૧૩.૦૬
બલરામદાસથી બહરામખાં
બલરામદાસ
બલરામદાસ (જ. 1470ના અરસામાં) : ઊડિયા ભાષાના પ્રસિદ્ધ ભક્તકવિ. સમગ્ર ભારતવર્ષમાં જ્યારે પંદરમી-સોળમી સદીમાં ભક્તિનો પ્રચંડ જુવાળ આવ્યો હતો ત્યારે ઓરિસામાં પણ ઉત્તમ ભક્ત કવિઓ પેદા થયા, જેમણે પરંપરાગત જાતિભેદનો વિરોધ કર્યો. બ્રાહ્મણોના અને એ સાથે સંસ્કૃતના આધિપત્યને અવગણી પોતાને નમ્રતાથી ‘શૂદ્ર’ કહી ‘દાસ’ (સેવક) અટકથી પોતાની સ્થાનિક ભાષામાં લખ્યું.…
વધુ વાંચો >બલવાણી, હુંદરાજ
બલવાણી, હુંદરાજ (ડૉ.) [જ. 9 જાન્યુઆરી 1946, લાડકાણા, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી સાહિત્યકાર, વાર્તાકાર, નાટ્યકાર અને પત્રકાર. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી સિંધી–હિંદીમાં એમ.એ.; મુંબઈ યુનિવર્સિટીમાંથી સિંધી બાલસાહિત્યમાં પીએચ.ડી., ગુજરાત યુનિવર્સિટીમાંથી હિંદી–અંગ્રેજીમાં બી.એડ. અને રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા છે. તેમણે સાહિત્યની તમામ શાખાઓમાં લેખનકાર્ય કર્યું છે. સિંધીમાં બાળકોના માસિક…
વધુ વાંચો >બલશ્રી ગૌતમી
બલશ્રી ગૌતમી : ઈસવી સનની બીજી સદીમાં સાતવાહન વંશના રાજા શાતકર્ણિની માતા. અનુ-મૌર્ય કાલમાં દક્ષિણાપથમાં સાતવાહનો(શાલિવાહનો)ની રાજસત્તા પ્રવર્તતી હતી. પહેલી સદીમાં ક્ષહરાત ક્ષત્રપોએ ગુજરાત, માળવા અને મહારાષ્ટ્રના પ્રદેશો પર પોતાની સત્તા જમાવી ત્યારે સાતવાહનોની સત્તા દક્ષિણી પ્રદેશો પૂરતી સીમિત થઈ ગઈ હતી; પરંતુ રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ ક્ષહરાત વંશની સત્તાનો અંત…
વધુ વાંચો >બલા (ખપાટ, ખરેટી, બળબીજ)
બલા (ખપાટ, ખરેટી, બળબીજ) : દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sida cordifolia Linn. (સં. बला; ગુ. બલા, લાડુડી, મામા સુખડી, ખપાટ, બળ, કાંસકી; હિં. खिरैटी, वरियारा; મ. ચીકણી, લઘુચીકણા; બં. રવેતબેરેલા; અં. country-mallow) અને S. rhombifolia Linn. (મહાબલા) છે. આ વનસ્પતિ ભારતમાં ઉષ્ણ અને અર્ધોષ્ણ પ્રદેશોમાં…
વધુ વાંચો >બલાઝુરી
બલાઝુરી (જ. ?, બગદાદ; અ. આશરે 892) : અરબ ઇતિહાસકાર. મૂળ નામ અબુલ હસન એહમદ બિન યહ્યા બિન જાબિર બિન દાઊદ. તેમનાં બે પુસ્તકો : (1) ‘ફતવહલ બુલ્દાન’ અને (2) ‘અન્સાબુલ અશરાફ’ ભૂગોળ તથા ઇતિહાસના સંદર્ભમાં આધારભૂત ગ્રંથો ગણાય છે. મોટાભાગનું જીવન તેમણે બગદાદમાં વિતાવ્યું હતું. તેમના દાદા મિસરમાં અલ-ખસીબની…
વધુ વાંચો >બલાલી સન
બલાલી સન : જુઓ સંવત
વધુ વાંચો >બલિ
બલિ : ભારતીય પૌરાણિક પરંપરાનો પ્રસિદ્ધ દૈત્યરાજ. તે પ્રહલાદનો પૌત્ર અને વિરોચનનો પુત્ર હતો. તેની પત્નીનું નામ વિન્ધ્યાવલી હતું. ઉગ્ર તપસ્યા કરીને પ્રાપ્ત કરેલી શક્તિ વડે તેણે ઇંદ્રને પરાજિત કરી ત્રિલોક પર પ્રભુત્વ સ્થાપ્યું હતું અને એના ઉપલક્ષ્યમાં નર્મદાકાંઠે ભૃગુક્ષેત્રમાં અશ્વેમેધ યજ્ઞનું આયોજન કરી તે નિમિત્તે દાન દેવાનું શરૂ કર્યું.…
વધુ વાંચો >બલિયા
બલિયા : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા પર બિહારની સરહદ નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 33´થી 26° 11´ ઉ. અ. અને 83° 38´થી 84° 39´ પૂ. રે. વચ્ચેનો 2,988 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દેવરિયા જિલ્લો, ઈશાન, પૂર્વ અને…
વધુ વાંચો >બલીપીઠમ્
બલીપીઠમ્ (1959) : તેલુગુ કૃતિ. સ્વાતંત્ર્યોત્તર કાળનાં તેલુગુ લેખિકા રંગનાથમ્માની સ્ત્રીઓની સમસ્યા અને પુરુષો સામેના વિદ્રોહનું એલાન કરતી આ નવલકથાને આંધ્રપ્રદેશની સરકાર તરફથી 1966માં પારિતોષિક માટે પસંદ કરવામાં આવી હતી. રંગનાથમ્મા પુરુષો સામે બંડ કરવા પ્રેરતી લેખિકા તરીકે જાણીતાં છે. એમની આ નવલકથામાં એક કન્યા આંતરજાતીય લગ્ન કરવા ઇચ્છે છે.…
વધુ વાંચો >બલૂચ અલીખાન ઉસ્માનખાન
બલૂચ અલીખાન ઉસ્માનખાન : જુઓ શૂન્ય પાલનપુરી
વધુ વાંચો >બસુ, અમૃતલાલ
બસુ, અમૃતલાલ (જ. 1853; અ. 1929) : બંગાળી નાટકકાર. 1873માં સાર્વજનિક રંગમંચની સ્થાપના થઈ ત્યારથી તેઓ તેની સાથે જોડાયા. તે સંબંધ અંત સુધી ચાલુ રહ્યો. આ મંચ પરનાં નાટકોમાં રાષ્ટ્રીય ચેતના અને ભારતની પરાધીનતા અંગે જાગૃતિ લાવવાની પ્રવૃત્તિ મુખ્ય હતી. બીજો ઉદ્દેશ મનોરંજનનો હતો, જેમાં વિડંબના-નાટકના હાસ્યપરક ‘યાત્રા’(પ્રહસનો)ના પ્રયોગો થતા…
વધુ વાંચો >બસુ, જ્યોતિ
બસુ, જ્યોતિ (જ. 8 જુલાઈ 1914, કલકત્તા) : ભારતના અગ્રણી માર્કસવાદી સામ્યવાદી નેતા તેમજ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન. પૂરું નામ જ્યોતિરિન્દ્ર, પણ પ્રાથમિક શાળામાં દાખલ થતાં ‘જ્યોતિ બસુ’ બન્યા. પિતા નિશિકાંત બસુ વ્યવસાયે તબીબ હતા. એમની માતાનું નામ હેમલતા. તેમણે કલકત્તાની લૉરેટો સ્કૂલમાં અભ્યાસ કર્યો. આ દરમિયાન માતાની ઉદારતા અને…
વધુ વાંચો >બસુ, નંદલાલ
બસુ, નંદલાલ : જુઓ બોઝ નંદલાલ
વધુ વાંચો >બસુ, બુદ્ધદેવ
બસુ, બુદ્ધદેવ (જ. 1908, કોમિલા, બાંગ્લાદેશ; અ. 1974) : બંગાળી ભાષાના કવિ, સમીક્ષક, નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, નાટકકાર. પત્રકારત્વ સાથે પણ તે જોડાયેલા હતા. માતાના મૃત્યુને કારણે તેમનાં નાની સ્વર્ણલતાએ ઉછેર્યા. તરુણ લેખકોના નવા ‘પ્રગતિશીલ’ જૂથને આરંભમાં ટેકો આપી સામયિક ‘પ્રગતિ’ના સહતંત્રી તરીકે 2 વર્ષ (1927–1928) કામગીરી કરી. તે જ વખતે…
વધુ વાંચો >બસુ, મનમોહન
બસુ, મનમોહન (જ. 1831; અ. 1912) : બંગાળી કવિ-ગીતલેખક અને નાટ્યકાર. તેમણે લોકપ્રચલિત પૌરાણિક કથાઓ પરનાં નાટકોનો આરંભ કર્યો. એમાં ભક્તિની અંતર્ધારા પણ હતી. એમણે બંગાળી નાટકનો પ્રવાહ પ્રાચીન ‘યાત્રા’ તરફ વાળ્યો. તેમનું પહેલું નાટક ‘રામાભિષેક’ (1868) રામકથા પરનું ગદ્યમાં લખાયેલું મૌલિક નાટક છે. બીજું નાટક ‘પ્રણયપરીક્ષા’ (1869) બહુ-વિવાહના દોષોને…
વધુ વાંચો >બસુ, મનોજ
બસુ, મનોજ (જ. 25 જુલાઈ 1901, ડાગાઘાટ, જિ. જેસોર) : લોકપ્રિય બંગાળી વાર્તાકાર-નવલકથાકાર. માત્ર 8 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. પ્રાથમિક શિક્ષણ ડોંગાઘાટમાં, માધ્યમિક શિક્ષણ કલકત્તાની રિપન કૉલેજિએટ સ્કૂલમાં. 1924માં બી.એ. તે પછી કાયદાનો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે અધૂરો રહ્યો. વિદ્યાર્થી અવસ્થામાં બંગાળની ચળવળમાં ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા અને…
વધુ વાંચો >બસુ, રાજશેખર
બસુ, રાજશેખર (જ. 1880; અ. 1960) : બંગાળીમાં હાસ્યકથાઓના ઉત્તમ લેખક. તેમની સરખામણી અંગ્રેજી લેખક જેરોમ કે. જેરોમ સાથે કરી શકાય. તેમનાં હાસ્યકથાઓનાં પુસ્તકો ‘ગડ્ડાલિકા’ (1925) અને ‘કજ્જલી’(1927)નાં પ્રકાશનથી એમની વ્યંગચિત્રોની સૃષ્ટિએ રસગ્રાહી બંગાળી સમાજમાં હલચલ મચાવી હતી. પહેલી વાર્તા ‘વિરંચિબાબા’ જેવી પ્રકટ થઈ કે તેમની સફળતા નક્કી થઈ. તેમના…
વધુ વાંચો >બસુ, રામરામ
બસુ, રામરામ (જ. –; અ. 1813) : બંગાળી ગદ્યલેખક અને અનુવાદક. મુઘલ અમલમાં સરકારી ભાષા ફારસી હતી. તેથી મહત્વાકાંક્ષી બ્રાહ્મણનેય ફારસી શીખવી પડતી. સંસ્કૃત તરફ ઓછું ધ્યાન અપાવા લાગ્યું. પંડિતોએ પોથીઓ મૂળ સંસ્કૃત કરતાં બંગાળી અનુવાદમાં ગદ્યમાં રાખવાનું અનુકૂળ માન્યું. પત્રવ્યવહાર અને સરકારી દસ્તાવેજોમાં લોકપ્રચલિત ગદ્યશૈલી હતી, જેમાં અપરિચિત શબ્દો…
વધુ વાંચો >બસુ, શંકરીપ્રસાદ
બસુ, શંકરીપ્રસાદ (જ. 1928, હાવડા, બંગાળ) : ખ્યાતનામ બંગાળી ચરિત્રલેખક અને વિવેચક. 1950માં કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં એમ.એ.ની પ્રથમ ડિવિઝનની પદવી પ્રથમ નંબરે પ્રાપ્ત કરી. વિવિધ કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ કલકત્તા યુનિવર્સિટી ખાતે બંગાળીમાં રીડર તરીકે કામગીરી કરી. તેમણે 1978 સુધીમાં 25 પુસ્તકો પ્રગટ કર્યાં છે. તેમાં મધ્યયુગીન બંગાળી વૈષ્ણવ કવિતા,…
વધુ વાંચો >બસુ, સમરેશ
બસુ, સમરેશ (જ. 1924, કાલકૂટ, ઢાકા, બાંગ્લાદેશ, અ. 1988) : બંગાળી લેખક. તેમની કારકિર્દીની શરૂઆત ઈચપુર ખાતેની રાઇફલ ફૅકટરીમાં નોકરીથી થઈ હતી. તેઓ સામ્યવાદી પક્ષના કાર્યકર હતા. 1946માં તેમણે જેલવાસ ભોગવ્યો હતો. તેમનાં 100થી વધુ પ્રકાશનો પ્રગટ થયાં છે. તેમની મુખ્ય નવલકથાઓમાં ‘વિવર’ (1966); ‘જગદ્દલ’ (1966); ‘પ્રજાપતિ’ (1967); ‘સ્વીકારોક્તિ’ (1968);…
વધુ વાંચો >