૧૪.૧૧
ભટ્ટીયથી ભલ્લાતકાવલેહ
ભદ્રબાહુસ્વામી
ભદ્રબાહુસ્વામી (જ. ઈ. પૂ. 367, પ્રતિષ્ઠાનપુર; અ. ઈ. પૂ. 293) : જૈન ધર્મના અંતિમ શ્રુતકેવલી આચાર્ય. ભદ્રબાહુ મહાવીરના સાતમા પટ્ટધર આચાર્ય હતા. તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળ દરમિયાન થયો હતો. ગૃહસ્થાશ્રમમાં 45 વર્ષ ગાળ્યા બાદ તેમણે મહાવીરના પાંચમા પટ્ટધર આચાર્ય યશોભદ્ર પાસે દીક્ષા લીધી અને ગુરુ પાસે જૈન…
વધુ વાંચો >ભદ્રંભદ્ર
ભદ્રંભદ્ર (1900) : ગુજરાતી હાસ્યરસિક નવલકથા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ (1868–1928) રચિત. ગુજરાતી સાહિત્યની સળંગ હાસ્યરસની આ પ્રથમ નવલકથા છે. આ નવલકથા પ્રથમ 1892થી ‘જ્ઞાનસુધા’ માસિકમાં કકડે કકડે પ્રસિદ્ધ થઈ હતી અને પછીથી પ્રકરણ પાડીને સુધારાવધારા સાથે પુસ્તક રૂપે પ્રગટ થઈ. નવલકથાનું નામકરણ તેના નાયકને અનુલક્ષીને થયું છે. આ નવલકથા ભદ્રંભદ્રના…
વધુ વાંચો >ભદ્રાક (ભદ્રાક્ષ, ભદ્રાખ)
ભદ્રાક (ભદ્રાક્ષ, ભદ્રાખ) : ઓરિસા રાજ્યના ઈશાન ભાગમાં દરિયાઇ-કિનારા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 21° 03´ ઉ. અ. અને 86° 30´ પૂ. રે.ની આજુબાજુનો 2,788 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બાલેશ્વર જિલ્લો, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, દક્ષિણે કેન્દ્રપાડા અને જાજપુર જિલ્લાઓ, નૈર્ઋત્યમાં જાજપુર…
વધુ વાંચો >ભદ્રાવતી (શહેર)
ભદ્રાવતી (શહેર) : કર્ણાટક રાજ્યના મધ્ય ભાગમાં આવેલા શિમોગા જિલ્લાનું ઔદ્યોગિક શહેર તથા તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 13° 48´ ઉ. અ. અને 75° 46´ પૂ. રે. તે બાબાબુદન હારમાળા નજીક ભદ્રા નદીના બંને કાંઠા પર વસેલું છે. આ વિસ્તારમાં લોહઅયસ્ક, મૅંગેનીઝ અયસ્ક, ચૂનાખડકના જથ્થા મળતા હોવાથી તેમજ ભદ્રા જળવિદ્યુત યોજના…
વધુ વાંચો >ભદ્રેશ્વર (ભદ્રેસર)
ભદ્રેશ્વર (ભદ્રેસર) : કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલું પ્રસિદ્ધ જૈન તીર્થધામ. ભૌગોલિક સ્થાન : 23° 00´ ઉ. અ. અને 69° 45´ પૂ. રે. પ્રાચીન કાળમાં તે ભદ્રાવતી તરીકે ઓળખાતું હતું. કચ્છના અખાત પર મુંદ્રાથી ઈશાન ખૂણે 22 કિમી.ને અંતરે તે આવેલું છે. તેનો ‘વેલાકુલ’ એટલે બંદર તરીકેનો ઉલ્લેખ સિદ્ધરાજ જયસિંહના…
વધુ વાંચો >ભનોત નીરજા
ભનોત નીરજા (જ. 7 સપ્ટેમ્બર, 1963, ચંડીગઢ; અ. 5 સપ્ટેમ્બર, 1986, કરાંચી) : ફરજ બજાવતાં બહાદુરીપૂર્વક મૃત્યુને ભેટનાર, અશોકચક્રથી સન્માનિત ભારતની પ્રથમ મહિલા અને વિમાન પરિચારિકા. ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના સંવાદદાતા હરીશ ભનોત તથા રમા ભનોતને બે પુત્ર બાદ ત્રીજી પુત્રી અવતરી. તેનો ઉછેર મુંબઈમાં થયો અને સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી તે સ્નાતક…
વધુ વાંચો >ભય
ભય : મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિએ, એક પ્રકારનો આવેગ. તે મનુષ્ય સમેત તમામ પ્રાણીમાં જોવા મળે છે. ભય એટલે વાસ્તવિક અથવા પ્રત્યક્ષીકૃત (perceived) ધમકીરૂપ પરિસ્થિતિ પ્રત્યેની એવી તીવ્ર ઉત્તેજનાભરી પ્રતિક્રિયા કે જે વિવિધ આંતરિક શારીરિક ફેરફારો દ્વારા તથા પલાયન કે પરિહારના વર્તન દ્વારા પ્રગટ થાય છે. ભયના આવેગની અનુભૂતિ સ્વયંસંચાલિત મજ્જાતંત્રને સક્રિય…
વધુ વાંચો >ભયાવરોધ
ભયાવરોધ (deterrence) : કોઈ એક મહાસત્તાની પરમાણુતાકાત, જેથી પ્રતિસ્પર્ધી મહાસત્તાને હુમલો કરતાં રોકી શકાય એ પ્રકારની વ્યૂહરચના. મૂળ લૅટિન ભાષાના ‘deterrence’ શબ્દનો અર્થ છે ગભરાટ ઊભો કરવો. ‘ભયાવરોધ’ શબ્દનો વ્યાપક ઉપયોગ પરમાણુયગથી શરૂ થયો. 1949 સુધી અમેરિકા આવાં શસ્ત્રો પર ઇજારો ધરાવતું હતું અને આ ક્ષેત્રે સોવિયેત સંઘ પર સરસાઈ…
વધુ વાંચો >ભરણી
ભરણી : ગુજરાતનાં પૂર્ણવિકસિત સોલંકીકાલીન મંદિરોની પછીતની બહારની દીવાલ(મંડોવર)નો ઉપરના ભાગમાં ઉદગમ અને શિરાવટી વચ્ચે કરવામાં આવતો અલંકૃત થર. આ થર દસમી સદી અને પછીનાં મહામંદિરોમાં જોવામાં આવે છે. દસમી સદીમાં ભરણી ચોરસ અને ક્યારેક બેવડી કરવામાં આવતી. ત્યારે તેના પર તમાલપત્રનું અંકન કરવાનો ચાલ શરૂ થયો નહોતો. પૂર્ણવિકસિત ભરણી…
વધુ વાંચો >ભરત
ભરત : ઋગ્વેદના સમયની આર્યોની એક જાતિ, ટોળી કે સમૂહ. ભરત ટોળીના ત્રિત્સુ પરિવારમાં સુદાસ નામે પ્રતાપી રાજા થઈ ગયો. તેનો રાજ્યવિસ્તાર પાછળથી બ્રહ્માવર્ત તરીકે જાણીતો થયો. ભરતોના કુશિક પરિવારના અગ્રણી વિશ્વામિત્ર સુદાસના ધર્માચાર્ય કે પુરોહિત હતા. તેમણે રાજા સુદાસને વિપાશ (બિયાસ) અને સુતુદ્રી પાસે (સતલજ) નદીઓ પાસે વિજયો અપાવ્યા…
વધુ વાંચો >ભટ્ટીય
ભટ્ટીય (ઈ.પૂ. છઠ્ઠી સદી પહેલાં) : પ્રાચીન સમયમાં મગધનો રાજા. મગધની પૂર્વમાં આવેલા અંગદેશના રાજા બ્રહ્મદત્તે તેને હરાવ્યો હતો; પરંતુ ભટ્ટીયના પુત્ર બિંબિસારે પિતાના પરાજયનું વેર વાળ્યું અને અંગદેશના રાજા બ્રહ્મદત્તને મારી નાખીને અંગનું રાજ્ય તેણે જીતી લીધું. જયકુમાર ર. શુક્લ
વધુ વાંચો >ભટ્ટેન્દુરાજ
ભટ્ટેન્દુરાજ : જુઓ પ્રતીહારેન્દુરાજ
વધુ વાંચો >ભટ્ટોત્પલ
ભટ્ટોત્પલ (ઈ. સ.ની 10મી સદી-ઉત્તરાર્ધ) : જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન કાશ્મીરી લેખક. તેઓ કાશ્મીરના શૈવ સંપ્રદાયના અને પ્રત્યભિજ્ઞાદર્શનના અનુયાયી હતા. તેમના જીવન વિશે વધુ વિગતો મળતી નથી. ફક્ત વરાહમિહિરના ‘બૃહજ્જાતક’ નામના ગ્રંથ પર તેમણે લખેલી ટીકા ઈ. સ. 966માં સમાપ્ત કરી એવો ઉલ્લેખ તેમણે પોતે જ કર્યો હોવાથી તેમનો સમય દસમી સદીના…
વધુ વાંચો >ભઠિયારાની યીસ્ટ
ભઠિયારાની યીસ્ટ (Baker’s yeast) : સૅકેરોમાયસિસ સિરેવિસી (saccharomyces cerevisiae) નામની યીસ્ટની વિશિષ્ટ અંશુ (strain), જે કણક-પિંડ(dough)માં ઝડપથી આથવણક્રિયા કરવાની ક્ષમતા ધરાવે છે. આ યીસ્ટનું ઉત્પાદન જૂથ-સંવર્ધન(batch culture)પદ્ધતિથી મોલૅસિસ, વિટામિનો, ક્ષારો અને નાઇટ્રોજનયુક્ત પદાર્થો ધરાવતા સંવર્ધન-માધ્યમમાં 30° સે. તાપમાને 12થી 18 કલાકના સંપૂર્ણ વાતન વડે થાય છે. સંવર્ધન-માધ્યમમાંથી યીસ્ટને અપકેન્દ્રણ-યંત્ર વડે…
વધુ વાંચો >ભડલી-વાક્યો
ભડલી-વાક્યો : વરસાદની આગાહી માટે પરંપરાથી પ્રચલિત સમગ્ર ભારતની પ્રાદેશિક ભાષાઓમાં લોકોના કંઠે સંઘરાઈ, પ્રચલિત બનેલી ઉક્તિઓ. ભડલી-વાક્યો લોકસાહિત્ય નથી; પણ જ્યોતિષશાસ્ત્રના ત્રણ સ્કંધ ગણિત, હોરા અને સંહિતામાં પરંપરાથી પ્રચલિત ભડલી-વાક્યો છે. તે સંહિતા–જ્યોતિષનો એક વિષય છે. તે વર્ષા, વર્ષાગર્ભ, સદ્યવર્ષા, વગેરેને વર્ણવે છે. હજારો વર્ષની પરંપરાને લીધે સંસ્કૃતમાં સંહિતા-ખંડમાં…
વધુ વાંચો >ભણકાર
ભણકાર : બલવંતરાય ક. ઠાકોરનો કાવ્યસંગ્રહ. ઓગણીસ વર્ષની વયે સાહિત્યસર્જનનો પ્રારંભ કરનાર બલવંતરાયે આયુષ્યના અંત સુધી – ત્રેંસઠ વર્ષ સુધી સર્જન કર્યું હતું. તેમના કાવ્યસંગ્રહ ‘ભણકાર’ની પહેલી ધારા 1918માં તથા બીજી ધારા 1928માં પ્રગટ થઈ. 1942 અને 1951માં તેની સંવર્ધિત આવૃત્તિઓ પ્રગટ થઈ. 1968માં 1951ની આવૃત્તિનું સંશોધિત પુનર્મુદ્રણ થયું. 1942ની…
વધુ વાંચો >ભદોહી
ભદોહી : ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 25´ ઉ. અ. અને 82° 84´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,080 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જૌનપુર, પૂર્વમાં વારાણસી, દક્ષિણમાં મીરઝાપુર અને પશ્ચિમમાં અલ્લાહાબાદ જિલ્લા આવેલા છે.…
વધુ વાંચો >ભદ્ર
ભદ્ર : ગુજરાતનાં મંદિરોમાં ગર્ભગૃહની રચના અને તેના ઊર્ધ્વમાન પરત્વે વૈવિધ્ય આણવા અને મંદિરની દીવાલને મજબૂતાઈ આપવા માટે તેના બહારના ભાગમાં ત્રણે બાજુએ, મધ્યમાં કરવામાં આવતી નિર્ગમિત રચના. આ રચનાથી ગર્ભગૃહના નકશામાં તારાકૃતિ રચાય છે. ઊર્ધ્વદર્શનમાં ગર્ભગૃહની બહારની દીવાલમાં છેક નીચે જંઘા, તેની ઉપર મંડોવર અને મહામંદિરોમાં છેક શિખરના તળિયા(પાયચા)થી…
વધુ વાંચો >ભદ્રબાહુસંહિતા
ભદ્રબાહુસંહિતા : ભારતીય જ્યોતિષશાસ્ત્રનો શ્રુતકેવલી ભદ્રબાહુએ રચેલો ગ્રંથ. તેની હસ્તપ્રત ઈ.સ. 1424માં લખાયેલી પ્રાપ્ત થાય છે. તેથી ઈ.સ.ની પંદરમી સદીમાં તે રચાયેલો મનાય છે. આ ગ્રંથનું સંપાદનપ્રકાશન ભારતીય જ્ઞાનપીઠ–વારાણસી દ્વારા જ્યોતિષાચાર્ય નેમિચંદ્ર શાસ્ત્રી દ્વારા સૌપ્રથમ ઈ.સ. 1944માં 18 ફેબ્રુઆરીના રોજ થયું. તેની બીજી આવૃત્તિ ઈ.સ. 1959ના ફેબ્રુઆરીમાં પ્રકાશિત થઈ. તેની…
વધુ વાંચો >