૧૩.૨૧
બી. જે. મેડિકલ કૉલેજ મ્યુઝિયમ સિવિલ હૉસ્પિટલ અમદાવાદથી બુખારા
બીથોવન, લુડવિગ ફાન
બીથોવન, લુડવિગ ફાન (જ. 16 ડિસેમ્બર 1770, બોન, જર્મની; અ. 26 માર્ચ, 1827, વિયેના, ઑસ્ટ્રિયા) : ઓગણીસમી સદીના સમગ્ર યુરોપિયન સંગીત પર ઘેરી અસર કરનાર સમર્થ સંગીતકાર. પિતૃપક્ષે તેમના દાદા નેધર્લૅન્ડ્ઝના મૂળ વતની હતા. નામમાં જર્મન ફોન(Von)ને સ્થાને ડચ ફાન(Van)નો ઉપયોગ પણ ડચ મૂળિયાં પ્રતિ ઇશારો કરે છે. કુટુંબમાં સંગીતના…
વધુ વાંચો >બીબી અજાણીની દરગાહ
બીબી અજાણીની દરગાહ (દાંડી) : ગુજરાત રાજ્યમાં દાંડીના દરિયાકિનારે આવેલી બીબી અજાણી(હાજિયાણી)ની દરગાહ. તે ‘માઇસાહેબા મજાર’ તરીકે જાણીતી છે. આ સ્થાનક દાઉદી વહોરા કોમનું છે. અસલમાં આ મુઘલકાલીન દરગાહ છે; પરંતુ તેનું મકાન ઈ. સ. 1792માં (હિ. સં. 1207) બનાવવામાં આવેલું અને તેનું સમારકામ ઈ. સ. 1967(હિ. સં. 1382)માં કરવામાં…
વધુ વાંચો >બીબી કા મકબરા
બીબી કા મકબરા : જુઓ ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
વધુ વાંચો >બીબીજી (પંદરમી સદી)
બીબીજી (પંદરમી સદી) : ઈરાનના નામાંકિત ઉરેઝી સૈયદ ખુદમીર બિન સૈયદ બડા બિન સૈયદ યાકૂબની માતા. તેઓ ગુજરાતના ઇતિહાસમાં ‘બીબીજી’ તરીકે જાણીતાં છે. સૈયદ ખુદમીર 12 વર્ષના હતા ત્યારે બીબીજી તેમને લઈને પાટણથી અમદાવાદ આવ્યાં. સૂફી જ્ઞાન મેળવવા માટે બીબીજીએ પોતાનો પુત્ર વટવાના પ્રસિદ્ધ સંત કુતુબે આલમસાહેબને સોંપ્યો. બીબીજી સંસ્કારી…
વધુ વાંચો >બીબીજી કી મસ્જિદ
બીબીજી કી મસ્જિદ : અમદાવાદમાં રાજપુર-ગોમતીપુરના વિસ્તારમાં આવેલી મસ્જિદ. આ મસ્જિદ ગુજરાતના સુલતાન કુત્બુદ્દીને (1451–1459) સૈયદ ખુદમીરની માતા બીબીજી માટે 1454માં બંધાવી હતી. લેખમાં મસ્જિદને જુમા મસ્જિદ તરીકે ઓળખાવી છે. તેનો નિર્માણકાલ ઈ. સ. 1454 છે. હાલ આ મસ્જિદ ગોમતીપુરની મિનારાવાળી મસ્જિદ તરીકે ઓળખાય છે. મસ્જિદના મકસૂરા(મુખભાગ)માં મુખ્ય કમાનની બંને…
વધુ વાંચો >બીબી મુઘલી
બીબી મુઘલી : સિંધના નગરઠઠ્ઠાના રાજા જામ જૂણાની પુત્રી. તે ગુજરાતના સુલતાન મુહમ્મદશાહની બેગમ હતી. ગુજરાતના પ્રસિદ્ધ સુલતાન મહમૂદ બેગડાની તે માતા થાય. સિંધના રાજા જામને બે પુત્રીઓ હતી – મીર્ઘી(મરકી)બીબી અને મુઘલીબીબી. જામ પોતાની આ પુત્રીઓનાં લગ્ન અનુક્રમે મુહમ્મદશાહ અને શાહઆલમ સાથે કરાવવા ઇચ્છતા હતા અને તે માટે તેમણે…
વધુ વાંચો >બી.બી.સી.
બી.બી.સી. : બ્રિટનની સરકારી માલિકીની રેડિયો-ટેલિવિઝન પ્રસારણસંસ્થા. પૂરું નામ બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન. 1922માં એમ્પાયર બ્રૉડકાસ્ટિંગ સર્વિસ નામે ખાનગી પેઢી સ્થપાઈ. તેનું રાષ્ટ્રીયકરણ કરી, 1927માં બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન નામે સંસ્થા એક ખાસ કાયદાથી સ્થાપવામાં આવી. 1922માં નિમાયેલા તેના પ્રથમ નિયામક જૉન રિટ 1938માં નિવૃત્ત થયા. સ્થાપનાપત્રમાં જ અમુક ખાસ બાબતો અંગે…
વધુ વાંચો >બીબું
બીબું (block) : ધાતુનો કે લાકડાનો નાનો લંબઘન ટુકડો, જેની કોતરણી વડે ઉપસાવેલી સપાટી ઉપર શાહી ચોપડીને તેના ઉપર કોરો કાગળ દબાવીને લખાણ અથવા ચિત્રની પ્રતિકૃતિઓ મેળવવામાં આવે છે. અક્ષરો માટેનાં બીબાં સીસાની મિશ્રધાતુનાં બનાવવામાં આવે છે. ચિત્રો માટેનાં બીબાં જસતનાં કે તાંબાનાં પતરાં ઉપર વિશેષ પ્રક્રિયાથી બનાવીને બીબાંમાપની ઊંચાઈના…
વધુ વાંચો >બીમ પાવર ટેટ્રોડ ટ્યૂબ
બીમ પાવર ટેટ્રોડ ટ્યૂબ : ટેટ્રોડ અને પેન્ટોડ-ટ્યૂબ વચ્ચેની ખાસ પ્રકારની ઉપયોગી નિર્વાતનલિકા (vacuum tube). આ પ્રકારની નળીમાં ઇલેક્ટ્રૉનનો પ્રવાહ સુગ્રથિત જૂથમાં (beam) થતો હોવાથી તેને ‘બીમ-પાવર’ નામ આપવામાં આવ્યું છે. તેમાં પેન્ટોડ નળીમાં ગોઠવવામાં આવેલ નિરોધક (suppressor)-ગ્રિડ જેવો અલગ વીજાગ્ર (electrode) ગોઠવવામાં આવતો નથી, પરંતુ આવરક ગ્રિડ અને પ્લેટ…
વધુ વાંચો >બી. જે. મેડિકલ કૉલેજ મ્યુઝિયમ, સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ
બી. જે. મેડિકલ કૉલેજ મ્યુઝિયમ, સિવિલ હૉસ્પિટલ, અમદાવાદ (સ્થા. 1946) : શરીરવિજ્ઞાન અને તબીબી વિદ્યાને લગતું ગુજરાતનું એકમાત્ર વિશાળ અને વૈવિધ્યપૂર્ણ સંગ્રહાલય. બી. જે. મેડિકલ કૉલેજની સ્થાપના સાથે જ શરીરચનાશાસ્ત્ર (anatomy) સંગ્રહાલયની શરૂઆત થઈ હતી. ડૉ. બર્વે, ડૉ. છત્રપતિ અને ડૉ. ભટ્ટના પ્રયત્નો બાદ સંગ્રહાલયની યોજનાને મૂર્ત સ્વરૂપ મળ્યું. 1,124…
વધુ વાંચો >બીટ
બીટ : દ્વિદળી વર્ગમાં આવેલા ચિનોપોડિયેસી કુળની એક દ્વિવર્ષાયુ (biennial) વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Beta vulgaris Linn. છે. તે અરોમિલ માંસલ શાકીય જાતિ છે અને તેનાં મૂળ શર્કરાઓ ધરાવે છે. તે યુરોપ, અમેરિકા, ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશ અને વિશ્વના અન્ય વિવિધ ભાગોમાં વાવવામાં આવે છે. કૃષ્ટ (cultivated) બીટમાં ‘શુગર બીટ’, ‘ઉદ્યાન-બીટ’,…
વધુ વાંચો >બીટનિક જૂથ
બીટનિક જૂથ : બીજા વિશ્વયુદ્ધ પછીની ઠંડા યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન 1956ની આસપાસ અમેરિકામાં ચાલેલી ઝુંબેશ. આ ઝુંબેશમાં બોહીમિયનોનો સ્થાપિત સમાજ અને સ્થાપિત સાહિત્ય સામેનો વિદ્રોહ છે. યુદ્ધોત્તર નિર્ભ્રાન્તિની લાગણીમાંથી જે તણાવો ઊભા થયા, એની અભિવ્યક્તિ આ રૂઢિમુક્ત થવાની ચળવળમાં જોઈ શકાય છે. અમેરિકામાં પશ્ચિમમાં સાનફ્રાન્સિસ્કો અને પૂર્વમાં ન્યૂયૉર્ક એનાં ખાસ…
વધુ વાંચો >બીટલ્સ, ધ
બીટલ્સ, ધ (1960થી 1970) : 1960માં રચાયેલું બ્રિટનનું પૉપ શૈલીનું સુખ્યાત ગાયકવૃંદ. બે ગીતલેખક-નર્તકોએ આ વૃંદની રચના કરી હતી. તેમનાં નામ હતાં ડૉન (વિન્સ્ટન) લેનન (1940–80) અને (જૅમ્સ) પૉલ મૅકાર્થી (1942–), જ્યૉર્જ હૅરિસન (1943–) અને પેટી બેસ્ટ (1941–). તે સૌએ સાથે મળીને લિવરપૂલની કૅવર્ન ક્લબ ખાતે તેમજ હૅમ્બર્ગમાંનાં વિવિધ મનોરંજન-સ્થળોએ…
વધુ વાંચો >બીટાકણ
બીટાકણ : રેડિયોઍક્ટિવ પરમાણુની ન્યૂક્લિયસમાંથી બીટા-ક્ષય (beta decay) દરમિયાન ઉત્સર્જિત થતો શક્તિશાળી કણઇલેક્ટ્રૉન અથવા પૉઝિટ્રૉન. ઇલેક્ટ્રૉન ઋણ અને પૉઝિટ્રૉન ધન વિદ્યુતભાર ધરાવે છે. આ બંને કણો એકબીજાના પ્રતિકણ (antiparticles) છે. તેમનાં દળ સમાન છે અને પ્રત્યેકનું દળ પ્રોટૉનના દળના લગભગ 1840મા ભાગનું હોય છે. આ કણની ઊર્જા 0થી 3 અથવા…
વધુ વાંચો >બીટારોધકો
બીટારોધકો (betablockers) : લોહીનું દબાણ, હૃદયના વિવિધ રોગો ઉપરાંત અન્ય વિકારોમાં વપરાતાં ઔષધો. કેન્દ્રીય ચેતાતંત્રથી સ્વાયત્ત હોય એવા ચેતાતંત્રને સ્વાયત્ત ચેતાતંત્ર અથવા અનૈચ્છિક ચેતાતંત્ર (involuntary nervous system) કહે છે. તેના 2 વિભાગ છે : અનુકંપી ચેતાતંત્ર (sympathetic nervous system) અને પરાનુકંપી ચેતાતંત્ર (para sympathetic nervous system). બંને ચેતાતંત્રોની વિવિધ અવયવોના…
વધુ વાંચો >બીડ (મહારાષ્ટ્ર)
બીડ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક, તાલુકા-મથક તથા નગર. ભૌગોલિક સ્થાન : તે 18° 28´થી 19° 27´ ઉ. અ. અને 74° 54´થી 76° 57´ પૂ. રે. વચ્ચેનો 10,693 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જાલના, ઈશાન અને પૂર્વ તરફ પરભણી અને લાતુર,…
વધુ વાંચો >બીડલ, જ્યૉર્જ વેલ્સ
બીડલ, જ્યૉર્જ વેલ્સ (જ. 22 ઑક્ટોબર 1903, વાહો (Wahot), નેબ્રાસ્કા, યુ.એસ.; અ. 9 જૂન 1989) : વિશ્વવિખ્યાત અમેરિકન જનીનશાસ્ત્રી અને નોબેલ પારિતોષિકવિજેતા. તેમણે જૈવ-રાસાયણિક જનીનશાસ્ત્રના ક્ષેત્રે મહત્વનું સંશોધન કરી જૈવ-રાસાયણિક જનીનવિદ્યા(biochemical genetics)નો ‘જનીનો પાયો નાંખ્યો. ‘જનીનો ઉત્સેચકોની રચના નક્કી કરે છે અને તેમની ચયાપચયી પ્રક્રિયા દ્વારા આનુવંશિક લક્ષણો ઉદભવે છે’…
વધુ વાંચો >બીડી તમાકુ સંશોધન કેન્દ્ર, આણંદ
બીડી તમાકુ સંશોધન કેન્દ્ર, આણંદ : તમાકુનું રોકડિયા પાક તરીકે વિશેષ મહત્વ છે. કૃષિક્ષેત્રે આ પાક સૌથી વધુ જકાત(એક્સાઇઝ)ની આવક તેમજ ખૂબ જ મોટા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ કમાવી આપે છે. વળી આ પાકની ખેતી અને ઉત્પાદનની પશ્ચાદવર્તી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં માનવીને રોજી-રોટી મળે છે. આ અગત્યને ધ્યાનમાં લઈ તમાકુ-સંશોધનની કામગીરી…
વધુ વાંચો >