ખંડ ૬(૧)

ક્રિયાથી ગુગનહાઇમ મ્યુઝિયમ

ક્રિયા

ક્રિયા : વ્યાકરણની પરિભાષામાં ધાતુનો અર્થ, ધાતુના અર્થરૂપ પ્રવૃત્તિ, ભાવના. ‘જવું’, ‘મેળવવું’ વગેરે ધાતુઓ દ્વારા જવાની, મેળવવાની ક્રિયાસિદ્ધ કરવા સારુ જે વ્યાપાર – પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. ક્રિયા બે પ્રકારની છે : गच्छति(તે જાય છે)માં ચલનાત્મક ક્રિયા (dynamic action) છે. આવી ક્રિયા तिङ् કે कृत् પ્રત્યયો વડે દર્શાવાય છે.…

વધુ વાંચો >

ક્રિયાત્મક સંશોધન

ક્રિયાત્મક સંશોધન (Operational research – OR) વાણિજ્ય અને ઉદ્યોગમાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં ચલાવતી સંશોધનાત્મક પ્રક્રિયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં યુદ્ધને લગતા અનેક પ્રશ્નો ઉદભવ્યા ત્યારે તેમના નિરાકરણ માટે બ્રિટને ગણિતજ્ઞો, પદાર્થવૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોનાં ક્રિયાત્મક સંશોધન-જૂથ બનાવ્યાં અને વિવિધ તજજ્ઞોનાં અનુભવ અને કાર્યદક્ષતાની સહાયથી આ પ્રશ્નો…

વધુ વાંચો >

ક્રિયા-વિભવ (action potential)

ક્રિયા-વિભવ (action potential) : બાહ્ય પરિબળને કારણે કોષપટલ(cell-membrane)ની સોડિયમ માટેની પારગમ્યતા (permeability) બદલાવાથી ઉદભવતા પટલ (membrane) વિભવના ફેરફારની પ્રક્રિયા. કોષોના બાહ્ય આવરણરૂપ કોષપટલની બંને બાજુનાં આયનોનું પ્રમાણ અલગ અલગ હોય છે. તેનું કારણ કોષપટલની પૂર્વનિશ્ચિત અપૂર્ણ પારગમ્યતા (semipermeability) છે. કોષપટલની બંને બાજુનાં આયનોના અલગ પ્રમાણને કારણે બંને બાજુના વિદ્યુતભારમાં તફાવત…

વધુ વાંચો >

ક્રિયાશીલ રંગકો

ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં…

વધુ વાંચો >

ક્રિયાશીલ સમૂહો

ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય…

વધુ વાંચો >

ક્રિયેટિનીન, સીરમ-સપાટી

ક્રિયેટિનીન, સીરમ-સપાટી : મૂત્રપિંડની કાર્યશીલતા દર્શાવતી મહત્વની નિદાનલક્ષી કસોટી. આ પ્રકારની બે કસોટીઓ છે; લોહીમાં યુરિયા-નાઇટ્રોજનનું પ્રમાણ અને સીરમ(રુધિરરસ)માં ક્રિયેટિનીનની સપાટી. ક્રિયેટિનીનની સીરમ-સપાટી મૂત્રપિંડની નિષ્ફળતાનો સચોટ આંક દર્શાવે છે. ખોરાકમાં જો પ્રોટીનનું પ્રમાણ વધુ હોય તો મૂત્રપિંડની સામાન્ય કાર્યશીલતા સાથે પણ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધે છે. આમ લોહીમાં યુરિયાનું પ્રમાણ…

વધુ વાંચો >

ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo)

ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo) (જ. આશરે 1430થી 1435, વેનિસ, ઇટાલી; અ. આશરે 1493થી 1495, ) : બળૂકી અભિવ્યક્તિ માટે જાણીતા ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર પિતા જેકોપો   ક્રિવેલી હેઠળ પ્રારંભિક તાલીમ લીધેલી. ત્યાર બાદ તેઓ વેનિસના ચિત્રકાર બંધુઓ ઍન્તૉનિયો વિવારિની અને બાર્તૉલોમિયો વિવારિનીના અને એ પછી પાદુઆના ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાના પ્રભાવ…

વધુ વાંચો >

ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર

ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર : અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર. 1908માં મેરી બેકર એડીએ લોકપ્રિય વર્તમાનપત્રોમાં આવતા સનસનાટીભર્યા સમાચારો અને રજૂઆતના વિરોધ રૂપે અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી આ દૈનિક પ્રગટ કર્યું. સમાચારોની વિચારપૂર્ણ રજૂઆત અને રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસના દીર્ઘર્દષ્ટિભર્યા વિશ્લેષણને કારણે આ અખબાર અમેરિકાનું અત્યંત પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર બન્યું. પ્રથમ દાયકામાં રાષ્ટ્રીય વાચકવર્ગને…

વધુ વાંચો >

ક્રિસૅન્થમમ પ્રજાતિ

ક્રિસૅન્થમમ પ્રજાતિ : જુઓ સેવંતી

વધુ વાંચો >

ક્રિસ્ટલગ્રોથ

ક્રિસ્ટલગ્રોથ : કુદરતી તેમજ કૃત્રિમ સ્ફટિકના વિકાસની પ્રક્રિયા. આધુનિક ઉપકરણોમાં સ્ફટિકના વિવિધ ઉપયોગ થવા લાગ્યા છે. ઉદાહરણ તરીકે ફ્રિક્વન્સી કંટ્રોલ ઑસિલેટરમાં ક્વાર્ટ્ઝ; પોલરોડમાં CaCO3; NaNO3; ટ્રાન્સડ્યુસરમાં ક્વાર્ટ્ઝ તથા ADP; વિકિરણ-જ્ઞાપકમાં KCl; ઇન્ફ્રારેડ ઑપ્ટિક્સમાં LiF2; ટ્રાન્ઝિસ્ટરમાં Ge અને Si; મેસર અને લેસરમાં રૂબી તથા GaAs; સોલર સેલમાં GaAs અને CdS વગેરે.…

વધુ વાંચો >

ખનિજ-ઉત્પત્તિ પ્રક્રિયાઓ

Jan 10, 1994

ખનિજ-ઉત્પત્તિ પ્રક્રિયાઓ (processes of ore formation) : પૃથ્વીના પોપડા નીચે ચાલતી ખનિજની ઉત્પત્તિની પ્રક્રિયાઓ. પૃથ્વીના પોપડાના વિવિધ ખડકો સાથે મળી આવતાં અંશત: કે પૂર્ણપણે આર્થિક રીતે ઉપયોગી ખનિજો કે ખનિજનિક્ષેપોની ઉત્પત્તિ, પોપડાના જુદા જુદા ભાગોમાં થયેલી કે થતી રહેતી સામાન્યથી માંડીને જટિલ પ્રક્રિયાઓ પર આધારિત છે. પોપડાના ખડકોમાં અનેક પ્રકારના…

વધુ વાંચો >

ખનિજકઠિનતા

Jan 10, 1994

ખનિજકઠિનતા : ખનિજનો એક ખૂબ જ અગત્યનો ભૌતિક ગુણધર્મ. તે ખનિજની આંતરિક આણ્વિક રચના પર અવલંબિત છે. તેનો ઉપયોગ ખનિજની પરખમાં થાય છે. કઠિનતા એટલે ખનિજનું બાહ્ય ઘસારાઓ સામેનું અવરોધક બળ. જેમ ખનિજ કઠણ તેમ તે બાહ્ય ઘસારાનો સારી રીતે અવરોધ કરી શકે. આમ, ખનિજની કઠિનતા એ ઘર્ષણનું પ્રતિરોધક બળ…

વધુ વાંચો >

ખનિજકારકો

Jan 10, 1994

ખનિજકારકો (mineralizers) : કેટલાંક ખનિજોની ઉત્પત્તિ માટે જવાબદાર પરિબળ. મૅગ્માજન્ય જળ અને મૅગ્માજન્ય વાયુબાષ્પ, વિશેષે કરીને જ્યારે દ્રાવણ-સ્વરૂપમાં હોય ત્યારે તે મૅગ્માની ઘટ્ટતા અને તાપમાન બંનેને નીચાં લાવી મૂકે છે, સ્ફટિકીકરણ થવામાં મદદરૂપ બને છે અને મૅગ્મામાંનાં ઘટકદ્રવ્યોમાંથી ખનિજો તૈયાર થવામાં અનુકૂળતા કરી આપે છે. ખનિજકારકોના સંકેન્દ્રણ દ્વારા વાયુરૂપ બાષ્પજન્ય…

વધુ વાંચો >

ખનિજ-ચળકાટ

Jan 10, 1994

ખનિજ-ચળકાટ (lustre) : ખનિજની સપાટી પરથી પરાવર્તિત થતાં પ્રકાશનાં કિરણોની તીવ્રતા. જુદાં જુદાં ખનિજોની સપાટી પરથી પરાવર્તિત થતાં પ્રકાશનાં કિરણોની તીવ્રતા જુદી જુદી હોય છે અને તેથી તેના પ્રકાર પણ જુદા જુદા હોય છે. તે મુજબ ચળકાટના પ્રકારો નીચે પ્રમાણે છે : (1) ધાતુમય કે ધાત્વિક : ધાતુની સપાટી પરથી…

વધુ વાંચો >

ખનિજતેલ (mineral oil), પેટ્રોલિયમ

Jan 10, 1994

ખનિજતેલ (mineral oil), પેટ્રોલિયમ : પૃથ્વીના પોપડાના ખડક-સ્તરોમાંથી અન્ય ખનિજોની જેમ કુદરતી રીતે મળતું તેલ. પેટ્રોલિયમ એ મૂળ ગ્રીક શબ્દો ‘Petra’ (ખડક) અને ‘Olium’ (તેલ) પરથી બનેલો શબ્દ છે. ખનિજતેલ અથવા પેટ્રોલિયમ અમુક જ પ્રકારના ખડકસ્તરોમાં વિશિષ્ટ પ્રકારની રચનાવાળા વિભાગોમાં મળી શકે છે. ઊર્જા નિર્માણ કરવામાં ખનિજતેલ અત્યંત મહત્વનો ભાગ…

વધુ વાંચો >

ખનિજનિક્ષેપ-વર્ગીકરણ

Jan 10, 1994

ખનિજનિક્ષેપ-વર્ગીકરણ : જુઓ ખનિજનિક્ષેપો

વધુ વાંચો >

ખનિજનિક્ષેપો

Jan 10, 1994

ખનિજનિક્ષેપો (mineral deposits) : સંપૂર્ણત: કે અંશત: આર્થિક મૂલ્ય ધરાવતો કુદરતમાં મળી આવતો કોઈ પણ ખનિજ કે ધાતુખનિજનો જથ્થો. આ શબ્દપ્રયોગ મોટે ભાગે મૅગ્નેટાઇટ, હીમેટાઇટ, ક્રોમાઇટ જેવા કોઈ પણ એક પ્રકારના જથ્થા માટે ઉપયોગમાં લેવાય છે. એક કરતાં વધુ ખનિજોના સહયોગમાં મળતા જૂથ માટે કે ચૂનાખડક, રેતીખડક, આરસપહાણ જેવા મૂલ્યવાન…

વધુ વાંચો >

ખનિજ-નિર્દેશકો

Jan 10, 1994

ખનિજ-નિર્દેશકો (gossans, iron hats) : ભૂપૃષ્ઠ પરનાં કાટરંગી લોહ-ઑક્સાઇડ આચ્છાદનો. પોપડાના અંદરના ભાગોમાં રહેલા પાયરાઇટ, ચાલ્કોપાયરાઇટ, બોર્નાઇટ વગેરે જેવા લોહયુક્ત ખનિજ સલ્ફાઇડ ધરાવતા નિક્ષેપો કે શિરાઓવાળા જથ્થાઓનું ઑક્સિડેશન થતાં તેમાંનું લોહદ્રવ્ય ઉપર તરફ ખેંચાતું જઈ ભૂપૃષ્ઠ તલ પર આચ્છાદન સ્વરૂપે જમા થાય છે. આવાં આચ્છાદનો, અમુક ઊંડાઈએ સલ્ફાઇડ-સમૃદ્ધ ખનિજ જથ્થાઓના…

વધુ વાંચો >

ખનિજ-પરખ

Jan 10, 1994

ખનિજ-પરખ : કુદરતમાં મળી આવતાં ખનિજોને તેમના ભૌતિક, પ્રકાશીય, સ્ફટિકીય અને રાસાયણિક ગુણધર્મો પ્રયોગશાળામાં ચકાસીને ઓળખી શકાય છે. રંગ, વર્ણરેખા, સ્વરૂપ, ચમક, પ્રભંગ અને વિભેદ જેવા ગુણધર્મો ભૌતિક લક્ષણોમાં; રંગવિકાર, ધ્રુવીભૂત રંગો, યુગ્મતા જેવા ગુણધર્મો પ્રકાશીય લક્ષણોમાં; સ્ફટિકસ્વરૂપ, સ્ફટિકસમતા અને સ્ફટિકપ્રણાલી જેવા ગુણધર્મો સ્ફટિકીય લક્ષણોમાં તથા રાસાયણિક બંધારણ રાસાયણિક લક્ષણમાં…

વધુ વાંચો >

ખનિજપ્રભંગ

Jan 10, 1994

ખનિજપ્રભંગ (fracture) : ખનિજોની તૂટેલી કે તોડવામાં આવેલી સપાટી (surface) ઉપર દેખાતાં વિશિષ્ટ લક્ષણો. ખનિજવિભેદ દ્વારા મળતી લીસી સપાટીની અપેક્ષાએ પ્રભંગ દ્વારા મળતી સપાટી અનિયમિત અને સ્વતંત્ર હોય છે. તેથી જ્યારે ખનિજને વિભેદથી જુદી દિશામાં તોડવામાં આવે ત્યારે પ્રભંગનાં લક્ષણ જોવા મળે છે. માટે પ્રભંગના આ ગુણધર્મનો ઉપયોગ ખનિજ-પરખ માટે…

વધુ વાંચો >