૧૬.૧૨

મૂત્રપિંડશોફ સજલ અને સપૂયથી મૂલકદેશ

મૂત્રપિંડશોફ, સજલ અને સપૂય

મૂત્રપિંડશોફ, સજલ અને સપૂય (Hydronephrosis and Pyonephrosis) : મૂત્રવહનમાં અવરોધને કારણે ફૂલી ગયેલા મૂત્રપિંડનો વિકાર. તેને સજલ મૂત્રપિંડશોફ અથવા મૂત્રપિંડજલશોફ (hydronephrosis) કહે છે અને તેમાં પરુ ભરાયેલું હોય તો તેને સપૂય મૂત્રપિંડશોફ અથવા મૂત્રપિંડપૂયશોફ (pyonephrosis) કહે છે. જો મૂત્રપિંડનળીમાં અટકાવ આવેલો હોય તો તેને મૂત્રપિંડનળીરોધ (ureteric obstruction) કહે છે. એક…

વધુ વાંચો >

મૂત્રપિંડી, કોષ્ઠીરોગો

મૂત્રપિંડી, કોષ્ઠીરોગો (Cystic Dieases of Kidney) : મૂત્રપિંડમાં થતા પ્રવાહી ભરેલી પોટલી(કોષ્ઠ)વાળા રોગો. મૂત્રપિંડી કોષ્ઠ(renal cyst)માં પ્રવાહી અથવા અર્ધઘન દ્રવ્ય ભરેલું હોય છે અને તેની અંદરની દીવાલ પર અધિચ્છદ(epithelium)નું આચ્છાદન (lining) હોય છે. મૂત્રપિંડમાં અનેક મૂત્રકો (nephrons) હોય છે. તેઓ લોહીની અશુદ્ધિઓને ગાળનારા મુખ્ય એકમો છે. તેના બે મુખ્ય ભાગ…

વધુ વાંચો >

મૂત્રપિંડી ગુચ્છી ગલન

મૂત્રપિંડી ગુચ્છી ગલન (Glomerular Filtration) : મૂત્રપિંડમાં આવેલાં મૂત્રકગુચ્છો(glomeruli)માં થતું અશુદ્ધિઓનું ગાળણ અને મૂત્ર બનવાની પ્રક્રિયાનો પ્રારંભ. આ ગાળણના એકંદર દરને ગુચ્છી  ગલનદર (glomerular filtration rate, GFR) કહે છે. તે મૂત્રપિંડની ક્રિયાક્ષમતા દર્શાવતો મહત્વનો સૂચકાંક (index) છે. મૂત્રપિંડમાં લોહીની અશુદ્ધિઓને ગાળવાના એકમને મૂત્રક (nephron) કહે છે. તેની શરૂઆતમાં એક ગળણી…

વધુ વાંચો >

મૂત્રપિંડી નિષ્ફળતા, ઉગ્ર

મૂત્રપિંડી નિષ્ફળતા, ઉગ્ર (acute renal insufficiency) : મૂત્રપિંડની ક્રિયાક્ષમતામાં અચાનક થઈ આવતો ઘટાડો. હૉસ્પિટલમાં દાખલ થતા 5 % દર્દીઓ અને ઘનિષ્ઠ સારવાર કક્ષ(intensive care unit, ICU)માં દાખલ થતા 30 % દર્દીઓને મૂત્રપિંડની ક્રિયાક્ષમતામાં અચાનક ઘટાડો થયેલો જોવા મળે છે. હૉસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પણ 2 % થી 5 %માં તેવો વિકાર…

વધુ વાંચો >

મૂત્રપૂયરોધકો

મૂત્રપૂયરોધકો (urinary antiseptics) : મૂત્રમાર્ગમાં જીવાણુઓની સંખ્યાવૃદ્ધિ રોકતાં ઔષધો. તેમનો ઉપયોગ શરીરના અન્ય ભાગના ચેપની સારવારમાં થતો નથી, કેમ કે લોહીમાં કે અન્ય પેશીઓેમાં તેમની પૂરતા પ્રમાણમાં સાંદ્રતા (concentration) થતી નથી; પરંતુ મૂત્રકનલિકાઓ(renal tubules)માં તેમની પૂરતી સાંદ્રતા થતી હોવાથી મૂત્રમાર્ગના ચેપમાં તેમનો ઉપયોગ કરાય છે. આમ તેમનો મૂત્રપિંડ અને મૂત્રમાર્ગના…

વધુ વાંચો >

મૂત્રમાર્ગ-ચિત્રણ

મૂત્રમાર્ગ-ચિત્રણ : મૂત્રપિંડ અને મૂત્રમાર્ગના અવયવોની વિકૃતિઓ અને વિકારો દર્શાવતી નિદાનપદ્ધતિઓ. મૂત્રમાર્ગના અવયવોનું નિર્દેશન કરવા માટે વિકિરણજન્ય ચિત્રણ (isotope studies), અશ્રાવ્યધ્વનિચિત્રણ (ultrasonography) અથવા ધ્વનિચિત્રણ (sonography), મૂત્રમાર્ગચિત્રણ (urography), કમ્પ્યૂટર-સંલગ્ન આડછેદી ચિત્ર (CAT scan), ચુંબકીય અનુનાદી ચિત્રણ (magnetic resonance imaging, MRI), ધમનીચિત્રણ (arteriography) કે શિરાચિત્રણ (venography) જેવાં વાહિનીચિત્રણો (angiography) વગેરે પ્રકારનાં નિદાનીય…

વધુ વાંચો >

મૂત્રમાર્ગતા, નિમ્ન

મૂત્રમાર્ગતા, નિમ્ન (Hypospadias) : શિશ્ન પરનું છિદ્ર તેની ટોચને બદલે નીચેની સપાટી પર કે ઉપસ્થ વિસ્તાર(perineum)માં હોય તે. દર 350 નર બાળકોમાંથી એકને તેના શિશ્ન(penis)ની ટોચને બદલે તેની નીચલી સપાટી પર હોય છે. મૂત્રાશયનળી તેને લીધે શિશ્નની ટોચ પર ખૂલવાને બદલે તેની નીચેની તરફ ખૂલે છે. આ સાથે શિશ્નના મુકુટ…

વધુ વાંચો >

મૂત્રમાર્ગ-નિરીક્ષા

મૂત્રમાર્ગ-નિરીક્ષા (uroendoscopy) : મૂત્રમાર્ગની અંદર સાધન વડે નિરીક્ષણ કરીને નિદાન તથા ચિકિત્સા કરવાની પ્રક્રિયા. આ ક્ષેત્રના વિકાસને કારણે હવે તેને એક વિશિષ્ટ ઉપવિદ્યાશાખા તરીકે પણ જોવામાં આવે છે અને તેને મૂત્રમાર્ગ-નિરીક્ષાવિદ્યા (endourology) કહે છે. નેવુંના દાયકામાં તેને લગતો ઘણો વિકાસ થયેલો છે. તેની મદદથી ઘણી વખત શરીર પર કાપ મૂકીને…

વધુ વાંચો >

મૂત્રમાર્ગીય ચેપ

મૂત્રમાર્ગીય ચેપ (Urinary Tract Infection) : મૂત્રમાર્ગમાં જીવાણુઓ કે અન્ય સૂક્ષ્મ જીવો વડે થતો ચેપ. દર્દીને થતી તકલીફો (દા.ત., મૂત્રદાહ, તાવ આવવો, ઊલટી-ઊબકા થવા વગેરે), પેશાબમાં શ્વેતકોષોનું વહન તથા પેશાબમાંના જીવાણુઓનો પ્રયોગશાળામાં ઉછેર (સંવર્ધન, culture) – એમ મુખ્ય 3 પ્રકારની નોંધ મેળવીને તેનું નિદાન કરાય છે. તુરતના પસાર કરેલા મૂત્રમાંના…

વધુ વાંચો >

મૂત્રવર્ધકો

મૂત્રવર્ધકો (diuretics) : વધુ પ્રમાણમાં પેશાબ ઉત્પન્ન કરે તેવાં ઔષધો. તેમને મુખ્ય 5 જૂથોમાં વહેંચવામાં આવે છે : આસૃતિજન્ય મૂત્રવર્ધન (osmotic diuresis) કરતાં ઔષધો (દા.ત., મેનિટોલ); સમીપીમૂત્રકનલિકા (proximal renal tubular) પર કાર્યરત ઔષધો (દા.ત., એસેટાઝોલેમાઇડ, મેટોલેઝોન); ગલવૃત્તીય મૂત્રવર્ધકો (loop diuretics) (દા.ત., ફુરોસેમાઇડ, બ્યુમેટેનાઇડ, ઈથાક્રિનિક ઍસિડ); પ્રારંભિક દૂરસ્થનલિકા (early distal tubule)…

વધુ વાંચો >

મૂર્ચ્છા (આયુર્વેદ)

Feb 12, 2002

મૂર્ચ્છા (આયુર્વેદ) : હરતાં-ફરતાં કે બેઠાં બેઠાં જ અચાનક પડી જઈને પૂર્ણ રૂપે કે આંશિક રૂપે જ્ઞાન (ભાન) ગુમાવી દેવાની સ્થિતિ. તેને ‘બેહોશી’ કે ‘મૂર્ચ્છા’ કહે છે. આ મૂર્ચ્છારોગ (syncope or coma) સ્વતંત્ર રીતે તથા બીજા રોગના ઉપદ્રવ રૂપે એમ બે રીતે થાય છે. રોગનાં કારણો : શરીરમાં ખૂબ ઘટી…

વધુ વાંચો >

મૂર્તિ, ચિદાનંદ

Feb 12, 2002

મૂર્તિ, ચિદાનંદ (જ. 10 મે 1931, હીરેકોગલુર, કર્ણાટક) : કન્નડ ભાષાના સાહિત્યકાર. તેમના વિવેચનગ્રંથ ‘હોસતુ હોસતુ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1997ના વર્ષનો ઍવૉર્ડ અપાયો હતો. મૈસૂર યુનિવર્સિટીમાંથી એમ. એ. તથા પીએચ. ડી. ની ડિગ્રી મેળવ્યા પછી અમેરિકાની શિકાગો યુનિવર્સિટીમાં ભાષાવિજ્ઞાનના વિષયમાં ઉચ્ચ સંશોધન કર્યું. વિભિન્ન વિષયોને લગતાં તેમનાં 19 પુસ્તકોમાં ઊંડી…

વધુ વાંચો >

મૂર્તિપૂજા

Feb 12, 2002

મૂર્તિપૂજા : અરૂપ, અવ્યક્ત, અગોચર અને નિરાકાર એવા પરમ તત્વની સરૂપ, વ્યક્ત, ગોચર અને સાકાર રૂપે પ્રતીતિ જે મૂર્ત આલંબનો કે પ્રતીકો દ્વારા થાય તેમનું પૂજન-અર્ચન કરવાની પરંપરાગત ભક્તિમૂલક હિંદુ વિધિ, જેનું વિશેષભાવે અનુસંધાન જૈન, બૌદ્ધ, શીખ આદિ ધર્મ-સંપ્રદાયોમાં પણ જોઈ શકાય છે. ભારત ધર્મપ્રાણ દેશ છે. મૂર્તિ પૂજાનું અહીં…

વધુ વાંચો >

મૂર્તિરાવ, અક્કિહેબ્બાલુ નરસિંહ

Feb 12, 2002

મૂર્તિરાવ, અક્કિહેબ્બાલુ નરસિંહ (જ. 16 જૂન 1900, અક્કિહેબાલુ, મંડ્યા જિલ્લો, કર્ણાટક; અ. 23 ઑગસ્ટ 2003) : કન્નડમાં નિબંધ-સ્વરૂપના પ્રણેતા. તેમને તેમની કૃતિ ‘ચિત્રગલુ-પત્રગલુ’ માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે વૅસ્લેયન મિશન હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષણ લીધું. તે દરમિયાન બીજી ભાષા તરીકે ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો અને…

વધુ વાંચો >

મૂર્તિ, શિવરામ

Feb 12, 2002

મૂર્તિ, શિવરામ (જ. 1905; અ. 1984) : ભારતીય પ્રાચ્યવિદ્યાના પારંગત અને સંસ્કૃતના ઉચ્ચ કોટિના વિદ્વાન. તેઓ ઉચ્ચ કોટિના કલાકાર પણ હતા. રેખાંકન અને શિલ્પાંકનમાં તેમની અદભુત કુશળતાનો ખ્યાલ તેમનાં પ્રકાશિત પુસ્તકોમાંથી મળી આવે છે. તેમનાં પ્રકાશિત પુસ્તકો આ પ્રમાણે છે : ‘અમરાવતી સ્કલ્પચર્સ ઇન ધ મૉડર્ન ગવર્નમેન્ટ મ્યુઝિયમ’, ‘સ્કલ્પચર્સ ઇન્સ્પાયર્ડ…

વધુ વાંચો >

મૂલક (Radical)

Feb 12, 2002

મૂલક (Radical) : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વૈયક્તિક હસ્તી તરીકે વર્તતો હોય તેવો એક અથવા વધુ તત્વોનો બનેલો વીજભાર ધરાવતો સમૂહ. દા.ત., સલ્ફેટ, નાઇટ્રેટ, ફૉસ્ફેટ, કાર્બોક્સિલેટ વગેરે. તેમના વીજભાર અનુસાર તેમને ધનમૂલક અથવા ઋણમૂલક કહે છે. કોઈ પણ તત્વના પરમાણુમાંથી એક અથવા વધુ ઇલેક્ટ્રૉન દૂર થતાં તે ધનમૂલક બને છે. દા.ત.,…

વધુ વાંચો >

મૂલકદેશ

Feb 12, 2002

મૂલકદેશ : ઈસવી સનની બીજી સદીમાં આંધ્રના સાતવાહન વંશના રાજા અને મહાન વિજેતા ગૌતમીપુત્ર શાતકર્ણીની સત્તા હેઠળનો પ્રદેશ. આ પ્રદેશનું પાટનગર ગોદાવરી નદીના કાંઠે આવેલ પ્રતિષ્ઠાન અથવા હાલનું પૈઠણ હતું. ગૌતમીપુત્ર શાતકર્ણીએ મૂલકદેશ સહિત બીજો ઘણો પ્રદેશ ક્ષહરાત વંશના રાજા નહપાન પાસેથી જીતી લીધો હતો. જૂનાગઢમાં આવેલા ઈ. સ. 150ના…

વધુ વાંચો >