ખંડ ૫

કિઓન્જારથી ક્રિમોના

કિઓન્જાર

કિઓન્જાર (Keonjhar) : ઓડિસાના ઉત્તરભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 11’થી 22o 10′ ઉ. અ. અને 85o 11’થી 86o 22′ પૂ.રે. વચ્ચેનો 8337 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઝારખંડ રાજ્યનો પશ્ચિમ સિંગભૂમ જિલ્લો, પૂર્વ તરફ મયૂરભંજ, બાલેર અને…

વધુ વાંચો >

કિકુમારો

કિકુમારો (જ. આશરે 1780, જાપાન; અ. 1820 પછી, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઈ(Ukio-E)નો ચિત્રકાર. પ્રસિદ્ધ ચિત્રકાર કિતાગાવા ઉતામારોનો તે શિષ્ય હતો. ગુરુની પેઠે કિકુમારો પણ ગેઇશા યુવતીઓ અને ટોકિયોના પોશીબારાની વેશ્યાવાડાની રૂપજીવિનીઓના આલેખનમાં સફળ થયો. વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત અને ભભકાદાર વસ્ત્રો પરિધાન કરેલી ગેઇશા યુવતીઓ અને…

વધુ વાંચો >

કિગાલી

કિગાલી : મધ્ય આફ્રિકાના રાજ્ય રુઆન્ડાની રાજધાની. મધ્ય આફ્રિકામાં 1962માં ‘યુનાઇટેડ નૅશન્સ ટ્રસ્ટ ટેરિટરી ઑવ્ રુઆન્ડા-બુરુન્ડીમાંથી રુઆન્ડા છૂટું પડી નવું રાષ્ટ્ર બન્યું. લગભગ 1,000થી 1,500 મી.ની ઊંચાઈ ધરાવતા પહાડી વિસ્તારની વચમાં આશરે એકાદ હજાર મી.ની ઊંચાઈ ધરાવતું આ પાટનગર 1º.57′ દ.અ. અને 30º.04′ પૂ.રે. પર આવેલું છે. દેશના મધ્યભાગમાં આવેલું…

વધુ વાંચો >

કિચલુ ડૉ. સૈફુદ્દીન

કિચલુ, ડૉ. સૈફુદ્દીન (જ. 1888; અમૃતસર, પંજાબ; અ. 9 ઑક્ટોબર 1963) : ભારતના સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રવાદી મુસ્લિમ રાજનીતિજ્ઞ. કાશ્મીરી મુસ્લિમ કુટુંબમાં જન્મ. માધ્યમિક શિક્ષણ અમૃતસરમાં, કૉલેજશિક્ષણ આગ્રા તથા અલીગઢમાં વધુ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી બી.એ., લંડન યુનિવર્સિટીમાંથી બાર-ઍટ-લૉ તથા જર્મનીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી. 1915માં અમૃતસરમાં વકીલાત સાથે સામાજિક કાર્યમાં ઝંપલાવ્યું. અમૃતસરના…

વધુ વાંચો >

કિઝીલકુમનું રણ

કિઝીલકુમનું રણ : જુઓ રણ.

વધુ વાંચો >

કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના-અમેરિકા

કિટ પીક નૅશનલ ઑબ્ઝર્વેટરી (KPNO) ઍરિઝોના, અમેરિકા : અમેરિકાની આધુનિક ઉપકરણોથી સુસજ્જ રાષ્ટ્રીય વેધશાળા. કોઈ એક જ સ્થળે અહીં જેટલાં તથા અહીં છે તેવાં ઉપકરણો ભાગ્યે જ જોવા મળે. આ વેધશાળા ખરા અર્થમાં રાષ્ટ્રીય છે, કારણ કે અમેરિકાની ઘણી બધી શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ તેમજ સ્ટીવર્ડ, મૅકગ્રો હિલ, નૅશનલ સોલર…

વધુ વાંચો >

કિડ ટોમસ

કિડ ટોમસ (જ. 6 નવેમ્બર 1558, બેપ્ટિઝમ, લંડન; અ. 30 ડિસેમ્બર 1594, લંડન) : એલિઝાબેથન યુગના અંગ્રેજી નાટ્યકાર. લંડનની મર્ચન્ટ ટેલર્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને થોડો સમય દસ્તાવેજ-લેખક તરીકેનો વ્યવસાય કર્યો. સમકાલીન નામી નાટ્યકાર માર્લો સાથે તેમને ગાઢ મૈત્રી હતી. તેમની કૃતિઓમાં ‘ધ સ્પૅનિશ ટ્રૅજેડી’ (1592) ખૂબ ખ્યાતિ પામેલું નાટક…

વધુ વાંચો >

કિડલૅન્ડ ફિન

કિડલૅન્ડ, ફિન (જ. 1943) : વર્ષ 2004 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સહવિજેતા નૉર્વેજિયન અર્થશાસ્ત્રી. તેમણે તથા તેમના પીએચ.ડી.ના માર્ગદર્શક અમેરિકન અર્થશાસ્ત્રી એડ્વર્ડ પ્રેસકૉટને સંયુક્ત રીતે આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું છે. સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્રના ચાવીરૂપ ગણાય તેવાં બે ક્ષેત્રો (key areas) એટલે વ્યાપારચક્રો ઉદ્ભવવાનાં કારણો અને તેમને પહોંચી વળવા માટેની આર્થિક…

વધુ વાંચો >

કિડવાઈ રફી અહમદ

કિડવાઈ, રફી અહમદ (જ. 18 ફેબ્રુઆરી 1894, મસૌલી, જિ. બારાબંકી, ઉત્તરપ્રદેશ; અ. 24 ઑક્ટોબર 1954, નવી દિલ્હી) : સ્વાતંત્ર્ય-સૈનિક, કૉંગ્રેસી નેતા અને દેશમાંથી હિંમતપૂર્વક માપબંધી દૂર કરનાર કેન્દ્ર સરકારના અન્નખાતાના મંત્રી. આશરે એક હજાર વર્ષ અગાઉ, તેમના પૂર્વજ કાજી કિડવા મહંમદ ગઝનીના રસાલા સાથે ભારત આવ્યા હતા. 1918માં અલીગઢની એમ.એ.ઓ.…

વધુ વાંચો >

કિતાઈ રોનાલ્ડ બ્રૂક્સ

કિતાઈ, રોનાલ્ડ બ્રૂક્સ (Kitaj, Ronald Brooks) (જ. 1932, ક્લીવલૅન્ડ, ઓહાયો, અમેરિકા) : આધુનિક જીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. તેમનો જન્મ મૂળ હંગેરીથી આવી અમેરિકામાં વસેલા પરિવારમાં થયો હતો. બ્રિટિશ પૉપ કલાના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો છે. 1951થી 1955 સુધી મર્ચન્ટ સીમૅન તરીકેની કારકિર્દીમાંથી મુક્તિ મેળવીને લંડનની રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં…

વધુ વાંચો >

ક્રિપ્સ યોજના

Jan 31, 1993

ક્રિપ્સ યોજના (1942) : ભારતના સ્વાતંત્ર્ય અંગે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સરકાર તરફથી સૂચવાયેલી યોજના. 22 માર્ચ, 1942ના રોજ બ્રિટનની આમની સભાના નેતા સર સ્ટૅફર્ડ ક્રિપ્સ હિંદની રાજકીય મડાગાંઠ ઉકેલવા નવી દરખાસ્તો લઈને દિલ્હી આવ્યા. જુદા જુદા રાજકીય પક્ષો સાથે મંત્રણા કર્યા બાદ ક્રિપ્સે પોતાની દરખાસ્તો જાહેર કરી. તેમણે જણાવ્યું…

વધુ વાંચો >

ક્રિમિયન ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી – રશિયા

Jan 31, 1993

ક્રિમિયન ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી, રશિયા : ક્રિમિયાના દ્વીપકલ્પમાં, સમુદ્રની સપાટીથી 560 મીટરની ઊંચાઈએ ક્રિમિયન પર્વત પર આવેલી રશિયાની વેધશાળા. ભૌગોલિક સ્થાન : 44° 43′ 42″ ઉ. અ. અને 34° 01′ પૂ. રે. મૉસ્કોના સ્ટર્નબર્ગ ઍસ્ટ્રૉનૉમિકલ ઇન્સ્ટિટ્યૂટનું દક્ષિણાભિમુખ નિરીક્ષણ-મથક પણ લગભગ આ જ સ્થળે આવેલું છે. વળી અમુક અંશે ક્રિમિયન વેધશાળાની સાથે…

વધુ વાંચો >

ક્રિમિયા

Jan 31, 1993

ક્રિમિયા : કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સના યુરોપીય વિભાગમાં દક્ષિણ દિશામાં આવેલો 25,000 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતો દ્વીપકલ્પ. તે 44° 30′ ઉ. અ.થી 46° ઉ. અ. અને 33° પૂ. રે.થી 36° 40′ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. ક્રિમિયા યુક્રેન સહિતની મુખ્ય ભૂમિ સાથે પેરેકોપ નામની સાંકડી સંયોગીભૂમિથી જોડાયેલો છે. તેની પશ્ચિમ તથા…

વધુ વાંચો >

ક્રિમિયાનું યુદ્ધ

Jan 31, 1993

ક્રિમિયાનું યુદ્ધ (1854-1856) : ઓગણીસમી સદીનું એકમાત્ર મોટું યુદ્ધ. તે યુરોપનું પહેલું એવું યુદ્ધ હતું જેમાં સ્ટીમર, રેલવે, તાર તથા રિવૉલ્વર જેવાં યાંત્રિક સાધનોનો ઉપયોગ થયો હતો. તેમાં એક પક્ષે રશિયા અને બીજે પક્ષે ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ તથા તુર્કી હતાં. વાસ્તવમાં તે રશિયાના ઝાર નિકોલસ પહેલા અને ફ્રાન્સના શહેનશાહ નેપોલિયન ત્રીજાની…

વધુ વાંચો >

ક્રિમોના

Jan 31, 1993

ક્રિમોના : ઇટાલીમાં પો નદીને કાંઠે આવેલી કમ્યૂન(પ્રાન્ત)ની રાજધાની. ધબકતું કૃષિકેન્દ્ર અને માંસ તથા ડેરીઉદ્યોગનું મથક ક્રિમોના સ્થાપત્યની ર્દષ્ટિએ અસાધારણ મહત્વ ધરાવે છે. બારમી-તેરમી સદીનું સો મીટર ઊંચું ટાવર, અષ્ટકોણી બૅપ્ટિસ્ટરી, સુંદર ગ્રંથાલય, વિશાળ થિયેટર એ ત્યાંની ધ્યાનાર્હ ઇમારતો છે. ક્રિમોના પ્રાન્તની પશ્ચિમે આદા નદી, દક્ષિણમાં પો નદી, ઈશાન અને…

વધુ વાંચો >