ખંડ ૪
ઔરંગાથી કાંસું
કવચ વિરૂપણ
કવચ વિરૂપણ (tectonic movement) : ભૂકવચની સતત બદલાતી રૂપરચના. પૃથ્વીનાં આંતરિક અને બાહ્ય બળોના ફેરફારોને પરિણામે જ ભૂસપાટી પર અગણિત ભૂમિઆકારોનો ઉદભવ, વિકાસ અને હ્રાસ થયા કરે છે. ભૂકવચમાં થતાં નિરંતર પરિવર્તનોને કારણે જ ભૂમિસ્વરૂપો સતત બદલાતાં રહે છે. પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમી અને દબાણના ફેરફારોને કારણે જ ભૂકવચનાં ખડકદ્રવ્યોમાં…
વધુ વાંચો >કવન કૌમુદી
કવન કૌમુદી (1905) : સાંગોપાંગ કવિતામાં પ્રગટ થયેલું મલયાળમ સામયિક. ભારતમાં વીસમી સદીની પહેલી પચીસીનું કદાચ એ પ્રકારનું એકમાત્ર સામયિક ગણાય. 1905માં શરૂ થયેલા આ કાવ્ય-સામયિકનું પ્રકાશન પંદરેક વર્ષ ચાલ્યું અને ખૂબ પ્રતિષ્ઠા પામ્યું. એમાં તંત્રીલેખ, તંત્રીનોંધ, સમાચાર તથા જાહેરાત સુધ્ધાં કવિતામાં જ પ્રગટ થતાં, તે સમયના તમામ નામાંકિત કવિઓ…
વધુ વાંચો >કવિ કર્ણપૂર
કવિ કર્ણપૂર (1524) : સંસ્કૃત નાટ્યકાર અને અલંકારશાસ્ત્રી. બંગાળના નદિયા જિલ્લાના વતની. બીજું નામ પરમાનન્દદાસ સેન. પિતાનું નામ શિવાનંદ અને ગુરુનું નામ શ્રીનાથ. ‘ચૈતન્યચંદ્રોદય’ નાટક તથા અન્ય આઠ કૃતિઓના કર્તા. એ ઉપરાંત ‘અલંકારકૌસ્તુભ’ નામનો તેમનો ગ્રન્થ અત્યન્ત જાણીતો છે. જોકે અન્ય લેખકોના પણ આ જ (‘અલંકારકૌસ્તુભ’) નામ ધરાવતા ચાર ગ્રંથો…
વધુ વાંચો >કવિ કલ્પદ્રુમ (સાહિત્યસાર)
કવિ કલ્પદ્રુમ (સાહિત્યસાર) : રામદાસ (રાજકુમાર) દ્વારા રચિત કાવ્યશાસ્ત્રનો ગ્રંથ. તેની રચના ઈ. સ. 1844માં આગ્રામાં થઈ હતી. આ ગ્રંથ કાવ્યશાસ્ત્રના વ્યાપક સિદ્ધાંતોને આધારે રચાયેલો છે અને એમાં ધ્વનિ સિદ્ધાંત મુખ્યત્વે સ્વીકારાયો છે. મમ્મટના કાવ્યપ્રકાશની જેમ આ ગ્રંથમાં શાસ્ત્રનાં બીજાં અંગોનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. આ રચનામાં કવિ-આચાર્યે સંસ્કૃત…
વધુ વાંચો >કવિકલ્પલતા
કવિકલ્પલતા (1363) : સંસ્કૃત કવિતાના શિક્ષણનો ગ્રંથ. સંસ્કૃત વાઙ્મયમાં આલંકારિકો દ્વારા વિરચિત કાવ્યની વ્યાવહારિક શિક્ષણપદ્ધતિના સાહિત્યને ‘કવિશિક્ષા’ કહે છે. આ પ્રકારના સાહિત્યમાં ‘કવિકલ્પલતા’ નામના ગ્રંથનું વિશિષ્ટ સ્થાન છે. આ ગ્રંથના લેખક ‘દેવેશ્વર’ છે; એમના પિતા વાગ્ભટ માલવનરેશના મહામાત્ય હતા. ‘કવિકલ્પલતા’માં ચાર પ્રતાન (ખંડ) છે અને દરેકની અંદર અનેક સ્તબક છે.…
વધુ વાંચો >કવિકંઠાભરણ
કવિકંઠાભરણ (ઈ. અગિયારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ) : કવિઓને કવિત્વનું શિક્ષણ આપતો ગ્રંથ. આ ગ્રંથના લેખક સંસ્કૃત અલંકારશાસ્ત્રના સુપ્રસિદ્ધ વિદ્વાન આચાર્ય ક્ષેમેન્દ્ર છે. તેમનો ‘ઔચિત્યવિચારચર્ચા’ નામનો ગ્રંથ અલંકારશાસ્ત્રના ‘ઔચિત્યપ્રસ્થાન’નો પ્રતિષ્ઠાપક ગ્રંથ છે. ઉદીયમાન કવિઓને શિક્ષણ આપવાના હેતુથી લખાયેલ આ ગ્રંથમાં પાંચ સંધિ કે અધ્યાયો છે અને 55 કારિકાઓ છે. આમાં કવિત્વની પ્રાપ્તિ…
વધુ વાંચો >કવિ ચક્રવર્તી દેવીપ્રસાદ
કવિ ચક્રવર્તી, દેવીપ્રસાદ (જ. 1883, કાશી; અ. 1938) : સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ભારતના પ્રસિદ્ધ પંડિત દામોદરલાલજી પાસે શાસ્ત્રાધ્યયન, એમના પ્રસિદ્ધ અને સિદ્ધ પિતા દુઃખભંજનજીના આશીર્વાદથી કાશીના પંડિત સમાજમાં ટૂંકા ગાળામાં તેમની ખ્યાતિ ફેલાઈ. તેમને 30 વર્ષની વયે મહામહોપાધ્યાયની પદવી પ્રાપ્ત થઈ. તેમણે કાશીના હિંદુ વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃતનું અધ્યાપનકાર્ય કર્યું. તેમની અસાધારણ…
વધુ વાંચો >કવિચર્યા
કવિચર્યા : કવિની દૈનંદિની. રાજશેખરે કાવ્યમીમાંસાના 10મા અધ્યાયમાં કવિચર્યાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. રાજશેખરનું કહેવું છે કે કવિએ નિરંતર શાસ્ત્રો અને કલાઓનો અભ્યાસ – પારાયણ કરવું જોઈએ. મન, વાણી, કર્મથી પવિત્ર રહેવું, સ્મિતપૂર્વક બોલવું કે સંલાપ કરવો, તેનું ભવન સ્વચ્છ અને સર્વ ઋતુઓને અનુકૂળ હોય. તેના પરિચારકો અપભ્રંશ ભાષામાં બોલે…
વધુ વાંચો >કવિ ચિંતામણી
કવિ ચિંતામણી (જ. 1600, કાડા જહાંનાબાદ, જિ. ફતેહપુર, ઉત્તરપ્રદેશ; અ. 1680-85) : હિંદીના રસવાદી પ્રમુખ કવિ. રાજા હમ્મીરના કહેવાથી તેઓ ભૂષણ અને મતિરામ સાથે તિક્વાંપુરમાં આવીને વસ્યા હતા. તેમને શાહજી ભોંસલે, શાહજહાં અને દારાશિકોહનો રાજ્યાશ્રય મળ્યો હતો. તેમણે 9 ગ્રંથો રચ્યા હતા : ‘રસવિલાસ’, ‘છન્દવિચાર પિંગળ’, ‘શૃંગારમંજરી’, ‘કવિકુલકલ્પતરુ’, ‘કૃષ્ણચરિત’, ‘કાવ્યવિવેક’,…
વધુ વાંચો >કવિતા
કવિતા સંસ્કૃત મૂળના कु કે कव् ધાતુ પરથી ‘કવિતા’, ‘કવન’, ‘કાવ્ય’, ‘કવિ’, ‘કવયિત્રી’ જેવા શબ્દો ગુજરાતીમાં પ્રચારમાં છે. ‘कु’ ધાતુનો અર્થ જ ‘અવાજ કરવો’. એ પરથી ઊતરી આવેલ ‘કવિતા’, ‘કાવ્ય’ શબ્દ પણ સાહિત્ય જેવી શ્રવણભોગ્ય કલાનો સંકેતક છે. ‘કવિ’ અને ‘કવિતા’ના અર્થમાં અરબી ભાષાના ‘શાયર’ અને ‘શાયરી’ શબ્દો પણ પ્રયોજાય…
વધુ વાંચો >ઔરંગા
ઔરંગા : દક્ષિણ ગુજરાતની નદી. શરૂઆતમાં બે અલગ શાખાઓ માન અને તાન નામથી ઓળખાતી. નદીઓનો સંગમ ધરમપુર તાલુકામાં થતાં તે ઔરંગા તરીકે ઓળખાય છે. ધરમપુરની ટેકરીઓમાંથી નીકળી અંતે વલસાડ શહેર નજીક અંબિકા નદીથી 12.88 કિમી. દક્ષિણે દરિયાને મળે છે. તેના મુખથી 8 કિમી. સુધી ભરતીની અસર જણાય છે અને નાની…
વધુ વાંચો >ઔરંગાબાદ (બિહાર)
ઔરંગાબાદ (બિહાર) : બિહાર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24o 45′ ઉ. અ. અને 84o 22′ પૂ. રે.ની આજુબાજુનો 3,389 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જહાનાબાદ જિલ્લો, પૂર્વ તરફ ગયા જિલ્લો, દક્ષિણ તરફ પાલામૌ જિલ્લો (ઝારખંડ) તથા ગયા જિલ્લાનો…
વધુ વાંચો >ઔરંગાબાદ (મહારાષ્ટ્ર)
ઔરંગાબાદ (મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે 19o 53′ ઉ. અ. અને 75o 20′ પૂ. રે.ની આજુબાજુનો આશરે 10,106 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જલગાંવ, પૂર્વે જાલના, દક્ષિણે બીડ અને અહમદનગર તથા પશ્ચિમે અહમદનગર તેમ…
વધુ વાંચો >ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય
ઔરંગાબાદનું ગુફાસ્થાપત્ય : ઔરંગાબાદની ગુફાઓ મહાયાન બૌદ્ધ ગુફાસ્થાપત્યનાં છઠ્ઠી સદીનાં ઉદાહરણો છે. આ જ પ્રકારની બીજી ગુફાઓ અજંતા અને ઇલોરામાં જોવા મળે છે. ઔરંગાબાદની ગુફાઓ અજંતા, ઇલોરા પછીની છે; તે બે વિસ્તારમાં છે. પહેલામાં નં. 1 અને 3માં અજંતાની પ્રણાલીની અસર જોવા મળે છે અને બીજામાં નં. 2, 5, 6,…
વધુ વાંચો >ઔલખ, અજમેરસિંહ
ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >ઔષધ-અભિજ્ઞાન
ઔષધ-અભિજ્ઞાન (pharmacognosy) : ખાદ્યપદાર્થો સિવાયના, ઔષધો તરીકે ઉપયોગી એવા નૈસર્ગિક પદાર્થો અંગે જીવશાસ્ત્ર, જીવરસાયણ અને અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ થતો અભ્યાસ. આ પદાર્થો મુખ્યત્વે વનસ્પતિજન્ય હોય છે, જોકે પ્રાણીજન્ય પદાર્થોની સંખ્યા પણ નજેવી ન ગણાય. આ પદાર્થો જેમાંથી મેળવવામાં આવતા હોય તેવાં વૃક્ષ કે છોડવા(અથવા પ્રાણીઓ)નો સઘન અભ્યાસ, તેની વિવિધ જાતો તથા…
વધુ વાંચો >ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ
ઔષધ કુપ્રયોગ અને ઔષધ વ્યસનાસક્તિ આયુર્વિજ્ઞાનના સિદ્ધાંતો તથા સામાજિક રૂઢિઓથી જુદો પડતો દવાઓનો ઉપયોગ એટલે ઔષધ કુપ્રયોગ. તબીબી સલાહથી અથવા તેના વગર પણ સ્વપ્રયોગ (self medication) રૂપે, મનોરંજન માટે કે ઉત્સુકતાને કારણે પણ તેમ થતું હોય છે. આવી રીતે લેવાતી દવા વધુ માત્રામાં (excess dose) અથવા વધુ સમય માટે કે…
વધુ વાંચો >ઔષધકોશ
ઔષધકોશ (pharmacopaea) : ફાર્માસિસ્ટને ઔષધો અંગેની વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડતો પ્રમાણભૂત અધિકૃત ગ્રંથ. ‘ફાર્માકોપિયા’ શબ્દ ગ્રીક ‘pharmakon = ઔષધ’ અને ‘poicin = બનાવવું’ ઉપરથી બનેલો છે. આ ગ્રંથનું કાર્યક્ષેત્ર જે તે ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત હોય છે. આધુનિક અર્થમાં જોઈએ તો ‘ફાર્માકોપિયા’ એટલે શાસકીય એકમના ઔષધશાસ્ત્રના નિષ્ણાતો દ્વારા માન્ય…
વધુ વાંચો >ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં
ઔષધચિકિત્સા, મૂત્રપિંડના રોગોમાં : મૂત્રપિંડના રોગોમાં ઔષધ અને સારવાર કરવી તે. મૂત્રપિંડના રોગના દર્દીમાં મૂત્રપિંડના રોગની સારવાર ઉપરાંત જો તેને અન્ય કોઈ રોગ કે વિકાર હોય તો તેની સારવાર પણ કરવી પડે છે. (જુઓ ‘ઉત્સર્ગતંત્ર’.) કેટલીક દવાઓ શરીરમાંથી મુખ્યત્વે મૂત્રપિંડ દ્વારા જ બહાર નીકળતી હોય છે. મૂત્રપિંડની નિષ્ફળતા(renal failure)ના દર્દીમાં…
વધુ વાંચો >