૧૧.૦૫
પાઇનેસીથી પાઝ, ઑક્ટેવિયો
પાઇનેસી
પાઇનેસી : અનાવૃત બીજધારી વનસ્પતિઓના કૉનિફેરોપ્સીડા વર્ગનું એક કુળ. તે મધ્યજીવી (mesozoic) મહાકલ્પ(era)ના જુરૅસિક કલ્પથી જાણીતી છે. આ વનસ્પતિઓ ઊંચી પર્વતમાળા અને સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળે છે. તે મુખ્યત્વે બહુવર્ષાયુ વૃક્ષ રૂપે હોય છે અને બે પ્રકારની શાખાઓ ધરાવે છે અપરિમિત વૃદ્ધિ દર્શાવતી લાંબી શાખાઓ અને પરિમિત વૃદ્ધિ દર્શાવતી ટૂંકી…
વધુ વાંચો >પાઇપલાઇન
પાઇપલાઇન : બંધ પોલી લાંબી વાહિકા(conduit)ઓનું તંત્ર જે મોટાભાગે પ્રવાહી કે વાયુમય પદાર્થોનું ખૂબ મોટા જથ્થામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવા માટે વાપરવામાં આવે છે. મોટાભાગે પાઇપલાઇન જમીનમાં 1થી 2 મીટર ઊંડે નાખવામાં આવે છે; આમ છતાં સંજોગો મુજબ તે રણમાં જમીનની ઉપર જમીનને અડીને; નદી, તળાવ કે દરિયાના…
વધુ વાંચો >પાઇπબંધ
પાઇπબંધ : જુઓ, રાસાયણિક બંધ.
વધુ વાંચો >પાઇયલચ્છીનામમાલા
પાઇયલચ્છીનામમાલા (‘પ્રાકૃતલક્ષ્મીનામમાલા’ – સંસ્કૃતમાં) (ઈ. સ. 973) : ભારતના મહાકવિ ધનપાલે દસમી સદીમાં રચેલો પ્રાકૃત ભાષાનો જાણીતો પ્રાચીન શબ્દકોશ. ગુજરાત રાજ્યના ભાવનગરમાંથી 1907માં અને પાટણમાંથી 1947માં આ કોશ પ્રસિદ્ધ થયેલો છે. આ કોશ 275 શ્લોકોનો છે. એ પછી ચાર પ્રશસ્તિ-શ્લોકો ધનપાલે રચ્યા છે. અમરકોશ જેવા સંસ્કૃત ભાષાના શબ્દકોશોની પદ્ધતિથી ધનપાલે…
વધુ વાંચો >પાઇય-સદ્દ-મહણ્ણવો
પાઇય–સદ્દ–મહણ્ણવો (प्राकृत शब्द-महार्णव) (1923-1928) : પંડિત હરગોવિંદદાસ શેઠે તૈયાર કરેલો પ્રાકૃત ભાષાઓનો વિસ્તૃત શબ્દકોશ. લેખકે આ કોશ ચાર ભાગોમાં ક્રમશ: પ્રસિદ્ધ કર્યો હતો. 1923માં સ્વરથી શરૂ થતા શબ્દોવાળો પહેલો ભાગ પ્રગટ કર્યો. એ પછી 1924માં क થી न સુધીના વ્યંજનોથી શરૂ થતા શબ્દોવાળો બીજો ભાગ પ્રસિદ્ધ કર્યો. 1925માં प થી…
વધુ વાંચો >પાઇર ડૉમિનિક જ્યૉર્જિઝ
પાઇર, ડૉમિનિક જ્યૉર્જિઝ (જ. 10 ફેબ્રુઆરી 1910, બેલ્જિયમ; અ. 30 જાન્યુઆરી 1969) : 1958ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા. પહેલા વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન તેમનું કુટુંબ ફ્રાંસમાં શરણાર્થી તરીકે વસ્યું હતું. 1928માં તેઓ લા-સાર્ત્રની ડૉમિનિકન મૉનસ્ટરીમાં દાખલ થઈ સ્નાતક બન્યા. ત્યારપછી રોમમાં વધુ અભ્યાસ કરી 1934માં પાદરી તરીકે દીક્ષા ગ્રહણ કરી…
વધુ વાંચો >પાઇરોપ (pyrope)
પાઇરોપ (pyrope) : ગાર્નેટ વર્ગનું ખનિજ. રસાયણિક બંધારણ : Mg3 Al2 (SiO4)z , સ્ફટિક વર્ગ : ક્યૂ બિક, સ્ફટિક, સ્વ. (રચના) – સ્ફટિકો જૂજ, પરંતુ તે ડોડેકા હેડ્રલ કે ટ્રેપેઝો હેડ્રલ સ્વરૂપના હોય છે. ક્યારેક ગોળાકારમાં પણ મળે કે ખડકોમાં જડાયેલા દાણા રૂપે મળે. પારદર્શકથી માંડી પારભાસક સ્વરૂપે, સંભેદ : નથી.…
વધુ વાંચો >પાઇલૉન
પાઇલૉન : એક પ્રકારનું ભવ્ય બાંધકામ. પ્રાચીન ગ્રીક સ્થાપત્ય મુજબ મંદિરના દરવાજાની બંને બાજુ ઊભા કરાયેલા લંબચોરસ પ્રકારના અને ઉપરથી બૂઠા જણાતા પિરામિડ પ્રકારના ટાવર જેવી રચના. બહુ પ્રચલિત અર્થમાં આ શબ્દ સુશોભન માટે કે હદ-રેખા નિશ્ર્ચિત કરવા ઊભી કરાયેલી કોઈ પણ વિશાળ અલાયદી ઇમારત માટે પણ વપરાય છે. રૂપલ…
વધુ વાંચો >પાઈ લ્યુસિયન
પાઈ, લ્યુસિયન : વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના અગ્રણી સિદ્ધાંતકાર. એક જમાનામાં રાજ્યશાસ્ત્ર પરંપરાગત અને ઔપચારિક બની ગયું હતું, તે ઘરેડમાંથી તેને બહાર કાઢનાર કેટલાક નવા સિદ્ધાંતોનો એક વ્યાપક પ્રવાહ દાખલ થયો, જે વર્તનલક્ષી રાજ્યશાસ્ત્ર યા તુલનાત્મક રાજ્યશાસ્ત્ર તરીકે ઓળખાયો. લ્યુસિયન પાઈ આ વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના સ્થાપક અને પ્રવર્તક હતા. વિકસતા દેશોની રાજકીય પ્રથાઓના…
વધુ વાંચો >પાઉન્ડ એઝરા વેસ્ટન લૂમિસ
પાઉન્ડ, એઝરા વેસ્ટન લૂમિસ (જ. 30 ઑક્ટોબર 1885, આઇડો, યુ.એસ.; અ. 1 નવેમ્બર 1972) : અમેરિકન કવિ અને વિવેચક. યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયામાં શિક્ષણ લઈ, ઇન્ડિયાનામાં શિક્ષક તરીકે થોડો સમય કામ કરી, તેઓ 1908માં યુરોપ પહોંચ્યા; ત્યાં ઇટાલીથી તેમણે પોતાનાં કાવ્યોનો પ્રથમ સંગ્રહ, ‘અ લ્યૂમ સ્પેન્ટો’ (1908) પોતાને ખર્ચે પ્રસિદ્ધ કર્યો.…
વધુ વાંચો >પાઉલીનો અપવર્જનનો નિયમ (Pauli’s exclusion principle)
પાઉલીનો અપવર્જનનો નિયમ (Pauli’s exclusion principle) : ‘એક જ ક્વૉન્ટમ-અવસ્થા(state)માં બે ઇલેક્ટ્રૉન અસ્તિત્વ ધરાવી શકે નહિ’, – એવું દર્શાવતો પાઉલી નામના વિજ્ઞાનીએ આપેલો નિયમ. આમ પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રૉનના બધા જ ક્વૉન્ટમ-અંક (number) – n, l, ml અને ms – એકસરખા હોઈ શકે નહિ. અર્થાત્ કોઈ પણ બે ઇલેક્ટ્રૉન…
વધુ વાંચો >પાઉલી વુલ્ફગૅંગ (Pauli Wolfgang)
પાઉલી, વુલ્ફગૅંગ (Pauli Wolfgang) (જ. 25 એપ્રિલ 1900, વિયેના; અ. 15 ડિસેમ્બર 1958, ઝુરિચ) : પાઉલી અપવર્જન (બાકાતી) સિદ્ધાંત(Pauli Exclusion Principle)ની શોધ માટે 1945ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતા. 20 વર્ષની નાની વયે વિશ્વકોશ માટે સાપેક્ષવાદના સિદ્ધાંત (theory of relativity) ઉપર 200 પાનનો વ્યાપ્તિલેખ લખ્યો હતો. 1923માં હૅમબર્ગની યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા…
વધુ વાંચો >પાક (crops)
પાક (crops) ભારતના સંદર્ભમાં ગુજરાત પ્રદેશમાં થતી વિવિધ કૃષિનીપજની માહિતી. ગુજરાત રાજ્યનો ભૌગોલિક વિસ્તાર 1,95,984 કિમી. છે, જે દેશના કુલ વિસ્તારના 7 % ગણાય. જુદા જુદા પાક હેઠળનો કુલ વિસ્તાર એક કરોડ સાત લાખ હેક્ટર છે, જે દેશના પાક હેઠળના વિસ્તારના 6 % જેટલો છે. રાજ્યની કુલ વસ્તી 4 કરોડ…
વધુ વાંચો >પાક-દેહધર્મવિદ્યા
પાક–દેહધર્મવિદ્યા : પેશીરચના અને તેને અનુરૂપ ચયાપચયની આંતરિક પ્રક્રિયાનો પરસ્પર સંબંધ તથા બીજના સ્ફુરણથી માંડી તબક્કાવાર વૃદ્ધિ અને વિકાસ દ્વારા નવા બીજના નિર્માણ સુધીની તમામ આંતરિક પ્રક્રિયાઓનું જ્ઞાન. માનવીની ખોરાક અને કપડાંની પ્રાથમિક જરૂરિયાત વનસ્પતિ પૂરી પાડે છે. કોલસો, ખનિજ-તેલ, ગૅસ વગેરે વનસ્પતિના અશ્મીભૂત સ્તરોને આભારી છે. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા…
વધુ વાંચો >પાકસંવર્ધન
પાકસંવર્ધન : પાકસંવર્ધન એટલે પાકનાં આનુવંશિક ગુણોમાં સુધારણાનું વિજ્ઞાન. તેના દ્વારા ઉપયોગી સુધરેલી જાત ઉત્પન્ન કરી શકાય છે. સુધારણામાં વધુ ઉત્પાદકતા, ઊંચી ગુણવત્તા અને/અથવા અન્ય ખાસ અનુકૂળતા કે સુવિધાઓ આવરી લઈ શકાય. આવી અનુકૂળતા કે સુવિધાઓમાં પાક વહેલો થાય એવું કરવું; પાકની ઉત્પાદકતા આદિ ઉપર સાનુકૂળ અસર (response to applied…
વધુ વાંચો >પાકશાળા
પાકશાળા : મકાનનો રસોઈ સાથે સંકળાયેલો ભાગ. સ્થાપત્યની પરિભાષામાં શાળા એટલે મકાનના વિવિધ ભાગમાં આવેલી જગ્યા; તે દરેકનો આગવો ઉપયોગ હોય છે. ચારે બાજુ દીવાલોથી અને ઉપરના ભાગમાં છતથી આવરી લેવાયેલ જગ્યાને શાળા કહેવામાં આવે છે. તે મકાનના માપનો પણ ખ્યાલ આપે છે; જેમ કે એકશાળા, દ્વિશાળા, ત્રિશાળા વગેરે. મકાનમાં…
વધુ વાંચો >પાકિસ્તાન
પાકિસ્તાન એશિયા ખંડમાં ભારતની પશ્ચિમે આવેલો દેશ. સત્તાવાર નામ : પાકિસ્તાનનું ઇસ્લામી પ્રજાસત્તાક. દુનિયાનાં ઇસ્લામિક રાષ્ટ્રોમાં તેનું સ્થાન આગવું છે. સ્વતંત્રતા પછીનાં 50 વર્ષના તેના ઇતિહાસમાં ત્યાંના નાગરિકોએ લોકશાહી અને પ્રમુખશાહી બંનેનો અનુભવ કર્યો છે. સ્થાન-સીમા-વિસ્તાર : પાકિસ્તાન 23o 36′ ઉ. અ.થી 36o 52′ ઉ. અ. અને 60o 52′ પૂ.…
વધુ વાંચો >પાકી આડત
પાકી આડત : માલ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક કરાવી આપવાની સેવા માટે તથા ખરીદનાર માલની કિંમત ચૂકવશે તેવી જવાબદારી ઉઠાવવા માટે આડતિયાને મળતો નાણાકીય બદલો. સામાન્ય સંજોગોમાં આડતિયો બંને પક્ષકારો વચ્ચે સોદા કરાવવાનું કાર્ય કરે છે. તે સેવા માટે તેને કાચી આડત મળે છે, છતાં કેટલીક વાર આડતિયો માલના…
વધુ વાંચો >પાગનીસ વિષ્ણુપંત
પાગનીસ, વિષ્ણુપંત (જ. 1 નવેમ્બર 1892, કર્ણાટક રાજ્યના ચિકોડી ગામમાં; અ. 3 ઑક્ટોબર 1943) : હિંદી તથા મરાઠી ચલચિત્રોના અભિનેતા, ભજનિક અને સંગીતકાર. આંગળીના વેઢે ગણી શકાય એટલાં ચલચિત્રોમાં જ તેમણે કામ કર્યું; પણ ખાસ કરીને મહારાષ્ટ્રના સંત કવિ તુકારામના જીવન પરથી બનેલા ચિત્ર ‘સંત તુકારામ’માં તેમણે જે અદ્ભુત અભિનય…
વધુ વાંચો >