૧૨.૦૫

પ્રજનનતંત્ર (માનવેતર)થી પ્રતાપગઢ (2)

પ્રજનનતંત્ર (માનવેતર)

પ્રજનનતંત્ર (માનવેતર) સજીવોમાં પોતાના જેવાં લક્ષણો ધરાવતી પ્રજા ઉત્પન્ન કરવાની પ્રક્રિયા અને તેને લગતું તંત્ર. બધાં સજીવો પોતાની પુખ્તાવસ્થા દરમિયાન પોતાનાં જેવાં સંતાન નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી દરેક વ્યક્તિના મૃત્યુ પછી પણ વંશવેલો ચાલુ રહે છે. પ્રજનનના બે પ્રકાર છે : અલિંગી અને લિંગી. અલિંગી પ્રજનનમાં માત્ર એક…

વધુ વાંચો >

પ્રજનનતંત્રના રોગો (પશુ)

પ્રજનનતંત્રના રોગો (પશુ) પાલતુ પશુઓના પ્રજનનતંત્રને લગતા રોગો. પશુઓમાં થતી પ્રજનનપ્રક્રિયા પ્રાણીના વંશનું સાતત્ય જાળવવામાં તેમજ પશુધનની સતત ઉપલબ્ધિમાં સાવ અનિવાર્ય છે. આર્થિક રીતે અગત્યનાં ઊન, ઈંડાં, માંસ, ચામડાં, દૂધ અને પ્રાણીજન્ય દવાઓ વગેરેની પ્રાપ્તિ ઉપરાંત બળદ, ઘોડા, ઘેટાં, બકરાં, ડુક્કર, કૂતરાં, બિલાડી જેવાં પાલતુ પ્રાણીઓનું ઉત્પાદન પ્રજનનતંત્રને લીધે જળવાઈ…

વધુ વાંચો >

પ્રજનનદર (fertility rate)

પ્રજનનદર (fertility rate) : બાળકોને જન્મ આપી શકે એવી દર 1,000 સ્ત્રીઓ દીઠ દર વર્ષે જીવંત જન્મતાં બાળકોની સરેરાશ સંખ્યા. આને સામાન્ય પ્રજનન દર (general fertility rate) તરીકે ઓળખવામાં આવે છે અને તે સામાન્ય રીતે 15થી 49 વર્ષની વયજૂથની સ્ત્રીઓના સંદર્ભમાં ગણવામાં આવે છે. દેશમાં વસ્તીવૃદ્ધિનાં ભાવિ વલણો જાણવાની ર્દષ્ટિએ…

વધુ વાંચો >

પ્રજાતિ (genus)

પ્રજાતિ (genus) : કોઈ એક કુળમાં આવેલાં સામાન્ય લક્ષણ ધરાવતાં સજીવોના સમૂહો. દાખલા તરીકે બિલાડી (Felidae) કુળમાં Felis (બિલાડાં), Panthera (વાઘ, સિંહ, દીપડા) અને Acinyx (ચિત્તા) જેવી પ્રજાતિઓ આવેલી છે. જોકે Equidae કુળ એક જ Equus (ઘોડા, ઝીબ્રા, ગધેડા) પ્રજાતિનું બનેલું છે. પ્રજાતિમાં એક અથવા એક કરતાં વધારે જાતિઓ(species)નો સમાવેશ…

વધુ વાંચો >

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય : વિશ્વના ઉત્થાન માટે નૈતિક મૂલ્યો અને રાજયોગનું આધ્યાત્મિક જ્ઞાન આપતી અને મુખ્યત્વે સ્ત્રીઓ દ્વારા ચાલતી સંસ્થા. આ સંસ્થા 1936–37માં દાદા લેખરાજ નામના ઝવેરાતના વેપારીએ 60 વર્ષની વયે સ્થાપેલી. દાદા લેખરાજ 1877માં જન્મેલા. એમને 60 વર્ષની વયે એકવીસમી સદીમાં મૂલ્યનિષ્ઠ, નૈતિક, ધાર્મિક અને સમૃદ્ધ સમાજની સ્થાપના…

વધુ વાંચો >

પ્રજાબંધુ

પ્રજાબંધુ : વીતેલા યુગનું પ્રભાવશાળી ગુજરાતી સાપ્તાહિક પત્ર. 6 માર્ચ, 1898ના રોજ ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકનો પ્રારંભ. ભગુભાઈ ફતેહચંદ કારભારીએ લગભગ દોઢ વર્ષ સુધી ‘પ્રજાબંધુ’ના તંત્રીપદે રહી તેનું સંચાલન કર્યું. લેખ લખવાનું, પ્રૂફ સુધારવાનું અને અંક તૈયાર થાય ત્યારે તેને ટપાલમાં પહોંચાડવાનું કામ પણ ભગુભાઈએ જાતે જ કરવું પડતું. આ સાપ્તાહિકમાં શરૂઆતમાં…

વધુ વાંચો >

પ્રજાસત્તાક

પ્રજાસત્તાક : સાર્વત્રિક પુખ્તવય મતાધિકારના ધોરણબળે મતદારો દ્વારા નિશ્ચિત મુદત માટે ચૂંટાયેલી સરકાર. એવી સરકાર ધરાવતા દેશોને પ્રજાસત્તાક દેશો કહેવામાં આવે છે. પ્રજાસત્તાકમાં મતદારો સાર્વભૌમ સત્તા ધરાવતા હોય છે તથા રાજ્યનો ચૂંટાયેલ વડો બિનવારસાગત રીતે નિશ્ચિત મુદત માટે પ્રજાના નામે શાસન ચલાવતો હોય છે. આ રીતે ચૂંટાયેલ પ્રમુખ સામાન્ય રીતે…

વધુ વાંચો >

પ્રજાસત્તાક દિન

પ્રજાસત્તાક દિન : સ્વતંત્ર ભારતનું બંધારણ જે દિવસથી અમલમાં આવ્યું તે દિવસ. 26 જાન્યુઆરી, 1950ના દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું અને તેથી પ્રતિવર્ષ તે દિવસ ભારતના રાષ્ટ્રીય પર્વ તરીકે ઊજવવામાં આવે છે. ડિસેમ્બર 1926માં લાહોર ખાતે પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું અધિવેશન યોજવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં પસાર કરેલા…

વધુ વાંચો >

પ્રજાસમાજવાદી પક્ષ

પ્રજાસમાજવાદી પક્ષ : પ્રજાલક્ષી સમાજવાદને વરેલો પક્ષ. સ્થાપના : ઑગસ્ટ 1952. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષમાં સમાજવાદી વિચારધારામાં વિશ્વાસ ધરાવતા કેટલાક યુવાન સભ્યોએ સમાજવાદી ચિંતન વિશે ભારતીય સંદર્ભમાં વિચારણા આરંભી. પરિણામે 1934માં કૉંગ્રેસની અંદર જ કૉંગ્રેસ સમાજવાદી જૂથની રચના કરવામાં આવી. જયપ્રકાશ નારાયણ, યૂસુફ મહેરઅલી, અચ્યુત પટવર્ધન, મીનુ મસાણી, અશોક મહેતા,…

વધુ વાંચો >

પ્રજીવ (protozoa)

પ્રજીવ (protozoa) માત્ર એક સસીમકેન્દ્રી કોષ(eukaryote)નું બનેલું શરીર ધરાવતાં સૂક્ષ્મજીવી પ્રાણીઓનો સમૂહ. સામાન્યપણે તેમને એકકોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ પ્રારૂપિક પ્રાણીકોષની જેમ તે માત્ર એક જ વિશિષ્ટ કાર્ય કરવાને બદલે, શરીરની તમામ દેહધાર્મિક ક્રિયાઓનું સંચાલન કરે છે. આ કારણસર ઘણા વિજ્ઞાનીઓ પ્રજીવને અકોષીય (acellular) કહે છે. અત્યાર સુધીમાં…

વધુ વાંચો >

પ્રજીવજન્ય પશુરોગો

Feb 5, 1999

પ્રજીવજન્ય પશુરોગો પાલતુ પશુ-પક્ષીઓના પરોપજીવી પ્રજીવોને કારણે ઉદભવતા રોગો. સામાન્ય રીતે નીચે જણાવેલ પ્રજીવજન્ય રોગોથી પાલતુ જાનવરો પીડાતાં હોય છે : (1) ઍનાપ્લાઝ્મૉસિસ (2) બૅબેસિયોસિસ, (3) થાઇલેરિયૉસિસ (4) ટ્રિપૅનોસોમિયાસિસ, (5) કૉક્સિડિયૉસિસ, (6) ટ્રાયકોમોનિયાસિસ (7) હિસ્ટોમોનિયાસિસ અને (8) બેલેન્ટિડિયૉસિસ. 1. ઍનાપ્લાઝ્મૉસિસ : ઍનાપ્લાઝ્મા નામના સૂક્ષ્મ જીવોથી થતો રોગ. વર્ગીકરણમાં આ સૂક્ષ્મ…

વધુ વાંચો >

પ્રજ્ઞપ્તિ (પન્નત્તિ)

Feb 5, 1999

પ્રજ્ઞપ્તિ (પન્નત્તિ) : જૈન આગમ ગ્રંથો. પ્રાકૃત ભાષામાં રચાયેલી (1) જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ, (2) ચંદ્રપ્રજ્ઞપ્તિ, (3) સૂર્યપ્રજ્ઞપ્તિ, (4) દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ અને (5) વિયાહપન્નત્તિ (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ ?) – એ પાંચ રચનાઓનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. પહેલી ચાર રચનાઓને સ્થાનાંગસૂત્ર મુજબ ઉપાંગો ગણવામાં આવી છે, જ્યારે છેલ્લી રચના વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ એ ભગવતીસૂત્ર નામનું અંગ ગણાય છે.…

વધુ વાંચો >

પ્રજ્ઞપ્તિદેવી

Feb 5, 1999

પ્રજ્ઞપ્તિદેવી : શ્વેતાંબર જૈન પરંપરામાં વિદ્યાદેવી અને દિગંબર પરંપરામાં ભગવાન સંભવનાથનાં શાસન દેવી યક્ષી. આચાર-દિનકર પ્રમાણે શ્રુતદેવતા પ્રજ્ઞપ્તિને બે હાથ હોય છે જેમાં કમળ અને શક્તિ ધારણ કરેલાં હોય છે. નિર્વાણકલિકા અનુસાર દેવીને ચાર હાથ હોય છે અને એમાં વરદ, શક્તિ, માતુલિંગ અને શક્તિ ધારણ કર્યાં હોય છે. દેવીનો વર્ણ…

વધુ વાંચો >

પ્રજ્ઞાપારમિતા

Feb 5, 1999

પ્રજ્ઞાપારમિતા : બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયની જ્ઞાનદાતા દેવી. બાર પારમિતાઓમાં પણ એનો સમાવેશ થયેલો છે. મહાયાનીઓના બધા ફિરકા તેને જ્ઞાનની દેવી તરીકે પૂજે છે. જોકે કેટલાક તેને બુદ્ધની માતા તરીકે પણ ઓળખાવે છે. પ્રજ્ઞાપારમિતાની પૂજાનો પ્રચાર નાગાર્જુન અને આર્ય અસંગે કર્યો હોવાનું મનાય છે. ભારત બહાર એનો પ્રચાર બીજી સદીથી…

વધુ વાંચો >

પ્રણાલન (channeling/channelization)

Feb 5, 1999

પ્રણાલન (channeling/channelization) : ભૌતિકવિજ્ઞાનમાં, કોઈ માધ્યમની અંદર રહેલાં રિક્ત-સ્થાન (voids) કે ઓછી ઘનતાવાળા ભાગ તરફ કણો અથવા તરલનું વહન. પ્રણાલન દ્વારા માધ્યમમાં બધી જગ્યાએ ઘનતા એકસમાન બને છે. ઘન પદાર્થોના ભૌતિકવિજ્ઞાનમાં, પ્રણાલન એટલે વેગીલાં આયનો (ions) તેમજ પરમાણુઓનું એવી દિશામાં પરિવહન (transport) કે જ્યાં સ્ફટિક અથવા લૅટિસના પરમાણુઓ નિકટ-બદ્ધ (closed-packed)…

વધુ વાંચો >

પ્રણોદકો (propellants)

Feb 5, 1999

પ્રણોદકો (propellants) : પૂર્વનિર્ધારિત, નિયંત્રિત માત્રામાં દહન પામી ગરમી તથા વાયુઓ ઉત્પન્ન કરવા દ્વારા પ્રણોદી (નોદક) (propulsive) હેતુઓ માટે ઉપયોગી ગતિજ ઊર્જા ઉત્પન્ન કરતાં રાસાયણિક ઇંધનો. પાત્રમાંના પદાર્થને વાયુવિલયો (aerosols) રૂપે બહાર ફેંકતા દાબિત (compressed) વાયુને પણ પ્રણોદક કહેવામાં આવે છે. પ્રણોદકનો મુખ્ય હેતુ સંયોજનના ખૂબ ઝડપી દહન દ્વારા પ્રતિ…

વધુ વાંચો >

પ્રતાપ

Feb 5, 1999

પ્રતાપ : ગુજરાતી વર્તમાનપત્ર. 1926માં સૂરત ખાતે સાપ્તાહિક રૂપે પ્રારંભ. તંત્રી કાલિદાસ કૃપાશંકર શેલત. પછીથી દૈનિક અને સાપ્તાહિક બંને સ્વરૂપે પ્રગટ થતા રહેલા ‘પ્રતાપ’નો ફેલાવો બહોળો હતો. એની સજાવટમાં, ખાસ કરીને તંત્રીલેખોમાં ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકની છાપ સ્પષ્ટ જણાતી. સ્વાતંત્ર્યસંગ્રામનો સમય હોવાથી ‘પ્રતાપ’ રાષ્ટ્રભાવનાનું સમર્થક હતું. 1961માં ‘પ્રતાપ’નો વહીવટ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના હાથમાં…

વધુ વાંચો >

પ્રતાપગઢ (1)

Feb 5, 1999

પ્રતાપગઢ (1) : ઉત્તરપ્રદેશ રાજ્યનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : તે 25 34´થી 26 11´ ઉ. અ. અને 81 19´ પૂ. રે. થી 82 27  પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે સુલતાનપુર જિલ્લો, દક્ષિણે અલાહાબાદ જિલ્લો, પૂર્વે જોનપુર જિલ્લો અને પશ્ચિમે ફત્તેહપુર તેમજ વાયવ્યે રાયબરેલી જિલ્લા તેમજ  નૈર્ઋત્યે ગંગા નદી…

વધુ વાંચો >

પ્રતાપગઢ (2)

Feb 5, 1999

પ્રતાપગઢ (2) : રાજસ્થાનના ચિતોડગઢ જિલ્લામાં આવેલું એક નગર. ભૌ. સ્થાન : 24° 02´ ઉ. અ. અને 74° 47´ પૂ. રે. તે ચિતોડગઢથી દક્ષિણે, બાંસવાડા તેમજ ડુંગરપુરથી ઈશાનમાં તથા મંદસોર(મ.પ્ર.)થી પશ્ચિમમાં આવેલું છે. 15મી સદીમાં સ્થપાયેલા પ્રતાપગઢના દેશી રજવાડાનું તે મુખ્ય વહીવટી મથક હતું. 1689માં નગર તરીકે તે જાણીતું બનેલું…

વધુ વાંચો >