પડતરપત્રક (cost sheet) : ઉત્પાદન-પડતર અથવા વિક્રય-પડતર નક્કી કરવા માટે પડતરના જુદા જુદા ઘટકોની વ્યવસ્થિત નોંધ રાખવાનું પત્રક. ઉત્પાદન અથવા સેવાના વેચાણમાં થતો નફો કે નુકસાન જાણવા માટે તેમના ઉત્પાદનમાં પડતર-કિંમત કેટલી થઈ તે જાણવું જરૂરી છે. તેથી પડતર-કિંમત નક્કી કરવા માટે પડતર-પત્રક તૈયાર કરવામાં આવે છે. આવું નમૂનારૂપ પડતર-પત્રક નીચે મુજબનું હોય છે :

             

કાર્યાલય શિરોપરી ખર્ચા અને વિક્રય શિરોપરી-ખર્ચાના એકંદર ખર્ચને કેટલીક વાર સામાન્ય શિરોપરી ખર્ચ પણ કહેવાય છે.

સિદ્ધાર્થ દાસ