૧૯.૨૪

વાઘેલા, રવુભા નારુભાથી વાતભઠ્ઠી (blast furnace)

વાઘેલા, રવુભા નારુભા

વાઘેલા, રવુભા નારુભા (જ. જુલાઈ 1905, બકરાણા, તા. સાણંદ, જિ. અમદાવાદ, ગુજરાત) : અદ્વિતીય અને અદભુત ગણિતજ્ઞ. પૂર્વજો ભાલપ્રદેશના તાલુકદાર હતા. પછી બકરાણા આવીને ખેતી સ્વીકારી. પિતા નારુભા તદ્દન નિરક્ષર છતાં ઈશ્વરભક્ત. માતા જેઠીબા થોડું લખી વાંચી જાણે. રવુભાએ 12 વર્ષની ઉંમરે શાળાપ્રવેશ લીધો અને ચાર ચોપડીના અભ્યાસ બાદ અધવચ…

વધુ વાંચો >

વાઘેલા, શંકરસિંહજી લક્ષ્મણસિંહજી

વાઘેલા, શંકરસિંહજી લક્ષ્મણસિંહજી (જ. 21 જુલાઈ 1940, વાસન, ગાંધીનગર) : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી. તેઓ પ્રતિભાશાળી, પ્રભાવી અને ચુંબકીય વ્યક્તિત્વ ધરાવતા રાજપુરુષ, કુશળ સંગઠક, ત્વરિત નિર્ણયશક્તિ અને લોખંડી મનોબળ ધરાવનારા મુત્સદ્દી હોવાની સાથે સરળ સ્વભાવના રાજકારણી છે. કિસાન પરિવારમાં તેમનો જન્મ થયો. પિતા લક્ષ્મણસિંહજી અને માતા નાથુબાની ગોદમાં ઊછરીને ગ્રામ સંસ્કૃતિની…

વધુ વાંચો >

વાઙ્મયસૂચિ

વાઙ્મયસૂચિ : વિદ્વાનો અને સંશોધકો માટે ધોરી માર્ગ પર પહોંચવાનું અતિ મહત્વનું સાધન. ગ્રંથવર્ણનની કળા કે તેના વિજ્ઞાન તરીકે વાઙ્મયસૂચિએ વીસમી સદીમાં એક મહત્વપૂર્ણ સ્થાન અર્જિત કર્યું છે. ગ્રંથ-ઉત્પાદનક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ પ્રગતિએ, તેમજ અવિકસિત દેશોમાં વિશ્વની વૈજ્ઞાનિક અને યાંત્રિક માહિતી મેળવવા માટે ઊભી થયેલી નવી જરૂરિયાતે વાઙ્મયસૂચિના સર્જનમાં મહત્વપૂર્ણ ફાળો…

વધુ વાંચો >

વાચસ્પતિ

વાચસ્પતિ : આયુર્વેદ-ટીકાકાર. આયુર્વેદ-વિજ્ઞાનના રોગનિદાન માટે સર્વોત્તમ કહેવાય તેવા સંગ્રહગ્રંથ ‘માધવનિદાન’ ગ્રંથ પર જે વ્યક્તિઓએ ટીકાઓ લખી છે તે છે (1) વિજયરક્ષિત તથા તેમના શિષ્ય શ્રીકંઠ દત્ત અને (2) વાચસ્પતિ. વાચસ્પતિ ટીકાકારે ‘માધવનિદાન’ ગ્રંથ ઉપર ‘આતંકદર્પણી’ નામની સુંદર ટીકા લખી છે. આ ટીકા લખતાં પૂર્વે તેમણે વિજયરક્ષિત તથા શ્રીકંઠ દત્તની…

વધુ વાંચો >

વાચસ્પતિ મિશ્ર

વાચસ્પતિ મિશ્ર : ભારતીય દાર્શનિક લેખક. તેઓ મૈથિલ બ્રાહ્મણ અને ઉત્તર પ્રદેશના વતની હતા. તેમના જીવન વિશે એક અનુશ્રુતિ એવી છે કે પોતાને શાંકરભાષ્ય વગેરે પર ટીકાગ્રંથો લખવા હતા એટલે ગૃહસ્થ ધર્મ બજાવવાના બદલે ઘરનાં કામ પત્નીને સોંપી તેઓ સતત ગ્રંથલેખન કરતા રહ્યા. છેલ્લો શાંકરભાષ્ય પરનો ટીકાગ્રંથ પૂરો કર્યો ત્યારે…

વધુ વાંચો >

વાચ્છા, દીનશા એદલજી (સર)

વાચ્છા, દીનશા એદલજી (સર) (જ. 2 ઑગસ્ટ 1844, મુંબઈ; અ. 1936) : મહાન રાષ્ટ્રવાદી, જાહેર સેવક, કૉંગ્રેસના સ્થાપક-સભ્ય અને પ્રમુખ. દીનશાનો જન્મ મધ્યમવર્ગના પારસી પરિવારમાં થયો હતો. એયરટન સ્કૂલમાં અભ્યાસ કરીને તે 1858માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા; અને ત્રણ વર્ષ બાદ, પિતાશ્રીના મુંબઈ અને એડનના વેપારમાં મદદ કરવા અભ્યાસ છોડી દીધો.…

વધુ વાંચો >

વાજદ, સિકંદરઅલી

વાજદ, સિકંદરઅલી (જ. 1914 બિજાપુર; અ. 1983) : ઉર્દૂના કવિ તથા ન્યાયવિદ. પ્રારંભિક શિક્ષણ ઔરંગાબાદમાં. 1935માં ઓસમાનિયા યુનિવર્સિટીમાંથી બી. એ.. 1937માં હૈદરાબાદ સિવિલ સર્વિસ માટે પસંદગી, 1956માં સેશન્સ જજ તરીકે નિમણૂક. 1964માં સ્વૈચ્છિક નિવૃત્તિ અને એ જ વર્ષે અંજુમન તરક્કી ઉર્દૂ(હિંદ)ની મહારાષ્ટ્ર શાખાના પ્રમુખ ચૂંટાયા. 1970માં ‘પદ્મશ્રી’નું સન્માન; 1972માં રાજ્ય…

વધુ વાંચો >

વાજપેય

વાજપેય : જુઓ યજ્ઞ.

વધુ વાંચો >

વાજપેયી, અટલબિહારી

વાજપેયી, અટલબિહારી (જ. 24 ડિસેમ્બર 1924, લશ્કર, ગ્વાલિયર) : ભારતના અગ્રણી રાજપુરુષ, વિચક્ષણ સાંસદ, સાહિત્યપ્રેમી કવિ તથા દેશના પૂર્વ પ્રધાનમંત્રી. પિતા કૃષ્ણવિહારી ગ્વાલિયરમાં શિક્ષક હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગ્વાલિયરમાં લીધા બાદ વિનયન વિદ્યાશાખાની સ્નાતક પદવી ગ્વાલિયરની લક્ષ્મીબાઈ (મૂળ નામ વિક્ટોરિયા) કૉલેજમાંથી અને અનુસ્નાતક પદવી ડી. એ. વી. કૉલેજ, કાનપુરથી…

વધુ વાંચો >

વાજપેયી, અવધ પ્રસાદ

વાજપેયી, અવધ પ્રસાદ (જ. 4 મે 1925, કન્હીપુર, જિ. બારાબંકી, ઉત્તર પ્રદેશ) : હિંદી લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી હિંદી સાથે અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે એમ.એ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. શિક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ લેખનકાર્ય અને સામાજિક સેવામાં તેઓ પરોવાયા છે. તેમણે અત્યાર સુધીમાં 6 ગ્રંથો આપ્યા છે.…

વધુ વાંચો >

વાજપેયી, અશોક

Jan 24, 2005

વાજપેયી, અશોક (જ. 16 જાન્યુઆરી 1941, દુર્ગ, મધ્યપ્રદેશ) : હિંદી કવિ અને વિવેચક. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી અને ભારતીય વહીવટી સેવામાં જોડાયા. પછી મહાત્મા ગાંધી ઇન્ટરનૅશનલ હિંદી યુનિવર્સિટીમાં તેઓ કુલપતિપદે રહ્યા. વળી તેઓ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયમાં સંયુક્ત સચિવ; ભારત ભવન ટ્રસ્ટના અધ્યક્ષ; ઇન્દિરા ગાંધી નૅશનલ…

વધુ વાંચો >

વાજપેયી, કૈલાસ (ડૉ.)

Jan 24, 2005

વાજપેયી, કૈલાસ (ડૉ.) (જ. 11 નવેમ્બર 1935, હમીરપુર, ઉત્તરપ્રદેશ) : હિંદી અને ભારતીય અંગ્રેજીના કવિ. તેઓ એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી દિલ્હી યુનિવર્સિટી(દક્ષિણ કૅમ્પસ)માં રીડર તરીકે નિમાયા. 1972માં ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર, જ્યૉર્જ ટાઉનના નિયામક; 1973-76 દરમિયાન એલ. કૉલેજિયો દ મેક્સિકોમાં ઇન્ડિયન કલ્ચર ઍન્ડ લિટરેચરના મુલાકાતી પ્રાધ્યાપક તથા અમેરિકામાં…

વધુ વાંચો >

વાજસનેયી પ્રાતિશાખ્ય

Jan 24, 2005

વાજસનેયી પ્રાતિશાખ્ય : શુક્લ યજુર્વેદનો ગ્રંથ. પ્રત્યેક વેદની સંહિતાની અનુશ્રવણ પરંપરામાં પાછળથી શિથિલતા આવવાથી મૂળ પાઠ સચવાઈ રહે તેથી વર્ણ-સન્ધિ-સ્વર-માત્રા વગેરેના નિયમો આચાર્યોએ ગ્રન્થસ્થ કરી આપ્યા. પ્રત્યેક શાખાના તેવા આ ગ્રંથો અલગ અલગ હોવાથી પ્રાતિશાખ્ય (પ્રતિશાખા પ્રમાણે) કહેવાયા; ઈ. પૂ. 700થી ઈ. પૂ. 500માં લગભગ આ રચનાઓ થઈ. હાલમાં ઉપલબ્ધ…

વધુ વાંચો >

વાજા વંશ

Jan 24, 2005

વાજા વંશ : મારવાડના રાઠોડ સરદાર અજના બીજા પુત્ર વીંજોજીએ દક્ષિણ સૌરાષ્ટ્રમાં સ્થાપેલ વંશ. એક અનુશ્રુતિ પ્રમાણે દ્વારકામાં અનંતદેવ ચાવડાનો  દીકરો ભીખનસિંહ શાસન કરતો હતો, ત્યારે મારવાડના અજ નામના રાઠોડ સરદારે હેરોલ તથા ચાવડાઓના સંઘર્ષમાં હેરોલ રાજપૂતોને સહાય કરી. તેણે દ્વારકા પ્રદેશમાંથી ચાવડા સત્તાનો અંત આણ્યો. ત્યારબાદ હેરોલોને પણ અંકુશમાં…

વધુ વાંચો >

વાજીકરણ (ચિકિત્સાવિશેષ)

Jan 24, 2005

વાજીકરણ (ચિકિત્સાવિશેષ) : આયુર્વેદ-વિજ્ઞાનનાં આઠ પ્રમુખ અંગોમાં છેલ્લું અંગ. ‘વાજી’ એટલે ઘોડો અને ‘કરણ’ એટલે કરવું તે. જે ઔષધ-ચિકિત્સા દ્વારા પુરુષને સ્ત્રી સાથેના સમાગમ(મૈથુન)માં ઘોડા જેવો બળવાન, તેજીલો કરવામાં આવે તે ચિકિત્સાવિશેષ તે ‘વાજીકરણ’. ‘વાજીકરણ’ સાથે સંકળાયેલા અનેક શબ્દ છે; જેમ કે, ‘વૃષ્ય’, ‘શુક્રબલપ્રદ’, ‘પુંસ્ત્વવર્ધક’, ‘પુંસ્ત્વપ્રદ’, ‘શુક્ર(વીર્ય)સ્તંભક’, ‘શુક્રલ’, ‘કામોત્તેજક’, ‘અપત્ય(સંતાન)કર’…

વધુ વાંચો >

વાઝદા, આન્દ્રે

Jan 24, 2005

વાઝદા, આન્દ્રે (જ. 6 માર્ચ 1926, સુવાલ્કી, પોલૅન્ડ) : ચલચિત્રકળાને સમર્પિત પોલિશ સર્જક અને પટકથાલેખક. પૂર્વ યુરોપના આ પ્રતિનિધિ સર્જકે પોતાના દેશ પોલૅન્ડની સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓને ખૂબ જ વિચારોત્તેજક રીતે પડદા પર અભિવ્યક્ત કરી છે. પોતાની વૈચારિક પ્રતિબદ્ધતાને કારણે વાઝદા માત્ર વિવાદાસ્પદ જ ન રહ્યા, પણ તેમને રાજકીય સતામણીના…

વધુ વાંચો >

વાઝરમાન, યાકૉબ (Wasserman Jecob)

Jan 24, 2005

વાઝરમાન, યાકૉબ (Wasserman Jecob) (જ. 10 માર્ચ 1873, ફર્થ, બવેરિયા; અ. 1 જાન્યુઆરી 1934, આલ્તોઝી, ઑસ્ટ્રિયા) : જર્મન યહૂદી નવલકથાકાર. દૉસ્તૉયેવ્સ્કી અને ટૉમસ માન જેવા સાહિત્યકારોની પંક્તિમાં જેમની ગણના થઈ શકે તેવા સત્વશાળી સાક્ષર. 192030ના ગાળામાં જર્મન સાહિત્યની અનેક કૃતિઓ અનૂદિત થઈને વિશ્વસાહિત્યનો ભાગ બની; તેમાં વાઝરમાનની કૃતિઓ અગ્રસ્થાને રહેલી.…

વધુ વાંચો >

વાટાઘાટ

Jan 24, 2005

વાટાઘાટ : મંત્રણા દ્વારા સંઘર્ષો ઉકેલવાની પ્રમુખ પદ્ધતિ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સંઘર્ષો, વિવાદો અને સમસ્યાઓના નિરાકરણની પ્રક્રિયામાં વાટાઘાટ એક અનિવાર્ય સાધન છે. સાંસ્કૃતિક, ભૌગોલિક, રાજકીય અને ઐતિહાસિક પરિબળોથી પ્રભાવિત આંતરરાષ્ટ્રીય સ્તરની વાટાઘાટ આંતરિક વાટાઘાટ કરતાં વધુ જટિલ અને સંકુલ હોય છે. વાટાઘાટ દ્વિપક્ષીય કે બહુપક્ષીય હોઈ શકે અને તે…

વધુ વાંચો >

વાટાનાબે, કઝાન (Watanabe, Kazan)

Jan 24, 2005

વાટાનાબે, કઝાન (Watanabe, Kazan) [જ. 20 ઑક્ટોબર 1793, એડો (ટોકિયો) જાપાન; અ. 23 નવેમ્બર 1841, ટાહારા, જાપાન] : જાપાનના અગ્રણી ચિત્રકાર. ચિત્રિત વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રગટ કરી શકે તેવાં વ્યક્તિચિત્રો (portraits) સર્જવા માટે તેમને ખ્યાતિ મળેલી. પશ્ચિમી ચિત્રકલાના પરિષ્કૃત પરિપ્રેક્ષ્ય(perspective)નો જાપાનમાં ઉપયોગ કરનાર તેઓ પ્રથમ ચિત્રકાર હતા. આજીવિકા રળવા માટે જ…

વધુ વાંચો >

વાડકર, સુરેશ

Jan 24, 2005

વાડકર, સુરેશ (જ. 7 ઑગસ્ટ 1955, મુંબઈ) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક, ચલચિત્રજગતના પાર્શ્ર્વગાયક તથા કુશળ તબલાંવાદક. માત્ર દસ વર્ષના હતા ત્યારે મુંબઈની જાણીતી શાસ્ત્રીય સંગીતની તાલીમ સંસ્થા આચાર્ય જિયાલાલ વસંત સંગીત નિકેતનમાં હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવા દાખલ થયા અને તરત જ તેમનામાં રહેલી ગાયક તરીકેની જન્મજાત કુશળતાનો…

વધુ વાંચો >