૧૯.૨૪
વાઘેલા, રવુભા નારુભાથી વાતભઠ્ઠી (blast furnace)
વાડકર, હંસા
વાડકર, હંસા (જ. 1923; અ. 23 ઑગસ્ટ 1972, મુંબઈ) : હિંદી અને મરાઠી ચલચિત્રોની અગ્રણી અભિનેત્રી. જે જમાનામાં ભારતીય સ્ત્રીઓ માટે ચલચિત્રોમાં અભિનય કરવાનો વિચાર પણ સમાજને ગમતો ન હતો તે જમાનામાં આ અભિનેત્રીએ મરાઠી અને હિંદી બંને ભાષાઓનાં લગભગ સાઠ જેટલાં ચલચિત્રોમાં અભિનય કરી નામના મેળવી હતી. તેમનું મૂળ…
વધુ વાંચો >વાડિયા, અરદેસર (અરદેશર) ખુરશેદજી
વાડિયા, અરદેસર (અરદેશર) ખુરશેદજી (જ. 6 ઑક્ટોબર 1808, મુંબઈ; અ. 1877, રિચમંડ, ઇંગ્લૅન્ડ) : ભારતના પહેલા આધુનિક ઇજનેર, વહાણો બાંધવામાં માહેર એવા સમુદ્રી ઇજનેરીના નિષ્ણાત તથા છેક 1841માં લંડનની રૉયલ સોસાયટીના સભ્ય (Fellow of the Royal Society FRS) થનાર પહેલા હિંદી અને પહેલા ગુજરાતી. એમના પિતાનું નામ ખુરશેદજી રૂસ્તમજી (1788-1863)…
વધુ વાંચો >વાડિયા, જગદીશ કૌર
વાડિયા, જગદીશ કૌર (જ. 10 જૂન 1944, સિયાલકોટ, હાલ પાકિસ્તાન) : પંજાબી લેખિકા. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.; રાજ્યવહીવટમાં એમ.એ.; એમ.લિટ. અને પંજાબી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી. તેમણે કપૂરથલામાં જિલ્લા ભાષા-અધિકારી તરીકે સેવાઓ આપી હતી. અત્યાર સુધીમાં તેમણે 13 ગ્રંથો આપ્યા છે. ‘સપન સવેર’ (1993); ‘શબ્દૉ…
વધુ વાંચો >વાડિયા, દારાશા નોશેરવાન
વાડિયા, દારાશા નોશેરવાન (જ. 25 ઑક્ટોબર 1883, સૂરત; અ. 15 જૂન 1969) : મૂળ ગુજરાતી પારસી. ભારતના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. ભારતીય પ્રાદેશિક ભૂસ્તરશાસ્ત્રના તેમના માહિતીપ્રદ અભ્યાસ અને રજૂઆત માટે જાણીતા. ઉચ્ચ શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું. 1903માં બી.એસસી. અને 1906માં એમ.એસસી. થયા. 1947માં દિલ્હી યુનિવર્સિટી અને 1967માં અલીગઢ યુનિવર્સિટીએ ડૉક્ટર ઑવ્ સાયન્સની…
વધુ વાંચો >વાડિયા પૂતળીબાઈ/શ્રીમતી પૂતળીબાઈ કાબરાજી
વાડિયા પૂતળીબાઈ/શ્રીમતી પૂતળીબાઈ કાબરાજી (જ. 1 સપ્ટેમ્બર 1864; અ. 19 જુલાઈ 1942) : ગુજરાતની લોકવિદ્યાના સંશોધન-સંપાદનના આરંભના તબક્કાનાં લેખિકા. તેમણે લોકગીત અને લોકકથાના સંપાદનનું કામ કરેલું છે. પિતા ધનજીભાઈ. પૂતળીબાઈએ એમની 17 વર્ષની વયે લેખનનો આરંભ કરીને અંત સુધી ગુજરાતી સાહિત્ય અને લોકસાહિત્યની સેવા કરી હતી. ગુજરાતમાં લોકવિદ્યાકીય સંશોધન-સંપાદનનો આરંભ…
વધુ વાંચો >વાડિયા બ્રધર્સ
વાડિયા બ્રધર્સ : જે. બી. એચ. વાડિયા (જ. 13 સપ્ટેમ્બર 1901, મુંબઈ; અ. 4 જાન્યુઆરી 1986) અને હોમી વાડિયા (જ. 18 મે 1911, સૂરત) : પહેલાં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને પછીથી બ્રિટિશ સરકાર માટે વહાણોનું નિર્માણ કરનારા લવજી વાડિયાના મોટા પુત્ર જમશેદ બોમન હોમીએ અનુસ્નાતક (એમ.એ., એલએલ.બી.) થયા પછી આઇસીએસની…
વધુ વાંચો >વાડિયા, મેહરૂ (Wadia Mehroo)
વાડિયા, મેહરૂ (Wadia Mehroo) (જ. 19 જાન્યુઆરી 1920, સિકન્દરાબાદ, આંધ્રપ્રદેશ) : ભારતીય મહિલા-ચિત્રકાર. દિલ્હી ખાતેની દિલ્હી કૉલેજ ઑવ્ આર્ટમાં અભ્યાસ કરીને 1922માં વાડિયાએ ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ પછી લંડન જઈ ‘લંડન કૉલેજ ઑવ્ આર્ટ’માંથી અભ્યાસ કરી ફરીથી ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ પછીની લંડન ખાતેની રીજેન્ટ સ્ટ્રીટ પૉલિટૅકનિક ઍન્ડ સેન્ટ્રલ સ્કૂલ…
વધુ વાંચો >વાડી પાર્શ્ર્વનાથ મંદિર
વાડી પાર્શ્ર્વનાથ મંદિર : ખરતરગચ્છના ઓસવાળ જ્ઞાતિના ભીમ મંત્રીના વંશજ કુંવરજી શાહે ઈ. સ. 1596(સંવત 1652)માં પાટણમાં ઝવેરીવાડામાં બંધાવેલ મંદિર. તેને લગતો શિલાલેખ મંદિરના મુખ્ય મંડપની દીવાલમાં લગાવેલો છે. મૂળમંદિર હાલ મોજૂદ રહ્યું નથી; પરંતુ તેના સ્થાને નવું મંદિર બાંધવામાં આવ્યું છે. પાટણ નજીકના વાડીપુર ગામમાં અમીઝરા પાર્શ્ર્વનાથથી ઓળખાતી પ્રતિમા…
વધુ વાંચો >વાડેકર, અજિત
વાડેકર, અજિત (જ. 1 એપ્રિલ 1941, મુંબઈ) : 1971માં કૅરિબિયન પ્રવાસમાં અને ત્યારબાદ એ જ વર્ષે ઇંગ્લૅન્ડ પ્રવાસમાં ભારતને બેવડા ટેસ્ટશ્રેણી વિજયોની ભેટ ધરનાર ભારતીય ક્રિકેટ ટીમના તત્કાલીન કપ્તાન. આખું નામ : અજિત લક્ષ્મણ વાડેકર. 1.83 મીટર (6 ફૂટ) ઊંચા અજિત વાડેકર બૅટિંગની વિશિષ્ટ શૈલી ધરાવનાર ડાબોડી બૅટ્સમૅન હતા. પ્રસંગોપાત્ત,…
વધુ વાંચો >વાડેકર, દેવીદાસ દત્તાત્રય
વાડેકર, દેવીદાસ દત્તાત્રય (જ. 25 મે 1902, કરોલી-સિદ્ધેશ્વર, જિ. સતારા, મહારાષ્ટ્ર; અ.?) : મરાઠી લેખક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1926માં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી પછી તેઓ મુંબઈ અને પુણે યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયા. તેમણે અત્યાર સુધીમાં મરાઠીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘આધુનિક માનસશાસ્ત્ર – ઇતિહાસ વ…
વધુ વાંચો >વાઘેલા, રવુભા નારુભા
વાઘેલા, રવુભા નારુભા (જ. જુલાઈ 1905, બકરાણા, તા. સાણંદ, જિ. અમદાવાદ, ગુજરાત) : અદ્વિતીય અને અદભુત ગણિતજ્ઞ. પૂર્વજો ભાલપ્રદેશના તાલુકદાર હતા. પછી બકરાણા આવીને ખેતી સ્વીકારી. પિતા નારુભા તદ્દન નિરક્ષર છતાં ઈશ્વરભક્ત. માતા જેઠીબા થોડું લખી વાંચી જાણે. રવુભાએ 12 વર્ષની ઉંમરે શાળાપ્રવેશ લીધો અને ચાર ચોપડીના અભ્યાસ બાદ અધવચ…
વધુ વાંચો >વાઘેલા, શંકરસિંહજી લક્ષ્મણસિંહજી
વાઘેલા, શંકરસિંહજી લક્ષ્મણસિંહજી (જ. 21 જુલાઈ 1940, વાસન, ગાંધીનગર) : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી. તેઓ પ્રતિભાશાળી, પ્રભાવી અને ચુંબકીય વ્યક્તિત્વ ધરાવતા રાજપુરુષ, કુશળ સંગઠક, ત્વરિત નિર્ણયશક્તિ અને લોખંડી મનોબળ ધરાવનારા મુત્સદ્દી હોવાની સાથે સરળ સ્વભાવના રાજકારણી છે. કિસાન પરિવારમાં તેમનો જન્મ થયો. પિતા લક્ષ્મણસિંહજી અને માતા નાથુબાની ગોદમાં ઊછરીને ગ્રામ સંસ્કૃતિની…
વધુ વાંચો >વાઙ્મયસૂચિ
વાઙ્મયસૂચિ : વિદ્વાનો અને સંશોધકો માટે ધોરી માર્ગ પર પહોંચવાનું અતિ મહત્વનું સાધન. ગ્રંથવર્ણનની કળા કે તેના વિજ્ઞાન તરીકે વાઙ્મયસૂચિએ વીસમી સદીમાં એક મહત્વપૂર્ણ સ્થાન અર્જિત કર્યું છે. ગ્રંથ-ઉત્પાદનક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ પ્રગતિએ, તેમજ અવિકસિત દેશોમાં વિશ્વની વૈજ્ઞાનિક અને યાંત્રિક માહિતી મેળવવા માટે ઊભી થયેલી નવી જરૂરિયાતે વાઙ્મયસૂચિના સર્જનમાં મહત્વપૂર્ણ ફાળો…
વધુ વાંચો >વાચસ્પતિ
વાચસ્પતિ : આયુર્વેદ-ટીકાકાર. આયુર્વેદ-વિજ્ઞાનના રોગનિદાન માટે સર્વોત્તમ કહેવાય તેવા સંગ્રહગ્રંથ ‘માધવનિદાન’ ગ્રંથ પર જે વ્યક્તિઓએ ટીકાઓ લખી છે તે છે (1) વિજયરક્ષિત તથા તેમના શિષ્ય શ્રીકંઠ દત્ત અને (2) વાચસ્પતિ. વાચસ્પતિ ટીકાકારે ‘માધવનિદાન’ ગ્રંથ ઉપર ‘આતંકદર્પણી’ નામની સુંદર ટીકા લખી છે. આ ટીકા લખતાં પૂર્વે તેમણે વિજયરક્ષિત તથા શ્રીકંઠ દત્તની…
વધુ વાંચો >વાચસ્પતિ મિશ્ર
વાચસ્પતિ મિશ્ર : ભારતીય દાર્શનિક લેખક. તેઓ મૈથિલ બ્રાહ્મણ અને ઉત્તર પ્રદેશના વતની હતા. તેમના જીવન વિશે એક અનુશ્રુતિ એવી છે કે પોતાને શાંકરભાષ્ય વગેરે પર ટીકાગ્રંથો લખવા હતા એટલે ગૃહસ્થ ધર્મ બજાવવાના બદલે ઘરનાં કામ પત્નીને સોંપી તેઓ સતત ગ્રંથલેખન કરતા રહ્યા. છેલ્લો શાંકરભાષ્ય પરનો ટીકાગ્રંથ પૂરો કર્યો ત્યારે…
વધુ વાંચો >વાચ્છા, દીનશા એદલજી (સર)
વાચ્છા, દીનશા એદલજી (સર) (જ. 2 ઑગસ્ટ 1844, મુંબઈ; અ. 1936) : મહાન રાષ્ટ્રવાદી, જાહેર સેવક, કૉંગ્રેસના સ્થાપક-સભ્ય અને પ્રમુખ. દીનશાનો જન્મ મધ્યમવર્ગના પારસી પરિવારમાં થયો હતો. એયરટન સ્કૂલમાં અભ્યાસ કરીને તે 1858માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા; અને ત્રણ વર્ષ બાદ, પિતાશ્રીના મુંબઈ અને એડનના વેપારમાં મદદ કરવા અભ્યાસ છોડી દીધો.…
વધુ વાંચો >વાજદ, સિકંદરઅલી
વાજદ, સિકંદરઅલી (જ. 1914 બિજાપુર; અ. 1983) : ઉર્દૂના કવિ તથા ન્યાયવિદ. પ્રારંભિક શિક્ષણ ઔરંગાબાદમાં. 1935માં ઓસમાનિયા યુનિવર્સિટીમાંથી બી. એ.. 1937માં હૈદરાબાદ સિવિલ સર્વિસ માટે પસંદગી, 1956માં સેશન્સ જજ તરીકે નિમણૂક. 1964માં સ્વૈચ્છિક નિવૃત્તિ અને એ જ વર્ષે અંજુમન તરક્કી ઉર્દૂ(હિંદ)ની મહારાષ્ટ્ર શાખાના પ્રમુખ ચૂંટાયા. 1970માં ‘પદ્મશ્રી’નું સન્માન; 1972માં રાજ્ય…
વધુ વાંચો >વાજપેય
વાજપેય : જુઓ યજ્ઞ.
વધુ વાંચો >વાજપેયી, અટલબિહારી
વાજપેયી, અટલબિહારી (જ. 24 ડિસેમ્બર 1924, લશ્કર, ગ્વાલિયર) : ભારતના અગ્રણી રાજપુરુષ, વિચક્ષણ સાંસદ, સાહિત્યપ્રેમી કવિ તથા દેશના પૂર્વ પ્રધાનમંત્રી. પિતા કૃષ્ણવિહારી ગ્વાલિયરમાં શિક્ષક હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગ્વાલિયરમાં લીધા બાદ વિનયન વિદ્યાશાખાની સ્નાતક પદવી ગ્વાલિયરની લક્ષ્મીબાઈ (મૂળ નામ વિક્ટોરિયા) કૉલેજમાંથી અને અનુસ્નાતક પદવી ડી. એ. વી. કૉલેજ, કાનપુરથી…
વધુ વાંચો >વાજપેયી, અવધ પ્રસાદ
વાજપેયી, અવધ પ્રસાદ (જ. 4 મે 1925, કન્હીપુર, જિ. બારાબંકી, ઉત્તર પ્રદેશ) : હિંદી લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી હિંદી સાથે અને બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી સંસ્કૃત સાથે એમ.એ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. શિક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ લેખનકાર્ય અને સામાજિક સેવામાં તેઓ પરોવાયા છે. તેમણે અત્યાર સુધીમાં 6 ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >