ખંડ ૬(૧)
ક્રિયાથી ગુગનહાઇમ મ્યુઝિયમ
ક્વિડ, લુડવિગ
ક્વિડ, લુડવિગ (Quidde Ludwig) (જ. 23 માર્ચ 1858, બ્રેમન; અ. 4 માર્ચ 1941, જિનીવા) : જર્મન ઇતિહાસકાર, રાજનીતિજ્ઞ, પ્રખર શાંતિવાદી તથા 1927ના શાંતિ માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તે 1889-96 દરમિયાન પત્રકાર હતા. 1890માં રોમ ખાતેના પ્રશિયન હિસ્ટૉરિકલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર તથા સેક્રેટરી તરીકે જોડાયા. 1892માં મ્યૂનિક પાછા ફર્યા અને જર્મન પીસ…
વધુ વાંચો >ક્વિનહાઇડ્રોન વીજધ્રુવ
ક્વિનહાઇડ્રોન વીજધ્રુવ : સમઅણુ પ્રમાણમાં ક્વિનોન (Q) અને હાઇડ્રોક્વિનોન (QH2) (ક્વિનહાઇડ્રોન) ધરાવતો સંદર્ભ વીજધ્રુવ. 1921માં બિલમૅને દ્રાવણનાં pH મૂલ્યો (H+ આયન સાંદ્રતા) માપવા માટે તેનો ઉપયોગ સૂચવ્યો હતો. હાઇડ્રોક્વિનોન-ક્વિનોન એક અપચયન-ઉપચયન (reduction-oxidation) અથવા રેડૉક્સ પ્રણાલી છે જે નીચે પ્રમાણે દર્શાવી શકાય : સમઅણુ (1:1) પ્રમાણમાં લીધેલા Q અને QH2 એકબીજા…
વધુ વાંચો >ક્વિનિડીન
ક્વિનિડીન : હૃદયના ધબકારાની અનિયમિતતાની સારવાર માટે વપરાતું ઔષધ. ક્વિનિડીન સિંકોનાની છાલમાંથી મળતું ક્વિનીન જેવું એક આલ્કેલૉઇડ છે. તે હૃદયની તાલબદ્ધતા(rhythm)ના વિકારોમાં વપરાતાં ઔષધોના IA જૂથનું છે. આ જૂથનાં ઔષધો કોષપટલ પર આવેલા સોડિયમ-માર્ગ(sodium-channel)ને અવરોધે છે અને તેથી હૃદયના સ્નાયુને જ્યારે ઉત્તેજિત કરવામાં આવે ત્યારે તેના ક્રિયાવિભવ (action potential)ના ‘O’…
વધુ વાંચો >ક્વિનીન (આયુર્વિજ્ઞાન)
ક્વિનીન (આયુર્વિજ્ઞાન) : મલેરિયા(શીતજ્વર)ના રોગ સામે વપરાતું ઔષધ. ક્વિનીન વિશાળ અને જટિલ આલ્કેલૉઇડનો અણુ છે. હવે તો તેનું પ્રયોગશાળામાં ક્વિનીન સલ્ફેટ તરીકે સંશ્લેષણ થાય છે અને ઇન્જેક્શન પણ બનાવવામાં આવે છે. એકકોષી સૂક્ષ્મ જીવો પરની તેની અસરને કારણે ક્વિનીનને ‘સામાન્ય જીવરસીય (protoplasmic) ઝેર’ કહેવાય છે. તે જીવાણુઓ (bacteria), ટ્રિપેનોસોમા, યીસ્ટ,…
વધુ વાંચો >ક્વિનીન (રસાયણ)
ક્વિનીન (રસાયણ) : દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયામાં થતા સિંકોના વૃક્ષની છાલમાંથી છૂટું પાડવામાં આવેલું અગત્યનું આલ્કેલૉઇડ. તે મલેરિયા અને અન્ય પ્રકારના તાવ અને દુખાવો દૂર કરવા તેમજ હૃદયનો તાલભંગ (arrhythmia) દૂર કરવા માટે ઔષધ તરીકે વપરાતું. તેનું સાચું સંરચના-સૂત્ર રજૂ કરવાનું માન પી. રેબેને ફાળે જાય છે. સૂત્ર નીચે મુજબ…
વધુ વાંચો >ક્વિનોન
ક્વિનોન : ઍરોમૅટિક ડાયકીટોન સંયોજનોનો એક વર્ગ. તેમાં કાર્બોનિલ સમૂહના કાર્બન પરમાણુ ચક્રીય બંધારણના ભાગ રૂપે હોય છે. ‘ક્વિનોન’ શબ્દ આખા સમૂહ માટે વપરાય છે. પણ મહદંશે તે p-બેન્ઝોક્વિનોન (I) માટે વપરાય છે. o-બેન્ઝોક્વિનોન (II) પણ જાણીતો છે જ્યારે મેટા સમઘટક શક્ય નથી. નૅફ્થેલીન વર્ગના ત્રણ સામાન્ય ક્વિનોન 1, 4-નૅફ્થોક્વિનોન;…
વધુ વાંચો >ક્વિન્ટસ એન્નિયસ
ક્વિન્ટસ એન્નિયસ (જ. ઈ. પૂ. 239, રુડિયા, ઇટાલી; અ. ઈ. પૂ. 169) : પ્રાચીન રોમન સામ્રાજ્યનો કવિ. તેને લૅટિન પદ્યનો પિતા ગણવામાં આવે છે. તેના શરૂઆતના જીવન વિશે માહિતી મળતી નથી. તે રોમના સૈન્યમાં સૈનિક હતો, મોટા કેટો(Cato the Elder)નો મિત્ર હતો અને તેના નિમંત્રણથી તે રોમ આવ્યો હતો. રોમ…
વધુ વાંચો >ક્વિન્ટિલિયન
ક્વિન્ટિલિયન (જ. ઈ. આશરે 35, સ્પેન; અ. ઈ. 100, રોમ) : રોમના વક્તૃત્વવિશારદ, શિક્ષક અને લેખક-વિવેચક. આખું લૅટિન નામ માર્કસ ફેબિયસ ક્વિન્ટિલિયૅનસ. તેમણે શિક્ષણ લીધું રોમમાં. ત્યાં તેમના સમયના અગ્રણી અને સમર્થ વક્તા ડોમિટિયસ એફર પાસેથી પ્રત્યક્ષ તાલીમ લેવાની તક મળી. ત્યારપછી રોમમાં વકીલાતનો વ્યવસાય કર્યો. ઈ. સ. આશરે 57થી…
વધુ વાંચો >ક્વિન્સી યોજના
ક્વિન્સી યોજના : અનૌપચારિક શિક્ષણપ્રથાના પ્રારંભિક સ્વરૂપ જેવી મૅસેચ્યૂસેટ્સ રાજ્યના ક્વિન્સી ગામમાં ઓગણીસમી સદીનાં છેલ્લાં વર્ષોમાં શરૂ કરાયેલી યોજના. તેમાંથી કેટલીક પ્રગતિશીલ યોજનાઓનો વિકાસ થતો ગયો. તે યોજનાના આદ્યપ્રેરક ફ્રાન્સિસ પાર્કર (યુ.એસ.) (1837-1902) ફ્રોબેલના વિચારોથી પ્રભાવિત થયેલા હતા. તેમણે શાળાઓને ચીલાચાલુ ઘરેડમાંથી બહાર કાઢીને અનૌપચારિક બનાવવા માટેની યોજના તૈયાર કરીને…
વધુ વાંચો >ક્વિબેક (Quebec)
ક્વિબેક (Quebec) : પૂર્વ કૅનેડાના છઠ્ઠા ભાગના વિસ્તારને આવરી લેતો 45°-62° ઉ. અ. અને 57°-79° પ. રે. વચ્ચે આવેલો તેનો સૌથી મોટો પ્રાંત. વિસ્તાર : 15,42,056 ચોકિમી. જેમાં ભૂમિવિસ્તાર 13,65,128 ચોકિમી. છે. તેની ઉત્તરે હડસન ભૂશિર અને ઉનગાવા ઉપસાગર, પૂર્વે લાબ્રાડોર (ન્યૂફાઉન્ડલૅન્ડ) અને સેંટ લૉરેન્સનો અખાત, દક્ષિણે ન્યૂ બ્રૂન્સવિક અને…
વધુ વાંચો >ક્રિયા
ક્રિયા : વ્યાકરણની પરિભાષામાં ધાતુનો અર્થ, ધાતુના અર્થરૂપ પ્રવૃત્તિ, ભાવના. ‘જવું’, ‘મેળવવું’ વગેરે ધાતુઓ દ્વારા જવાની, મેળવવાની ક્રિયાસિદ્ધ કરવા સારુ જે વ્યાપાર – પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. ક્રિયા બે પ્રકારની છે : गच्छति(તે જાય છે)માં ચલનાત્મક ક્રિયા (dynamic action) છે. આવી ક્રિયા तिङ् કે कृत् પ્રત્યયો વડે દર્શાવાય છે.…
વધુ વાંચો >ક્રિયાત્મક સંશોધન
ક્રિયાત્મક સંશોધન (Operational research – OR) વાણિજ્ય અને ઉદ્યોગમાં ઊભા થતા પ્રશ્નોના નિરાકરણ માટે ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં ચલાવતી સંશોધનાત્મક પ્રક્રિયા. બીજા વિશ્વયુદ્ધની શરૂઆતમાં યુદ્ધને લગતા અનેક પ્રશ્નો ઉદભવ્યા ત્યારે તેમના નિરાકરણ માટે બ્રિટને ગણિતજ્ઞો, પદાર્થવૈજ્ઞાનિકો અને અન્ય વૈજ્ઞાનિકોનાં ક્રિયાત્મક સંશોધન-જૂથ બનાવ્યાં અને વિવિધ તજજ્ઞોનાં અનુભવ અને કાર્યદક્ષતાની સહાયથી આ પ્રશ્નો…
વધુ વાંચો >ક્રિયા-વિભવ (action potential)
ક્રિયા-વિભવ (action potential) : બાહ્ય પરિબળને કારણે કોષપટલ(cell-membrane)ની સોડિયમ માટેની પારગમ્યતા (permeability) બદલાવાથી ઉદભવતા પટલ (membrane) વિભવના ફેરફારની પ્રક્રિયા. કોષોના બાહ્ય આવરણરૂપ કોષપટલની બંને બાજુનાં આયનોનું પ્રમાણ અલગ અલગ હોય છે. તેનું કારણ કોષપટલની પૂર્વનિશ્ચિત અપૂર્ણ પારગમ્યતા (semipermeability) છે. કોષપટલની બંને બાજુનાં આયનોના અલગ પ્રમાણને કારણે બંને બાજુના વિદ્યુતભારમાં તફાવત…
વધુ વાંચો >ક્રિયાશીલ રંગકો
ક્રિયાશીલ રંગકો : કાપડના રેસા સાથે પ્રક્રિયા કરી, સહસંયોજક બંધ બનાવી કાપડને રંગે તેવા રંગો. વૅટ અને ઍઝોઇક રંગકો સુતરાઉ કાપડને અવશોષણ(absorption)થી રંગે છે તેના કરતાં આ રંગકો વધુ સારી રીતે પ્રક્રિયા કરીને ધોલાઈ સામે ટકાઉપણું (wash fastness) અને ચમક (brilliance) દર્શાવે છે. 1955માં તે ઉપયોગમાં લેવામાં આવ્યા અને હાલમાં…
વધુ વાંચો >ક્રિયાશીલ સમૂહો
ક્રિયાશીલ સમૂહો : રાસાયણિક સંયોજનના ભાગ રૂપે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયાઓ કરી શકે તેવા પરમાણુ યા પરમાણુ-સમૂહ. આ શબ્દો કાર્બનિક રસાયણના સંદર્ભમાં વપરાય છે, જે તેના વિભાગીકરણનો પાયો છે. સંતૃપ્ત હાઇડ્રૉકાર્બન સામાન્યત: ઓછાં સક્રિય સંયોજનો છે. તેમાં એક કે વધુ દ્વિબંધ અથવા ત્રિબંધ દાખલ કરાતાં તેના અણુની ક્રિયાશીલતા ખૂબ વધી જાય…
વધુ વાંચો >ક્રિયેટિનીન, સીરમ-સપાટી
ક્રિયેટિનીન, સીરમ-સપાટી : મૂત્રપિંડની કાર્યશીલતા દર્શાવતી મહત્વની નિદાનલક્ષી કસોટી. આ પ્રકારની બે કસોટીઓ છે; લોહીમાં યુરિયા-નાઇટ્રોજનનું પ્રમાણ અને સીરમ(રુધિરરસ)માં ક્રિયેટિનીનની સપાટી. ક્રિયેટિનીનની સીરમ-સપાટી મૂત્રપિંડની નિષ્ફળતાનો સચોટ આંક દર્શાવે છે. ખોરાકમાં જો પ્રોટીનનું પ્રમાણ વધુ હોય તો મૂત્રપિંડની સામાન્ય કાર્યશીલતા સાથે પણ લોહીમાં યુરિયાનું પ્રમાણ વધે છે. આમ લોહીમાં યુરિયાનું પ્રમાણ…
વધુ વાંચો >ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo)
ક્રિવેલી, કાર્લો (Criveli, Carlo) (જ. આશરે 1430થી 1435, વેનિસ, ઇટાલી; અ. આશરે 1493થી 1495, ) : બળૂકી અભિવ્યક્તિ માટે જાણીતા ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. તેમણે ચિત્રકાર પિતા જેકોપો ક્રિવેલી હેઠળ પ્રારંભિક તાલીમ લીધેલી. ત્યાર બાદ તેઓ વેનિસના ચિત્રકાર બંધુઓ ઍન્તૉનિયો વિવારિની અને બાર્તૉલોમિયો વિવારિનીના અને એ પછી પાદુઆના ચિત્રકાર આન્દ્રેઆ માન્તેન્યાના પ્રભાવ…
વધુ વાંચો >ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર
ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર : અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર. 1908માં મેરી બેકર એડીએ લોકપ્રિય વર્તમાનપત્રોમાં આવતા સનસનાટીભર્યા સમાચારો અને રજૂઆતના વિરોધ રૂપે અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી આ દૈનિક પ્રગટ કર્યું. સમાચારોની વિચારપૂર્ણ રજૂઆત અને રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસના દીર્ઘર્દષ્ટિભર્યા વિશ્લેષણને કારણે આ અખબાર અમેરિકાનું અત્યંત પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર બન્યું. પ્રથમ દાયકામાં રાષ્ટ્રીય વાચકવર્ગને…
વધુ વાંચો >ક્રિસૅન્થમમ પ્રજાતિ
ક્રિસૅન્થમમ પ્રજાતિ : જુઓ સેવંતી
વધુ વાંચો >ક્રિસ્ટલગ્રોથ
ક્રિસ્ટલગ્રોથ : કુદરતી તેમજ કૃત્રિમ સ્ફટિકના વિકાસની પ્રક્રિયા. આધુનિક ઉપકરણોમાં સ્ફટિકના વિવિધ ઉપયોગ થવા લાગ્યા છે. ઉદાહરણ તરીકે ફ્રિક્વન્સી કંટ્રોલ ઑસિલેટરમાં ક્વાર્ટ્ઝ; પોલરોડમાં CaCO3; NaNO3; ટ્રાન્સડ્યુસરમાં ક્વાર્ટ્ઝ તથા ADP; વિકિરણ-જ્ઞાપકમાં KCl; ઇન્ફ્રારેડ ઑપ્ટિક્સમાં LiF2; ટ્રાન્ઝિસ્ટરમાં Ge અને Si; મેસર અને લેસરમાં રૂબી તથા GaAs; સોલર સેલમાં GaAs અને CdS વગેરે.…
વધુ વાંચો >