૧૩.૦૬
બલરામદાસથી બહરામખાં
બશીર બદ્ર
બશીર બદ્ર (જ. 1935, અયોધ્યા, ઉત્તરપ્રદેશ) : ઉત્તરપ્રદેશના જાણીતા ઉર્દૂ ગઝલકાર. તેમને તેમના શ્રેષ્ઠ ગઝલસંગ્રહ ‘આસ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી અને અધ્યાપનક્ષેત્રમાં જોડાયા. તે પછી મેરઠ યુનિવર્સિટીમાંથી પ્રાધ્યાપકપદેથી સેવાનિવૃત્ત થયા. તેઓ હિંદી, ફારસી અને અંગ્રેજી ભાષાનું…
વધુ વાંચો >બશોલી ચિત્રશૈલી
બશોલી ચિત્રશૈલી : જમ્મુ(કાશ્મીર)ની પૂર્વમાં આવેલા બશોલી નામના રાજ્યમાં પાંગરેલી પહાડી ચિત્રશૈલીની અનોખી છટા. 17મી સદીના ઉત્તરાર્ધમાં એના શ્રીગણેશ મંડાયા. અહીંના મહારાજા સંગ્રામપાલે મુઘલ દરબારમાંથી રુખસદ પામેલા ચિત્રકારોને આશ્રય આપ્યો. 18મી સદીમાં મહારાણા કિરપાલસિંગે પણ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું. આથી મુઘલ શૈલી અને સ્થાનિક લોકશૈલીના સંયોગથી અહીં ‘બશોલી શૈલી’નો ઉદભવ થયો.…
વધુ વાંચો >બસ
બસ : વાહનવ્યવહાર-મુસાફરી માટે વપરાતું એન્જિનથી ચાલતું ચતુષ્ચક્રીય (four-wheel) વાહન. માર્ગ-પ્રવાસ માટે વપરાતાં વાહનોમાં બસ અગ્રેસર છે. હકીકતમાં બસ એ મોટરકારનું મોટું સ્વરૂપ છે. બસમાં પણ મોટરકાર (autocar) જેવા જ મહત્વના ભાગો આવેલા છે; જેમ કે ચાર કે છ સિલિન્ડરવાળું પેટ્રોલ કે ડીઝલથી ચાલતું એન્જિન, ક્લચ, ગિયરબૉક્સ, ગિયર બૉક્સથી પૈડાં…
વધુ વાંચો >બસરા
બસરા : ‘અલ બસરા’ નામથી ઓળખાતું ઇરાકનું બીજા ક્રમે આવતું મોટામાં મોટું શહેર તેમજ મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 30° 25´ ઉ. અ. અને 47° 35´ પૂ. રે. તે ઈરાની અખાતના કિનારેથી આશરે 130 કિમી.ને અંતરે વહેતી શત-અલ-અરબ નદીને પશ્ચિમ કિનારે નજીકમાં વસેલું છે. શત-અલ-અરબ નદી ટાઇગ્રિસ અને યુફ્રેટીસ નદીઓ…
વધુ વાંચો >બસવપુરાણ
બસવપુરાણ : તેલુગુ કૃતિ. સમય તેરમી-ચૌદમી સદી. પાલ્કુરિકી સોમનાથડુએ રચેલા આ કાવ્યને વીરશૈવ સંપ્રદાયનો વેદ મનાય છે. વીરશૈવ સંપ્રદાયના પ્રવર્તક બસવેશ્વેરના પૂર્વજન્મના સંસ્કારોને કારણે એ બાલ્યવયમાં જ ભક્તિ તરફ વળ્યા. યજ્ઞોપવીત વગેરે વૈદિક કર્મકાંડ તથા વર્ણવ્યવસ્થાનો પરિત્યાગ, એકમાત્ર ભક્તિપ્રધાન, વર્ણવ્યવસ્થાહીન તથા સર્વજનસુલભ વીરશૈવ સંપ્રદાયની સ્થાપના, તપશ્ચર્યા, શિવનો સાક્ષાત્કાર, એમનો સંદેશ…
વધુ વાંચો >બસવરાજદેવરા રગાલે
બસવરાજદેવરા રગાલે : મધ્યકાલીન કન્નડ કૃતિ. મધ્યકાલીન કન્નડ સંત કવિ બસવેશ્વરનું કવિ હરિહરને પદ્યમાં લખેલું જીવનચરિત્ર. હરિહરનના સમય વિશે ક્ન્નડ સાહિત્યના ઇતિહાસલેખકોમાં મતભેદ છે; આમ છતાં એટલું નિશ્ચિત છે કે મધ્યકાળમાં બસવેશ્વર વિશે લખનાર હરિહરન પ્રથમ કવિ છે. હરિહરન બસવેશ્વરના સંપર્કમાં આવ્યા નહોતા અને તેથી એમણે બસવેશ્વર વિશેની કિંવદન્તીઓ અને…
વધુ વાંચો >બસવેશ્વર (બસવણ્ણા)
બસવેશ્વર (બસવણ્ણા) (જ. 1131, ઇંગાલેશ્વર બાગેવાડી, જિ. બીજાપુર, કર્ણાટક; અ. 1167, સંગમેશ્વર) : કર્ણાટકના એક મહાન આધ્યાત્મિક નેતા, ક્રાંતિકારી સંત, કન્નડ ભાષાના મહાન કવિ, વિખ્યાત રહસ્યવાદી તથા સમાજસુધારક. પિતા મદિરાજ કે મદારસ બાગેવાડી અગ્રહારના પ્રધાન હતા, જે ‘ગ્રામ નિમાની’ કહેવાતા. માતા મદાલંબિ કે મદાંબિ ધર્મનિષ્ઠ મહિલા અને બાગેવાડીના મુખ્ય દેવતા…
વધુ વાંચો >બસાવન (સોળમી સદી)
બસાવન (સોળમી સદી) : ભારતમાંના મુઘલ રાજદરબારના ચિત્રકાર. પોતાનાં ચિત્રોમાં સુરુચિપૂર્ણ રંગઆયોજન અને માનવપ્રકૃતિના આલેખન માટે તેઓ પંકાયેલા છે. તેઓ ઉત્તર ભારતની આહીર જાતિના હતા. તેમનાં મોટાભાગનાં ચિત્રો 1580થી 1600 સુધીમાં સર્જાયાં હતાં. 100થી પણ વધુ મુઘલ ચિત્રોના હાંસિયામાં તેમનું નામ વાંચવા મળે છે. તેમણે અન્ય ચિત્રકારોના સહકાર વડે ઘણાં…
વધુ વાંચો >બસિલિકૅ
બસિલિકૅ : વિશિષ્ટ મોભો ધરાવતું રોમન કૅથલિક તેમજ ગ્રીક ઑથૉર્ડૉક્સ ચર્ચ. પ્રાચીનતાને કારણે અથવા કોઈ મહત્વના સંત સાથે સંકળાયેલ હોવાને કારણે કે મહત્વના ઐતિહાસિક પ્રસંગ સાથે સંકળાયેલ હોવાને કારણે ખ્રિસ્તી ધર્માધ્યક્ષ બિશપ ચર્ચને ‘બસિલિકૅ’નો દરજ્જો આપે છે. આ દરજ્જા વડે ચર્ચને કેટલાક વિશિષ્ટ અધિકાર મળે છે. જેમાં મુખ્ય અધિકાર એ…
વધુ વાંચો >બસીરહાટ
બસીરહાટ : પશ્ચિમ બંગાળ રાજ્યના ‘ચોવીસ પરગણાં’ જિલ્લાનો તાલુકો, તાલુકામથક તથા જિલ્લાના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલું તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે લગભગ 22° 40´ ઉ. અ. અને 88° 50´ પૂ. રે. પર પશ્ચિમ બંગાળમાં વહેતી જમુના નદીના ઉપરવાસમાં આવેલી ઇચ્છામતી નદીના દક્ષિણ કાંઠા નજીકના ભાગમાં વસેલું છે.…
વધુ વાંચો >બલરામદાસ
બલરામદાસ (જ. 1470ના અરસામાં) : ઊડિયા ભાષાના પ્રસિદ્ધ ભક્તકવિ. સમગ્ર ભારતવર્ષમાં જ્યારે પંદરમી-સોળમી સદીમાં ભક્તિનો પ્રચંડ જુવાળ આવ્યો હતો ત્યારે ઓરિસામાં પણ ઉત્તમ ભક્ત કવિઓ પેદા થયા, જેમણે પરંપરાગત જાતિભેદનો વિરોધ કર્યો. બ્રાહ્મણોના અને એ સાથે સંસ્કૃતના આધિપત્યને અવગણી પોતાને નમ્રતાથી ‘શૂદ્ર’ કહી ‘દાસ’ (સેવક) અટકથી પોતાની સ્થાનિક ભાષામાં લખ્યું.…
વધુ વાંચો >બલવાણી, હુંદરાજ
બલવાણી, હુંદરાજ (ડૉ.) [જ. 9 જાન્યુઆરી 1946, લાડકાણા, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી સાહિત્યકાર, વાર્તાકાર, નાટ્યકાર અને પત્રકાર. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી સિંધી–હિંદીમાં એમ.એ.; મુંબઈ યુનિવર્સિટીમાંથી સિંધી બાલસાહિત્યમાં પીએચ.ડી., ગુજરાત યુનિવર્સિટીમાંથી હિંદી–અંગ્રેજીમાં બી.એડ. અને રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા છે. તેમણે સાહિત્યની તમામ શાખાઓમાં લેખનકાર્ય કર્યું છે. સિંધીમાં બાળકોના માસિક…
વધુ વાંચો >બલશ્રી ગૌતમી
બલશ્રી ગૌતમી : ઈસવી સનની બીજી સદીમાં સાતવાહન વંશના રાજા શાતકર્ણિની માતા. અનુ-મૌર્ય કાલમાં દક્ષિણાપથમાં સાતવાહનો(શાલિવાહનો)ની રાજસત્તા પ્રવર્તતી હતી. પહેલી સદીમાં ક્ષહરાત ક્ષત્રપોએ ગુજરાત, માળવા અને મહારાષ્ટ્રના પ્રદેશો પર પોતાની સત્તા જમાવી ત્યારે સાતવાહનોની સત્તા દક્ષિણી પ્રદેશો પૂરતી સીમિત થઈ ગઈ હતી; પરંતુ રાજા ગૌતમીપુત્ર શાતકર્ણિએ ક્ષહરાત વંશની સત્તાનો અંત…
વધુ વાંચો >બલા (ખપાટ, ખરેટી, બળબીજ)
બલા (ખપાટ, ખરેટી, બળબીજ) : દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Sida cordifolia Linn. (સં. बला; ગુ. બલા, લાડુડી, મામા સુખડી, ખપાટ, બળ, કાંસકી; હિં. खिरैटी, वरियारा; મ. ચીકણી, લઘુચીકણા; બં. રવેતબેરેલા; અં. country-mallow) અને S. rhombifolia Linn. (મહાબલા) છે. આ વનસ્પતિ ભારતમાં ઉષ્ણ અને અર્ધોષ્ણ પ્રદેશોમાં…
વધુ વાંચો >બલાઝુરી
બલાઝુરી (જ. ?, બગદાદ; અ. આશરે 892) : અરબ ઇતિહાસકાર. મૂળ નામ અબુલ હસન એહમદ બિન યહ્યા બિન જાબિર બિન દાઊદ. તેમનાં બે પુસ્તકો : (1) ‘ફતવહલ બુલ્દાન’ અને (2) ‘અન્સાબુલ અશરાફ’ ભૂગોળ તથા ઇતિહાસના સંદર્ભમાં આધારભૂત ગ્રંથો ગણાય છે. મોટાભાગનું જીવન તેમણે બગદાદમાં વિતાવ્યું હતું. તેમના દાદા મિસરમાં અલ-ખસીબની…
વધુ વાંચો >બલાલી સન
બલાલી સન : જુઓ સંવત
વધુ વાંચો >બલિ
બલિ : ભારતીય પૌરાણિક પરંપરાનો પ્રસિદ્ધ દૈત્યરાજ. તે પ્રહલાદનો પૌત્ર અને વિરોચનનો પુત્ર હતો. તેની પત્નીનું નામ વિન્ધ્યાવલી હતું. ઉગ્ર તપસ્યા કરીને પ્રાપ્ત કરેલી શક્તિ વડે તેણે ઇંદ્રને પરાજિત કરી ત્રિલોક પર પ્રભુત્વ સ્થાપ્યું હતું અને એના ઉપલક્ષ્યમાં નર્મદાકાંઠે ભૃગુક્ષેત્રમાં અશ્વેમેધ યજ્ઞનું આયોજન કરી તે નિમિત્તે દાન દેવાનું શરૂ કર્યું.…
વધુ વાંચો >બલિયા
બલિયા : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા પર બિહારની સરહદ નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 33´થી 26° 11´ ઉ. અ. અને 83° 38´થી 84° 39´ પૂ. રે. વચ્ચેનો 2,988 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે દેવરિયા જિલ્લો, ઈશાન, પૂર્વ અને…
વધુ વાંચો >બલીપીઠમ્
બલીપીઠમ્ (1959) : તેલુગુ કૃતિ. સ્વાતંત્ર્યોત્તર કાળનાં તેલુગુ લેખિકા રંગનાથમ્માની સ્ત્રીઓની સમસ્યા અને પુરુષો સામેના વિદ્રોહનું એલાન કરતી આ નવલકથાને આંધ્રપ્રદેશની સરકાર તરફથી 1966માં પારિતોષિક માટે પસંદ કરવામાં આવી હતી. રંગનાથમ્મા પુરુષો સામે બંડ કરવા પ્રેરતી લેખિકા તરીકે જાણીતાં છે. એમની આ નવલકથામાં એક કન્યા આંતરજાતીય લગ્ન કરવા ઇચ્છે છે.…
વધુ વાંચો >બલૂચ અલીખાન ઉસ્માનખાન
બલૂચ અલીખાન ઉસ્માનખાન : જુઓ શૂન્ય પાલનપુરી
વધુ વાંચો >