૧૧.૧૫

પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.)થી પુંડલિક

પુલકેશી-1

પુલકેશી-1 : ચાલુક્ય વંશનો પ્રથમ સ્વતંત્ર રાજા. વાતાપી કે બાદામી(જિ. બિજાપુર)ના ચાલુક્ય વંશમાં ઈસુની છઠ્ઠી સદીના આરંભમાં જયસિંહ વલ્લભ નામનો રાજા થયો. એણે રાષ્ટ્રકૂટ વંશના રાજા કૃષ્ણના પુત્ર ઇન્દ્રને હરાવી બાદામી ઉપર પોતાની સર્વોપરીતા સ્થાપી. એના પછી એનો પુત્ર રણરાગ એ પ્રદેશનો રાજા બન્યો. રણરાગનો પુત્ર પુલકેશી-1 ઘણો પરાક્રમી હતો.…

વધુ વાંચો >

પુલકેશી-2

પુલકેશી-2 : બાદામીના ચાલુક્ય વંશનો શ્રેષ્ઠ રાજવી. વાતાપીના ચાલુક્ય વંશનો પ્રથમ સ્વતંત્ર રાજા પુલકેશી-1 (ઈ. સ. 535થી 566) હતો. તેના પછી તેના મોટા પુત્ર કીર્તિવર્મન્ ઉર્ફે કીર્તિરાજે 566થી 597 સુધી રાજ્ય કર્યું. કીર્તિવર્મન્ના અવસાન-સમયે એના પુત્રો નાની વયના હતા. તેથી એના પછી એનો નાનો ભાઈ મંગલેશ (597-610) ગાદીએ આવ્યો. એણે…

વધુ વાંચો >

પુલિત્ઝર જૉસેફ

પુલિત્ઝર, જૉસેફ : (જ. 10 એપ્રિલ 1847, મૅકો, હંગેરી; અ. 29 ઑક્ટોબર 1911, અમેરિકા) : અખબારી જૂથના માલિક અને વિશ્વપ્રસિદ્ધ પુરસ્કારના પ્રણેતા. 1864માં તે હંગેરીથી સ્થળાંતર કરીને અમેરિકા આવ્યા અને અમેરિકાના લશ્કરમાં જોડાયા. પછીના જ વર્ષે તેમને લશ્કરમાંથી છૂટા કરી દેવાયા અને અકિંચન અવસ્થામાં તે સેંટ લૂઈ ખાતે આવ્યા; ત્યાં…

વધુ વાંચો >

પુલિત્ઝર પ્રાઇઝ

પુલિત્ઝર પ્રાઇઝ : એ નામનો સાહિત્ય, શિક્ષણ અને બીજી જાહેર પ્રવૃત્તિઓના ક્ષેત્રે અપાતો ઍવૉર્ડ. ‘ન્યૂયૉર્ક વર્લ્ડ’ સામયિકના પ્રકાશક જોસેફ પુલિત્ઝર દ્વારા કોલંબિયા યુનિવર્સિટીની પત્રકારત્વ-શાખાને 1917માં અપાયેલ વીસ લાખ ડૉલરના દાનની રકમ પૈકી અલાયદા રાખેલ પાંચ લાખ ડૉલરની આવકમાંથી પ્રતિવર્ષે 21 જેટલાં પારિતોષિક જાહેરસેવા, પ્રજાકીય મૂલ્યો, અમેરિકન સાહિત્ય અને શિક્ષણના ઉત્કર્ષ…

વધુ વાંચો >

પુલિંદ

પુલિંદ : ભારતની મહત્વની આદિમ જાતિ. તે જાતિઓમાં પુલિંદ જાતિ જાણીતી છે. શબરો, આભીરો, પુલ્કસો વગેરેની જેમ એ આર્યેતર જાતિ હતી. આ પુલિંદોનો ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણ(7.92.18)માં મળે છે, જેમાં આંધ્રો, શબરો, પુંડ્રો અને મૂતિબો જેવી સરહદી પ્રદેશોમાં રહેતી દસ્યુ જાતિઓ સાથે તેનો ઉલ્લેખ કરાયો છે. વિશ્વામિત્રના શાપિત પુત્રોમાંથી આવી જાતિઓ…

વધુ વાંચો >

પુલીકટ (સરોવર)

પુલીકટ (સરોવર) : આંધ્રપ્રદેશમાં બંગાળના ઉપસાગર પર કોરોમાંડલ કિનારે આવેલું ખારા પાણીનું ખાડી સરોવર. ભૌગોલિક સ્થાન : 13o 40′ ઉ. અ. અને 80o 10′ પૂ. રે. પર આંધ્રપ્રદેશના નેલોર જિલ્લા અને તમિળનાડુના ચિંગલીપુટ જિલ્લાની સરહદે તે આવેલું છે. તેની લંબાઈ ઉત્તર-દક્ષિણ 50 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ સ્થાનભેદે 3થી 18 કિમી.…

વધુ વાંચો >

પુલ્કોવો ઑબ્ઝર્વેટરી – રશિયા

પુલ્કોવો ઑબ્ઝર્વેટરી – રશિયા : સેંટ પીટર્સબર્ગની પાસે આશરે 75 મીટર જેટલી ઊંચાઈએ આવેલી રશિયાની વેધશાળા. પ્રાપ્ત સંદર્ભો અનુસાર એની સ્થાપના 1839માં રશિયાના સમ્રાટ નિકોલસ – પહેલાના આશ્રયે વિલ્હેમ સ્ટુવ (1793-1864) નામના ખગોળશાસ્ત્રીએ કરી અને તે એના પ્રથમ નિયામક બન્યા. 1862માં એમની નાદુરસ્ત તબિયતને કારણે વેધશાળાનું સંચાલન એમના પુત્ર ઑટો…

વધુ વાંચો >

પુવાર ઇન્દુ

પુવાર, ઇન્દુ (જ. 19 જાન્યુઆરી 1940, રૂપાલ, જિ. સાબરકાંઠા; અ. 15 ઑક્ટોબર 2013, અમદાવાદ) : ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર. મૂળ નામ ઇન્દ્રસિંહ કરણસિંહ પુવાર. 1959-75 દરમિયાન માધ્યમિક શિક્ષક અને ખંડ-સમયના વ્યાખ્યાતા. 1975થી અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (ઇસરો) અમદાવાદ ખાતે લેખક (સ્ક્રિપ્ટ-રાઇટર)/નિર્માતા (પ્રોડ્યુસર). ‘કિન્તુ’ (1974), ‘બે ઉપનિષદો’ (1988), ‘કેટલાંક ભાષ્યો’ (1989), ‘રોમાંચ…

વધુ વાંચો >

પુશ્કિન ઍલેક્ઝાન્દર (Aleksandr – ઍલેક્સાન્દર)

પુશ્કિન, ઍલેક્ઝાન્દર (Aleksandr – ઍલેક્સાન્દર) સેર્ગીવિચ (જ. 20 મે 1799, મૉસ્કો; અ. 29 જાન્યુઆરી 1837) : રશિયન કવિ, નવલકથાકાર, નાટ્યકાર. રશિયાનો જ નહીં, વિશ્વસાહિત્યનો પણ મહત્વનો કવિ. અઢારમી સદીની પરાકાષ્ઠા અને ઓગણીસમી સદીનું આરંભબિન્દુ બની રશિયન સાહિત્યમાં અપૂર્વ ભૂમિકા ભજવનાર આ કવિ ઘસાઈ ગયેલા એક ઉમરાવ પરિવારમાં જન્મેલો. એનો ઉછેર…

વધુ વાંચો >

પુષ્કર

પુષ્કર : રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું નગર તથા હિંદુઓનું પવિત્ર યાત્રાધામ. ભૌ. સ્થાન : 26o 30′ ઉ. અ. અને 74o 33′ પૂ. રે. તે અજમેરથી વાયવ્ય દિશામાં આશરે 18 કિમી.ને અંતરે અરવલ્લીની હારમાળામાં સમુદ્રસપાટીથી લગભગ 727 મીટરની ઊંચાઈ પર આવેલું છે. આ નગરની ત્રણ બાજુએ ટેકરીઓ આવેલી છે. આજુબાજુના પ્રદેશમાં…

વધુ વાંચો >

પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.)

Jan 15, 1999

પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.) (જ. 1879; અ. 1961) : રૂના અગ્રગણ્ય વેપારી, રાજનીતિજ્ઞ અને દાનવીર. તેમનો જન્મ મુંબઈમાં સ્થાયી થયેલા સૂરતના વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતા ઠાકુરદાસ જાણીતા સૉલિસિટર હતા અને માતા દિવાળીબાઈ ઘરરખ્ખુ ગૃહિણી હતાં. 4 વર્ષની વયે પિતાનું અને 6 વર્ષની વયે માતાનું અવસાન થતાં બાલ્યાવસ્થામાં…

વધુ વાંચો >

પુરુષ્ણી

Jan 15, 1999

પુરુષ્ણી : પંજાબની 5 નદીઓમાંની એકનું પ્રાચીન નામ. વેદકાલીન સપ્તસિંધુમાં પંજાબની 5 નદીઓનો સમાવેશ થાય છે. તેમાંની એક નદીનું નામ ‘પુરુષ્ણી’ હતું. ગ્રીક લેખક આરિસ્તે એને ‘Hydraotes’ નામે નિર્દેશે છે. આરંભિક ઐતિહાસિક કાળમાં ‘પુરુષ્ણી’ નામ લુપ્ત થયું ને એના સ્થાને ‘ઇરાવતી’ નામ પ્રચલિત થયું. શિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં જેને ‘ઇરાવતી’ કહે…

વધુ વાંચો >

પુરુસ (નદી)

Jan 15, 1999

પુરુસ (નદી) : દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલી ઍમેઝોન નદીની મુખ્ય શાખાનદીઓ પૈકીની એક નદી. ખંડના પશ્ચિમ છેડા પર આવેલા પેરુ(દેશ)ના લૉરેટો વિભાગમાંથી પસાર થતી ઓરિયેન્ટલ ઍન્ડિઝ પર્વતમાળામાંથી તે નીકળે છે. શરૂઆતમાં તે ઈશાન તરફ વહે છે, ત્યાંથી પેરુનાં વરસાદી જંગલોવાળા વિસ્તારમાં થઈને પસાર થાય છે. તે પછીથી બ્રાઝિલના ઍક્ર (Acre)…

વધુ વાંચો >

પુરોડાશ

Jan 15, 1999

પુરોડાશ : વૈદિક યજ્ઞોમાં દેવની આગળ મૂકવામાં આવતો હવિ. પોતાના પર કૃપા કરવા નિમંત્રાયેલા દેવને ખુશ કરવા તેમની સામે આ હવિ મૂકવામાં આવતો હોવાથી તેને ‘પુરોડાશ’ કહેવામાં આવે છે. મુખ્યત્વે પુરોડાશ જવ કે ચોખા ખાંડીને બનાવેલા લોટને બાંધીને બે હાથ વડે દબાવી રોટલો બનાવવામાં આવે છે. આ રોટલો આકારમાં લંબગોળ…

વધુ વાંચો >

પુરોહિત

Jan 15, 1999

પુરોહિત : યજમાનને શ્રૌત યજ્ઞયાગાદિ અને સ્માર્ત ગૃહ્યકર્મ, 16 સંસ્કારો, શાંતિપુષ્ટિનાં કર્મો અને આભિચારિક અનુષ્ઠાનો કરાવનાર બ્રાહ્મણ. યજમાન વતી પોતે દેવપૂજન કરનારો બ્રાહ્મણ નિમ્ન કક્ષાનો ગણાય છે ‘કાલિકાપુરાણ’ મુજબ કાણો, અંગે ખોડવાળો, અપુત્ર, અનભિજ્ઞ, ઇન્દ્રિયો પર કાબૂ વગરનો, રોગી અને ઠીંગણો માણસ પુરોહિત બની શકે નહીં. ચાણક્ય અને `કવિકલ્પલતાકાર’ને મતે…

વધુ વાંચો >

પુરોહિત દેવશંકર નાનાભાઈ

Jan 15, 1999

પુરોહિત, દેવશંકર નાનાભાઈ (જ. 1765 આસપાસ, રાંદેર; અ.-) : દક્ષિણ ગુજરાતના એક આલંકારિક. સંસ્કૃત અલંકારગ્રંથ ‘અલંકારમંજૂષા’ના કર્તા. એ કાળનાં ગુજરાતનાં બ્રાહ્મણ ઘરાનાંઓની પરંપરા અનુસાર રામ અને દેવી તારાના ઉપાસક. ‘મંજૂષા’ ઉપરાંત તેમણે મરાઠા સેનાપતિ વિશ્વાસરાયે સિંદખેડ, ઉદગીર તથા પાણિપતનાં યુદ્ધોમાં દાખવેલા શૌર્યને વર્ણવતું ‘વિશ્વાસરાયયુદ્ધવિવરણ’  નામે મહાકાવ્ય તથા પ્રસિદ્ધ ‘અમરુશતક’ ઉપર…

વધુ વાંચો >

પુરોહિત યશવંત

Jan 15, 1999

પુરોહિત, યશવંત (જ. 27 ડિસેમ્બર 1916, ઘરશાળા, ભાવનગર; અ. 3 જાન્યુઆરી 1964, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયક. ભાવનગરના દક્ષિણામૂર્તિમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. પ્રસંગોપાત્ત, ભાવનગર આવેલા પંડિત નારાયણરાવ વ્યાસના નિમંત્રણથી અમદાવાદમાં તેમની ‘ગુજરાત સંગીત વિદ્યાપીઠ’માં જોડાયા અને સંગીતની પ્રારંભિક તાલીમ શરૂ કરી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમને માસિક…

વધુ વાંચો >

પુરોહિત વેણીભાઈ જમનાદાસ

Jan 15, 1999

પુરોહિત, વેણીભાઈ જમનાદાસ (જ. 1 ડિસેમ્બર 1916, જામખંભાળિયા; અ. 3 જાન્યુઆરી 1980, મુંબઈ) : ઉપનામ ‘સંત ખુરશીદાસ’. ગુજરાતી કવિ તથા વાર્તાકાર. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ અનુક્રમે મુંબઈ અને જામખંભાળિયામાં. વ્યવસાય માટે મુંબઈ ગયા અને ‘બે ઘડી મોજ’માં જોડાયા. ત્યારબાદ 1932થી 1942 દરમિયાન અમદાવાદના દૈનિક ‘પ્રભાત’, ભારતી સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય…

વધુ વાંચો >

પુલ (bridge)

Jan 15, 1999

પુલ (bridge) : નદી, નહેર, ખાડી કે રેલવેલાઇનને ઓળંગવા માટે તૈયાર કરાતું બાંધકામ. પુલને લીધે એ ઓળંગવું સહેલું બને છે અને વાહનવ્યવહાર ઝડપી બને છે. પુલનો મહિમા માનવજાતના ઇતિહાસ સાથે ઘણા લાંબા-પુરાણા કાળથી સંકળાયેલો છે. રામાયણમાં શ્રીરામ વાનરસેનાની મદદથી રામેશ્વર પાસે પુલ બાંધી ખાડી ઓળંગીને લંકા પહોંચે છે તે વાત…

વધુ વાંચો >

પુલકેશી (અવનિજનાશ્રય)

Jan 15, 1999

પુલકેશી (અવનિજનાશ્રય) : નવસારીના ચાલુક્ય વંશનો રાજા. તે ધરાશ્રય-જયસિંહ પછી ઈ. સ. 700ના અરસામાં સત્તા પર આવેલો જણાય છે. એનું કલચુરી સંવત 490(ઈ. સ. 740)નું દાનપત્ર મળ્યું છે. તે પરથી એણે લાંબું રાજ્ય ભોગવ્યું હોવાનું જણાય છે. દાનપત્રમાં ‘પરમ માહેશ્વર’ અને ‘પરમ-ભટ્ટારક’ ગણાતા આ રાજાએ દક્ષિણી બ્રાહ્મણને કાર્મણેય આહાર વિષયમાં…

વધુ વાંચો >