ખનિજ-પરખ : કુદરતમાં મળી આવતાં ખનિજોને તેમના ભૌતિક, પ્રકાશીય, સ્ફટિકીય અને રાસાયણિક ગુણધર્મો પ્રયોગશાળામાં ચકાસીને ઓળખી શકાય છે. રંગ, વર્ણરેખા, સ્વરૂપ, ચમક, પ્રભંગ અને વિભેદ જેવા ગુણધર્મો ભૌતિક લક્ષણોમાં; રંગવિકાર, ધ્રુવીભૂત રંગો, યુગ્મતા જેવા ગુણધર્મો પ્રકાશીય લક્ષણોમાં; સ્ફટિકસ્વરૂપ, સ્ફટિકસમતા અને સ્ફટિકપ્રણાલી જેવા ગુણધર્મો સ્ફટિકીય લક્ષણોમાં તથા રાસાયણિક બંધારણ રાસાયણિક લક્ષણમાં સમાવેશ થાય છે. આ બધાં લક્ષણો ખનિજીય લક્ષણો અથવા જે તે ખનિજની પરખ માટેનાં લક્ષણો ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા