૧૦.૩૪

પડતર-પત્રક (cost sheet)થી પત્રવ્યવહાર દ્વારા શિક્ષણ

પડતર-પત્રક (cost sheet)

પડતર–પત્રક (cost sheet) : ઉત્પાદન-પડતર અથવા વિક્રય-પડતર નક્કી કરવા માટે પડતરના જુદા જુદા ઘટકોની વ્યવસ્થિત નોંધ રાખવાનું પત્રક. ઉત્પાદન અથવા સેવાના વેચાણમાં થતો નફો કે નુકસાન જાણવા માટે તેમના ઉત્પાદનમાં પડતર-કિંમત કેટલી થઈ તે જાણવું જરૂરી છે. તેથી પડતર-કિંમત નક્કી કરવા માટે પડતર-પત્રક તૈયાર કરવામાં આવે છે. આવું નમૂનારૂપ પડતર-પત્રક…

વધુ વાંચો >

પડતર-પદ્ધતિઓ (costing methods)

પડતર-પદ્ધતિઓ (costing methods) : વસ્તુના ઉત્પાદન અથવા સેવાના પુરવઠા માટે થયેલા કુલ ખર્ચને વસ્તુ અથવા સેવાના કુલ એકમો વડે ભાગીને એકમદીઠ પડતર કાઢવાની પદ્ધતિ. પ્રત્યેક ઔદ્યોગિક સંગઠન ઉત્પાદન અથવા સેવાની પડતર વસૂલ કરવા માટે પોતાની પ્રવૃત્તિઓની વિશિષ્ટતા લક્ષમાં રાખીને પોતાની આગવી પડતર-પદ્ધતિ અપનાવે છે. તેમાંની કેટલીક પદ્ધતિઓ નીચે પ્રમાણે છે…

વધુ વાંચો >

પડતર-સંકલ્પનાઓ

પડતર–સંકલ્પનાઓ : ઉત્પાદિત માલ અને સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અને પ્રવિધિની વિવિધ દૃષ્ટિકોણથી વિશ્લેષણ કરતી વિભાવનાઓ. પડતર-વિશ્લેષણનો ઉપયોગ દરેક ઉત્પાદન-પ્રવૃત્તિ માટે ખૂબ મહત્ત્વનો છે. આવું વિશ્લેષણ કરવા માટે અને ધંધાકીય નિર્ણયો લેવા માટે પડતર-સંકલ્પનાઓ (cost concepts) શું છે અને નિર્ણયો લેવામાં તે કેવી રીતે ઉપયોગી થઈ શકે તે સમજવું…

વધુ વાંચો >

પડદાવેલ (curtain creeper)

પડદાવેલ (curtain creeper) : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ છે Vernonia elaegnifolia. D. C. આ વેલ સારી એવી ઝડપથી વધે છે. એની મુખ્ય ડાળીઓ જમીનને સમાંતર આડી લંબાવવામાં આવે તો એમાંથી પડદાની ઝાલરની માફક નાની નાની અસંખ્ય ડાળીઓ લટકે છે. એને સમયાંતરે કાપતા રહેતાં ગીચ પડદા જેવું…

વધુ વાંચો >

પડધરી

પડધરી : રાજકોટ જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. તે ડોંડી નદીના પૂર્વ કિનારે 22° 20´ ઉ. અ. અને 70° 30´ પૂ. રે. પર રાજકોટથી વાયવ્યમાં 25.6 કિમી. દૂર, રાજકોટ-જામનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે. તે વિરમગામ-ઓખા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક પણ છે. આ તાલુકામાં 200 કિમી. લંબાઈના રસ્તા છે. આ તાલુકાની…

વધુ વાંચો >

પડોસી (1941)

પડોસી (1941) : હિન્દી ચલચિત્ર. તે કોમી સદ્ભાવના નમૂનારૂપ છે. શ્વેત અને શ્યામ; ભાષા : હિંદી; નિર્માણવ્યવસ્થા : પ્રભાત ફિલ્મ્સ; દિગ્દર્શક : વી. શાંતારામ; કથા : વિશ્રામ બેડેકર; સંવાદ અને ગીત : સુદર્શન; છબિકલા : વી. અવધૂત; સંગીત : માસ્ટર કૃષ્ણરાવ; મુખ્ય કલાકારો : ગજાનન જાગીરદાર, મઝહરખાન, અનીસખાતૂન, બલવંતસિંહ, કશ્યપ.…

વધુ વાંચો >

પઢિયાર, અમૃતલાલ સુંદરજી

પઢિયાર, અમૃતલાલ સુંદરજી (જ. 3 એપ્રિલ 1870, ચોરવાડ, જિ. જૂનાગઢ; અ. 2 જુલાઈ 1919, મુંબઈ) : વિચારપ્રધાન ગદ્યના લેખક. માત્ર ગુજરાતી છ ધોરણ સુધીનો અભ્યાસ અને 19 વર્ષની ઉંમરે મુંબઈ આવી નોકરીમાં જોડાયા તે વચ્ચે થોડો થોડો સમય વતન ચોરવાડમાં આવતા રહ્યા, જ્યાં વૈદ્ય તરીકેની કારકિર્દી આરંભી; પણ મુખ્યત્વે એક…

વધુ વાંચો >

પણજી

પણજી : ભારતને પશ્ચિમ કિનારે આવેલા ગોવા રાજ્યની રાજધાની, તેનું સૌથી મોટું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : 15° 29´ ઉ. અ. અને 73° 50´ પૂ. રે. પર તે માંડોવી નદીના મુખ પર દક્ષિણ કાંઠે વસેલું છે. મુંબઈથી દક્ષિણે તે 360 કિમી. અંતરે આવેલું છે. બંદરના ઉતરાણ સ્થળને ‘પાણ’ કહેવાતું…

વધુ વાંચો >

પણ લક્ષાંત કોણ ઘેતો

પણ લક્ષાંત કોણ ઘેતો (1890થી 1893) : પ્રસિદ્ધ મરાઠી લેખક હરિનારાયણ આપટે(1860થી 1911)ની નવલકથા. આ કૃતિ મરાઠી સાહિત્યની પહેલી નવલકથા છે, જેમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં, હિન્દુ સ્ત્રી ત્રસ્ત અવસ્થામાં બંદિની હોય એ રીતે જીવતી હતી અને રૂઢિગ્રસ્ત રીતરિવાજો એનું જીવન ઝેર કરી દેતા હતા તે પરિસ્થિતિનું વાસ્તવિક ચિત્રણ છે. નવલકથાની…

વધુ વાંચો >

પણિ

પણિ : ઋગ્વેદકાલીન એક જાતિ. આ પ્રજા વેપાર-ધંધાઓ સાથે જોડાયેલી હતી. તેમના માટે આર્યોને આદર ન હતો, કારણ કે પણિઓને વૈદિક કર્મકાંડ, યજ્ઞ વગેરે અનુષ્ઠાન અને વૈદિક દેવતાઓમાં શ્રદ્ધા ન હતી. પરિણામે વેદના ઋષિઓ તેમને ‘અક્રતુ’ અને ‘અયજ્ઞ:’ (યજ્ઞ નહિ કરાવનારા), ‘મૃધવાક્’ (મીઠાબોલા), ग्रथिन् (સંપત્તિ એકઠી કરનારા), ‘અશ્રદ્ધ’ (શ્રદ્ધા વિનાના)…

વધુ વાંચો >

પતંગ-2 / પત્રાંગ

Feb 3, 1998

પતંગ–2 / પત્રાંગ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા સીઝાલ્પિનિયેસી(પૂતિકરંજાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia sappan Linn. (સં. રક્તકાષ્ઠ, પત્રાંગ; પટ્ટરંજક, કુચંદન, પત્રાધ્ય, રક્તસાર, રંજન; હિં. પતંગ; બકમ, બં. બકમ, મ. પતંગ; તા. સપંગ, બારતાંગી; પતુંગમ્; તે. બકમુ, મલા. ચપ્પનં.; સપ્પનમ, ક. પત્તંગ, સપ્પંગે; પર્શિયન બકમ, અ. બગ્ગમ; ઉર્દૂ બકમ,…

વધુ વાંચો >

પતંજલિ

Feb 3, 1998

પતંજલિ (ઈ. સ. પૂર્વે 150) : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પાણિનિની અષ્ટાધ્યાયી પર વ્યાકરણમહાભાષ્યના લેખક. સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં સૂત્રકાર પાણિનિ, વાર્તિકકાર કાત્યાયન અને ભાષ્યકાર પતંજલિ એ ત્રિપુટી ‘મુનિત્રય’ (ત્રણ મુનિઓ) તરીકે પ્રસિદ્ધ છે; અને આમના દ્વારા સુગ્રથિત વ્યાકરણશાસ્ત્રને ‘ત્રિમુનિવ્યાકરણમ્’ (ત્રણ મુનિઓ દ્વારા નિર્મિત વ્યાકરણ) કહેવાય છે. આ ત્રણેયમાં પણ અંતિમ મુનિ પતંજલિની વાણીને…

વધુ વાંચો >

પતિયાલા

Feb 3, 1998

પતિયાલા : વાયવ્ય ભારતમાં આવેલા પંજાબ રાજ્યનો એક જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તેની ઉત્તરે રાજ્યના ફતેહગઢ સાહિબ અને રૂપનગર જિલ્લાઓ, પશ્ચિમે રાજ્યનો સંગરૂર જિલ્લો તેમજ પૂર્વે અને દક્ષિણમાં હરિયાણા રાજ્યનો વિસ્તાર આવેલો છે. જિલ્લાનો કુલ વિસ્તાર 3,627 ચોકિમી. જેટલો છે. જિલ્લાનો ભૂમિપ્રદેશ સામાન્ય રીતે સૂકો ગણાય છે.…

વધુ વાંચો >

પતિયાલા ઘરાના

Feb 3, 1998

પતિયાલા ઘરાના : પતિયાલા રિયાસતના દરબારમાં ઉદ્ગમ પામેલા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં વિશિષ્ટ શૈલી માટે આગવું સ્થાન ધરાવતું ઘરાનું. ફતેહઅલી તથા અલીબક્ષ આ ઘરાનાના પ્રણેતા ગણાય છે. આ બેઉનાં નામ ઉપરથી આ ઘરાનું ‘આલિયા-ફત્તુ’ને નામે પણ ઓળખાય છે. કેટલાકનું માનવું છે કે તેમના પિતા બડેમિયાં કાલુખાંએ આ ઘરાનાનો પાયો નાંખ્યો…

વધુ વાંચો >

પતીલ (મગનલાલ ભૂધરભાઈ પટેલ)

Feb 3, 1998

પતીલ (મગનલાલ ભૂધરભાઈ પટેલ) (જ. 8 ઑગસ્ટ 1906, અંકલેશ્વર; અ. 18 માર્ચ 1970, વડોદરા) : ‘ઇક્લેસરી’, ‘ધૂન ધૂન’, ‘જયસેના’, ‘નીલપદ્મ’, ‘યશોબાલા’, ‘સ્નેહનંદન’, ‘સ્નેહનૈયા’ અન્ય ઉપનામો. વતન અંકલેશ્વરમાં પ્રાથમિક માધ્યમિક શિક્ષણ પૂરું કરી મહેસૂલ તથા કેળવણી ખાતામાં નોકરી કરી. 1946થી 1948 સુધી ‘ગુજરાત’ દૈનિકના સાહિત્યવિભાગનું સંપાદનકાર્ય કર્યું. નર્મદા વિશેનું તેમનું પ્રથમ…

વધુ વાંચો >

પતેતી

Feb 3, 1998

પતેતી : પારસી કોમનો અગત્યનો ઉત્સવ. પારસી પંચાંગમાં બાર મહિના અને ત્રીસ દિવસનાં નામો પરમકૃપાળુ પરમેશ્વર – દાદાર અહુરમઝદનાં તથા ઈશ્વરી નૂર ધરાવતા દૂતયઝદોનાં નામ છે. આ ગણતરીએ ત્રણસો સાઠ દિવસ સચવાય, ત્યારે ત્રણસો પાંસઠ દિવસોમાં પાંચ ખૂટે છે. એ કારણે છેલ્લે મહિને પાંચ પવિત્ર ગાથાનાં ધાર્મિક પર્વ ઉમેરાય છે,…

વધુ વાંચો >

પત્તાં

Feb 3, 1998

પત્તાં : પત્તાં અથવા ગંજીફો એ મૂળે ચીન દેશની રમત છે અને બારમી સદીમાં ચલણી નોટોથી આ રમત રમાતી એવા ઉલ્લેખ મળી આવે છે. તે પછી આ રમત વિવિધ સ્વરૂપે ઇટાલી, ફ્રાન્સ, હોલૅન્ડ, બ્રિટન વગેરે દેશોમાં પ્રચલિત બની. ઈરાનમાં સોળમી સદીમાં આ રમત ‘ગંજીફો’ તરીકે ઓળખાતી. અંગ્રેજી શાસન દરમિયાન ભારતમાં…

વધુ વાંચો >

પત્રકારત્વ

Feb 3, 1998

પત્રકારત્વ પરંપરાગત વ્યાખ્યા મુજબ સમાચારો એકત્ર કરવા, લખવા, સંપાદિત અને પ્રકાશિત કરવા તેને પત્રકારત્વ ગણાય છે. પત્રકારત્વને ઉતાવળે લખાયેલ સાહિત્ય પણ કહેવાય છે. ઈ. સ.ની પહેલી સદીમાં રોમન સમ્રાટ જૂલિઅસ સીઝરે Acta Diurna (દૈનિક ઘટનાઓ) – હસ્તલિખિત સમાચાર બુલેટિનો રોજેરોજ ચોક્કસ સ્થળોએ લગાડવાના આદેશો આપી પત્રકારત્વનો પ્રારંભ કર્યો તે પછી…

વધુ વાંચો >

પત્રબંધ-રચના (foliated structure)

Feb 3, 1998

પત્રબંધ–રચના (foliated structure) : ખડકોમાં જોવા મળતી પત્રવત્ કે પર્ણવત્ ખનિજીય ગોઠવણી. કોઈ પણ ખડકના બંધારણમાં રહેલાં ખનિજો જ્યારે અન્યોન્ય સમાંતર પડસ્થિતિમાં સંકેન્દ્રિત થયેલાં હોય ત્યારે ઉદ્ભવતી ગોઠવણીને પત્રબંધ(પર્ણવત્) રચના કહેવાય. ખડકોમાં જોવા મળતી પ્રવાહરચના, ફાટ-સંભેદ, સ્લેટ-સંભેદ અને શિસ્ટોઝ સંરચના પત્રબંધ-રચનાના જ પ્રકાર ગણાય. ખડકો જ્યારે દાબનાં પ્રતિબળોની અસર હેઠળ…

વધુ વાંચો >

પત્રબંધી (foliation)

Feb 3, 1998

પત્રબંધી (foliation) : ખડકોનો પાતળાં સમાંતર પડોમાં વિભાજિત થઈ શકવાનો ગુણધર્મ. કેટલાક ખડકો ઓછાંવત્તાં સમાંતર પડોમાં વિભાજિત થઈ શકવાનું લક્ષણ ધરાવતા હોય છે. કેટલાક ખડકોમાં આ લક્ષણ તેમની ઉત્પત્તિ વખતે જ તૈયાર થયેલું હોય છે, તેને પ્રાથમિક પત્રબંધી (primary foliation) કહે છે; જેમ કે, અંત:કૃત ખડકોના અંતર્ભેદન દરમિયાન સ્નિગ્ધ મૅગ્માપ્રવાહ…

વધુ વાંચો >