૧.૦૪
અચ્ચ મિલઇ અચ્ચર મિલઇથી અજીવજનન
અજિતનાથ
અજિતનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં બીજા ક્રમના તીર્થંકર. ઇક્ષ્વાકુ વંશના વિનીતા નગરીના રાજા જિતશત્રુ અને તેની પત્ની વિજયાના પુત્ર અજિતનાથનો જન્મ મહા સુદ આઠમના રોજ થયો હતો. તેઓ ચૈત્ર સુદ પાંચમના રોજ નિર્વાણ પામ્યા હતા. અજિતનાથે ઘણા લાંબા સમય સુધી રાજ કર્યા બાદ ગૃહત્યાગ કરી 12 વર્ષ છૂપા વેશે…
વધુ વાંચો >અજિતનાથપુરાણ
અજિતનાથપુરાણ : મધ્યકાલીન કન્નડ કાવ્ય. કવિ રત્નની શાંતરસપ્રધાન પ્રશિષ્ટ રચના. એમાં જૈનોના બીજા તીર્થંકર અજિતનાથની કથા ગદ્યપદ્યમિશ્ર એવી ચંપૂશૈલીમાં નિરૂપાઈ છે. એ કથા જોડે દ્વિતીય ચક્રવર્તી મગરની કથા પણ સાંકળેલી છે. આરંભે કાવ્યલેખનની પ્રેરણા આપનાર સાધ્વી અતિમવ્વૈના ગંગા સમાન પવિત્ર ચરિત્રનું વર્ણન કર્યું છે. જૈન કાવ્યોમાં કર્મફળના સિદ્ધાંતને સમજાવવા પાત્રોના…
વધુ વાંચો >અજિતનાથ મંદિર (તારંગા)
અજિતનાથ મંદિર (તારંગા) : મહેસાણા જિલ્લાના તારંગાના ડુંગર પર સોલંકી રાજવી કુમારપાળે બંધાવેલું તીર્થંકર અજિતનાથનું મંદિર. મંદિર બંધાવ્યા અંગેનો મુખ્ય લેખ મળ્યો નથી. એક લેખમાં વસ્તુપાલે અહીં આદિનાથ અને નેમિનાથનાં બિંબ ઈ. સ. 1228માં સ્થાપ્યાની નોંધ છે. આ મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો છે. હાલના મંદિરમાં ગર્ભગૃહ, તેને ફરતો પ્રદક્ષિણાપથ,…
વધુ વાંચો >અજિતપાલસિંગ
અજિતપાલસિંગ (જ. 1 એપ્રિલ 1947, સંસારપુર, પંજાબ) : ભારતના સુપ્રસિદ્ધ હૉકી ખેલાડી. પિતા સંધુસિંગ, માતા ગુરુબચન. સ્નાતક થયા પછી કૉચિંગનો ડિપ્લોમા મેળવ્યો. 1964માં ટોકિયો ઑલિમ્પિકમાં અને 1975માં કુઆલાલંપુરમાં યોજાયેલ વર્લ્ડકપ હૉકી ચૅમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ભારતે હૉકી વિજેતાનું પ્રથમ પદક મેળવેલું. તેનો યશ તેના કૅપ્ટન અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડેપ્યુટી કમાન્ડન્ટ અજિતપાલસિંગને…
વધુ વાંચો >અજિતસિંહ
અજિતસિંહ : જોધપુરના રાઠોડ મહારાજા. મુઘલ બાદશાહ ફર્રુખસિયરના રાજ્યકાળમાં 1715માં તેઓ ગુજરાતના સૂબેદાર નિમાયા હતા. એમણે પોતાના નાયબ તરીકે વિજયરાય ભંડારીને મોકલેલા અને થોડા મહિના બાદ પોતે અમદાવાદમાં રહ્યા હતા. એમનો વહીવટ પ્રજામાં અપ્રિય હતો. એ સૌરાષ્ટ્રમાં ખંડણી વસૂલ લેવા ગયા તે દરમિયાન રૈયતની ફરિયાદ પરથી બાદશાહે અન્ય સૂબેદારની નિમણૂક…
વધુ વાંચો >અજિતસિંહ (2)
અજિતસિંહ (2) (જ. 23 ફેબ્રુઆરી, 1881, ખતકર કલાન, જિ. જલંદર, પંજાબ; અ. 15 ઑગસ્ટ 1947) : ભારતીય ક્રાંતિકાર. પિતા અરજણસિંહ અને માતા જયકૌર. પ્રખ્યાત ક્રાંતિકાર ભગતસિંહના કાકા. તેઓ જાટ શીખ હતા. તેમણે માધ્યમિક શિક્ષણ જલંદરમાં અને ઉચ્ચ શિક્ષણ ડી. એ. વી. કૉલેજ, લાહોરમાં લીધું. બી.એ. પાસ થયા બાદ બરેલીની લૉ…
વધુ વાંચો >અજીવ
અજીવ : જૈન મત અનુસાર જેમાં ચેતના ન હોય તે દ્રવ્ય. અજીવને જડ, અચેતન પણ કહે છે. અજીવના ભેદ : જૈન માન્યતા પ્રમાણે અજીવના પાંચ પ્રકાર છે : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલાસ્તિકાય (કાળ અસ્તિકાય નથી કહેવાતો). કાયનો અર્થ સમૂહ છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અમૂર્ત તથા પુદ્ગલ…
વધુ વાંચો >અજીવજનન
અજીવજનન (abiogenesis) : નિર્જીવ પદાર્થમાંથી સજીવની ઉત્પત્તિ સૂચવતી માન્યતા. જીવની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ તે જીવવિજ્ઞાનનો રહસ્યમય કોયડો છે. વૈજ્ઞાનિક કે આધ્યાત્મિક માર્ગ પર ચૈતન્યના પ્રારંભિક ઊગમનો સીધો પુરાવો ઉપલબ્ધ નથી. એટલે તેને અંગે વિવિધ અટકળો બધી પ્રજાઓએ કરેલી છે. ઍરિસ્ટોટલે નાઇલ નદીના પટમાં ચિયાની જાત, દેડકાં, માછલીઓ…
વધુ વાંચો >અચ્ચ મિલઇ અચ્ચર મિલઇ
અચ્ચ મિલઇ અચ્ચર મિલઇ : 1984નો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનાર તમિળ ફિલ્મ. કથા તથા દિગ્દર્શન : બાલચન્દ્રન. નિર્માતા : કવિથાલય પ્રોડક્શન્સ. મુખ્ય કલાકારો : સરિથા, રાજેશ, દેહલી ગણેશ, પવિત્રા, અહલ્યા, પ્રભાકર. થેનગોજન ફટાકડાની દુકાનમાં મજૂરી કરે છે. એનો બાપ બ્રહ્મનારાયણમ્ આંધળો હોવાથી, એ સ્વાતંત્ર્યસેનાની હોવા છતાં દીકરીની કમાણી પર જ…
વધુ વાંચો >અચ્છન મહારાજ
અચ્છન મહારાજ (જ. 1893, લમુહા, જિ. સુલતાનપુર; અ. 1946, લખનૌ) : સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર. સુપ્રસિદ્ધ કથક નૃત્યકાર બિરજુ મહારાજના પિતા. એમણે કથક નૃત્યની તાલીમ એમના પ્રસિદ્ધ નૃત્યકાર કાકા મહારાજ બિન્દાદીન પાસેથી લીધેલી. બિન્દાદીનને સંતાન ન હોવાથી એમણે ભત્રીજા અચ્છનને પોતાનો નૃત્યકલાનો વારસો આપ્યો. અચ્છન મહારાજે કાકાનો કલાવારસો જાળવી રાખ્યો; એટલું…
વધુ વાંચો >અચ્યુતાનંદ દાસ
અચ્યુતાનંદ દાસ (15મી-16મી શતાબ્દી) : પંચસખામાંના સૌથી નાના, ભવિષ્યદર્શન કરાવતા પ્રસિદ્ધ પુસ્તક ‘માળિકા’ના ઊડિયા લેખક. 1955માં ઉડિસા (આજનું ‘ઓડિસા’ રાજ્ય)માં બહુ મોટાં પૂર આવ્યાં હતાં. ‘માળિકા’માં આ પૂરની આગાહી કરતી પંક્તિઓ છે. સમાજસેવક તરીકે પણ અચ્યુતાનંદ ખ્યાતિ પામ્યા હતા. કૈબર્ત અને ગોપાળ જાતિના લોકોને મંત્ર તથા શાસ્ત્ર શીખવાનો નિષેધ હતો.…
વધુ વાંચો >અછબડા
અછબડા (chicken pox) : બેથી છ વર્ષનાં બાળકોને ઝીણી ફોલ્લીઓ અને ફોલ્લા કરતો વિષાણુજન્ય (viral) ચેપી રોગ. તે જોતજોતામાં વાવડનું રૂપ ધારણ કરે છે. વેલરે 1953માં બતાવેલું કે આ જ રોગના વિષાણુથી હર્પિસ ઝોસ્ટર નામનો વ્યાધિ પણ થાય છે. તેથી તેને અછબડા-ઝોસ્ટર વિષાણુ કહે છે. દર્દીના શ્વસનમાર્ગમાં અને ફોલ્લાની રસીમાં…
વધુ વાંચો >અછાદ્ય
અછાદ્ય : બૌદ્ધ સ્થાપત્યમાં સ્તૂપોનાં બહારનાં આવરણ. જ્યારે જર્જરિત થયેલા સ્તૂપનાં સમારકામ થતાં ત્યારે મૂળ બંધાયેલ ઇમારતને જરા પણ અડક્યા સિવાય તેની બહાર બીજું આવરણ ઊભું કરીને ફરીથી ઇમારત ચણવામાં આવતી. આવી ઊભી કરાયેલી ઇમારત, જે આવરણ તરીકે જ ઉપયોગમાં આવતી, તેને અછાદ્ય કહેવામાં આવતી. સારનાથનો સ્તૂપ આનું એક ઉદાહરણ…
વધુ વાંચો >અછિદ્ર ખડકો
અછિદ્ર ખડકો : છિદ્રાળુ ખડકોથી વિરુદ્ધ સખત ઘટ્ટ અને પાસાદાર ખડકો. મુખ્યત્વે આ ખડકોમાં કે પડ ઉપર, દબાણથી કે ગરમીની પ્રક્રિયાથી કે જ્વાળામુખી, ધરતીકંપ યા અંદરની હિલચાલથી વિકૃતીકરણ થાય છે તેથી ખડકો વધુ સખત અને સંગઠિત થાય છે, ઘનતા વધે છે તો કેટલીક વખત છિદ્રો પુરાઈ જાય છે. આવા ખડકોમાં…
વધુ વાંચો >અછૂત કન્યા
અછૂત કન્યા (1936) : લોકપ્રિય હિન્દી ચલચિત્ર. કથા : હિમાંશુ રૉયની. દિગ્દર્શન : ફ્રેન્ઝ ઑસ્ટિન. મુખ્ય અભિનય : દેવિકારાણી અને અશોકકુમાર. નિર્માતા : બૉમ્બે ટૉકીઝ. હરિજન દુખિયાની પુત્રી કસ્તૂરી અને બ્રાહ્મણ મોહનલાલનો પુત્ર પ્રતાપ એકબીજાના પ્રેમમાં છે. ગામડાંના લોકો એનો વિરોધ કરે છે; એટલું જ નહિ, પણ બંનેના બાપ એકબીજા…
વધુ વાંચો >અજ
અજ : ભારતીય ઇતિહાસમાં અજ નામના અનેક રાજાઓ થઈ ગયા. ઋગ્વેદના સાતમા મંડળમાં વર્ણવેલા દાશરાજ્ઞ યુદ્ધમાં સુદાસના શત્રુનું નામ અજ હતું. અજ નામે એક પાંડવપક્ષીય રાજા પણ હતો. પ્રિયવ્રત વંશના ઋષભદેવના કુળમાં જન્મેલા પરિહર્તા અને સ્તુતિના મોટા પુત્રનું નામ અજ હતું. વિજયકુળમાં થયેલા બલાકાશ્વ રાજાના પુત્રનું નામ અજ હતું. અજ…
વધુ વાંચો >અજગર
અજગર (Python) : એશિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા વગેરે ખંડોના દેશોમાં મળી આવતો સૌથી મોટો બિનઝેરી સર્પ. ઉપસમુદાય પૃષ્ઠવંશી, વર્ગ સરીસૃપ. શ્રેણી : સ્ક્વૅમાય, ઉપશ્રેણી ઓફિડિયા, કુળ બોઇડે, પ્રજાતિ પાયથૉન. અજગર અંગેની સૌપ્રથમ જાણકારી સેબાએ 1734માં આપી. ભારતમાં બે જાતિના અજગર વસે છે : પી. રેટિક્યુલેટસ અને પી. મૉલ્યુરસ. રેટિક્યુલેટસ આશરે 6થી…
વધુ વાંચો >અજન્યુતા (Apogamy)
અજન્યુતા (Apogamy) : વાહકપેશીધારી વનસ્પતિઓના સામાન્ય જીવનચક્રમાં બે અવસ્થાઓ એકાંતરે ગોઠવાયેલી હોય છે : (1) દ્વિગુણિત (diploid) બીજાણુજનક (sporophyte) અને (2) એકગુણિત (haploid) જન્યુજનક (gametophyte). આ બંને અવસ્થાઓ તેમના જીવનચક્રમાં નિયમિતપણે એકાંતરણ કરે છે. આ એકાંતરણ બે મહત્ત્વની ક્રિયાઓ દ્વારા થાય છે : (1) ફલન (fertilization) અને (2) અર્ધીકરણ અથવા અર્ધસૂત્રીભાજન…
વધુ વાંચો >