૧.૧૪
અભયારિષ્ટથી અભિસરણ
અભિનય
અભિનય નાટ્યાર્થનો આંગિક, વાચિક આદિ ક્રિયાઓ દ્વારા ભાવને સાક્ષાત્કાર કરાવતો નટનો કલાકસબ. નાટ્યકારે રચેલા પાત્રને નટ પોતાની વાણી, અંગોનાં હલનચલન, મન અને ભાવજગત વડે મૂર્તિમંત કરી નાટકના અર્થને પ્રેક્ષકોમાં સંક્રાંત કરે છે. આ સમગ્ર વ્યાપાર તે અભિનય. નટની કળા અન્ય કળાઓ કરતાં વિશિષ્ટ કળા છે, કેમ કે તેમાં સર્જક અને…
વધુ વાંચો >અભિનયદર્પણ
અભિનયદર્પણ (ઈ. સ.ની પાંચમી સદી પૂર્વે) : અભિનયને લગતો નાટ્યકળાનો ગ્રંથ. તેના રચયિતા નન્દીકેશ્વર મનાય છે. (પરંપરા પ્રમાણે નન્દી શિવનો શિષ્ય કે ગણ હતો.) તેમનો સમય ઐતિહાસિક દૃષ્ટિએ ચોક્કસપણે નક્કી થઈ શકતો નથી. તેઓ ભરતમુનિ પહેલાં થયા હોવાનું મનાય છે. ‘અભિનયદર્પણ’ સંસ્કૃત પદ્યમાં અનુષ્ટુપ છંદમાં રચાયેલો ગ્રંથ છે. આ આખોય…
વધુ વાંચો >અભિનવ કાવ્યશાસ્ત્ર
અભિનવ કાવ્યશાસ્ત્ર (1930) : કાવ્યશાસ્ત્રવિષયક મરાઠી ગ્રંથ. રા. શ્રી. જોગે આ ગ્રંથમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્ર તથા પશ્ચિમના કાવ્યશાસ્ત્રની તુલનાત્મક ચર્ચા કરી છે. આ ઉપરાંત મરાઠી કાવ્યોનાં દૃષ્ટાંતો લઈને કાવ્યશાસ્ત્રની અભિનવ દૃષ્ટિએ પુનર્વ્યાખ્યા કરી છે, તેથી એને અભિનવ કાવ્યશાસ્ત્ર નામ આપ્યું છે. લેખકે પૂર્વ કે પશ્ચિમ કોઈ પણ કાવ્યશાસ્ત્ર પ્રત્યે પક્ષપાત ન…
વધુ વાંચો >અભિનવગુપ્ત
અભિનવગુપ્ત (જ. 950 A.D. શંકારા, કાશ્મીર; અ. 1016, મનગામ, કાશ્મીર) : કાશ્મીરી શૈવદર્શન અને ભારતીય કાવ્યશાસ્ત્રના પ્રસિદ્ધ આચાર્ય. મમ્મટ જેવા આચાર્યો પણ એમનો આદરપૂર્વક આચાર્ય અભિનવગુપ્ત કે અભિનવગુપ્તપાદાચાર્ય તરીકે ઉલ્લેખ કરે છે. એમણે, પોતે જ પોતાના કેટલાક ગ્રંથોમાં ખાસ કરીને ‘તંત્રાલોક’નામના ગ્રંથમાં પોતાનાં જીવન, સમય અને કૃતિઓ વિશે વિગતો આપી…
વધુ વાંચો >અભિનવ દશકુમારચરિતમ્
અભિનવ દશકુમારચરિતમ્ (લગભગ બારમી સદી) : પ્રાચીન તેલુગુ ગદ્યગ્રંથ. રચયિતા ચૌંડરસ. સંસ્કૃતની કવિ દંડીરચિત પ્રસિદ્ધ કૃતિ ‘દશકુમારચરિત’નું આ કન્નડ રૂપ છે અને એ ચમ્પૂ – ગદ્યપદ્યમિશ્ર – શૈલીમાં લખાયું છે. મૂળ કથાનકોને વળગી રહેવા છતાં, કવિએ એમાં સ્થલકાલોચિત પરિવર્તનો કર્યાં છે અને મૂળ કથાઓમાં સારો એવો ઉમેરો પણ કર્યો છે.…
વધુ વાંચો >અભિનવનો રસવિચાર
અભિનવનો રસવિચાર (1969) : સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં કેટલાંક મહત્વનાં પ્રસ્થાનોની મૂલાનુસારી પદ્ધતિએ વિશદ સમજૂતી આપતો નગીનદાસ પારેખનો લેખસંગ્રહ. 1970માં ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. આ સંગ્રહનો સૌથી મહત્ત્વનો લેખ ‘અભિનવનો રસવિચાર’ છે. ભરતના રસસૂત્રની અભિનવગુપ્તે કરેલી સૂક્ષ્મગહન વ્યાખ્યા ભારતીય કાવ્યવિચારનો એક મૌલિક અને અત્યંત મૂલ્યવાન દસ્તાવેજ છે. ઊંડી અભ્યાસશીલતાથી લેખકે એને…
વધુ વાંચો >અભિનંદનનાથ
અભિનંદનનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં ચોથા ક્રમના તીર્થંકર. વિનીતા નગરીના રાજા સંવર અને તેની પત્ની સિધ્યાર્થાના પુત્ર અભિનંદનનાથનો જન્મ મહા સુદ બીજના રોજ થયો હતો. વૈશાખ સુદ આઠમના રોજ તેઓ નિર્વાણ પામ્યા હતા. ઘણા લાંબા કાળ સુધી રાજ્ય કર્યા બાદ 18 વર્ષ સુધી તેમણે છૂપા વેશે વિહાર કર્યા પછી…
વધુ વાંચો >અભિપ્રેરણ
અભિપ્રેરણ (motivation) : કોઈ પણ વ્યક્તિની યા સજીવ પ્રાણીની કોઈક નિર્દિષ્ટ લક્ષ્ય પાછળ મંડી પડવાની તત્પરતા. તે વર્તન માટે આંતરિક પ્રેરકબળ પૂરું પાડતી ઇચ્છા, આશા, ગરજ કે એવો જ કોઈ આવેગ છે. તે વ્યક્તિને કાર્યશીલ થવા અંદરથી પ્રેરણા પૂરી પાડતી પ્રબળ ઇચ્છા છે. તે નિશ્ચિત લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અનુભવાતું માનસિક…
વધુ વાંચો >અભિબિન્દુતા અને અપબિન્દુતા
અભિબિન્દુતા અને અપબિન્દુતા (convergence and divergence) : ગણિત સહિત વિજ્ઞાનની વિવિધ શાખાઓમાં વિશિષ્ટ અર્થમાં વપરાતા શબ્દો. ભૌતિકશાસ્ત્રના પ્રકાશિકી(optics)માં અંતર્ગોળ (concave) આરસી તથા બાહ્યગોળ (convex) લેન્સ પ્રકાશનાં સમાંતર કિરણોને એક બિન્દુ ઉપર કેન્દ્રિત કરે છે. આ ઘટનાને અભિબિન્દુતા કહે છે. આથી વિરુદ્ધ બાહ્યગોળ આરસી અને અંતર્ગોળ લેન્સ સમાંતર કિરણોને એવી રીતે…
વધુ વાંચો >અભયારિષ્ટ
અભયારિષ્ટ : આયુર્વૈદિક ઔષધ. હરડે, કાળી દ્રાક્ષ, વાવડિંગ અને મહુડાનાં ફૂલનો ઉકાળો બનાવી ગાળી તેમાં ગોળ તથા ગોખરુ, નસોતર, ધાણા, ધાવડીનાં ફૂલ, ઇન્દ્રવારુણીનાં મૂળ, ચવક, વરિયાળી, સૂંઠ, દંતીમૂળ અને મોચરસનું ચૂર્ણ મેળવી એક મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી રાખી મૂકવાથી આ ઔષધ તૈયાર થાય છે. 10 થી 20 ગ્રામની…
વધુ વાંચો >અભંગ
અભંગ : મરાઠી કાવ્યપ્રકાર. મૂળ તો અભંગ મરાઠી છંદનું નામ છે. પરંતુ એનો ભક્તિભાવની અભિવ્યક્તિ માટે સતત ઉપયોગ થતો રહ્યો, એટલે એ ભક્તિકાવ્યના એક પ્રકાર તરીકે ઓળખાવા લાગ્યો. લોકગીતોની ‘ઓવી’ નામક કાવ્યરચનાનું એ સંશોધિત અને લક્ષણબદ્ધ સ્વરૂપ છે. બારમી સદીમાં ‘ઓવી’ છંદ પ્રચલિત હતો. તેમાંથી અભંગનું શિષ્ટ રૂપ ઘડાયું. વારકરી…
વધુ વાંચો >અભાવ
અભાવ : વૈશેષિક દર્શન અનુસાર જે નથી તે. ‘વૈશેષિકસૂત્ર’માં દ્રવ્યગુણ વગેરે છ ભાવપદાર્થો સ્વીકારાયા છે. પરંતુ પછીના ‘સપ્તપદાર્થી’ વગેરે ગ્રંથોમાં અભાવને પણ એક સ્વતંત્ર પદાર્થનું સ્થાન આપવામાં આવ્યું. તેમાં ‘જે ભાવથી ભિન્ન તે અભાવ’ એવું અભાવનું લક્ષણ દર્શાવાયું છે. એટલે કે જે ‘નથી’ તે. પરંતુ આ તો વિરોધાભાસ લાગે પણ…
વધુ વાંચો >અભાવવાદ
અભાવવાદ : ધ્વનિ તો પ્રવાદમાત્ર છે એમ માનતો મત. આ અભાવવાદના ત્રણ વિકલ્પો વિચારાયા છે. તદનુસાર, શબ્દ તથા અર્થના ગુણ અને અલંકારો જ શોભાકારક હોવાથી, લોક અને શાસ્ત્રથી ભિન્ન એવા સુંદર શબ્દાર્થના સાહિત્યરૂપ કાવ્યનો બીજો કોઈ શોભાહેતુ નથી, જે કહેવાયો ન હોય, તે થયો એક પ્રકાર. જે કહેવાયો નથી તે…
વધુ વાંચો >અભિકરણ
અભિકરણ (agency) : કરાર આદિ વ્યવસ્થામાં એક પક્ષરૂપ વ્યક્તિના અધિકૃત પ્રતિનિધિ તરીકે થતો બીજી વ્યક્તિ સાથેનો વર્તાવ કે વ્યવહાર. સામાન્ય રીતે બે વ્યક્તિઓ કરાર કરે તો તે વ્યક્તિઓ જાતે જ વ્યવહાર કરે છે. પરંતુ દરેક વ્યક્તિએ પોતાનો બધો જ વ્યવહાર જાતે જ કરવો જોઈએ તે જરૂરી નથી તેમ શક્ય પણ…
વધુ વાંચો >અભિક્રમિત અધ્યયન
અભિક્રમિત અધ્યયન (programmed) : સ્વ-અધ્યયનની વિશિષ્ટ પદ્ધતિ. બી એફ. સ્કીનર નામના હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરની કારક કે સાધિત અભિસંધાન(operant conditioning)ની પદ્ધતિ પર તે રચાયેલી છે. તેમાં શીખવાતા વિષયના ખૂબ જ નાના નાના ભાગ પાડી દઈ દરેક ભાગ પૂરેપૂરી અને સ્પષ્ટ પદ્ધતિથી સમજાવી શીખવવા માટેની ફ્રેમો બનાવવામાં આવે છે. દરેક ફ્રેમને છેડે…
વધુ વાંચો >અભિજ્ઞાનશાકુન્તલ
અભિજ્ઞાનશાકુન્તલ : સંસ્કૃત કાવ્યસાહિત્યમાં સર્વોત્તમ મનાતું મહાકવિ કાલિદાસરચિત નાટક પ્રકારનું સાત અંકોનું રૂપક. આનું કથાવસ્તુ મહાભારતમાં આવતા શકુન્તલોપાખ્યાન ઉપરથી રચાયેલું છે, એમ મનાય છે. આમાં હસ્તિનાપુરના રાજા દુષ્યંત તથા વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી, કણ્વ અથવા કાશ્યપના તપોવનમાં ઊછરેલી શકુન્તલાના પ્રણય અને પરિણયની કથા આવે છે. મૃગયા કરવા નીકળેલા દુષ્યંતનો રથ…
વધુ વાંચો >અભિતટીય (પરાતટીય) પ્રવાલ ખડકો
અભિતટીય (પરાતટીય) પ્રવાલ ખડકો (fringing reefs) : સમુદ્રજળમાં લગભગ કિનારે કિનારે પરવાળાંએ તૈયાર કરેલી ખડકરચનાઓ. કોઈ પણ ખંડ કે ટાપુના સમુદ્રકિનારાના સાતત્યમાં મળી આવતા અનિયમિત અને ખરબચડા આકારોવાળા પરવાળાંના ચૂનેદાર ખડકસમૂહ કે પરવાળાંની રચના અભિતટીય પ્રવાલખડક તરીકે ઓળખાય છે. તેમની બહારની બાજુ સમુદ્રતરફી ઢાળવાળી હોય છે. કેટલીક વખતે આ પ્રકારના…
વધુ વાંચો >અભિધા
અભિધા : ‘આ શબ્દમાંથી આ અર્થનો બોધ થવો જોઈએ’, એવા સંકેત અનુસાર પ્રાપ્ત થયેલ વાચ્ય અર્થનું, બોધન કરતી, શબ્દની શક્તિ. આ વાચ્યાર્થ મુખ્યાર્થ ગણાય છે. યોગ, રૂઢિ, યોગરૂઢિ એ – અભિધાના આ ત્રણ પ્રકાર અનુસાર યૌગિક (‘પાઠક’), રૂઢ (‘મંડપ’), યોગરૂઢ (‘પંકજ’), એ ત્રણ પ્રકારના વાચ્યાર્થ, અનુક્રમે, પ્રાપ્ત થાય છે. ‘રૂઢયૌગિક’…
વધુ વાંચો >અભિધાન-રાજેન્દ્રકોશ
અભિધાન-રાજેન્દ્રકોશ : સૌધર્મતપાગચ્છીય શ્વેતામ્બર જૈન આચાર્ય વિજયરાજેન્દ્રસૂરિએ પંદર વર્ષ (ઈ.સ. 1890-1904)ના પરિશ્રમથી જૈન સૈદ્ધાંતિક પ્રાકૃત શબ્દોનો આ મહાકોશ રચ્યો હતો, અને જૈન શ્વેતાંબર સંઘ, રતલામ દ્વારા ઈ.સ. 1913થી 1934 દરમિયાન તે સાત ભાગમાં પ્રકાશિત થયો હતો. આમાં અકારાદિ વર્ણાનુક્રમથી લગભગ 60,000 પ્રાકૃત શબ્દોનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. પ્રત્યેક શબ્દની…
વધુ વાંચો >
અભિનવભારતી
અભિનવભારતી (દસમી સદી) : આચાર્ય અભિનવગુપ્તપાદે ભરતના નાટ્યશાસ્ત્ર ઉપર લખેલી ટીકા. નૃત્ય અને નાટ્યને લગતી આ વિસ્તૃત ને વિશદ વિદ્વત્તાપૂર્ણ ટીકામાં નાટ્ય તથા કાવ્યાશ્રિત રસવિષયક મહત્વપૂર્ણ સિદ્ધાંતનું પ્રતિપાદન છે. શાન્ત રસને નવમા સ્વતંત્ર રસ તરીકે (અથવા રસોના રસ – મહારસ – તરીકે) સ્થાપિત કરવામાં તેમણે ખાસ પરિશ્રમ ઉઠાવ્યો છે. નાટ્યશાસ્ત્રમાં…
વધુ વાંચો >