૧૭.૧૦
રણજિતસિંહથી રબડીદેવી
રણજિતસિંહ
રણજિતસિંહ (જ. 10 સપ્ટેમ્બર 1872, સરોદર; અ. 1933, જામનગર) : ભારતના પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી. તેઓ ‘હિઝ હાઇનેસ ધ મહારાજા જામસાહેબ ઑવ્ નવાનગર કુમાર શ્રી રણજિતસિંહજી’ના પૂરા નામે ઓળખાતા હતા. ‘લેગ-ગ્લાન્સ’ના સર્જક નવાનગરના જામસાહેબ કુમાર રણજિતસિંહજી એક એવા રાજવી ક્રિકેટર હતા કે જેઓ ભારતીય હોવા છતાં ઇંગ્લૅન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં રમ્યા…
વધુ વાંચો >રણજિતસિંહ, મહારાજા
રણજિતસિંહ, મહારાજા (જ. 13 નવેમ્બર 1780, ગુજરાનવાલા; અ. 27 જૂન 1839, લાહોર, હાલ પાકિસ્તાન) : પંજાબના શીખ મહારાજા (શાસન : 1801–1839). તેઓ ‘પંજાબકેસરી’ કહેવાતા હતા. તેમના પિતા મહાસિંહનું 1792માં અવસાન થવાથી શીખ મિસલ (બંધુત્વની ભાવના પર રચાયેલ સૈન્યની ટુકડી) સુકર ચકિયાના મુખી (નાયક) બન્યા. શીખોની બાર મહત્વની મિસલો (misls) હતી.…
વધુ વાંચો >રણજી ટ્રૉફી
રણજી ટ્રૉફી : પ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી રણજિતસિંહની સ્મૃતિમાં આપવામાં આવતી ટ્રોફી. ‘રણજી ટ્રૉફી’ રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધાનું પ્રતીક છે. ભારતના પાંચ ક્રિકેટ વિભાગો–પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય–માં આવેલા વિવિધ ક્રિકેટ-સંઘો વચ્ચે દર વર્ષે રાષ્ટ્રીય ક્રિકેટ-સ્પર્ધા રમાય છે અને વિજેતા ટીમને પ્રતિષ્ઠાવાન અને મૂલ્યવાન રણજી ટ્રૉફી એનાયત થાય છે. 193334માં ઇંગ્લૅન્ડની ક્રિકેટ-ટીમે…
વધુ વાંચો >રણથંભોર
રણથંભોર (જિ. જયપુર, રાજસ્થાન) : ઐતિહાસિક દુર્ગ. સવાઈ માધોપુર નગરથી 10 કિલોમીટર અને અલ્વરથી 37 કિલોમીટર દૂર ગાઢ જંગલો વચ્ચે આ દુર્ગ આવેલો છે. સીધી ઊંચી પહાડી પર લગભગ 15 કિલોમીટરનો ઘેરાવો ધરાવતા આ દુર્ગને ફરતી ત્રણ કુદરતી ખાઈઓ છે, જેમાં જળ વહ્યા કરે છે. આ કિલ્લો દુર્ગમ છે અને…
વધુ વાંચો >રણદિવે, બી. ટી.
રણદિવે, બી. ટી. : ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી નેતા અને પૂર્વ મહામંત્રી. આખું નામ ભાલચંદ્ર ત્ર્યંબક રણદિવે. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. શિક્ષણ દરમિયાન આઝાદીની લડતમાં ભાગ લીધો અને તે માટે ચારેક વાર જેલવાસ પણ ભોગવ્યો. અનુસ્નાતક અભ્યાસ દરમિયાન ડાબેરી વિચારસરણી તરફ ઝૂક્યા અને સામ્યવાદી પક્ષના નેજા હેઠળના ‘આઇટુક’(ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન…
વધુ વાંચો >રણદ્વીપ (oasis)
રણદ્વીપ (oasis) : ચારેબાજુ રણના અફાટ વિસ્તારથી ઘેરાયેલો, રણના શુષ્ક લક્ષણથી અલગ તરી આવતો, વનસ્પતિજીવન સહિતનો ફળદ્રૂપ મર્યાદિત વિભાગ. સામાન્ય રીતે તો રણની જમીનો બંધારણની ર્દષ્ટિએ ફળદ્રૂપ અને ઉપજાઉ હોય છે, પરંતુ તેમાં વનસ્પતિ કે ખેતીવિકાસ માટે જરૂરી ભેજનો જ માત્ર અભાવ વરતાતો હોય છે. રણોમાં જ્યાં નદીઓ કે ઝરણાં…
વધુ વાંચો >રણમલ્લ છંદ
રણમલ્લ છંદ : જૂની ગુજરાતી સાહિત્યનું વિશિષ્ટ ઐતિહાસિક કાવ્ય. ઈડરના રાવ રણમલ્લની વીરતા દર્શાવતું સિત્તેર કડીનું આ કાવ્ય જૂની ગુજરાતી ભાષામાં અમૂલ્ય ખજાના સમું છે. મધ્યકાળના ધર્મરંગ્યા સાહિત્યમાં નોખી ભાત પાડતું આ કાવ્ય છે. એનો રચયિતા શ્રીધર વ્યાસ બ્રાહ્મણ છે. આ કાવ્ય તૈમુર લંગના આક્રમણ પછી વિ. સં. 1398 ચૌદમા…
વધુ વાંચો >રતન
રતન : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1944. ભાષા : હિન્દી. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : જમુના પ્રોડક્શન્સ. દિગ્દર્શક : એમ. સાદિક. કથા : આર. એસ. ચૌધરી, ચી. એન. મધોક. સંવાદ-ગીતો : ડી. એન. મધોક. છબિકલા : દ્વારકા દિવેચા. સંગીત : નૌશાદ. મુખ્ય કલાકારો : સ્વર્ણલતા, કરણ દીવાન, વાસ્તી, મંજુ, ગુલાબ, રાજકુમારી…
વધુ વાંચો >રતનજોત
રતનજોત : દ્વિદળી વર્ગમાં આવેલા યુફર્બિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Jatropha curcas Linn. (સં. ભદ્રદંતિકા; મ. થોરદાંતી, મોગલી એરંડ, પારસા એરંડ, વિલાયતી એરંડ; હિં. બડી દંતી, જંગલી એરંડી, મુંગલાઈ એરંડ; ક. દોકદંતી, ભરઔકલ, ગુવૌડલવ; ત. કાલામતાક; મલ. કાટ્ટામાકુ; ગુ. રતનજોત, મોગલી એરંડો; અં. ફિઝિક નટ) છે. તે 3થી…
વધુ વાંચો >રતનબાઈ
રતનબાઈ : આ એક જ નામની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થઈ ગયેલી ત્રણ કવયિત્રીઓ. એક રતનબાઈએ ઈ. સ. 1579માં રેંટિયાની પ્રશસ્તિ કરતી 24 કડીની ‘રેંટિયાની સજ્ઝાય’ રચેલી. તે જૈન પરંપરાની જણાય છે. બીજી રતનબાઈ ઈ. સ. 1781ના અરસામાં હયાત એક જ્ઞાનમાર્ગી નાગર કવયિત્રી હતી, જે અમદાવાદની વતની અને અખાની શિષ્યપરંપરાના હરિકૃષ્ણજીની…
વધુ વાંચો >રફાલ, નડાલ
રફાલ, નડાલ (જ. 3 જૂન 1986, મેનેકોર, મેજોર્કા) : સ્પેનના મહાન ટેનિસ-ખેલાડી. રફેલ નડાલ ‘રફા’ ને ટેનિસના અત્યાર સુધીના સૌથી મહાન ખેલાડી પૈકીના એક ગણવામાં આવે છે. માટી (ક્લે કોર્ટ) પર તેની સફળતાએ તેને ‘માટીનો રાજા’ એવું હુલામણું નામ અપાવ્યું અને ઘણા નિષ્ણાતોએ તેને માટીના મેદાન પરનો અત્યાર સુધીનો સૌથી…
વધુ વાંચો >રફાળેશ્વર
રફાળેશ્વર : સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલ સુપ્રસિદ્ધ શિવાલય. આ મંદિર મોરબીથી 9 કિમી. દૂર આવેલું છે. તેના શિલાલેખ અનુસાર વિ. સં. 2002(ઈ. સ. 1946)માં મહારાજા લખધીરસિંહજી ઠાકોરે જીર્ણોદ્ધાર કરાવી મંદિર-સંકુલમાં રફાળેશ્વર, હાટકેશ્વર, વાઘેશ્વર અને ભીમનાથની પુન:પ્રતિષ્ઠા અને શ્રી લખધીરેશ્વર, શ્રી ગદાધર, મહાકાળી તથા ભૈરવનાથની પ્રતિષ્ઠા પોતાના વરદ હસ્તે કરાવી હતી.…
વધુ વાંચો >રફિજી (નદી)
રફિજી (નદી) : પૂર્વ આફ્રિકાના ટાન્ઝાનિયામાં આવેલી દેશની મોટામાં મોટી નદી. દેશના દક્ષિણ ભાગમાંથી તે પસાર થાય છે. કિલોમ્બેરો અને લુવેગુ નદીઓના સંગમથી રચાતી આ નદીની લંબાઈ આશરે 280 કિમી. જેટલી છે. તે ઈશાન અને પૂર્વ તરફ વહે છે અને હિંદી મહાસાગરમાં મફિયા ટાપુની બરાબર સામેના ભાગમાં ઠલવાય છે. તેમાં…
વધુ વાંચો >રફીક રાઝ
રફીક રાઝ (જ. 1950, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર) : કાશ્મીરી કવિ. તેમણે ઉર્દૂ સાથે એમ.એ.ની પદવી મેળવી છે. તેમણે શ્રીનગરના દૂરદર્શન કેન્દ્ર પર પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે સેવા બજાવી, સાથોસાથ લેખનકાર્ય પણ કર્યું. તેમણે કાશ્મીર યુનિવર્સિટીમાં કાશ્મીરી ભાષાના અધ્યાપક તરીકે પણ કામગીરી કરી છે. તેમને તેમના ગઝલસંગ્રહ ‘નઈ છે નલ્લન’ માટે…
વધુ વાંચો >રબડીદેવી
રબડીદેવી (જ. જૂન 1959, સાલાર કાલાન ગામ, ગોપાલગંજ, જિ. બિહાર) : બિહારનાં મહિલા-મુખ્યમંત્રી. માત્ર પ્રાથમિક શિક્ષણ ધરાવનાર આ મુખ્યમંત્રી ગ્રામીણ વાતાવરણમાં ઊછર્યાં હતાં. 14 વર્ષની બાળવયે તે સમયના વિદ્યાર્થીનેતા લાલુપ્રસાદ યાદવ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. લગ્નજીવનના પ્રારંભથી માત્ર ગૃહિણી તરીકે ઘરેળુ જવાબદારી સંભાળતાં. તેઓ રાજકીય અને જાહેર જીવનનો નહિવત્ અનુભવ ધરાવે…
વધુ વાંચો >