૧.૦૩

અગ્નિવીણાથી અચેતન મન

અગ્નિવીણા

અગ્નિવીણા (1922) : બંગાળના રવીન્દ્રોત્તર યુગના સુપ્રસિદ્ધ કવિ નઝરૂલ ઇસ્લામ(1899–1976)નો પ્રથમ તથા સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહ. સંગ્રહનાં કાવ્યોનો મુખ્ય સૂર વિદ્રોહનો છે. એ કાવ્યસંગ્રહ પ્રગટ થયો તે સમયે ગાંધીજીનું અસહકારનું તેમજ ખિલાફતનું એમ બંને આંદોલનો પુરવેગમાં ચાલતાં હતાં. એ વાતાવરણમાં આ સંગ્રહનાં ભાવવિભોર સૂરાવલિમાં ગવાતાં ગીતો બંગાળમાં ખૂબ જ લોકપ્રિય બનેલાં અને…

વધુ વાંચો >

અગ્નિવેશ

અગ્નિવેશ (ઈ. સ. પૂ. 1000થી 1500 આશરે) : આત્રેય ઋષિના શિષ્યોમાં અત્યંત બુદ્ધિમાન શિષ્ય તરીકે પ્રસિદ્ધ. તેને પ્રતાપે ગુરુશિષ્યના પ્રશ્ર્નોત્તર રૂપે ‘ચરકસંહિતા’નું નિર્માણ થયેલું છે. અગ્નિવેશે આત્રેય ઋષિનાં વ્યાખ્યાનોને એકત્ર કરીને ‘અગ્નિવેશતંત્ર’ની રચના કરેલી છે. મૂળ ‘અગ્નિવેશતંત્ર’ સંક્ષિપ્ત અને સૂત્રરૂપમાં હશે, તેનું ચરકે ભાષ્ય સાથે સંસ્કરણ કરેલું છે. ‘ચરકસંહિતા’ પછી…

વધુ વાંચો >

અગ્નિશમન

અગ્નિશમન (Fire Fighting) આગના શમન ઉપરાંત આગનું નિવારણ (prevention) તથા આગની પરખ (detection). શહેરોની ગીચ વસ્તી, ગગનચુંબી ઇમારતો, બાંધકામની કેટલીક સામગ્રીની દહનશીલતા, દહનશીલ પદાર્થોનો વધુ વપરાશ (રાંધણગૅસ, પ્લાસ્ટિક વગેરે), વીજળી વાપરતાં સાધનોનો રોજિંદો વપરાશ વગેરેને લીધે આગ લાગવાની શક્યતા વધી ગઈ છે. તેલના કૂવાઓનું શારકામ, ખનિજતેલનું શુદ્ધીકરણ, પેટ્રોલ જેવા અતિજ્વલનશીલ…

વધુ વાંચો >

અગ્નિષોમૌ

અગ્નિષોમૌ : વૈદિક દેવતાયુગ્મ. તેની પ્રશસ્તિ માટે અર્પિત એક જ ઋગ્વેદ-સૂક્ત(1, 93)માં નિરુદ્ધ જલસમૂહોની મુક્તિ, અભિશપ્ત નદીઓનું શુદ્ધીકરણ, પ્રકાશ-પ્રાપ્તિ, ગ્રહોની આકાશમાં સ્થાપના, પણિ પાસેથી ગાયોની ઉપલબ્ધિ, બૃસય નામના ભયંકર શત્રુનો નાશ જેવાં ‘બહુજનહિતાય’ પરાક્રમો નિરૂપાયાં છે. વૃષણા (‘બળવાન’) તરીકે તેમને સંબોધીને સ્તોતાઓ બલ, શર્મ, વ્રતરક્ષણ, સહાય, સુરક્ષા, સમૃદ્ધિ વગેરે પ્રાર્થે…

વધુ વાંચો >

અગ્નિષ્ટોમ

અગ્નિષ્ટોમ (અગ્નિ + સ્તોમ = સ્તુતિ કે પ્રશંસા) : એક પ્રકારનો શ્રૌતયાગ. એકમાંથી અનેક થવાની ભાવનાથી પ્રજાપતિએ પ્રવર્તાવેલ આ યાગ પાંચ દિવસે પૂરો થાય છે. હોતા, અધ્વર્યુ વગેરે સોળ ઋત્વિજોની સહાયથી વસંત ઋતુમાં આરંભાતા આ યાગમાં આરંભમાં યજમાન પોતાની પત્ની સાથે દીક્ષા લે છે. અહીં સોમ-લતાને ખરીદી તેને યજ્ઞશાળામાં લાવી…

વધુ વાંચો >

અગ્નિસંસ્કાર

અગ્નિસંસ્કાર : જુઓ, અંત્યેષ્ટિ.

વધુ વાંચો >

અગ્નિસાક્ષી

અગ્નિસાક્ષી : પ્રસિદ્ધ મલયાળમ લેખિકા લલિતાંબિકા અન્તર્જનમની સાહિત્ય અકાદમી પુરસ્કૃત (1977) નવલકથા. એ પાત્રપ્રધાન નવલકથા છે. એની નાયિકા દેવકી નામની નાંબુદ્રી બ્રાહ્મણ સ્ત્રી છે, જે સ્વપ્રયત્નથી સમાજસેવિકા તથા રાષ્ટ્રીય કાર્યકર બને છે તો બીજી તરફ યોગિની પણ બને છે. એ રીતે એમાં આધુનિકતા તથા પરંપરા બંનેનો સમન્વય સધાયો છે. એનાં…

વધુ વાંચો >

અગ્નિહોત્ર

અગ્નિહોત્ર : જીવન પર્યંત આચરવાનું અગ્નિવ્રત. ઉપનયન પછી બ્રહ્મચારીનું અગ્નિવ્રત આરંભાય છે. સમાવર્તન પછી વિવાહ સુધીના સમયમાં આ વ્રતનો સ્પષ્ટ નિર્દેશ નથી. અગ્નિહોત્ર વ્રત વિવાહ પછી ગૃહસ્થે આચરવાનું હોય છે. અગ્નિહોત્ર જરામર્થ દીર્ઘસત્ર કહેવાય છે. જરાજીર્ણ ગૃહસ્થને તેમાંથી મુક્તિ મળે કે મરણથી મુક્તિ મળે. અગ્નિહોત્ર સાત પાક્ યજ્ઞોમાંનો એક યજ્ઞ…

વધુ વાંચો >

અગ્રઊંડાણ

અગ્રઊંડાણ (fore-deep) : ગેડવાળા વિશાળ પર્વતીય પટ્ટાના સીમાન્ત ભાગની ધાર પર દ્વીપચાપ(island arc)ની બાહ્યગોળ બાજુએ, સામાન્યત: સમુદ્રીય ઢોળાવ તરફ વિસ્તરેલી ખાઈ. આવાં ખાઈ કે ગર્ત લાંબાં, સાંકડાં, ઊંડાં તથા સળ સ્વરૂપનાં હોઈ શકે છે. ઊર્ધ્વ વાંકમાળા(anticlinorium)ના કે અધોવાંકમાળા(synclinorium)ના લાક્ષણિક, મધ્યવિભાગીય વિસ્તારોને પણ એક રીતે અગ્રઊંડાણ તરીકે લેખી શકાય, કારણ કે…

વધુ વાંચો >

અગ્રકલિકાનો સડો

અગ્રકલિકાનો સડો (ફળનો સડો) : નાળિયેરીમાં ફાયટોફ્થોરા પામીવોરા નામની ફૂગથી થતો રોગ. રોગની શરૂઆતમાં ટોચનું પાન ચીમળાઈ કથ્થઈ રંગનું થઈ સુકાઈ જાય છે અને વૃદ્ધિ અટકી જાય છે. પાન પર્ણદંડથી ભાંગી છૂટું પડી જાય છે. અગ્રકલિકાનો ભાગ કોહવાતાં દુર્ગંધ મારે છે. કેટલીક વખતે ફળ ઉપર પણ આ રોગ લાગતાં ફળની…

વધુ વાંચો >

અચેતન મન

Jan 3, 1989

અચેતન મન : માનવમનના ત્રિવિધ સ્તરમાંનું એક. સમગ્ર માનવજાતના ઇતિહાસના વિવિધ તબક્કે અનેક કવિઓ અને ચિંતકો દ્વારા અચેતન મન અંગે વિચારણા હંમેશાં થતી આવી છે. પરંતુ મનોવિજ્ઞાનના વિજ્ઞાન તરીકેના વિકાસના ઇતિહાસમાં અચેતન મન અંગેના ખ્યાલની સૌપ્રથમ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રજૂઆત કરવાનો યશ મનોવિશ્ર્લેષણવાદના પ્રસ્થાપક ડૉ. સિગમંડ ફ્રૉઇડ(ઈ. સ. 1856–1939)ને ફાળે…

વધુ વાંચો >