૧૨.૧૭
પ્રીતિ-ભોજનથી પ્રોજેસ્ટેરોન
પ્રીતિ-ભોજન
પ્રીતિ-ભોજન : વર્ણ કે જ્ઞાતિના ભેદ વિનાનું સદભાવથી અપાયેલું સામૂહિક ભોજન. ભારતમાં સ્તર-રચનાનો મુખ્ય આધાર જ્ઞાતિ છે. જ્ઞાતિ-વ્યવસ્થાના છૂતાછૂતના અત્યંત કડક અને જડ નિયમોને કારણે વિભિન્ન જ્ઞાતિઓના લોકો એકબીજાની સાથે બેસીને ભોજન લઈ શકતા ન હતા. તેથી ઉપરના અર્થમાં પ્રીતિ-ભોજન થયાં હોય તેવાં ઉદાહરણો બહુ ઓછાં મળે છે. ભારતમાં કેટલાક…
વધુ વાંચો >પ્રીમિયમની ચુકવણી (payment of premium)
પ્રીમિયમની ચુકવણી (payment of premium) : વીમાવિધાનમાં વીમાના કરાર એટલે કે પૉલિસીની મહત્વની શરતોમાંની એક. બે પક્ષો વચ્ચેની સમજૂતીને ઘણી વાર લેખિત સ્વરૂપ આપવામાં આવે છે. આવી લેખિત સમજૂતીને કરાર કહે છે. સામાન્ય કરારનાં છ કે સાત લક્ષણો છે : પ્રસ્તાવ, પ્રસ્તાવની સ્વીકૃતિ, પ્રતિદેય (consideration), વિષયવસ્તુની વૈધતા, સંજ્ઞાન (consensus) અને…
વધુ વાંચો >પ્રીસ્ટલી જૉન
પ્રીસ્ટલી જૉન (જ. 13 સપ્ટેમ્બર 1894, બ્રૅડફડર્, ઇંગ્લૅન્ડ. અ. 14 ઑગસ્ટ 1984, વૉર્વિકશાયર) : બ્રિટિશ નવલકથાકાર અને નાટ્યકાર. શાળાનું શિક્ષણ વતનમાં. ત્યારપછી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિક તરીકેની નોકરી બાદ ટ્રિનિટી કૉલેજ, કેમ્બ્રિજમાં અભ્યાસ. કારકિર્દીના આરંભમાં ‘ધ ચૅપમૅન ઑવ્ રાઇમ્સ’ (1918) અને ‘ધ કેમ્બ્રિજ રિવ્યૂ’ માટે લખાયેલાં પ્રાસંગિક લખાણો ‘બ્રીફ ડાઇવર્ઝન્સ’…
વધુ વાંચો >પ્રીસ્ટલી, જૉસેફ બૉયન્ટન
પ્રીસ્ટલી જૉસેફ બૉયન્ટન (જ. 13 માર્ચ 1733, બર્સ્ટોલ ફિલ્ડહેડ (લીડ્ઝ નજીક), યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 6 ફેબ્રુઆરી 1804, નૉર્ધમ્બરલૅન્ડ, પેન્સિલ્વેનિયા, યુ.એસ.) : સ્વિડનના કાર્લ વિલ્હેમ શીલે સાથે સ્વતંત્ર રીતે ઑક્સિજન શોધવાનો યશ પ્રાપ્ત કરનાર અંગ્રેજ પાદરી અને રસાયણવિદ્. બાલ્યાવસ્થામાં અનાથ બનવા છતાં સોળ વર્ષના થયા ત્યાં સુધીમાં તેમણે ભાષામાં સારી પ્રગતિ…
વધુ વાંચો >પ્રુદ્યોનો અખાત
પ્રુદ્યોનો અખાત (Prudhoe Bay) : યુ.એસ.ના અલાસ્કા રાજ્ય સાથે સંકળાયેલો અખાત. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 70 21´ ઉ. અ. અને 148 46 પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આર્કટિક વૃત્તથી આશરે 400 કિમી. ઉત્તરે સ્થિત છે. જે સાગાવનીર્કટોક (Sagavanirktok) નદીકિનારે આવેલ છે. તે ચાપ સ્વરૂપે આવેલો છે. યુ.એસ.ના સેન્સસ બ્યૂરો…
વધુ વાંચો >પ્રુધ્રોં, પિયેરે-જૉસેફ
પ્રુધ્રોં, પિયેરે-જૉસેફ (જ. 15 જાન્યુઆરી 1809, બિસાન્કોન; અ. 19 જાન્યુઆરી 1865, પાસ્સી) : ઓગણીસમી સદીના મધ્ય અને અંત ભાગમાં ઉદ્દામવાદી વિચારોના વિકાસમાં ફાળો આપનાર ફ્રેંચ સ્વાતંત્ર્યવાદી, સામાજિક ચિંતક અને પત્રકાર. શ્રમિક ગરીબ કુટુંબમાં જન્મ. પિતા ધર્મશાળાના ચોકિયાત. 9 વર્ષની વયે પ્રુધ્રોંએ જુરા પર્વતની તળેટીમાં ભરવાડ તરીકે કામ કર્યું. ગ્રામીણ વાતાવરણ…
વધુ વાંચો >પ્રુશન બ્લૂ (ફેરિક ફેરોસાયનાઇડ/ચાઇનીઝ બ્લૂ)
પ્રુશન બ્લૂ (ફેરિક ફેરોસાયનાઇડ/ચાઇનીઝ બ્લૂ) : તાંબા જેવી ચમક ધરાવતો ઘેરા વાદળી રંગનો ઘન પદાર્થ. સૂત્ર : Fe4[Fe(CN)6]3 (ફેરિક ફૅરોસાઇનાઇડ). તે અનેક રીતે બનાવી શકાય છે પણ મોટા પાયા ઉપર તેને બનાવવા માટે ફેરસ સલ્ફેટ તથા પોટૅશિયમ ફેરોસાયનાઇડને મિશ્ર કરીને ઑક્સિજન સાથે તેની પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રુશન બ્લૂ પાણીમાં…
વધુ વાંચો >પ્રુસિનર, સ્ટેન્લી બી.
પ્રુસિનર, સ્ટેન્લી બી. (જ. 1942 અમેરિકા) : દેહધર્મવિદ્યા અને વૈદ્યક માટેનું 1997નું નોબેલ પારિતોષિક મેળવનાર અમેરિકી સંશોધક. પ્રુસિનરે દાકતરીનું પ્રશિક્ષણ લઈ દાકતરનો વ્યવસાય સંભાળવા વિચારેલું પણ, શિક્ષણ અને સંશોધનકાર્યમાં રુચિ વધતાં તે સાન ફ્રાન્સિસ્કોમાં ફૉલિકેર્નિયા યુનિવર્સિટીમાં જોડાયા. 1972માં તે દાક્તર હતા ત્યારે તેમની સારવાર હેઠળના એક રોગીનું ભેદી મરણ થયું.…
વધુ વાંચો >પ્રૂફરીડિંગ
પ્રૂફરીડિંગ : પ્રૂફ વાંચવું તે. છાપવા માટેના લખાણનું કંપોઝ રૂપે જે કાચું છાપપત્ર પ્રૂફ તૈયાર થયું હોય તે વાંચીને ભૂલો સુધારવા નિશાનીઓ દ્વારા સૂચના અપાતી હોય છે. સૂચના પ્રમાણે સુધારા-ઉમેરા કરી છાપવાજોગ છેવટનું છાપપત્ર તૈયાર કરવામાં આવે છે. ‘પ્રૂફ’ નામે ઓળખાતી આવી પ્રતિલિપિ વાંચીને સુધારનારને પ્રૂફરીડર કહે છે. આ કાર્ય…
વધુ વાંચો >પ્રૂસ્ત, માર્સેલ
પ્રૂસ્ત માર્સેલ (જ. 26 સપ્ટેમ્બર 1754, એંજર્સ, ફ્રાન્સ; અ. 5 જુલાઈ 1826, એંજર્સ) : ફ્રેંચ નવલકથાકાર. ફ્રેંચ કૅથલિક કુટુંબના પિતા અને શ્રીમંત યહૂદી કુટુંબનાં માતાનું સંતાન. પિતા ખ્યાતનામ દાક્તર. પ્રૂસ્ત ઉપર 1880માં પ્રથમ વાર અસ્થમાનો હુમલો થયો. ત્યારબાદ તે દર્દ જીવનભર તેમનો પીછો કરતું રહ્યું. બાળપણમાં પોતાની નાનીમા સાથે ઇલિયસૅ…
વધુ વાંચો >પ્રેમ પ્રકાશ
પ્રેમ પ્રકાશ (જ. 7 એપ્રિલ 1932, લુધિયાણા, પંજાબ) : જાણીતા પંજાબી વાર્તાકાર. તેમને તેમના શ્રેષ્ઠ વાર્તા-સંગ્રહ ‘કુઝ અનકિહા વી’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે 22 વર્ષની ઉંમરે પંજાબીમાં બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. 1963માં પત્રકારત્વનો ડિપ્લોમા અને બે વર્ષ બાદ ઉર્દૂમાં એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે બદગુજ્જરાંમાં ખેતીવાડી…
વધુ વાંચો >પ્રેમમાર્ગી સાધક
પ્રેમમાર્ગી સાધક : સૂફી સાધકો અને પ્રેમમાર્ગી કવિઓ માટે પ્રયોજાતો શબ્દ. સૂફીઓ પોતાની સાધનામાં પ્રેમને ખૂબ મહત્વ આપે છે. તેમને મતે પ્રેમનું અસ્તિત્વ સાધનાના પ્રારંભથી જ હોય છે અને તેની પરિણતિ પણ પ્રેમમાં જ થાય છે. પરમ પ્રિયતમ પરમાત્માને પ્રેમ દ્વારા પ્રાપ્ત કરવા એ સૂફી સાધનાનું મુખ્ય અંગ છે. સૂફીઓ…
વધુ વાંચો >પ્રેમ, રમેશ
પ્રેમ રમેશ (જ. 1927) : વિચિત્રવીણાના અગ્રણી વાદક તથા કિરાના ઘરાનાના ગાયક. જન્મ સીમાંત પંજાબ રાજ્યમાં એક નાના ગામમાં થયો હતો. પિતા દૌલતરામ સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરતા હતા. તેમણે શાસ્ત્રીય કંઠ્ય સંગીતનું પ્રાથમિક શિક્ષણ ત્રણ વર્ષ સુધી શ્રુતિરતન નામના સંગીતકાર પાસેથી મેળવ્યું હતું અને ત્યારપછી વિચિત્રવીણા-વાદન પ્રત્યે રુચિ પેદા થતાં…
વધુ વાંચો >પ્રેમાનંદ
પ્રેમાનંદ (ઈ. સ. સત્તરમી સદી – ઉત્તરાર્ધ ) : આખ્યાનકાર શિરોમણિ. પ્રેમાનંદના જીવન વિશે જે માહિતી મળે છે તેમાં વિશ્વાસપાત્ર હકીકત પ્રમાણમાં ઓછી છે. એની મોટાભાગની કૃતિઓમાં એણે રચનાવર્ષ આપ્યાં છે. એ પરથી એના સમય વિશે અનુમાન થઈ શકે છે. તેની કૃતિઓમાં વહેલામાં વહેલી રચનાસાલ દર્શાવતી કૃતિઓ છે ‘ચંદ્રહાસ-આખ્યાન’ (1671)…
વધુ વાંચો >પ્રેમાનંદ (‘પ્રેમસખી’)
પ્રેમાનંદ (‘પ્રેમસખી’) [જ. અઢારમી સદી ઉત્તરાર્ધ; અ. 1855 (સં. 1911, માગસર સુદ 1)] : સ્વામિનારાયણ સંપ્રદાયના આઠ ભક્ત-કવિઓ પૈકીના એક. પ્રચલિત માહિતી અનુસાર તેઓ ગાંધર્વ કે ગવૈયા જ્ઞાતિના હતા. નાનપણમાં માતાપિતાનું અવસાન થતાં બાવાઓના હાથમાં સપડાયેલા. દોરા (જિ. ભરૂચ) ગામે સ્વામિનારાયણી સાધુ જ્ઞાનદાસજીના સંપર્ક પછી તેઓ ગઢડા કે જૂનાગઢમાં સહજાનંદ…
વધુ વાંચો >પ્રેમાનંદ સાહિત્ય સભા
પ્રેમાનંદ સાહિત્ય સભા : ગુજરાતીના આખ્યાનકવિ પ્રેમાનંદની સ્મૃતિમાં તેના વતન વડોદરામાં સાહિત્ય, સંગીત, કલા-સંસ્કાર પ્રવૃત્તિ ચલાવતી સંસ્થા. મૂળ નામ ‘વડોદરા સાહિત્ય સભા’. સ્થાપના 11મી નવેમ્બર 1916. ‘શ્રી પ્રેમાનંદ સાહિત્ય સભા’નું નામાભિધાન 1 જાન્યુઆરી 1944ના રોજ. સભાનું વિશાળ ભવન વડોદરા ખાતેના દાંડિયા બજાર સ્થિત લકડી પુલ સામે 145.33 ચોમી. જમીનમાં બંધાયેલું…
વધુ વાંચો >પ્રેમાભાઈ હીમાભાઈ
પ્રેમાભાઈ હીમાભાઈ (જ. 1815, અમદાવાદ; અ. 1887, અમદાવાદ) : અમદાવાદના દાનવીર નગરશેઠ. ભારતના મુઘલ બાદશાહ જહાંગીર પાસેથી નગરશેઠનો ઇલકાબ મેળવનાર શાંતિદાસ ઝવેરી(1590–1660)ના વંશજ પ્રેમાભાઈ વીશા ઓસવાળ જૈન હતા. તેઓ ધનિક કુટુંબના હતા. તેઓ અફીણ અને રૂનો વેપાર, ધીરધાર તથા શરાફી જેવા પરંપરાગત વ્યવસાયો દ્વારા શ્રીમંત બન્યા હતા. પ્રેમાભાઈ, ફૉર્બ્સ, ભોળાનાથ…
વધુ વાંચો >પ્રેરક ચેતાકોષવિકાર (motor neurone disease)
પ્રેરક ચેતાકોષવિકાર (motor neurone disease) : સ્નાયુઓનું નિયંત્રણ કરતા ચેતાકોષોનો વિકાર. સામાન્ય રીતે તે પુખ્ત વયે (40 વર્ષની વય પછી) પુરુષોમાં થાય છે. શરીરના સ્નાયુઓનું સંકોચન કરાવતા ચેતાકોષો(neurones)ને પ્રેરક ચેતાકોષો કહે છે. કરોડરજ્જુ અથવા મેરુરજ્જુ(spinal cord)ના આગળ તરફના ભાગમાં આવેલા ભૂખરા રંગના દ્રવ્યને અગ્રશૃંગ (anterior horn) કહે છે. તેમાં સ્નાયુઓનું…
વધુ વાંચો >પ્રેરકત્વ (inductance)
પ્રેરકત્વ (inductance) : વિદ્યુત-પરિપથમાં વહન કરતા વિદ્યુતપ્રવાહના ફેરફારનો વિરોધ કરતો વિદ્યુત-પરિપથનો ગુણધર્મ. વાહકમાં વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર પેદા થાય છે. લેન્ઝના નિયમ મુજબ આવું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતપ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. ચુંબકીય ક્ષેત્રના વિરોધ પરત્વે પરિપથની પ્રતિક્રિયાને પ્રેરકત્વ તરીકે ઓળખવામાં આવે છે. સ્થિર સીધા પ્રવાહ…
વધુ વાંચો >પ્રેરણ–ચુંબકીય (inductionmagnetic )
પ્રેરણ–ચુંબકીય (induction–magnetic) : વિદ્યુતપ્રવાહમાં ફેરફાર થવાથી પરિપથમાં વિદ્યુતચાલકબળ અથવા વિદ્યુતદબાણ ઉત્પન્ન થવાનો ગુણધર્મ. તેને વિદ્યુતચુંબકીય પ્રેરણ (electro magnetic induction) પણ કહે છે. આત્મપ્રેરણ એ કોઈ વાહક ગૂંચળામાં થતા પ્રવાહને કારણે તેમાં ઉદભવતા ઈ.એમ.એફ.(વોલ્ટેજ)ની ઘટના છે. કોઈ વાહકમાં પ્રવાહ વહે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉદભવે છે, જેનું ચુંબકીય ફલક્સ…
વધુ વાંચો >