૧૫.૧૮

મહેતા નરેશથી મહેતા સિતાંશુ યશશ્ચન્દ્ર

મહેતા, મંજુ

મહેતા, મંજુ (જ. 23 એપ્રિલ 1945, જયપુર) : વિખ્યાત સિતારવાદક અને શાસ્ત્રીય સંગીતનાં શિક્ષણ અને પ્રસારને વરેલી ‘સપ્તક સ્કૂલ ઑવ્ મ્યૂઝિક’ના ટ્રસ્ટીમંડળનાં સ્થાપક સભ્યોમાંનાં એક. પિતા મનમોહન ભટ્ટ અને માતા ચંદ્રકલા ભટ્ટ જયપુર નગરના શાસ્ત્રીય સંગીતના ચાહકવર્ગમાં અગ્રણી સ્થાન ધરાવતાં હતાં. માતાએ ભરતપુર ખાતેની મ્યૂઝિક કૉલેજમાં લાંબા સમય સુધી અધ્યાપનકાર્ય…

વધુ વાંચો >

મહેતા, માનશંકર પીતાંબરદાસ

મહેતા, માનશંકર પીતાંબરદાસ (જ. 21 માર્ચ 1863, સાવરકુંડલા, જિ. ભાવનગર; અ. 16 ઑગસ્ટ 1937, ભાવનગર) : ગુજરાતી સાહિત્યકાર. જન્મ વડનગરા નાગર જ્ઞાતિમાં પીતાંબરદાસ બાપુભાઈ મહેતાને ત્યાં થયો. માતાનું નામ ઉમેદકુંવર. નવ વર્ષની વયે, 1872માં ઇચ્છાલક્ષ્મી સાથે ભાવનગરમાં જ લગ્ન થયું. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પતાવી 1884માં મૅટ્રિક થયા. પ્રારંભે તે તેજસ્વી…

વધુ વાંચો >

મહેતા, મુ.

મહેતા, મુ. (જ. 1945, પેરિયકુળમ્, જિ. તેની, તમિળનાડુ) : તમિળ કવિ અને વાર્તાકાર. તેમને તેમની કૃતિ ‘આકાયતુક્કુ અડુત્તવીડુ’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે તમિળ ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ પૂર્ણકાલીન લેખક છે. અત્યાર સુધીમાં તેમણે 33 ગ્રંથો આપ્યા છે. 1974માં…

વધુ વાંચો >

મહેતા, મોહનલાલ

મહેતા, મોહનલાલ : જુઓ સોપાન

વધુ વાંચો >

મહેતા, યશવંત દેવશંકર

મહેતા, યશવંત દેવશંકર (જ. 19 જૂન 1938, લીલાપુર, જિ. સુરેન્દ્રનગર) : બાલસાહિત્યકાર, નવલકથાકાર, અનુવાદક અને પત્રકાર. 1957માં મૅટ્રિક. 1961માં અર્થશાસ્ત્ર-આંકડાશાસ્ત્ર વિષયો સાથે બી.એ. તેમણે 10 વર્ષ સુધી ‘ઝગમગ’નું, 10 વર્ષ સુધી ‘શ્રી’નું અને 5 વર્ષ ‘શ્રીરંગ’નું સંપાદન કરેલું. 30 વર્ષની નોકરી બાદ હવે માત્ર લેખનકાર્ય. 1972થી ‘ગૂર્જર ગ્રંથરત્ન’ માં સંપાદનકાર્યમાં…

વધુ વાંચો >

મહેતા, યશોધર નર્મદાશંકર

મહેતા, યશોધર નર્મદાશંકર (જ. 24 ઑગસ્ટ 1909, અમદાવાદ; અ. 29 જૂન 1989, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર, નવલકથાકાર અને નિબંધકાર. વતન અમદાવાદ. ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષયો સાથે 1932માં ગુજરાત કૉલેજમાંથી બી.એ.. 1940માં લંડનમાંથી બાર-ઍટ-લૉ થયા. વકીલાતનો વ્યવસાય. ભારત સરકાર અને ગુજરાત સરકારના જુદા જુદા કાયદા-કમિશનોના સભ્યપદે અને અધ્યક્ષપદે રહેલા. તેમણે લખેલાં…

વધુ વાંચો >

મહેતા, રણજિતરામ વાવાભાઈ

મહેતા, રણજિતરામ વાવાભાઈ (જ. 25 ઑક્ટોબર 1881, સૂરત; અ. 5 મે 1917, મુંબઈ) : ગુજરાતની અસ્મિતાના ઉદગાતા, સાહિત્યકાર. શિક્ષણ અમદાવાદમાં. ગુજરાત કૉલેજમાંથી બી. એ. થયા. ત્યાં થોડો સમય ફેલો રહ્યા. ઉમરેઠમાં હાઈસ્કૂલના આચાર્ય. શૈક્ષણિક કારકિર્દીના આરંભકાળથી જ ગુજરાતી સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ, લોકસાહિત્ય આદિમાં જીવંત રસ હતો. ઇતિહાસમાં તેઓ નિપુણ હતા.…

વધુ વાંચો >

મહેતા, રમણલાલ છોટાલાલ

મહેતા, રમણલાલ છોટાલાલ (જ. 31 ઑક્ટોબર 1918; અ. 18 ઓક્ટોબર 2014) : અગ્રણી ગુજરાતી સંગીતવિજ્ઞાની (musicologist). બી. એ.; ડી. મ્યૂઝ. થયા પછી કૉલેજ ઑવ્ ઇન્ડિયન મ્યૂઝિક, ડાન્સ ઍન્ડ ડ્રામૅટિક્સ(હવે ફૅકલ્ટી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ)માં 15 વર્ષ આચાર્ય તરીકેની સેવા પછી નિવૃત્ત. શાસ્ત્રીય કંઠ્ય સંગીતની તાલીમ કંચનલાલ મામાવાળા પાસે અને ત્યારપછી અબ્દુલ…

વધુ વાંચો >

મહેતા, રમણલાલ નાગરજી

મહેતા, રમણલાલ નાગરજી (જ. 15 ડિસેમ્બર 1922, કતારગામ, જિ. સૂરત; અ. 22 જાન્યુઆરી 1997, વડોદરા) : પ્રસિદ્ધ પુરાવસ્તુવિદ તથા અન્વેષક. રમણલાલનો જન્મ મધ્યમવર્ગના અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નવસારી, મરોલી અને વડોદરામાં તથા ઉચ્ચ શિક્ષણ વડોદરામાં લીધું હતું. તેમણે સ્નાતક અને અનુસ્નાતક શિક્ષણ વડોદરામાં તથા…

વધુ વાંચો >

મહેતા, રમા

મહેતા, રમા (જ. 1923, નૈનિતાલ, ઉ. પ્ર.; અ. 1978) : પ્રખ્યાત ભારતીય અંગ્રેજી નવલકથાકાર અને સમાજશાસ્ત્રી. તેમને તેમની નવલકથા ‘ઇન્સાઇડ ધ હવેલી’ માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે લખનૌની ઇસાબેલા થૉબર્ન કૉલેજમાંથી બી.એ. થયા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ અમેરિકામાં મિશિગન…

વધુ વાંચો >

મહેતા, નરેશ

Jan 18, 2002

મહેતા, નરેશ [જ. 15 ફેબ્રુઆરી 1922, શાજાપુર (માળવા), મધ્યપ્રદેશ; અ. 22 નવેમ્બર 2000, ભોપાલ] : હિંદી ભાષાના કવિ, નાટ્યકાર અને નવલકથાકાર. તેમનું મૂળ નામ પૂર્ણશંકર શુક્લ હતું. સંપન્ન વૈષ્ણવ પરિવારમાં જન્મ. મૂળ ગુજરાતના, પરંતુ પેઢીઓથી તેમના પૂર્વજો મધ્યપ્રદેશમાં સ્થાયી થયેલા. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અરણ્ય’ માટે 1989ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ…

વધુ વાંચો >

મહેતા, નર્મદાશંકર દેવશંકર

Jan 18, 2002

મહેતા, નર્મદાશંકર દેવશંકર (દીવાન બહાદુર) (જ. 23 ઑગસ્ટ 1871, અમદાવાદ; અ. 21 માર્ચ 1939) : નૃસિંહાચાર્યજીના અનુયાયી, શ્રેય:સાધક અધિકારી વર્ગની પ્રવૃત્તિના પોષક અને અગ્રણી ગુજરાતી લેખક-ચિંતક, ભારતીય તત્વજ્ઞાન અને ધર્મના ઊંડા અભ્યાસી. આનંદશંકર ધ્રુવના પ્રિય શિષ્ય, કવિ બાલાશંકર કંથારિયાના ભાણેજ, સંસ્કૃતનું ભાઉદાજી પારિતોષિક અને ભારતીય દર્શન માટે સુજ્ઞ ગોકુળજી ઝાલા…

વધુ વાંચો >

મહેતા, નંદન

Jan 18, 2002

મહેતા, નંદન (જ. 26 ફેબ્રુઆરી 1942, અમદાવાદ; અ. 26 માર્ચ 2010) : બનારસ ઘરાનાના વિખ્યાત તબલાવાદક તથા દેશભરમાં જાણીતી બનેલી સપ્તક સ્કૂલ ઑવ્ મ્યૂઝિકના સંસ્થાપકોમાંના એક અગ્રણી સંગીતજ્ઞ. સાહિત્ય, સંગીત અને કલાઓના આશ્રયદાતા પરિવારમાં જન્મ. પિતા યશોધર નર્મદાશંકર મહેતા જાણીતા ઍડવોકેટ હોવા ઉપરાંત ગુજરાતના અગ્રણી વિદ્વાન અને સાહિત્યકાર હતા. માતા…

વધુ વાંચો >

મહેતા, નંદશંકર તુળજાશંકર

Jan 18, 2002

મહેતા, નંદશંકર તુળજાશંકર (જ. 21 એપ્રિલ 1835, સૂરત; અ. 17 જુલાઈ 1905, સૂરત) : ગુજરાતીની પ્રથમ લેખાતી નવલકથા ‘કરણઘેલો’ના લેખક. માતા ગંગાલક્ષ્મી. પિતા તુળજાશંકરની સાદગી, સરળતા અને પ્રામાણિકતા તેમને વારસામાં મળી. નાનપણ મોસાળ ઓલપાડમાં. એ કારણે ગ્રામજીવનનો અને સૃષ્ટિસૌન્દર્યનો પરિચય. વતન સૂરતના રસિક જીવનનો, ત્યાંની પ્રસિદ્ધ સાડત્રીસી આગના બનાવનો અને…

વધુ વાંચો >

મહેતા, નાનજી કાળીદાસ

Jan 18, 2002

મહેતા, નાનજી કાળીદાસ (જ. 17 નવેમ્બર 1887, ગોરાણા, સૌરાષ્ટ્ર; અ. 25 ઑગસ્ટ 1969) : ભારતના સાહસિક ઉદ્યોગપતિ, કન્યા-કેળવણીના પુરસ્કર્તા અને અગ્રણી દાનવીર. વતન ગોરાણાની ગામઠી શાળામાં ચાર ધોરણ સુધીનો અભ્યાસ કરી પિતા સાથે વ્યાપારમાં જોડાયા. 1900માં મોટાભાઈ ગોરધનદાસ સાથે વ્યાપાર કરવા માડાગાસ્કર ગયા, પરંતુ બે જ વર્ષમાં ‘બોઅર વૉર’ ફાટી…

વધુ વાંચો >

મહેતા, નાનાલાલ ચમનલાલ

Jan 18, 2002

મહેતા, નાનાલાલ ચમનલાલ (જ. 17 નવેમ્બર 1894, જરમઠા, ગુજરાત; અ. 18 મે 1958, કાશ્મીર) : આધુનિક વિશ્વમાં ભારતીય લઘુચિત્રકલા અંગેની સમજ તથા રસનો ફેલાવો કરનાર અભ્યાસી તથા મહત્વનાં લઘુચિત્રોના વિશ્વવિખ્યાત સંગ્રહ ‘એન. સી. મહેતા સંગ્રહ’ના આયોજક. રાજકોટમાં અને પછી મુંબઈની વિલ્સન કૉલેજમાં પ્રારંભિક શિક્ષણ લીધા પછી તેઓ કેમ્બ્રિજમાં જોડાયા અને…

વધુ વાંચો >

મહેતા, નીતિન શાંતિલાલ

Jan 18, 2002

મહેતા, નીતિન શાંતિલાલ (જ. 12 એપ્રિલ 1944, જૂનાગઢ; અ. 1 જૂન 2010) : કવિ, વિવેચક, સંપાદક. મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. (1968). અને એમ.એ. (1971) થઈને મણિબેન નાણાવટી કૉલેજ, મુંબઈમાં (1973–1984) અને પછી મ. સ. યુનિવર્સિટી વડોદરા(1984–1991)માં ગુજરાતીના અધ્યાપક. 1991થી 2000 મુંબઈ યુનિવર્સિટી, મુંબઈમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. આ દરમિયાન 1968–70માં ‘યા-હોમ’ના સંપાદક…

વધુ વાંચો >

મહેતા, પુષ્પાબહેન જનાર્દનરાય

Jan 18, 2002

મહેતા, પુષ્પાબહેન જનાર્દનરાય (જ. 21 માર્ચ 1905, પ્રભાસ પાટણ; અ. 2 એપ્રિલ 1988, અમદાવાદ) : સમાજસેવા અને નારીકલ્યાણના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર. અને ગુજરાતની અનેક સમાજકલ્યાણની સંસ્થાઓના આદ્ય સ્થાપક. સંસ્કારી વડનગરા કુટુંબમાં પિતા હરપ્રસાદ દેસાઈ અને માતા હેતુબહેનનાં પુત્રી પુષ્પાબહેનને ગળથૂથીમાંથી જ સ્વદેશીની ભાવના અને ઉદાત્ત વિચારોનો વારસો મળ્યો હતો.…

વધુ વાંચો >

મહેતા, પ્રકાશ ભૂપતરાય

Jan 18, 2002

મહેતા, પ્રકાશ ભૂપતરાય (જ. 22 ઑક્ટોબર 1930, મુંબઈ) : વિવેચક, સંપાદક. વતન ભાવનગર. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી. એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ. ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે એમ. એ.માં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવવા બદલ બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક તેમને મળેલો. 1955થી મુંબઈ તથા અમદાવાદની વિવિધ કૉલેજોમાં ગુજરાતીના…

વધુ વાંચો >

મહેતા, પ્રતાપરાય ગિરધરભાઈ

Jan 18, 2002

મહેતા, પ્રતાપરાય ગિરધરભાઈ (જ. 15 ઑગસ્ટ 1900, અમરેલી; અ. 17 ઑગસ્ટ 1971, બેંગ્લોર) : ગુજરાતના એક અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર.  તેઓ એવા નિરભિમાની, સરલ અને વિવેકશીલ હતા કે વતન અમરેલી અને આજુબાજુનાં ગ્રામજનોમાં વ્હાલસોયા ‘બાપુજી’ તરીકે જાણીતા હતા. જૂનું અમરેલી શહેર વડી અને ઠેબી નદીના સંગમ ઉપર વસેલું પુરાતત્વીય ર્દષ્ટિએ…

વધુ વાંચો >