ખંડ ૩

ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)

ઈલેટિનેસી

ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…

વધુ વાંચો >

ઈલેસ્ટોમર

ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…

વધુ વાંચો >

ઈલોરા

ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…

વધુ વાંચો >

ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ

ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…

વધુ વાંચો >

ઈવાન્જેલિકલ ચર્ચ

ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…

વધુ વાંચો >

ઈવાન્સ, ઑલિવર

ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…

વધુ વાંચો >

ઈવાલ, યોહૅનિસ

ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…

વધુ વાંચો >

ઈવોલ્વુલસ

ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).

વધુ વાંચો >

ઈવ્ઝ્ (Eaves) – નેવાં

ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…

વધુ વાંચો >

ઈશાનવર્મા

ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…

વધુ વાંચો >

ઑક્સીભૂત નિક્ષેપો

Jan 27, 1991

ઑક્સીભૂત નિક્ષેપો : આર્થિક મૂલ્ય વગરના તેમજ ખનનયોગ્ય ન હોય તેવા ભૂપૃષ્ઠ પર ખુલ્લા થયેલા કેટલાક ધાત્વિક સલ્ફાઇડ ખનિજ ઘટકો ઉપર ઑક્સિજન અને પાણી દ્વારા થતી રાસાયણિક ખવાણક્રિયા – ઑક્સીભવન (ઉપચયન-oxidation) – મારફત મળતા સલ્ફેટ દ્રાવણોના મિશ્રણમાંથી અવક્ષેપિત થતાં ખનિજો. ખનિજોના ઉપચયનથી તૈયાર થતાં વિવિધ દ્રાવણો વચ્ચે પારસ્પરિક પ્રક્રિયા થતાં…

વધુ વાંચો >

ઑક્સેલિડેસી

Jan 27, 1991

ઑક્સેલિડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી – બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – જિરાનિયેલ્સ, કુળ – ઑક્સેલિડેસી. આ કુળ 7 પ્રજાતિઓ અને લગભગ 1,000 જાતિઓનું બનેલું છે અને તે મોટેભાગે ઉષ્ણપ્રદેશોમાં વિતરણ…

વધુ વાંચો >

ઑક્સોક્રોમ

Jan 27, 1991

ઑક્સોક્રોમ (auxochrome) : કાર્બનિક અણુઓમાં અબંધકારક ઇલેક્ટ્રૉન ધરાવતા પરમાણુ અથવા પરમાણુસમૂહો. OH, NO, NO2, NH2, Cl, OR1 વગેરેનો આમાં સમાવેશ કરી શકાય. આવા સમૂહને ક્રોમોફોર સાથે લગાડતાં શોષણપટ લાંબી તરંગલંબાઈ તરફ ખસે છે અને શોષણપટની તીવ્રતામાં પણ વધારો થાય છે. એકલા ઑક્સોક્રોમથી આ ફેરફાર શક્ય નથી. આ પ્રકારના સમૂહો અબંધકારક…

વધુ વાંચો >

ઑક્સોનિયમ આયન

Jan 27, 1991

ઑક્સોનિયમ આયન : કેન્દ્રસ્થ ઑક્સિજન પરમાણુ ધરાવતો ધનાયન. હાઇડ્રૉક્સોનિયમ આયન (અથવા H3O+) સરળમાં સરળ ઑક્સોનિયમ આયન છે અને ઍસિડના જલીય દ્રાવણમાં તે હાજર હોય છે. આ આયનયુક્ત ધન ક્ષારો મેળવી શકાય છે. કેટલાંક પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહૉલનું નિર્જલીકરણ (dehydration) સમજાવવા માટે વ્હિટમોરે આલ્કોહૉલમાંથી પ્રોટોની-કરણ(protonation)માં ઑક્સોનિયમ આયનના નિર્માણની કલ્પના કરી હતી.…

વધુ વાંચો >

ઑક્સો-પ્રવિધિ

Jan 27, 1991

ઑક્સો-પ્રવિધિ (Oxo process) : ઑલિફિન (olefin) હાઇડ્રૉકાર્બનમાંથી આલ્ડિહાઇડ, આલ્કોહૉલ અને અન્ય ઑક્સિજનકૃત (oxygenated) કાર્બનિક સંયોજનોના ઉત્પાદન માટેની એક વિધિ. આમાં ઑલિફિન હાઇડ્રૉકાર્બન(આલ્કિન)ની બાષ્પને કાર્બન મૉનૉક્સાઇડ અને હાઇડ્રોજનની હાજરીમાં કોબાલ્ટ ઉદ્દીપકો પરથી પસાર કરવામાં આવે છે. આ પ્રવિધિ દ્વિતીય વિશ્વયુદ્ધના અરસામાં (1938માં) રોલેન (Roelen) દ્વારા જર્મનીમાં શોધાઈ હતી અને સંક્રમણ (transition)…

વધુ વાંચો >

ઓખા

Jan 27, 1991

ઓખા : સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના વાયવ્ય છેડા પર આવેલું બંદર. ભૌગોલિક સ્થાન : 220 28′ ઉ. અ. અને 690 05′ પૂ. રે.. ભૂમિમાર્ગે તે દ્વારકાથી 32 કિમી., મીઠાપુરથી 11 કિમી. અને જામનગરથી 161 કિમી.ના અંતરે તથા જળમાર્ગે તે મુંબઈથી 323 નૉટિકલ માઈલના અંતરે આવેલું છે. ભારતનાં પશ્ચિમ કિનારા પરનાં, વિશેષે કરીને…

વધુ વાંચો >

ઓખાહરણ

Jan 27, 1991

ઓખાહરણ : ઉષા-અનિરુદ્ધની પૌરાણિક કથા, જેના પરથી ગુજરાતીમાં પ્રેમાનંદ આદિ કવિએ આખ્યાનો રચ્યાં છે. મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં જે કથાઓ લોકપ્રિય હતી, એમાંની એક ઓખા/ઉષાની કથા છે. એ સમયના ઘણા કવિઓએ યથાશક્તિમતિ ઓખાની કથાને રસમય બનાવવાની કોશિશ કરી છે. આ પૌરાણિક કથા હરિવંશપુરાણના વિષ્ણુપર્વના 116થી 128મા અધ્યાયમાં અને શ્રીમદભાગવતના દશમસ્કંધના ઉત્તરાર્ધમાં…

વધુ વાંચો >

ઓખોટસ્કનો સમુદ્ર

Jan 27, 1991

ઓખોટસ્કનો સમુદ્ર : જાપાનની ઉત્તરે પ્રશાંત (પૅસિફિક) મહાસાગરનો આશરે 15.38 લાખ ચોકિમી.નો જળરાશિ વિસ્તાર ધરાવતો સમુદ્ર. ઉત્તર ધ્રુવની નજીક આવેલો હોવાથી તે વર્ષનો મોટો ભાગ બરફાચ્છાદિત રહે છે. આ સમુદ્રની ઈશાન દિશામાં સાઇબીરિયા, કામચટકાનો દ્વીપકલ્પ તેમજ કુરાઇલ ટાપુઓ પથરાયેલા છે, જ્યારે તેની દક્ષિણે વિશાળ સખાલિન ટાપુ તેમજ દૂર જાપાન દેશ…

વધુ વાંચો >

ઓગરા, સોરાબજી ફરામજી

Jan 27, 1991

ઓગરા, સોરાબજી ફરામજી (જ. 26 મે 1853; અ. 3 એપ્રિલ 1933) : પારસી રંગમંચના નામી કલાકાર. ગરીબ કુટુંબમાં ઉછેર થયો હતો. શાળાના અભ્યાસમાં મન ન લાગ્યું એટલે પિતાએ એમને કારખાનામાં નોકરીએ રાખ્યા. યંત્રના સંચા પણ સંગીત છેડતા હોય એમ એમને લાગતું અને તે સ્વપ્નોની દુનિયામાં ખોવાઈ જતા. હિંદી શીખ્યા પછી,…

વધુ વાંચો >

ઑગસ્ટ ઑફર

Jan 27, 1991

ઑગસ્ટ ઑફર : ભારતને સાંસ્થાનિક દરજ્જાનું સ્વરાજ્ય આપવા બ્રિટને 1940ના ઑગસ્ટ માસમાં કરેલી દરખાસ્ત. દેશને સ્વતંત્ર કરવાની અને કેન્દ્રમાં જવાબદાર કામચલાઉ સરકાર સ્થાપવાની માગણી સ્વીકારવામાં આવે તો દ્વિતીય વિશ્વયુદ્ધમાં સહકાર આપવાની ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે સરકાર સમક્ષ દરખાસ્ત મૂકી હતી. તેના જવાબમાં 8 ઑગસ્ટ, 1940ના રોજ વાઇસરૉય લૉર્ડ લિનલિથગોએ એક નિવેદનમાં…

વધુ વાંચો >