પાઇલૉન : એક પ્રકારનું ભવ્ય બાંધકામ. પ્રાચીન ગ્રીક સ્થાપત્ય મુજબ મંદિરના દરવાજાની બંને બાજુ ઊભા કરાયેલા લંબચોરસ પ્રકારના અને ઉપરથી બૂઠા જણાતા પિરામિડ પ્રકારના ટાવર જેવી રચના. બહુ પ્રચલિત અર્થમાં આ શબ્દ સુશોભન માટે કે હદ-રેખા નિશ્ર્ચિત કરવા ઊભી કરાયેલી કોઈ પણ વિશાળ અલાયદી ઇમારત માટે પણ વપરાય છે.

રૂપલ ચૌહાણ