ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >આંતરરાજ્ય માર્ગપરિવહન
આંતરરાજ્ય માર્ગપરિવહન : ભૂમિમાર્ગે યાત્રીઓ તથા માલસામાનની સુગમ ઝડપી અને સુરક્ષિત હેરફેર માટેની વ્યવસ્થા. ભારતમાં માર્ગપરિવહન વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે 1939માં મોટરવાહનધારો ઘડવામાં આવ્યો હતો. આ ધારાનો ગર્ભિત હેતુ માર્ગપરિવહનના ભોગે રેલપરિવહનને ઉત્તેજન આપવાનો હતો. પરિણામે ભારતનાં રેલમથકોને સાંકળી લેતી, સામાન્ય રીતે ટૂંકા અંતરની મોટરપરિવહન-સેવાઓના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવતું. દેશ…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય અપરાધો
આંતરરાષ્ટ્રીય અપરાધો : જગતનાં તમામ રાષ્ટ્રોની કે માનવજાતની વિરુદ્ધના અપરાધો. ‘રક્ષણાત્મક’ સિદ્ધાંત મુજબ દરેક રાષ્ટ્રને પોતાની સલામતી વિરુદ્ધના પરદેશીએ કરેલા ગુના બાબતમાં ફોજદારી હકૂમત હોય છે. સાર્વત્રિક સિદ્ધાંત મુજબ માનવજાત વિરુદ્ધના ગુનેગારોને પકડવા તેમજ સજા કરવાનો દરેક રાજ્યને અધિકાર છે. માનવજાત વિરુદ્ધનો પ્રથમ પંક્તિનો અપરાધ ‘આક્રમક યુદ્ધ’ છે. 1928ના ‘કેલોગ-બીઆન્ડ…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર
આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર : સાર્વભૌમ દેશો વચ્ચેના વસ્તુઓ, સેવાઓ અને મૂડીના આંતરરાષ્ટ્રીય સોદાઓને લીધે ઉદભવતા પ્રશ્નોનો અભ્યાસ દર્શાવતી અર્થશાસ્ત્રની શાખા. આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આંતરિક વ્યાપાર વચ્ચે ઘણું સામ્ય હોવા છતાં અનેક બાબતોમાં તે જુદા પડે છે; તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારનો એક શાખા તરીકે અલગ અભ્યાસ જરૂરી માનવામાં આવે છે. બર્ટિલ ઓહલીન નામના…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય કરારો
આંતરરાષ્ટ્રીય કરારો : સાર્વભૌમ રાજ્યો વચ્ચેના કરારો. તે સંધિની વ્યાખ્યામાં આવે છે અને એવા કરારોને આંતરરાષ્ટ્રીય કાયદો લાગુ પડે છે; પરંતુ જ્યારે એક પક્ષકાર રાજ્ય હોય અને બીજો પક્ષકાર કોઈ પરદેશી વ્યક્તિ, સંસ્થા કે પેઢી હોય ત્યારે જાહેર આંતરરાષ્ટ્રીય કાયદાના કેટલાક નિયમો તથા ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદાના નિયમો લાગુ પડે છે.…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય કાયદાપંચ
આંતરરાષ્ટ્રીય કાયદાપંચ : આંતરરાષ્ટ્રીય કાયદાનાં ક્રમિક વિકાસ અને સંહિતાકરણ માટે ભલામણ કરતું પંચ. 1947ના નવેમ્બરમાં ‘સંયુક્ત રાષ્ટ્રો’ની સામાન્ય સભાએ તેની સ્થાપના કરી હતી. તેમાં 15 સભ્યો નિયુક્ત થયા હતા. પંચનું કાર્યક્ષેત્ર (codification) આંતરરાષ્ટ્રીય કાયદાના ક્રમિક વિકાસ તથા સંહિતાકરણ માટે ભલામણો કરવાનું છે. સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ ‘સામાન્ય સભા’એ પંચને નાઝી યુદ્ધ-ગુનેગારો…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય કાયદાશાસ્ત્રીઓનું પંચ
આંતરરાષ્ટ્રીય કાયદાશાસ્ત્રીઓનું પંચ : સંયુક્ત રાષ્ટ્ર સંઘે (UN) 1952માં માનવહક્કો અંગે ભલામણ કરવા સ્થાપેલું પંચ. આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે મુખ્યત્વે સાર્વભૌમ રાજ્યો જ આંતરરાષ્ટ્રીય કાયદાના વિષયો ગણાય છે. વ્યક્તિઓ કે લઘુમતી જૂથો પોતાને થયેલા અન્યાય બાબતમાં આંતરરાષ્ટ્રીય અદાલત કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આગળ સીધી ફરિયાદ કરી શકતાં નથી, પરંતુ કોઈ રાજ્ય કે…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય કાયદો
આંતરરાષ્ટ્રીય કાયદો : સાર્વભૌમ રાજ્યો પરસ્પરના સંબંધોમાં પાળવા બંધાયેલા હોય એવા આચરણના સિદ્ધાંતો અને નિયમોનો સમૂહ. તેમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પરસ્પરના સંબંધો તેમજ તેમનાં રાજ્યો તથા વ્યક્તિઓ સાથેના સંબંધો અને આંતરરાષ્ટ્રીય સંબંધ ધરાવતી વ્યક્તિઓ તથા રાજ્યવિહીન એકમોને લગતા નિયમોનો સમાવેશ થાય છે. આજે તેમાં બહુરાષ્ટ્રીય નિગમો, રાજકીય પક્ષો, દબાવકર્તા જૂથો, આંતરરાષ્ટ્રીય…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય ઘટનાઓ
આંતરરાષ્ટ્રીય ઘટનાઓ : બીજા વિશ્વયુદ્ધ પછી બનેલી વિવિધ દેશો વચ્ચેની રાજકીય ઘટનાઓ. સ્વતંત્ર દેશોની સરકાર વચ્ચેના સંબંધોના બે ચહેરા હોય છે – શાંતિ સમયના અને યુદ્ધ સમયના. સામાન્ય રીતે પ્રત્યેક સરકાર અન્ય દેશ સાથેના શાંતિમય સંબંધો જાળવવા પ્રયત્નશીલ હોય છે. આવા શાંતિભર્યા સંબંધોથી તે પોતાના નાગરિકોને – અને એકંદરે પ્રજાને…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવ
આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવ (International Film Festival) : વિવિધ દેશોમાં પ્રતિવર્ષ ઉત્તમ ચલચિત્રોની મુલવણીના હેતુથી પ્રયોજાતો ચલચિત્ર મહોત્સવ. ચલચિત્રની શોધ થઈ તે જ વર્ષે, એટલે કે 1896માં તેના મૂળ શોધકો ફ્રાન્સના લુમિયેર બંધુઓએ ભારતમાં મુંબઈમાં તેમનાં ટૂંકાં ર્દશ્યો પ્રદર્શિત કર્યાં. થોડાં જ વર્ષોમાં ભારત વિશ્વનો ટોચનો ચલચિત્રનિર્માતા દેશ બન્યો. વિશ્વના પશ્ચિમ…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય તિથિરેખા
આંતરરાષ્ટ્રીય તિથિરેખા (દિનાન્તર-રેખા, International Dateline) : મુખ્યત્વે 18૦0 રેખાંશવૃત્ત ઉપર આવેલી દિનાન્તર-રેખા. આંતરરાષ્ટ્રીય વ્યવહારમાં સુગમતા ખાતર જેમ બધા દેશોએ ગ્રીનિચ રેખાંશવૃત્ત (૦0 રેખાંશ Prime Meridian) ઉપરના સ્થાનિક સમયને સાર્વત્રિક સમય (Universal Time UT) તરીકે સ્વીકાર્યો છે; તેવી જ રીતે સાર્વત્રિક સમજૂતીથી 18૦0 રેખાંશવૃત્તથી પશ્ચિમે આવેલા વિસ્તારમાં નવા દિવસનો આરંભ અને…
વધુ વાંચો >