ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >એપિયેસી
એપિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિ પ્રમાણે તેને ઉપવર્ગ-મુક્તદલા (Polypetalae), શ્રેણી-વજ્રપુષ્પી (Calyciflorae) અને ગોત્ર-એપિયેલિસમાં મૂકવામાં આવે છે. આ કુળનું જૂનું નામ અમ્બેલીફેરી હતું, પરંતુ અગ્રિમતાના નિયમને આધારે Apium પ્રજાતિ ઉપરથી આ કુળનું નામ એપિયેસી રાખવામાં આવ્યું છે. આ કુળમાં લગભગ 200 પ્રજાતિઓ અને 2,900 જેટલી…
વધુ વાંચો >એપિસ્ટલ
એપિસ્ટલ : પત્રસ્વરૂપમાં કાવ્ય. ગ્રીક ભાષામાં ‘એપિસ્ટલ’નો શબ્દશ: અર્થ પત્ર થાય. પત્રસાહિત્યનો વિકાસ પ્રશિષ્ટ ગ્રીક-રોમન કાળથી લઈ આજ લગી ચાલુ રહ્યો છે. યુરોપમાં પુનરુત્થાન કાળ દરમિયાન સર્વત્ર રોમન પત્રસાહિત્યનો મોટો મહિમા થયો હતો. રોમન સંસદ-સભ્ય સીસેરોના અસંખ્ય પત્રોમાં સમાજ અને રાજકારણને લગતા અનેક પ્રશ્નો, વાગ્મિતાસભર શૈલીમાં આલેખાયેલા છે. પ્રજાજીવનનાં વિવિધ…
વધુ વાંચો >એપિસ્ટલરી નૉવેલ
એપિસ્ટલરી નૉવેલ : જુઓ પત્રાત્મક નવલકથા.
વધુ વાંચો >એપિસ્ટેસિસ
એપિસ્ટેસિસ (પ્રબળતા) : રંગસૂત્રોની અલગ અલગ જોડ ઉપર આવેલાં જનીનોની આંતરક્રિયાને પરિણામે સજીવના નિશ્ચિત લક્ષણપ્રરૂપ (phenotype) પર થતી અસર. તેની પ્રભાવિતા(dominance)ને કારણે વિષમયુગ્મી (heterozygous) સજીવમાં પ્રચ્છન્ન (recessive) વૈકલ્પિક જનીન(allele)નું લક્ષણ અભિવ્યક્ત થતું નથી. કેટલીક વાર બે અવૈકલ્પિક જનીનો (non-allelic genes) સજીવના નિશ્ચિત લક્ષણપ્રરૂપ પર અસર કરે છે. આવા કિસ્સાઓમાં એક…
વધુ વાંચો >એપિસોમ
એપિસોમ : બૅક્ટેરિયામાં આવેલું બહિરંગસૂત્રીય જનીનિક તત્વયુક્ત દેહકણ (plasmid). સૌપ્રથમ જૅકૉબ અને વૉલમેને (1958) Escherichia coli નામના બૅક્ટેરિયમમાં તેનું સંશોધન કર્યું. E. coliમાં આવેલ F-કારક અને ફેઝ l જેવી DNA ધરાવતા કણો માટે તેમણે ‘એપિસોમ’ નામ આપ્યું. બૅક્ટેરિયાના સામાન્ય રંગસૂત્ર ઉપરાંતનું તે વધારાનું જનીનદ્રવ્ય છે. તે બૅક્ટેરિયલ વિકૃતિ દ્વારા ઉત્પન્ન…
વધુ વાંચો >એ. પી.
એ. પી. (1956) : એસોસિયેટેડ પ્રેસ નામની સમાચાર-સંસ્થાનું ટૂંકું નામ. સ્થાપના અમેરિકામાં ન્યૂયૉર્કમાં થઈ. ઓગણીસમી સદીના આરંભથી અમેરિકી પ્રજાને યુરોપનાં પોતાનાં મૂળ વતન એવા દેશોની નવાજૂની વિશે આતુરતા રહેતી. સાચું કહીએ તો તેમના માટે એ જ સમાચાર હતા. વાચકોની માગ સંતોષવા ન્યૂયૉર્કનાં વર્તમાનપત્રોએ ત્રીજા દાયકામાં સમાચાર એકત્ર કરવા સવારનાં પત્રોનું…
વધુ વાંચો >એ. પી. જે. અબ્દુલ કલામ
એ. પી. જે. અબ્દુલ કલામ (જ. 15 ઑક્ટોબર 1931, રામેશ્વરમ્, તમિલનાડુ; અ. 27 જુલાઈ 2015, શિલોંગ) : ગણતંત્ર ભારતના અગિયારમા રાષ્ટ્રપતિ. ભારતરત્ન, દિગ્ગજ વિજ્ઞાની અને પ્રખર મિસાઇલ ટેક્નૉલૉજિસ્ટ. ડૉ. કલામે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતન રામેશ્વરમ્માંથી જ લીધું; ઉચ્ચ શિક્ષણ ચેન્નઈની એવિયેશન ઇજનેરી કૉલેજમાં. તેઓ કોઈ યુનિવર્સિટીના વિધિસરના ‘ડૉક્ટરેટ’…
વધુ વાંચો >ઍપેટાઇટ
ઍપેટાઇટ : ફૉસ્ફરસનું એક અગત્યનું ખનિજ. રા.બં. – Ca5F(PO4)3 અથવા 3Ca3P2O8CaF2 અને 3Ca3P2O8CaCl2; સ્ફ. વ. – હેક્ઝાગોનલ; સ્વ. – સામાન્યત: બેઝલ પિનેકોઇડ સાથે કે તે સિવાય પ્રિઝમ અને પિરામિડ સ્વરૂપવાળા સ્ફટિક; રં. – પીળો, પીળાશ પડતો લીલો, નીલો, સફેદ, વાદળી, રાખોડી, રાતો, સં. – અલ્પવિકસિત બેઝલપિનેકોઇડને સમાંતર; ચ. – કાચમય…
વધુ વાંચો >એપેન્ડિસાઇટિસ
એપેન્ડિસાઇટિસ (આંત્રપુચ્છશોથ) : એપેન્ડિક્સના ચેપજન્ય શોથ-(inflammation)થી થતો સોજો. નાના આંતરડાના મોટા આંતરડા સાથેના જોડાણ પાસે આવેલા પાતળા, 3થી 5 સેમી. લાંબા પૂંછડી જેવા અવયવને એપેન્ડિક્સ કે આંત્રપુચ્છ કહે છે. પેટમાં આંત્રપુચ્છનું સ્થાન નાભિની જમણી તથા નીચેની બાજુએ હોય છે. ઐતિહાસિક નોંધ : ઇંગ્લૅન્ડની જાણીતી વેસ્ટમિન્સ્ટર અને સેંટ જ્યૉર્જ હૉસ્પિટલના સાર્જન્ટ…
વધુ વાંચો >એપેલિઝ
એપેલિઝ (ઈ. પૂ. ચોથી સદી) : મહાન ગ્રીક ચિત્રકાર. કૉલોફૉન (આયોનિયા) ખાતે જન્મ. કૉરિંથ નજીકના સિસિયોન ખાતે શિક્ષણ લીધું. ગ્રીક ચિત્રકાર પૅમ્ફિલસની દેખરેખ હેઠળ ચિત્રકાર તરીકે કામ કર્યું. માત્ર ચાર રંગદ્રવ્યો(સફેદ, પીળો, લાલ તથા કાળો)નો ઉપયોગ કરીને સૌંદર્યસભર ચિત્રકામ કરનાર કલાકાર તરીકે તેમની ખ્યાતિ હતી. મેસિડોનિયાના રાજા ફિલિપ બીજાના રાજદરબારમાં…
વધુ વાંચો >