ખંડ ૩
ઈલેટિનેસીથી ઔરંગઝેબ (આલમગીર)
ઔદ્યોગિક ક્રાંતિ
ઔદ્યોગિક ક્રાંતિ : ખેતી અને હસ્તઉદ્યોગો પર આધારિત અર્થતંત્રનું યંત્રો અને યાંત્રિક શક્તિ દ્વારા ચાલતા ઔદ્યોગિક અર્થતંત્રમાં રૂપાંતર. એ પ્રક્રિયાનો પ્રારંભ 18મી સદીમાં સર્વપ્રથમ ઇંગ્લૅન્ડમાં થયો. ત્યાંથી તે ક્રાંતિ દુનિયાના અન્ય દેશોમાં પ્રસરી. આ શબ્દપ્રયોગ પ્રથમ વખત ફ્રાંસના કેટલાક લેખકોએ કરેલો, પરંતુ તેને ઇંગ્લૅન્ડના ઇતિહાસકાર આર્નોલ્ડ ટૉયન્બીએ ચલણી અને લોકપ્રિય…
વધુ વાંચો >ઔદ્યોગિક ગતિશીલતા
ઔદ્યોગિક ગતિશીલતા : બદલાતા સંજોગોમાં ઉદ્યોગોનું સ્થાનિકીકરણ (localisation), ઉત્પાદનપદ્ધતિ તથા વસ્તુના સ્વરૂપ અને તરેહમાં ફેરફાર કરવાની ઔદ્યોગિક માળખાની ક્ષમતા. ઉદ્યોગ સ્થાપવામાં આવતો હોય ત્યારે તે અંગે લેવાતા નિર્ણયો અને અખત્યાર થતી નીતિ પ્રવર્તમાન સંજોગોને અધીન હોય છે; પરંતુ ગતિશીલ અર્થતંત્રમાં સંજોગો સ્થિર કે અપરિવર્તનશીલ હોતા નથી; સમય પસાર થતાં તે…
વધુ વાંચો >ઔદ્યોગિક ધિરાણ
ઔદ્યોગિક ધિરાણ : ઔદ્યોગિક એકમોની વિભિન્ન પ્રકારની મૂડીવિષયક જરૂરિયાતો સંતોષતી વ્યવસ્થા. વસ્તુઓના ઉત્પાદન માટે જમીન, મકાન અને યંત્રો જેવાં વાસ્તવિક સાધનોની જરૂર પડે છે. તેની ખરીદી માટે ઔદ્યોગિક એકમો પાસે પૂરતા પ્રમાણમાં નાણાં હોય એ જરૂરી છે. આ એકમો સમક્ષ નાણાપ્રાપ્તિના બે માર્ગો છે : આંતરિક માર્ગો – એમાં ઘસારાભંડોળ…
વધુ વાંચો >ઔદ્યોગિક નાણાનિગમ (ભારતીય) (IFCI)
ઔદ્યોગિક નાણાનિગમ (ભારતીય) (IFCI) : ભારતમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ તથા સહકારી મંડળીઓની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવાના હેતુથી ઊભી કરવામાં આવેલી વિશિષ્ટ સંસ્થા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાના હેતુથી પ્રેરાઈને જુલાઈ, 1948માં સ્થાપવામાં આવેલું આ નિગમ દેશની સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલી સરકારપ્રેરિત નાણાસંસ્થા છે. તેની અધિકૃત મૂડી રૂ. 10 કરોડ…
વધુ વાંચો >ઔદ્યોગિક નીતિ (ભારતમાં)
ઔદ્યોગિક નીતિ (ભારતમાં) : કોઈ એક ચોક્કસ સમયના ગાળા દરમિયાન ઔદ્યોગિક વિકાસના હેતુ પાર પાડવા માટે સરકાર દ્વારા અપનાવાતી નીતિ. આ ર્દષ્ટિએ જોતાં બ્રિટિશ અમલ દરમિયાન ઔદ્યોગિક નીતિનો અભાવ જોવા મળે છે. તે સમયની આર્થિક વિચારસરણીને પ્રભાવિત કરનારા શિષ્ટ અર્થશાસ્ત્રીઓ મુક્ત વ્યાપારવાદના હિમાયતી હતા, પરંતુ જર્મન અર્થશાસ્ત્રી ફ્રેડરિક લીસ્ટે ‘બાળઉદ્યોગો’(infant…
વધુ વાંચો >ઔદ્યોગિક પરિયોજના મૂલ્યાંકન
ઔદ્યોગિક પરિયોજના મૂલ્યાંકન : નવા ઔદ્યોગિક સાહસ અથવા તો કોઈ ઔદ્યોગિક એકમના વસ્તુ-મિશ્રમાં એક નવી વસ્તુનો ઉમેરો કરતી પરિયોજનાનું મૂલ્યાંકન. ખાનગી ક્ષેત્રે શરૂ કરાતી આવી પરિયોજનાઓ નફાલક્ષી (અથવા નફા સાથે થોડી સામાજિક જવાબદારીલક્ષી) હોય છે તો જાહેર ક્ષેત્રની ઔદ્યોગિક પરિયોજનાઓ સામાજિક વળતરનો દર મળે તેવી સામાજિક ઉપયોગિતાને લક્ષતી હોય છે.…
વધુ વાંચો >ઔદ્યોગિક પરિવાર
ઔદ્યોગિક પરિવાર : પરિવારની ભાવનાથી ચાલતું ઔદ્યોગિક સંકુલ. આ ખ્યાલના પુરસ્કર્તા સ્ટુઅર્ટ ફ્રિમૅન મુજબ જ્યારે કોઈ ઔદ્યોગિક એકમમાં વૈવિધ્યપૂર્ણ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવે ત્યારે તે બધી વસ્તુઓ નફો કમાવાની ર્દષ્ટિએ મૂળભૂત રીતે સમાન સધ્ધરતા ધરાવતી હોતી નથી. સામાન્ય રીતે દરેક વસ્તુની વેચાણ-કિંમત નક્કી કરવા માટે તે દરેકની પડતર-કિંમત…
વધુ વાંચો >ઔદ્યોગિક પ્રક્રિયા નિયંત્રણ (industrial process control)
ઔદ્યોગિક પ્રક્રિયા નિયંત્રણ (industrial process control) : ઔદ્યોગિક પ્રક્રિયાઓને ઇચ્છિત પરિસ્થિતિએ ગોઠવવા તથા તે પરિસ્થિતિનું સાતત્ય જળવાઈ રહે અને અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી ન થાય તે માટેનાં ઉપાયો તથા સાધનો માટેનાં આયોજન તેમજ અમલ(execution)ને સ્પર્શતી ઇજનેરી પ્રક્રિયા. પદાર્થ (material) તથા શક્તિની આંતર-પ્રક્રિયા (interaction) દ્વારા અન્યોન્ય રૂપાંતર થાય તે ક્રિયાવિધિને વ્યાપક અર્થમાં…
વધુ વાંચો >ઔદ્યોગિક પ્રવૃત્તિઓ
ઔદ્યોગિક પ્રવૃત્તિઓ : માનવીની જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓ જે પ્રવૃત્તિઓને પરિણામે પ્રાપ્ત થાય અગર તો તેમની ઉપયોગિતા તથા તેમના મૂલ્યમાં વધારો થાય તે પ્રવૃત્તિઓ. માનવીની જરૂરિયાતોની તમામ ચીજવસ્તુઓનું મૂળ કુદરતમાં રહેલું છે; કુદરતે તેની સાધનસંપત્તિના ભંડાર માનવીની સમક્ષ ખુલ્લા મૂકી દીધા છે. તેમાંથી માનવી તેને જોઈતી વસ્તુઓ ઉત્પન્ન કરી લે…
વધુ વાંચો >ઔદ્યોગિક ભૂગોળ
ઔદ્યોગિક ભૂગોળ : આર્થિક ભૂગોળની વિશિષ્ટ શાખા. ઔદ્યોગિક ઉત્પાદન સાથે સંબંધિત બાબતોનો અભ્યાસ મુખ્યત્વે બે વિદ્યાશાખાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે : અનુભવજન્ય અર્થશાસ્ત્ર (empirical economics) તથા આર્થિક ભૂગોળ. તેમાંની પ્રથમ વિદ્યાશાખામાં ઉત્પાદનનાં આર્થિક લક્ષણો અને પરિબળોનું વર્ણન તથા આર્થિક પરિપ્રેક્ષ્યમાં તેનું વિશ્લેષણ કરવામાં આવે છે, તો બીજીમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓની…
વધુ વાંચો >ઈલેટિનેસી
ઈલેટિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ – દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી-પુષ્પાસનપુષ્પી (Thalamiflorae), ગોત્ર – ગટ્ટીફરેલ્સ, કુળ – ઈલેટિનેસી. આ કુળ 2 પ્રજાતિઓ અને લગભગ 40 જેટલી જાતિઓનું બનેલું છે અને તેનું વિતરણ સર્વદેશીય (cosmopolitan) થયેલું…
વધુ વાંચો >ઈલેસ્ટોમર
ઈલેસ્ટોમર : રબર જેવા પ્રત્યાસ્થ (elastic) પદાર્થો. વિરૂપણ (deformation) પછી મૂળ આકાર ફરી પ્રાપ્ત કરવો, ચવડપણું (toughness), હવામાનની તથા રસાયણોની અસર સામે પ્રતિકાર વગેરે રબરના અગત્યના ગુણો છે. ઈલેસ્ટોમર શબ્દપ્રયોગ સામાન્ય રીતે રબર જેવા સંશ્લેષિત પદાર્થો માટે વપરાય છે. બધા જ ઈલેસ્ટોમરને 100થી 1,000 ટકા સુધી ખેંચીને લાંબા કરી શકાય…
વધુ વાંચો >ઈલોરા
ઈલોરા (ઈ. સ. પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી) : મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ જિલ્લામાંનું ભારતનાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય માટે જગવિખ્યાત બનેલું પ્રવાસધામ. ઔરંગાબાદથી 29 કિમી. ઇશાન ખૂણે આવેલા આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. ખડકોને કંડારીને કરેલી સ્થાપત્યરચના શૈલસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. ગુપ્તકાળમાં પશ્ચિમ ઘાટના પહાડો પર કોતરાયેલાં શિલાસર્જનો ધરાવતી હિંદુ, બૌદ્ધ…
વધુ વાંચો >ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ
ઈવ ઑવ્ સેન્ટ ઍગ્નિસ (1820) : કીટ્સનું અનેક ર્દષ્ટિએ મહત્વનું દીર્ઘ અંગ્રેજી કથાકાવ્ય. કીટ્સે મધ્યયુગીન પ્રેમવિષયક રોમાંચક કથાસામગ્રીનો અહીં ઉપયોગ કર્યો છે. શેક્સ્પિયરની ‘રોમિયો ઍન્ડ જુલિયટ’ નાટ્યકૃતિની, તેમજ તેની કલાત્મક રચના પર અંગ્રેજ કવિ ચૉસર અને ઇટાલિયન વાર્તાકાર બૉકેચિયોની અસર અહીં સ્પષ્ટપણે દેખાય છે. પણ સમગ્ર કૃતિના આંતરબાહ્ય બંધારણ ઉપર…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈવાન્સ, ઑલિવર
ઈવાન્સ, ઑલિવર (જ. 13 સપ્ટેમ્બર 1755, ન્યૂયૉર્ક; અ. 15 એપ્રિલ 1819, ન્યૂયૉર્ક) : સતત ઉત્પાદન (continuous production) અને ઉચ્ચ-દબાણવાળા વરાળએન્જિનના અમેરિકન શોધક. 1784માં અનાજ દળવાના કારખાનામાં એક છેડે અનાજ દાખલ કરીને વચ્ચેનાં બધાં જ સોપાને યાંત્રિક યુક્તિઓનો ઉપયોગ કરીને બીજા છેડે તૈયાર લોટ મેળવવાની સતત ઉત્પાદનની પદ્ધતિ તેમણે પ્રથમવાર દાખલ…
વધુ વાંચો >ઈવાલ, યોહૅનિસ
ઈવાલ, યોહૅનિસ (જ. 18 નવેમ્બર 1743, કોપનહેગન; અ. 17 માર્ચ 1781, કોપનહેગન) : ડેન્માર્કના એક મહાન ઊર્મિકવિ અને નાટ્યકાર. સ્કૅન્ડિનેવિયાની દંતકથા તથા પુરાણકથાઓના વિષયોનો સર્જનાત્મક ઉપયોગ કરનાર તેઓ એમની ભાષાના સર્વપ્રથમ લેખક હતા. પાદરી પિતાના અવસાન પછી તેમને શાળાએ મૂકવામાં આવ્યા. ત્યાં ‘ટૉમ જૉન્સ’ તથા ‘રૉબિન્સન ક્રૂસો’ના વાચનથી તેમની સાહસ-ભાવના…
વધુ વાંચો >ઈવોલ્વુલસ
ઈવોલ્વુલસ : જુઓ વિષ્ણુકાંતા (કાળી શંખાવલી).
વધુ વાંચો >ઈવ્ઝ્ (Eaves) – નેવાં
ઈવ્ઝ્ (Eaves) – નેવાં : ઇમારતોનાં છાપરાંની રચના કરતી વખતે દીવાલ પરના તેના આધારોને લંબાવી અને ત્યાં ઉદભવતા સાંધાને રક્ષણ આપવા માટેની રચના. ખાસ કરીને નેવાંની રચના એવી હોય છે કે તે છાપરા પરથી નીચે દડતા વરસાદના પાણીને એકત્રિત કરીને નિકાલ માટેની નીકમાં જવા દે છે. આ નીક સાથે નેવાંની…
વધુ વાંચો >ઈશાનવર્મા
ઈશાનવર્મા (રાજ્યકાળ 554-576 આશરે) : કનોજનો મૌખરિ વંશનો રાજા. પિતા ઈશ્વરવર્મા અને માતાનું નામ ઉપગુપ્તા. ઉપગુપ્તા ગુપ્તકુલની રાજકન્યા હતી. કનોજનું મૌખરિ રાજ્ય ઈશાનવર્માને વારસામાં મળ્યું હતું તેથી તેની ગણના મહારાજાધિરાજ તરીકે થવા લાગી. ઉત્તરકાલીન ગુપ્તોના કુમારગુપ્ત ત્રીજાએ ઉત્તરમાં કૂચ કરી ઈશાનવર્માને હરાવ્યો હતો. મૌખરિ અને ગુપ્તો વચ્ચે આ વિગ્રહ લાંબો…
વધુ વાંચો >