૧૬.૨૯
મોહેં-જો-દડોથી મ્યુઝિયમ (કલાવિષયક)
મોહેં-જો-દડો
મોહેં-જો-દડો : સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું નગર. તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં સિંધુ નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે. મોહેં-જો-દડોનો અર્થ ‘મૃતદેહોનું નગર’ થાય છે. ઈ. સ. 1922માં રેલવે માટેનું ખોદકામ કરતાં ત્યાંથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ મળી આવ્યા. અંગ્રેજ પુરાતત્વવિદ સર જૉન માર્શલ અને એમના ભારતીય સાથીઓ…
વધુ વાંચો >મૉહૉઈ-નૉદ્ય લાસ્લો
મૉહૉઈ-નૉદ્ય લાસ્લો (જ. 1895, બાસ્બૉર્સોદ, હંગેરી; અ. 1946) : હંગેરિયન શિલ્પી અને ડિઝાઇનર, ફોટોગ્રાફર તથા વિખ્યાત કલાશાળા બાઉહાઉસના પ્રસિદ્ધ અધ્યાપક. તેમણે બુડાપેસ્ટમાં કાયદાના વિષયનો અભ્યાસ કર્યો. 1919થી 1923 સુધી તેમણે દાદા શૈલી તથા ‘કન્સ્ટ્રક્શનિસ્ટ’ જૂથ સાથે વિયેના અને બર્લિનમાં રહી ચિત્રો કર્યાં અને પોતાના સર્વપ્રથમ ‘ફોટોગ્રામ’ એટલે કે કૅમેરાની સહાય…
વધુ વાંચો >મોહોરવિસિક, એન્ડ્રિજા
મોહોરવિસિક, એન્ડ્રિજા (જ. 23 જાન્યુઆરી 1857, વોલોસ્કો, ક્રોએશિયા, ઑસ્ટ્રિયા; અ. 18 ડિસેમ્બર 1936, ઝાગ્રેબ, યુગોસ્લાવિયા) : ભૂભૌતિકશાસ્ત્રી. પૃથ્વીના પોપડા અને ભૂમધ્યાવરણ વચ્ચેની સીમા શોધી આપનાર. આ સીમાને પછીથી ‘મોહોરવિસિક સાતત્યભંગ’ નામ આપવામાં આવેલું છે. તેમના પિતા નૌકાજહાજવાડામાં સુથાર તરીકે કામ કરતા હતા અને મા તો તેઓ શિશુ અવસ્થામાં હતા ત્યારે…
વધુ વાંચો >મોહોરવિસિક સાતત્યભંગ (મોહો)
મોહોરવિસિક સાતત્યભંગ (મોહો) : પોપડા અને ભૂમધ્યાવરણને જોડતી તલસપાટી. ભૂકંપશાસ્ત્રીઓએ પૃથ્વીના પેટાળના બંધારણમાં રહેલા જુદા જુદા ગુણધર્મોવાળા ખડકવિભાગો(પોપડો, ભૂમધ્યાવરણ અને ભૂકેન્દ્રીય વિભાગો)ને અલગ પાડતી, સ્પષ્ટ લાક્ષણિકતા ધરાવતી બે મુખ્ય તલસપાટીઓ ‘સીમા’ – boundary –તરીકે શોધી આપી છે. ઉપર તરફની સીમાને મોહોરવિસિક સાતત્યભંગ (કે માત્ર મોહો) તરીકે ઓળખાવી છે. તે પોપડાને…
વધુ વાંચો >મોહોલ યોજના
મોહોલ યોજના (Mohole Project) : મોહોરવિસિક સાતત્યભંગ-તલસપાટીથી નીચે તરફ અમુક ઊંડાઈ સુધી ભૂમધ્યાવરણના અભ્યાસાર્થે હાથ ધરાયેલી યોજના. પૃથ્વીના એક ગ્રહ તરીકેના તેના વિવિધ ભાગોના જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી અભ્યાસ કરવાના બહોળા વિશિષ્ટ સંશોધનાત્મક હેતુથી અમેરિકી રાષ્ટ્રીય વૈજ્ઞાનિક અકાદમી અને રાષ્ટ્રીય વૈજ્ઞાનિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હાથ પર લેવાયેલી યોજના મોહોલ યોજના તરીકે…
વધુ વાંચો >મૉંગોલ સંસ્કૃતિ
મૉંગોલ સંસ્કૃતિ : મૉંગોલિયા મધ્ય એશિયામાં આવેલું છે. તેની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણે ચીન તથા ઉત્તરે રશિયા આવેલ છે. મૉંગોલિયામાં ઈ. સ. પૂ. ચોથી સદીમાં હૂણ જાતિના લોકો વસતા હતા. તે લોકોએ પડોશમાં આવેલા ચીન સાથે લડાઈઓ કરીને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું. ઈ. સ. 744માં ઉઘુર લોકોએ મૉંગોલિયા કબજે કર્યું…
વધુ વાંચો >મૉંગોલિયા
મૉંગોલિયા (Mon-go-li-a) : મધ્ય એશિયામાં આવેલો પ્રજાસત્તાક દેશ. તે 42°થી 53° ઉ. અ. અને 87° થી 120° પૂ. રે. વચ્ચેનો આશરે 15,65,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 2,392 કિમી. અને ઉત્તર-દક્ષિણ મહત્તમ પહોળાઈ 1,255 કિમી. છે. તેની ઉત્તરે રશિયાઈ સીમા તથા પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ તરફ…
વધુ વાંચો >મોંઘીર
મોંઘીર : જુઓ, મુંગેર
વધુ વાંચો >મૉં બ્લાં
મૉં બ્લાં (Mont Blanc) : આલ્પ્સ પર્વતમાળાનો ઊંચામાં ઊંચો પર્વત. યુરોપનાં પ્રસિદ્ધ શિખરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : 45° 50´ ઉ. અ. અને 6° 53´ પૂ. રે. પર તે ફ્રાંસ, ઇટાલી અને સ્વિટ્ઝર્લૅન્ડની સરહદ પર આવેલો છે. અહીંના તેના ઊંચામાં ઊંચા સ્થાનને કારણે ઘણી વાર તેને પર્વતોના સમ્રાટ તરીકે પણ…
વધુ વાંચો >મૌક્તિક-સંરચના
મૌક્તિક-સંરચના (perlitic structure) : કેટલાક અગ્નિકૃત ખડકોમાં જોવા મળતી પ્રભંગ સમકક્ષ સંરચના. ખડકોની તૂટેલી સપાટી પરના પ્રભંગને સંરચના તરીકે ઘટાવવામાં આવે છે. કુદરતી કાચ જેવા કેટલાક જ્વાળામુખી ખડકોના ખડકછેદ અર્ધગોળાકાર કમાન જેવી રેખાઓ સ્પષ્ટપણે બતાવતા હોય છે. (જુઓ આકૃતિ). ક્યારેક તો તે એટલી સ્પષ્ટ રીતે વિકસેલી હોય છે કે ખડકોના…
વધુ વાંચો >મૌલવી, ઝકાઉલ્લા શમ્સુલ ઉલેમા
મૌલવી, ઝકાઉલ્લા શમ્સુલ ઉલેમા (જ. 1832; અ. 1910) : ઉર્દૂમાં ‘તારીખે હિન્દ’ નામના ઇતિહાસવિષયક પુસ્તકના પ્રખ્યાત લેખક. તેમના પિતા હાફિઝ સનાઉલ્લા, દિલ્હીના સુલતાન બહાદુરશાહના દીકરા મિર્ઝા કૂચકના શિક્ષક હતા. મૌલવી મુહમ્મદ ઝકાઉલ્લાએ દિલ્હી કૉલેજમાં શિક્ષણ મેળવીને ત્યાં જ ગણિતશાસ્ત્રના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે આગ્રા કૉલેજમાં ઉર્દૂ-ફારસીના અધ્યાપક,…
વધુ વાંચો >મૌલાના અબુલઆલા મૌદૂદી
મૌલાના અબુલઆલા મૌદૂદી (જ. 25 સપ્ટેમ્બર 1903, હૈદરાબાદ, ઔરંગાબાદ રાજ્ય; અ. 1972) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઉર્દૂ-ફારસીના વિદ્વાન, ઇસ્લામિયાતના તજજ્ઞ અને જમાઅતે ઇસ્લામના સ્થાપક. સ્થાનિક રીતે જ પરંપરાગત પ્રાથમિક શિક્ષણ મેળવવાની સાથે જ ધાર્મિક તાલીમ પણ મેળવવાનું ચાલુ રાખ્યું. 11 વરસની ઉંમરે મૌલવીની પરીક્ષા પાસ કરી. લખવાનો ભારે શોખ હતો…
વધુ વાંચો >મૌલાના અબુલ કલામ આઝાદ
મૌલાના અબુલ કલામ આઝાદ : જુઓ આઝાદ, અબુલ કલામ (મૌલાના).
વધુ વાંચો >મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રૉફી
મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રૉફી : રમતગમતની પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટ્રૉફી. ભારતમાં આવેલી બધી યુનિવર્સિટીઓમાં રમતગમતક્ષેત્રે જે યુનિવર્સિટી શ્રેષ્ઠ દેખાવ કરે છે તેને આ ટ્રૉફી રાષ્ટ્રપતિના હસ્તે દર વર્ષે આપવામાં આવે છે. આ ટ્રૉફી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ખેલાડીઓ સાથે સંબંધિત હોવાથી એનું નામ ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ સાથે…
વધુ વાંચો >મૌલાના ઇલ્યાસ કાંધલવી
મૌલાના ઇલ્યાસ કાંધલવી (જ. 1885; અ. 1944) : વિશ્વવિખ્યાત તબલીઘી જમાતના સ્થાપક અને ભારતના પ્રતિષ્ઠિત મુસ્લિમ વિદ્વાન. તેઓ ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના એવા કુટુંબ સાથે સંબંધ ધરાવતા હતા, જેણે દિલ્હીની સલ્તનત તથા મુઘલ શાસન દરમિયાન ધાર્મિક શિક્ષણ અને આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં નામના મેળવી હતી. મૌલાના ઇલ્યાસના પિતા મૌલાના મુહમ્મદ ઇસ્માઈલ. મુઝફ્ફરનગર જિલ્લાના…
વધુ વાંચો >મૌલાના મુફતી મેહદી હસન
મૌલાના મુફતી મેહદી હસન (જ. 1883; અ. 28 એપ્રિલ 1976, શાહજહાંપુર) : ધર્મ-શિક્ષક તથા હદીસ વિષયના વિદ્વાન. મૌલાના મેહદી હસનનું વતન શાહજહાંપુર (ઉ. પ્ર.) હતું. તેમણે દિલ્હીના પ્રખ્યાત મદ્રસએ અમીનિયામાં શિક્ષણ લીધું હતું. હિંદના પ્રખર વિદ્વાન મૌલાના મુફતી કિફાયતુલ્લાના તેઓ શિષ્ય હતા. દારુલ ઉલૂમ દેવબંદમાં 1910માં તેમને પદવી અર્પણ કરવામાં…
વધુ વાંચો >મૌલાના મુહંમદઅલી જૌહર
મૌલાના મુહંમદઅલી જૌહર (જ. 10 ડિસેમ્બર 1878; અ. 4 જાન્યુઆરી 1931, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજી શાસન વિરુદ્ધની આઝાદીની ચળવળના અગ્રિમ કાર્યકર, કૉંગ્રેસ પક્ષના રાષ્ટ્રવાદી મુસ્લિમ નેતા તથા કૉંગ્રેસપ્રમુખ અને ઉર્દૂ ભાષાના કવિ તથા અંગ્રેજી પત્રકાર. તેમનું નામ મુહંમદઅલી અને તખલ્લુસ ‘જૌહર’ હતું. તેમણે ગુજરાતમાં વડોદરાના ગાયકવાડી રાજ્યમાં મુલકી સેવામાં જોડાઈને કારકિર્દીની…
વધુ વાંચો >મૌલાના શકેબી
મૌલાના શકેબી (જ. 1557, ઇસ્ફહાન નજીક; અ. 1614, દિલ્હી) : ફારસી કવિ. મૂળ નામ મુહમ્મદ રિઝા છે. તેમના પિતા ખ્વાજા ઝહીરુદ્દીન અબ્દુલ્લાહ ઇસ્ફહાનના એક પ્રસિદ્ધ સંતપુરુષ હતા. મૌલાના જામીએ પણ તેમની કૃતિ ‘નફહાતુલ ઉન્સ’માં શકેબીના જીવનની થોડી વિગતો નોંધી છે. મૌલાના શકેબી જીવનનાં શરૂઆતનાં વર્ષોમાં ઇસ્ફહાનથી ખુરાસાન આવ્યા અને શીરાઝના…
વધુ વાંચો >મૌલાના શૌકત અલી
મૌલાના શૌકત અલી (જ. 10 માર્ચ 1873, રામપુર સ્ટેટ, ઉત્તરપ્રદેશ; અ. 26 નવેમ્બર 1938, દિલ્હી) : રાજકીય તથા સામાજિક પ્રવૃત્તિઓના નિષ્ઠાવાન કાર્યકર. પિતા અબ્દુલ અલીખાન રામપુર સ્ટેટના નવાબ યૂસુફઅલીખાન નઝીમના દરબારી હતા, જે 1880માં 31 વર્ષની વયે મૃત્યુ પામ્યા. તે વખતે બીબી અમ્મા તરીકે ઓળખાતાં હિંમતવાન અને ર્દઢ સંકલ્પવાળાં વિધવા…
વધુ વાંચો >મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈ
મૌલાના હકીમ સૈયદ અબ્દુલ હૈ (જ. 22 ડિસેમ્બર 1869; રાયબરેલી; અ. 1923) : પ્રથમ પંક્તિના ભારતીય વિદ્વાન, લેખક, હકીમ અને વિશ્વવિખ્યાત ઇસ્લામી શિક્ષણસંસ્થા ‘નદવતુલ ઉલેમા’(An Association of the Learned)ના સ્થાપક તથા પ્રણેતા. તેમના ખાનદાને દેશને ટોચના સ્વાતંત્ર્યસેનાનીઓ, આધ્યાત્મિક ગુરુઓ, અરબી ભાષાના વિદ્વાનો, લેખકો, કવિઓ તથા લોકનાયકો આપ્યા છે. ઉત્તરપ્રદેશના રાયબરેલીના…
વધુ વાંચો >