૨૦.૨૫
વેક ટાપુ (Wake Island)થી વેદોપદેશચંદ્રિકા
વેડરબર્ન, વિલિયમ (સર)
વેડરબર્ન, વિલિયમ (સર) (જ. 25 માર્ચ 1838, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 1918, ઇંગ્લૅન્ડ) : ભારતના લોકોના હિતચિંતક અંગ્રેજ અધિકારી અને મુંબઈમાં 1889માં મળેલા કૉંગ્રેસના પાંચમા તથા અલ્લાહાબાદમાં 1910માં મળેલા 26મા અધિવેશનના પ્રમુખ. તેમનું કુટુંબ ઘણું જૂનું હતું. તેમના મોટાભાઈ જૉન હિસારના કલેક્ટર હતા અને 1857ના વિપ્લવ દરમિયાન તેમની પત્ની અને બાળક…
વધુ વાંચો >વૅડ, વર્જિનિયા
વૅડ, વર્જિનિયા (જ. 10 જુલાઈ 1945, બૉર્નમાઉથ, હૅમ્પશાયર, યુ.કે.) : યુ.કે.નાં મહિલા ટેનિસ-ખેલાડી. તેઓ 1977ની વિમ્બલડનની સિંગલ્સની સ્પર્ધામાં વિજેતા બન્યાં. પ્રેક્ષકોએ આ જીત ખૂબ હોંશથી વધાવી, કારણ કે એ વિમ્બલડનનું શતાબ્દી-વર્ષ હતું અને પોતાના જ દેશના ખેલાડી ઘરઆંગણે વિજેતા બને એ બહુ મોટી ઘટના હતી. તેઓ લગભગ તેમની બત્રીસમી વર્ષગાંઠ…
વધુ વાંચો >વેડેલ સમુદ્ર
વેડેલ સમુદ્ર : ઍન્ટાર્ક્ટિકા ભૂખંડમાં આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 70°થી 80° દ. અ. અને 10°થી 60° પ. રે. વચ્ચેનો 28 લાખ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો જળવિસ્તાર ઍટલાન્ટિક મહાસાગર સાથે સંકળાયેલો છે. તેની પશ્ચિમે ઍન્ટાર્ક્ટિકા દ્વીપકલ્પ, પૂર્વમાં પૂર્વ ઍન્ટાર્ક્ટિકાનો સમુદ્રકિનારો, દૂર દક્ષિણ તરફ ફિલ્શનેર(Filchner) અને રોનની…
વધુ વાંચો >વેણીમોગરો
વેણીમોગરો : દ્વિદળી વર્ગમાં આવેલી યુફર્બિયેસી (Euphorbiaceae) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acalypha hispida syn. A. sanderiana છે. એકેલિફાના છોડ મુખ્યત્વે એનાં પાનની શોભાને માટે જાણીતા છે; પરંતુ આ જાતનાં પાન સામાન્ય પ્રકારનાં લીલાં, થોડાં લંબગોળ અણીવાળાં અને મધ્યમ કદનાં હોય છે. પણ એનાં ફૂલ 20થી 40 સેમી. લાંબી…
વધુ વાંચો >વેણીસંહાર
વેણીસંહાર : પ્રાચીન ભારતીય સંસ્કૃત નાટક. ભટ્ટનારાયણ નામના નાટકકારે આ નાટક સાતમી સદીના ઉત્તરાર્ધ અને આઠમી સદીના પૂર્વાર્ધમાં રચેલું છે. છ અંકનું બનેલું આ વીરરસપ્રધાન નાટક મહાભારતનાં પાત્રો અને પ્રસંગોને રજૂ કરે છે. પ્રથમ અંકમાં શૂરવીર ભીમને કૌરવો સાથે સંધિ કે સુલેહ પસંદ નથી, કારણ કે યુદ્ધ કરીને કૌરવો સામે…
વધુ વાંચો >વેણુગોપન નાયર, એસ. વી.
વેણુગોપન નાયર, એસ. વી. (જ. 18 એપ્રિલ 1945, કરોડે, જિ. તિરુવનંતપુરમ્, કેરળ) : મલયાલી સાહિત્યકાર. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ., એમ.ફિલ., પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી છે. તેમણે એમ. જી. કૉલેજ, તિરુવનંતપુરમમાં રીડર તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કેરળ સાહિત્ય અકાદમીની કારોબારીના સભ્ય પણ રહ્યા હતા. તેમણે અત્યાર સુધીમાં 10 ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >વેણુગોપાલ રાવ, એ. એસ.
વેણુગોપાલ રાવ, એ. એસ. (જ. 26 નવેમ્બર 1934, શિમોગા, કર્ણાટક) : કન્નડ લેખક અને અનુવાદક. તેમણે કન્નડમાં બી.કોમ. અને એમ.એ.ની પદવી મેળવી હતી. તેમણે અધ્યાપનકાર્ય સાથે લેખનકાર્ય પણ કર્યું. તેઓ કન્નડના પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયા છે. તેમણે અત્યાર સુધીમાં કન્નડમાં 35 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય અને નોંધપાત્ર ગ્રંથોમાં ‘નાટકવન્તે નાટક’(1988,…
વધુ વાંચો >વેણુબાપુ, એમ. કે.
વેણુબાપુ, એમ. કે. (જ. 10 ઑગસ્ટ 1927, ચેન્નાઈ; અ. 1982) : સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે રસ-રુચિ ધરાવનાર ભારતના પ્રખર ખગોળવિદ. તેમના પિતાશ્રી હૈદરાબાદની નિઝામિયા વેધશાળામાં નોકરી કરતા હતા. આથી વેણુબાપુને આ વેધશાળાની મુલાકાતે અવારનવાર જવાનું થતું હતું. ત્યાં ટેલિસ્કોપ અને અન્ય વૈજ્ઞાનિક ઉપકરણો જોવાનો એમને લહાવો મળતો હતો. પરિણામે…
વધુ વાંચો >વેણુ મારુતયી (વેણુગોપાલ કૃષ્ણ)
વેણુ મારુતયી (વેણુગોપાલ કૃષ્ણ) (જ. 7 જાન્યુઆરી 1945, મારુતયી, જિ. કન્નુર, કેરળ) : મલયાળમ અને હિંદીના લેખક અને અનુવાદક. તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી. તેમણે દેવગિરિ કૉલેજ કાલિકટમાં હિંદી વિભાગના પ્રાધ્યાપક અને વડા તરીકે અધ્યાપનકાર્ય કર્યું. તેઓ કાલિકટના બાલગોકુલમ્ના ઉપાધ્યક્ષ; ભારતીય અનુવાદ પરિષદ, નવી દિલ્હીના આજીવન સભ્ય રહ્યા. તેમણે મલયાળમ…
વધુ વાંચો >વેતન
વેતન : શ્રમિકની ઉત્પાદકીય સેવાઓના બદલામાં શ્રમિકને વળતર તરીકે જે ચૂકવાય છે તે. આવી સેવાઓ શારીરિક કે માનસિક કે બંને પ્રકારની હોઈ શકે છે. શ્રમના અર્થઘટનમાં બધા પ્રકારના શ્રમનો સમાવેશ થાય છે. કાર્યકુશળતા ધરાવતો, ન ધરાવતો; શિક્ષિત, અશિક્ષિત; તાલીમ પામેલો, તાલીમ નહિ પામેલો; સ્વતંત્રપણે શ્રમકાર્ય કરનાર કારીગરનો શ્રમ; શિક્ષક, વકીલ,…
વધુ વાંચો >વેક ટાપુ (Wake Island)
વેક ટાપુ (Wake Island) : પશ્ચિમ મધ્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો યુ.એસ. વહીવટ હેઠળનો ટાપુ. તે હોનોલુલુથી પશ્ચિમે 3,700 કિમી. અંતરે અને ટોકિયોથી 3,195 કિમી. અંતરે આવેલો છે. ભૌગોલિક સ્થાન : 19° 17° ઉ. અ. અને 166° 36´ પૂ. રે.. પૅસિફિક મહાસાગરનું લાંબું અંતર પસાર કરતાં વહાણો તેમજ હવાઈ જહાજો માટે…
વધુ વાંચો >વેકર પ્રવિધિ (Wacker process)
વેકર પ્રવિધિ (Wacker process) : ઇથિનનું (ઇથિલીનનું) ઉદ્દીપકની હાજરીમાં હવા કે 99 % ઑક્સિજન વડે ઉપચયન કરી ઇથેનાલ(એસિટાલ્ડિહાઇડ)ના ઉત્પાદનની ઔદ્યોગિક પ્રવિધિ. આ પ્રવિધિ જે. સ્મિટ અને સહકાર્યકરોએ 1959માં વેકર કેમી ખાતે વિકસાવેલી. ઍલેક્ઝાંડર વૉન વેકર(1846-1922)ના નામ ઉપરથી તેનું નામ વેકર પ્રવિધિ રાખવામાં આવેલું. તેમાં ઇથિન (ઇથિલીન) અને હવાના (અથવા 99…
વધુ વાંચો >વૅક્યૂમ ક્લીનર
વૅક્યૂમ ક્લીનર : ઘરમાં કે ઑફિસમાં કચરો સાફ કરવા માટે વપરાતું એક ઇલેક્ટ્રિક સાધન. સાવરણી વડે કચરો સાફ કરવાથી મોટાભાગનો કચરો સાફ થાય છે, પરંતુ સૂક્ષ્મ રજકણો વગેરે સાફ થતા નથી. ઘણા રજકણો ઓરડાના ફર્નિચર, ટી.વી. પડદા વગેરે પર એકઠા થાય છે. કાર્પેટ, પડદા, સોફાકવર વગેરે પરથી રજ પાણી-પોતું ફેરવીને…
વધુ વાંચો >વૅક્સમૅન, સેલ્મન અબ્રાહમ (Waksman Saleman Abraham)
વૅક્સમૅન, સેલ્મન અબ્રાહમ (Waksman Saleman Abraham) (જ. 22 જુલાઈ 1888, પ્રિલુકા, રશિયા; અ. 16 ઑગસ્ટ 1973, વુડ્ઝ હોલ, ફલમાઉથ, મૅસેચૂસેટ્સ, યુનાઇટેડ સ્ટેટ્સ) : રશિયામાં જન્મેલ અમેરિકન સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી. સન 1952ના દેહધર્મવિદ્યા અને ચિકિત્સાવિદ્યાના નોબેલ પુરસ્કાર વિજેતા. તેઓ જેકૉબ વૅક્સમૅન અને ફ્રેડિયા લન્ડનના પુત્ર હતા અને તેમણે ખાનગી શિક્ષકો દ્વારા પ્રાથમિક શિક્ષણ…
વધુ વાંચો >વેગ (Velocity)
વેગ (Velocity) : નિશ્ચિત દિશામાં બિંદુવત્ પદાર્થના સ્થાનાંતરનો દર. એટલે કે ચોક્કસ દિશામાં ગતિ કરતાં દૃઢ પદાર્થે અવકાશમાં એકમ સમયમાં કાપેલ અંતર. રેખીય વેગને અંતર અને સમયના ગુણોત્તર તરીકે વ્યક્ત કરવામાં આવે છે. આથી તેનો એકમ મીટર/સેકન્ડ થાય છે અને પારિમાણિક સૂત્ર M°L1T1 બને છે. વેગ અને ઝડપ વચ્ચે તફાવત…
વધુ વાંચો >વેગક્ષય પ્રાચલ (deceleration parameter)
વેગક્ષય પ્રાચલ (deceleration parameter) : વિસ્તરણ-ગતિના ઘટાડાનો દર. ગઈ સદીની શરૂઆતમાં સિફર (Sipher) નામના ખગોળવિજ્ઞાનીએ ચાલીસ જેટલાં તારાવિશ્ર્વો(galaxies)ના વર્ણપટની રેખાઓમાં જણાતા ડૉપ્લર (doppler) ચલનના અભ્યાસ પરથી તારવ્યું કે આપણા તારાવિશ્વ આકાશગંગાની નજીકનાં આ તારાવિશ્ર્વોમાંથી મોટાભાગનાં તારાવિશ્ર્વો પૃથ્વીથી દૂર જઈ રહ્યાં છે. ત્યારબાદ હ્યુમસન (Humason) અને હબ્બલ (Hubble) નામના ખગોળવિજ્ઞાનીઓએ વધુ…
વધુ વાંચો >વેગડ, અમૃતલાલ ગોવામલ
વેગડ, અમૃતલાલ ગોવામલ (જ. 3 ઑક્ટોબર 1928, જબલપુર, મધ્યપ્રદેશ; અ.6 જુલાઈ 2018, જબલપુર) : હિંદી તથા ગુજરાતી લેખક. તેઓ માધાપર કચ્છના વતની હતાં. તેમણે કલાભવન, શાંતિનિકેતનમાંથી લલિત કલામાં ડિપ્લોમા (1952) મેળવેલો. 1948થી 1953 દરમિયાન તેઓએ નંદલાલ બોઝ પાસેથી તાલીમ મેળવેલી. તેઓ નંદલાલબોઝ પાસેથી પ્રકૃતિ અને સુંદરતાનું આદર કરવાનું શીખેલા. તેઓ…
વધુ વાંચો >વેગા, લૉપ દ
વેગા, લૉપ દ (જ. 25 નવેમ્બર 1562, મૅડ્રિડ, સ્પેન; અ. 27 ઑગસ્ટ 1635, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ નાટ્યકાર. એમણે કોઈ પણ લેખક કરતાં સૌથી વિશેષ નાટ્યકૃતિઓનું સર્જન કર્યું છે. એકલા લૉપને અઢારસો જેટલાં નાટકો લખવાનું અને ‘ઑટોસ સેક્રામેન્ટેઇલ્સ’ નામે ચારસો ટૂંકાં ધાર્મિક નાટકો લખવાનું બહુમાન પ્રાપ્ત થયું હતું. નાટ્યલેખનનો આ…
વધુ વાંચો >વેગે, નાગેશ્વર રાવ
વેગે, નાગેશ્વર રાવ (જ. 18 જાન્યુઆરી 1932, પેડા અવતપલ્લી, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : ભારતીય અંગ્રેજી અને ઇટાલિયન કવિ. તેમણે 1955માં આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની અને પછી પરમા યુનિવર્સિટી, ઇટાલીમાંથી એમ.ડી.ની પદવીઓ મેળવી અને સ્વિસ મેડિકલ સોસાયટીના ફેલો બન્યા. ત્યારબાદ તેમણે ગેરા પિયાનોમાં ડૉક્ટરનો વ્યવસાય શરૂ કર્યો. હૉસ્પિટલ મેડૉસ્કિયોના ડેપ્યુટી મેડિકલ ડિરેક્ટર…
વધુ વાંચો >વૅગ્નર, જુલિયસ જૌરેગ
વૅગ્નર, જુલિયસ જૌરેગ (જ. 7 માર્ચ 1857, વેલ્સ, ઑસ્ટ્રિયા; અ. 27 સપ્ટેમ્બર 1940, વિયેના) : ઑસ્ટ્રિયન મનોચિકિત્સક તથા ચેતાતંત્ર-વિજ્ઞાની. મૂળ નામ જુલિયન વૅગ્નર રીટ્ટર. તેમણે ઉપદંશ (syphilis) નામના રોગમાં થતી મનોભ્રંશી સ્નાયુઘાતતા (dementia paralytica) નામની આનુષંગિક તકલીફમાં મલેરિયા કરતા સૂક્ષ્મજીવોને શરીરમાં પ્રવેશ આપીને સફળ સારાવાર થઈ શકે છે તેવું દર્શાવ્યું…
વધુ વાંચો >