૧.૨૦

અર્ધચંદ્રાકાર ઢૂવાથી અલંકાર સંપ્રદાય

અર્ધચંદ્રાકાર ઢૂવા

અર્ધચંદ્રાકાર ઢૂવા (barchans) (રેતીના) : તુર્કસ્તાનમાં ‘બાર્કાન્સ’ તરીકે ઓળખાતા રેતીના અર્ધચંદ્રાકાર ઢૂવા. દુનિયામાં જ્યાં જ્યાં રણપ્રદેશો આવેલા છે ત્યાં ક્યારેક એકાકી, છૂટાછવાયા જોવા મળતા એકમો તરીકે અથવા લાંબી હારમાળામાં ગોઠવાયેલા જૂથ સ્વરૂપે અથવા આજુબાજુએ એકમેકથી સંકળાયેલી શ્રેણી સ્વરૂપે રેતીના ઢૂવા મળી આવે છે. દૂરથી નિહાળતાં ઢૂવાનું સ્થળદૃશ્ય અસમાન રચનાવાળું અર્ધચંદ્રાકાર…

વધુ વાંચો >

અર્ધનારીશ્વર

અર્ધનારીશ્વર : હિંદુ ધર્મ અનુસાર અડધું પુરુષનું અને અડધું સ્ત્રીનું એવું શિવનું એક સ્વરૂપ. નર-નારીના સંયુક્ત દેહની કલ્પનામાંથી આ રૂપાંકન આકાર પામ્યું છે. વિશ્વને જન્મ આપનાર સુવર્ણઅંડનાં બે અડધિયાં સ્ત્રી અને પુરુષ છે. વૈદિક સાહિત્યમાં એમને દ્યાવા-પૃથિવી કહ્યાં છે, જે વિરાટ સૃષ્ટિનાં આદિ માતા-પિતા છે. (द्यौः पिता पृथिवी माता). એમને…

વધુ વાંચો >

અર્ધનેમિનાથ પુરાણ

અર્ધનેમિનાથ પુરાણ (બારમી સદી) : નેમિચંદ્રરચિત પ્રાચીન કન્નડ કાવ્ય. બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથના જીવન પર રચાયેલું આ ચમ્પૂશૈલીનું કાવ્ય છે. મૂળ કથામાં કવિએ વસુદેવાચ્યુત તથા કંદર્પની કથા પણ જોડી દીધી છે. આ કાવ્ય અધૂરું જ મળે છે. કંસવધ સુધીની કથા મળે છે. તે પછીનો ભાગ મળતો નથી. એમ મનાય છે,…

વધુ વાંચો >

અર્ધપ્રતિજન

અર્ધપ્રતિજન (hapten) : પ્રતિદ્રવ્ય સાથે જોડાઈને પ્રતિજન–પ્રતિદ્રવ્ય પ્રક્રિયા દર્શાવતા પરંતુ પ્રાણી-શરીરમાં દાખલ કર્યા બાદ પ્રતિદ્રવ્યનું નિર્માણ પ્રેરવાને અસમર્થ હોય તેવા પદાર્થો. 1921માં કાર્લ લેન્ડસ્ટીનર નામના વિજ્ઞાનીએ અર્ધપ્રતિજન શબ્દની રજૂઆત કરી. અર્ધપ્રોટીન, વિવિધ પ્રોટીન રૂપાંતરણો, કાર્બોહાઇડ્રેટ ચરબી. સૌંદર્યપ્રસાધનો તથા વિવિધ ઔષધો અર્ધપ્રતિજન તરીકે કાર્ય કરે છે. અર્ધપ્રતિજનને વાહક અણુ (carrier molecule)…

વધુ વાંચો >

અર્ધમાગધી કોશ

અર્ધમાગધી કોશ (1923-1938) : સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પર્યાયો આપતો અર્ધમાગધી ભાષાનો કોશ. જૈન મુનિ રત્નચંદ્રજીએ રચેલો અને શ્વેતામ્બર સ્થાનકવાસી કૉન્ફરન્સ, ઇન્દોર દ્વારા પાંચ ભાગમાં પ્રકાશિત થયેલો છે. પ્રથમ ચાર ભાગમાં અર્ધમાગધી ભાષામાં રચાયેલાં 11 અંગો, 12 ઉપાંગો, 6 છેદસૂત્રો, 4 મૂળસૂત્રો અને 7 પ્રકીર્ણકો એટલા આગમગ્રંથો ઉપરાંત કર્મગ્રંથો,…

વધુ વાંચો >

અર્ધરૂપતા

અર્ધરૂપતા (hemihedrism or hemimorphism) : પૂર્ણરૂપતાવાળા સ્ફટિકોમાં હોઈ શકે તેનાથી ફલકોની અડધી સંખ્યા ધરાવતા સ્ફટિકોની વિશિષ્ટતા. ખનિજ-સ્ફટિકો સામાન્ય રીતે વિવિધ પ્રકારના સ્વરૂપસમૂહોથી બંધાયેલા હોય છે. સ્ફટિકસ્વરૂપોની આ ઘટનામાં ત્રણ પ્રકારો જોવા મળે છે : પૂર્ણરૂપતા, અર્ધરૂપતા અને ચતુર્થાંશરૂપતા. સામાન્યત: સ્ફટિક-સમમિતિના સંદર્ભમાં જોતાં સ્ફટિક-અક્ષ કે સમતા-અક્ષને બંને છેડે એકસરખાં પૂર્ણ સ્વરૂપો…

વધુ વાંચો >

અર્ધલશ્કરી દળો

અર્ધલશ્કરી દળો : દેશની આંતરિક શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરતાં સશસ્ત્ર દળો. દેશના સંરક્ષણની જવાબદારી ઉઠાવતા લશ્કર (જેમાં પાયદળ, હવાઈ દળ તથા નૌકાદળનો સમાવેશ થાય છે) ઉપરાંત અર્ધલશ્કરી દળો પણ દેશમાં અગત્યનું સ્થાન ધરાવે છે અને વિવિધ પ્રકારની ફરજો અદા કરે છે. સરકારને તેની જરૂરિયાત જણાતાં ભારતમાં આવાં દળોની…

વધુ વાંચો >

અર્ધવાહક પ્રયુક્તિઓ

અર્ધવાહક પ્રયુક્તિઓ (Semiconductor devices) અર્ધવાહક દ્રવ્યોમાંથી બનાવેલ ઇલેક્ટ્રૉનિક પરિપથ(circuit)ના ઘટકો. વિવિધ પ્રકારનાં અર્ધવાહક દ્રવ્યો તથા વિવિધ પ્રક્રિયાઓ (processes) દ્વારા અનેક પ્રકારની અર્ધવાહક પ્રયુક્તિઓ શક્ય છે. સામાન્ય વપરાશમાં પ્રચલિત પ્રયુક્તિઓનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે : ડાયોડ, 2. ટ્રાન્ઝિસ્ટર, 3. થાઇરિસ્ટર, 4. પ્રકાશવિદ્યુત (photoelectric) અથવા ઑપ્ટોઇલેક્ટ્રૉનિક પ્રયુક્તિઓ. ડાયોડ : અર્ધવાહક ડાયોડ બનાવવામાં…

વધુ વાંચો >

અર્ધવાહકો

અર્ધવાહકો (Semi-conductors) સુવાહકો (good conductors) અને અવાહકો (bad conductors or insulators) વચ્ચેની વાહકતા ધરાવનાર પદાર્થો. વૈદ્યુત (electrical) ગુણધર્મોમાં વિદ્યુત-વાહકતા ઘણી અગત્યની છે. મોટાભાગની ધાતુઓ સુવાહક હોય છે. તેમની વીજ-પ્રતિરોધકતા (resistivity) 10-6 ઓહ્મ-સેમી.થી ઓછી હોય છે. વિદ્યુત-ઉપકરણો(appliances)માં વપરાતા તાંબાની પ્રતિરોધકતા 1.7 × 10-6 ઓહ્મ-સેમી. છે. આથી વિરુદ્ધ જે પદાર્થોની પ્રતિરોધકતા 105…

વધુ વાંચો >

અર્ધશતાબ્દિર ઓડિસા રે મોર સ્થાન

અર્ધશતાબ્દિર ઓડિસા રે મોર સ્થાન (1958) : પ્રસિદ્ધ ઊડિયા લેખક ગોદાવરીશ મિશ્રની આત્મકથા. તેમાં એમણે ઓરિસાના રાજકીય અને સામાજિક, સાંસ્કૃતિક પરિવેશને મધ્યમાં રાખીને પોતાના જીવનઘડતરનું નિરૂપણ કર્યું છે. પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘‘શું લખું ? મારા જીવનમાં રોમાંચકારી ઘટનાઓ જ નથી. મારું લખાણ વિશાળ પ્રમાણમાં ન હોવા છતાં, એ અતિઅલ્પ પણ…

વધુ વાંચો >

અર્ધસત્ય

Jan 20, 1989

અર્ધસત્ય (1983) : શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનું પારિતોષિક મેળવનાર ચલચિત્ર. કથાલેખક : વિજય તેંડુલકર. દિગ્દર્શન : ગોવિંદ નિહાલાની. અભિનય : ઓમ પુરી, સ્મિતા પાટિલ, નસિરુદ્દીન શાહ, સદાશિવ અમરાપુરકર. નિર્માતા : નિયો ફિલ્મ્સ. શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ ઉપરાંત ઓમ પુરીને શ્રેષ્ઠ અભિનેતાનું પારિતોષિક પણ મળ્યું હતું. કથાવસ્તુ પોલીસખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર પર આધારિત છે.…

વધુ વાંચો >

અર્ધસ્ફટિકમય કણરચના

Jan 20, 1989

અર્ધસ્ફટિકમય કણરચના (hemicrystalline texture) : કેટલાક અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી વિશિષ્ટ પ્રકારની કણરચના. તેને મેરોક્રિસ્ટલાઇન, હાઇપોક્રિસ્ટલાઇન, હાયલોક્રિસ્ટલાઇન કે હાઇપોહાયલાઇન પણ કહે છે. મૅગ્મા કે લાવાના ઠંડા પડવાનો દર અને ઘટ્ટતા જેવાં પરિબળો સ્ફટિકમયતાનો નિર્ણય કરવામાં સહાયભૂત થઈ પડતાં હોય છે, અર્થાત્ અગ્નિકૃત ખડકમાંનાં સ્ફટિકમય ખનિજો અને અસ્ફટિકમય ખનિજદ્રવ્ય વચ્ચે અસ્તિત્વ…

વધુ વાંચો >

અર્ધીકરણ (અર્ધસૂત્રણ અર્ધસૂત્રી વિભાજન)

Jan 20, 1989

અર્ધીકરણ (અર્ધસૂત્રણ, અર્ધસૂત્રી વિભાજન (meiosis) કોષવિભાજનનો એક પ્રકાર. આ પ્રકારના વિભાજનથી માતૃકોષ કરતાં નવજાત કોષમાં રંગસૂત્રોની સંખ્યા અર્ધી થાય છે. તે પ્રાણીઓમાં જન્યુકોષોના નિર્માણ સમયે થાય છે. તેને જન્યુક અર્ધીકરણ (gametic meiosis) કહે છે. શુક્રકોષજનન (spermatogenesis) દરમિયાન પ્રાથમિક-પૂર્વશુક્રકોષ(primary spermatocyte)નું અને અંડકોષજનન દરમિયાન પ્રાથમિક પૂર્વ અંડકોષ(primary oocyte)નું અર્ધીકરણ થાય છે. લીલ…

વધુ વાંચો >

અર્ન્સ્ટ મૅક્સ

Jan 20, 1989

અર્ન્સ્ટ, મૅક્સ (જ. 2 એપ્રિલ 1891; અ. 1 એપ્રિલ 1976, પેરિસ, ફ્રાન્સ) : દાદા ચિત્રશૈલીના જર્મન ચિત્રકાર. પ્રથમ વિશ્વયુદ્ધમાં તેમણે સૈનિક તરીકે જર્મન લશ્કરમાં સેવા આપી હતી. યુદ્ધના અંતે તેઓ ઝ્યૂરિખ નગરની દાદા ચળવળ સાથે નિકટના સંપર્કમાં આવ્યા તથા તેમને દ કિરિકૉ અને પોલ ક્લૅનાં ચિત્રો તરફ પણ આકર્ષણ થયું.…

વધુ વાંચો >

અર્બન બીજો

Jan 20, 1989

અર્બન બીજો (જ. આશરે 1035, શેમ્પેન–ફ્રાન્સ; અ. 29 જુલાઈ 1099, રોમ) : રોમન કૅથલિક ચર્ચના પોપ. મૂળ નામ ઑડો ઑવ્ શાટીલોન – સુર–માર્ન. 1088થી 1099 સુધી રોમન કૅથલિક ચર્ચના વડાપદે રહ્યા હતા. તેમણે પોપ–ગ્રેગરી સાતમા દ્વારા શરૂ કરાયેલ ચર્ચ સંબંધી સુધારાઓને આગળ વધારેલા અને રાજકીય એકમ તરીકે પોપ અને ચર્ચનું…

વધુ વાંચો >

અર્બિયમ

Jan 20, 1989

અર્બિયમ : આવર્ત કોષ્ટકના IIIb સમૂહનાં વિરલ પાર્થિવ તત્વો(લૅન્થેનાઇડ)માંનું એક સંક્રમણ (transition) ધાતુતત્વ. સંજ્ઞા : Er. 5. આંક : 68, પ.ભાર : 167.26, ગ.બિ. : 15220 સે., ઉ.બિં. 25100 સે., વિ.ઘ. : 9.066 (250 સે.). આ રાસાયણિક તત્વ મુક્ત અવસ્થામાં મળતું નથી. કુદરતમાં મળતું તત્વ Er-162, Er-164, Er-167, Er-168, Er-170…

વધુ વાંચો >

અર્બુદ (tumour)

Jan 20, 1989

અર્બુદ (tumour) : નવા સર્જાતા કોષોની ગાંઠ (tumour). (અ) પરાવિકસન, દુષ્વિકસન; (આ) નવવિકસન તથા સૌમ્ય અર્બુદ અને (ઇ) કૅન્સરની લાક્ષણિકતાઓ આ પ્રક્રિયાને નવવિકસન (neoplasia) કહે છે અને તે સ્ત્રી અને પુરુષ બંનેમાં કોઈ પણ ઉંમરે ગમે તે પેશીમાં થઈ શકે છે. તેના અભ્યાસને અર્બુદવિજ્ઞાન (oncology) કહે છે. અર્બુદ બે પ્રકારનાં…

વધુ વાંચો >

અર્બુદ

Jan 20, 1989

અર્બુદ (આયુર્વેદ) : કૅન્સર તથા અન્ય ગાંઠોનો રોગ. ‘અર્બુદ’ શબ્દના ત્રણ અર્થો છે. આ ત્રણ અર્થોનું સંયુક્ત સ્વરૂપ એટલે અર્બુદ એમ એક રીતે કહી શકાય. એક અર્થ : अर्ब हिंसायाम् यत् उदेति इति अर्बुदम्. જે રોગ મારી નાખવા માટે જ (malignant) થાય તે અર્બુદ. બીજો અર્થ છે અબજ; સો કરોડ.…

વધુ વાંચો >

અર્લ, ગરહાર્ડ

Jan 20, 1989

અર્લ, ગરહાર્ડ (Ertl, Gerhard) (જ. 10 ઑક્ટોબર 1936, સ્ટટગાર્ટ, જર્મની) : જર્મન ભૌતિકવિદ અને 2007ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. અર્લે 1955થી 1957 દરમિયાન ટૅકનિકલ યુનિવર્સિટી ઑવ્ સ્ટટગાર્ટ, 1957–58 દરમિયાન યુનિવર્સિટી ઑવ્ પૅરિસ અને 1958–59 દરમિયાન લુડવિગ મૅક્સિમિલિયન્સ યુનિવર્સિટી ઑવ્ મ્યૂનિક ખાતે ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. 1961માં તેમણે ટૅકનિકલ યુનિવર્સિટી…

વધુ વાંચો >

અર્લાન્ગર જોસેફ

Jan 20, 1989

અર્લાન્ગર, જોસેફ (જ. 5 જાન્યુઆરી 1874, સાનફ્રાન્સિસ્કો; અ. 5 ડિસેમ્બર 1965, સેન્ટ લુઈ, મોન્ટાના) : 1944ના શરીરક્રિયાવિદ્યા તથા આયુર્વિજ્ઞાનના નોબેલ પારિતોષિકના એક વિજેતા. સંશોધનનો વિષય એક જ ચેતાના વિવિધ તંતુઓ જુદાં જુદાં કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે, તે હતો. 1910માં ગૅસર તેમની સાથે સેન્ટ લૂઈ યુનિ.માં જોડાયા. શરીરક્રિયાવિદ્યા(physiology)ના સંશોધનમાં ઇલેક્ટ્રૉનિક…

વધુ વાંચો >