૧૯.૧૩

વન ફ્લૂ ઓવર ધ કકૂઝ નેસ્ટથી વનસ્પતિમાં પ્રજનન

વન ફ્લૂ ઓવર ધ કકૂઝ નેસ્ટ

વન ફ્લૂ ઓવર ધ કકૂઝ નેસ્ટ : લોકપ્રિય બનેલું અંગ્રેજી ચલચિત્ર. રંગીન. નિર્માણવર્ષ : 1975. નિર્માતા : સોલ ઝેન્ટ્ઝ, માઇકલ ડગલાસ. દિગ્દર્શક : મિલોસ ફૉરમૅન. પટકથા : લૉરેન્સ હોબેન, બો ગોલ્ડમેન. કથા : કેન કેસીની નવલકથા અને ડેલ વૉશરમૅનના નાટક પર આધારિત. છબિકલા : હૉસ્કેલ વૅક્સલર, વિલિયમ એ. ફ્રેકર, બિલ…

વધુ વાંચો >

વનમાલા

વનમાલા (જ. 23 મે 1915, ઉજ્જૈન, મધ્યપ્રદેશ) : મરાઠી અને હિંદી ચલચિત્ર જગતની વિખ્યાત અભિનેત્રી (1940-54). મૂળ નામ સુશીલાદેવી. પિતા રાવ બહાદુર કર્નલ બાપુરાવ આનંદરાવ પવાર તત્કાલીન માળવા પ્રાંતના કલેક્ટર તથા શિવપુરી વહીવટી વિભાગના કમિશનર હતા. ત્યાંથી નિવૃત્ત થયા પછી તેઓ થોડાક સમય માટે ગ્વાલિયર રિયાસતના ગૃહપ્રધાન પણ હતા. તેઓ…

વધુ વાંચો >

વનરક્ષણ

વનરક્ષણ : જુઓ વનવિદ્યા.

વધુ વાંચો >

વનરાજ

વનરાજ (શાસનકાળ ઈ. સ. 720-780) : અણહિલપુરના ચાવડા વંશનો સ્થાપક. તેનાં કુળ, જન્મ અને બાળપણ વિશે જુદી જુદી દંતકથાઓ પ્રવર્તે છે. એ જ રીતે તેના રાજ્યારોહણના વર્ષ, માસ, તિથિ વિશે પણ દંતકથાઓનો જ આધાર લેવો પડે છે. તેમાં વિગતભેદ પણ જોવા મળે છે. વનરાજનો ઇતિહાસ જાણવા માટે ત્રણ સાધનો અગત્યનાં…

વધુ વાંચો >

વનવિદ્યા (Forestry)

વનવિદ્યા (Forestry) વનવાવેતર, વનસંરક્ષણ, વનવિકાસ અને વનપ્રબંધ અંગેનું પ્રયુક્ત વિજ્ઞાન. વન સૌથી વિશાળ, જટિલ અને સૌથી મહામૂલી નૈસર્ગિક સંપત્તિ ધરાવતો પ્રદેશ છે. તે મુખ્યત્વે વૃક્ષ-જાતિઓ દ્વારા આચ્છાદિત હોય છે. વિશ્વના વિવિધ ભાગોમાં વનોનાં કદ અને જૈવ વિભિન્નતાઓ (biodiversities) જુદાં જુદાં હોય છે. પૃથ્વીના કુલ ભૂમિવિસ્તારના 2 જેટલા ભાગમાં વન પથરાયેલાં…

વધુ વાંચો >

વનસંવર્ધન

વનસંવર્ધન : જુઓ વનવિદ્યા.

વધુ વાંચો >

વનસ્થલી (વંથલી)

વનસ્થલી (વંથલી) : જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી પશ્ચિમે 12 કિમી. ઉપર ઉબેણ નદીના પૂર્વ કિનારે આવેલું નગર. તે ‘સ્કંદપુરાણ’માં ‘વામન નગર’ તરીકે નોંધાયેલું છે. ત્યાં નોંધાયેલી અનુશ્રુતિ મુજબ વામન ભગવાન બલિને બાંધી, નગર સ્થાપી રૈવતક ગિરિ ઉપર આવીને રહ્યા હતા. આ ગામમાં કેટલાક પ્રાચીન અવશેષો જળવાઈ રહ્યા છે. ત્યાં વામન ભગવાનનું…

વધુ વાંચો >

વનસ્પતિ-અનુક્રમણ

વનસ્પતિ-અનુક્રમણ : જુઓ અનુક્રમણ.

વધુ વાંચો >

વનસ્પતિ-અંગો

વનસ્પતિ-અંગો : વનસ્પતિઓમાં વિવિધ પેશીઓના સંગઠનથી બનતી રચનાઓ. આ અંગો નિશ્ચિત કાર્ય સાથે સંકળાયેલાં હોય છે. પેશીઓ અને અંગોનું વિભેદન ઉચ્ચકક્ષાની વનસ્પતિઓમાં જ જોવા મળે છે. વનસ્પતિ-અંગોમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજનો સમાવેશ થાય છે. મૂળ, પ્રકાંડ અને પર્ણો વાનસ્પતિક (vegetative) અંગો છે. આ અંગો પ્રજનન સિવાયની વિવિધ…

વધુ વાંચો >

વનસ્પતિ-ઉદ્યાન

વનસ્પતિ-ઉદ્યાન : જુઓ ઉદ્યાનવિદ્યા.

વધુ વાંચો >

વનસ્પતિજન્ય ઔષધો

Jan 13, 2005

વનસ્પતિજન્ય ઔષધો : વનસ્પતિમાંથી પ્રાપ્ત થતાં ઔષધો. ભારતના પ્રાચીન ગ્રંથ રામાયણમાં લંકાના સુષેણ વૈદે લક્ષ્મણની મૂર્ચ્છાવસ્થા હનુમાન દ્વારા હિમાલય પર થતી ‘સંજીવની’ છોડની ઔષધિ દ્વારા મટાડ્યાનો ઉલ્લેખ છે. અમેરિકાનાં મૂળ વતની ઇન્ડિયનો વિલો વૃક્ષની છાલનો ઉકાળો પિવડાવીને તાવ ઓછો કરી યા મટાડી શકતા હતા. ફ્રેન્ચ લોકો એ જાણીને આશ્ર્ચર્ય પામ્યા…

વધુ વાંચો >

વનસ્પતિજ વર્ણકો (plant pigments)

Jan 13, 2005

વનસ્પતિજ વર્ણકો (plant pigments) : જીવંત છોડવાં દ્વારા ઉત્પન્ન કરાતા કુદરતી કાર્બનિક રંગકારકો (colourants). આમાંના કેટલાક પ્રાણીઓમાં પણ મળી આવે છે. કેટલાંક કેરૉટિનોઇડ સંયોજનો (પર્ણપાતિકાભો, carotenoids) વનસ્પતિજ તથા પ્રાણીજ – એમ બંને સ્રોત દ્વારા મળે છે. વનસ્પતિમાં કેરૉટિનોઇડો એસ્ટર કે પ્રોટીન-સંકીર્ણો રૂપે કલિલીય અવસ્થામાં મળે છે. જ્યારે પ્રાણીઓમાં તે ચરબીમાં…

વધુ વાંચો >

વનસ્પતિ-જીવનચક્ર

Jan 13, 2005

વનસ્પતિ-જીવનચક્ર વનસ્પતિનો ચક્રાકાર જીવનક્રમ. તેના જીવનમાં બીજાણુજનક (sporophyte) અને જન્યુજનક (gametophyte) અવસ્થાની ચક્રીય ગોઠવણી થયેલી હોય છે. વનસ્પતિના જીવનમાં ફલન પછીથી શરૂ થઈ અર્ધસૂત્રીભાજન (meiosis) સુધી લંબાયેલી અલિંગી અવસ્થાને બીજાણુજનક કહે છે. તે હંમેશાં દ્વિગુણિત (2n) રંગસૂત્રો ધરાવે છે. આ અવસ્થા દરમિયાન અલિંગી પ્રજનનકોષોનું એટલે કે બીજાણુઓ(spores)નું નિર્માણ થાય છે.…

વધુ વાંચો >

વનસ્પતિ-નિવાસી

Jan 13, 2005

વનસ્પતિ-નિવાસી : જુઓ પરરોહી વનસ્પતિ.

વધુ વાંચો >

વનસ્પતિ-પ્લવક (Plant Plankton)

Jan 13, 2005

વનસ્પતિ-પ્લવક (Plant Plankton) : વધતેઓછે અંશે જલપ્રવાહ પર આધારિત પ્રચલન દાખવતી વનસ્પતિઓ. તેઓ પ્રવાહની વિરુદ્ધ તરવા માટે અસમર્થ હોય છે. વ્યવહારમાં જાલ-પ્લવક (net-plankton) નાનાં છિદ્રો ધરાવતી જાળમાં રહી જતાં પ્લવકો છે, જ્યારે પરાસૂક્ષ્મ પ્લવકો (nannoplanktons) જાળમાંથી પસાર થઈ જાય છે અને બૉટલમાં એકત્રિત કરી શકાય છે. વનસ્પતિ-પ્લવકો સંગઠિત થઈ વૃંદસર્જન…

વધુ વાંચો >

વનસ્પતિમંડળ

Jan 13, 2005

વનસ્પતિમંડળ : જુઓ એસોસિયેશન.

વધુ વાંચો >

વનસ્પતિમાં પ્રજનન

Jan 13, 2005

વનસ્પતિમાં પ્રજનન વનસ્પતિનું એક અગત્યનું લક્ષણ. તે પરિપક્વતાએ પહોંચે ત્યારે પોતાના જેવી જ વનસ્પતિનું નિર્માણ કરે છે. આ ક્રિયાને પ્રજનન કહે છે. વનસ્પતિઓમાં ત્રણ પદ્ધતિઓ દ્વારા પ્રજનન થાય છે : (1) વર્ધીપ્રજનન અથવા વાનસ્પતિક પ્રજનન (vegetative reproduction), (2) અલિંગી પ્રજનન (asexual reproduction) અને (3) લિંગી પ્રજનન (sexual reproduction). વર્ધીપ્રજનન :…

વધુ વાંચો >