાઈયટીકા’ નામથી પણ ઓળખાય છે.…
વધુ વાંચો >શાંતુંગ (શાન્દોંગ) (Shantung-Shandong)
શાંતુંગ (શાન્દોંગ) (Shantung–Shandong) : ચીનના મધ્યપૂર્વ ભાગમાં આવેલું રાજ્ય. તે શાન્દોંગ (Shandong) નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 36° ઉ. અ. અને 118° પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,53,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હેબ્રેઈ પ્રાંત, ઈશાનમાં બોહાઇનો અખાત, પૂર્વ તરફ પીળો સમુદ્ર, દક્ષિણે જિયાંગ સુ…
વધુ વાંચો >શિકાગો (Chicago)
શિકાગો (Chicago) : યુનાઇટેડ સ્ટેટ્સના ઇલિનૉય રાજ્યમાં આવેલું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 41° 51´ ઉ. અ. અને 87° 39´ પ. રે.. આ શહેર યુ.એસ.નાં મોટાં શહેરોમાં દ્વિતીય ક્રમનું સ્થાન ધરાવે છે. તે સમુદ્રસપાટીથી 177 મીટર અને સરોવરની જળસપાટીથી 4.5 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ શહેરમાંથી શિકાગો નદી…
વધુ વાંચો >શિકાગો સ્કૂલ (Chicago School)
શિકાગો સ્કૂલ (Chicago School) : પ્રજાના આર્થિક વ્યવહારોમાં રાજ્યની દરમિયાનગીરીનો વિરોધ કરતી અર્થશાસ્ત્રની એક વિચારધારા. તેના પાયામાં અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના કેટલાક અર્થશાસ્ત્રીઓ છે. 1930 પછીના દસકામાં શિકાગો યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર-વિભાગે અર્થશાસ્ત્રના ક્ષેત્રે આગળ પડતું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેનું બૌદ્ધિક નેતૃત્વ લગભગ 1950 સુધી ફ્રાન્ક એચ. નાઇટ તથા હેનરી…
વધુ વાંચો >શિકારા (શિકારો) (Houseboat)
શિકારા (શિકારો) (Houseboat) : સહેલગાહ માટે વપરાતી નાના કદની હોડી (boat). શ્રીનગર(કાશ્મીર)માં પર્યટકોના સહેલગાહ માટે શિકારાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. ‘શિકારા એટલે પાણી પર તરતી નાની હોટેલ’ એમ પણ કહી શકાય. કાશ્મીરમાં ડાલ સરોવર અને નાગિન સરોવરના નિશ્ચિત ભાગમાં શિકારાઓ વપરાય છે. શિકારાને ‘કાશ્મીરી ગોંડોલા’ પણ કહેવાય છે. શિકારાઓનો…
વધુ વાંચો >શિક્ષણ
શિક્ષણ વ્યક્તિમાં રહેલી શક્તિઓને ઉપસાવતી અને કેળવતી પ્રક્રિયા. આ શૈક્ષણિક પ્રક્રિયાના ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે : (1) સહજ શિક્ષણ કે અનૌપચારિક શિક્ષણ (informal education), (2) શાલેય શિક્ષણ કે ઔપચારિક શિક્ષણ (formal education) અને (3) બિનશાલેય શિક્ષણ કે બિનઔપચારિક શિક્ષણ (nonformal education). વ્યક્તિના શિક્ષણની જે પ્રક્રિયા તેના જન્મથી મૃત્યુપર્યંત અભાનપણે…
વધુ વાંચો >શિક્ષણ અને સાહિત્ય (સામયિક)
શિક્ષણ અને સાહિત્ય (સામયિક) : વીસમી સદીમાં અમદાવાદથી લગભગ 20 વર્ષો સુધી નિયમિત પ્રગટ થયેલું અને ગુજરાત, ભારત અને વિશ્વના પ્રવાહોને શિક્ષણ અને સાહિત્યની દૃષ્ટિએ મૂલવનારું માસિક. 1919માં મહાત્મા ગાંધીએ પોતાના તંત્રીપદે શરૂ કરેલા ‘નવજીવન’ સાપ્તાહિકમાં તા. 21-7-1929થી 8 પાનાંની પૂર્તિ રૂપે ‘શિક્ષણ અને સાહિત્ય’નો આરંભ કાકાસાહેબ કાલેલકરના તંત્રીપદે થયો…
વધુ વાંચો >શિક્ષા (વેદાંગ અને ઉચ્ચારણશાસ્ત્ર)
શિક્ષા (વેદાંગ અને ઉચ્ચારણશાસ્ત્ર) : પ્રાચીન વેદમંત્રોનાં ઉચ્ચારણોને લગતું શાસ્ત્ર અને છ વેદાંગોમાંનું એક વેદાંગ. શિક્ષાની વ્યુત્પત્તિ એવી છે કે વેદના ઉચ્ચાર માટે શક્તિશાળી બનાવે તે શિક્ષા. વેદના રચનાકાળથી હજારો વર્ષો પહેલાં વેદમંત્રોનો ઉચ્ચાર થતો હતો તે પ્રમાણે જ આજે પણ તેનો ઉચ્ચાર થાય અને સ્વર કે વર્ણના ઉચ્ચારમાં દોષો…
વધુ વાંચો >શિક્ષાપત્રી
શિક્ષાપત્રી : સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રધાન ગ્રંથ. સં. 1882ના મહા સુદ પાંચમે (વસંતપંચમીએ) ભગવાન સ્વામિનારાયણે (સહજાનંદ સ્વામીએ) સ્વયં શિક્ષાપત્રી લખી છે. શિક્ષાપત્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર છે. ભગવાન સ્વામિનારાયણે સર્વ ધર્મશાસ્ત્રોનો સાર શિક્ષાપત્રીમાં સુસ્પષ્ટપણે ગ્રથિત કર્યો છે. આથી આ ગ્રંથનું લાઘવસૂચક ‘શિક્ષાપત્રી’ એવું નામ અન્વર્થક છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના આશ્રિત સત્સંગીઓને ઉદ્દેશીને…
વધુ વાંચો >