ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >આલાઓલ
આલાઓલ (જ. 1607 જલાલપોર; અ. 1680 હઝારી, ચિત્તાગોંગ) : મધ્યયુગીન બંગાળી સાહિત્યના સુપ્રતિષ્ઠિત મુસલમાન કવિ. તેઓ બંગાળના દક્ષિણ પ્રદેશના રાજાના અમાત્યના પુત્ર હતા. એક વખતે પિતા-પુત્ર નૌકામાં મુસાફરી કરતા હતા ત્યારે તેમની પર ફિરંગી ચાંચિયાઓએ હલ્લો કર્યો, પિતાને માર્યા અને આલાઓલને આરાકાની તરીકે વેચવામાં આવ્યા. લશ્કરમાં ભરતી કરીને હયદળમાં દાખલ…
વધુ વાંચો >આલાપ ઝિયા
આલાપ ઝિયા : અર્વાચીન સિંધી કાવ્યસંગ્રહ. ‘ઝિયા’ તખલ્લુસથી લખતા પરસરામ હીરાનંદનાં કાવ્યોનો આ સંગ્રહ છે. તેને 1958 માં સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક એનાયત થયું હતું. ભારતના વિભાજન પૂર્વેની તેમની કવિતામાં રાષ્ટ્રભક્તિ દૃષ્ટિગોચર થાય છે, તો વિભાજન પછીની કવિતામાં વિશૃંખલિત સિંધી સમાજની સામાજિક તથા આર્થિક વિષમતાઓનું ચિત્રણ છે. કાવ્યોમાં નિર્વાસિત શિબિરોની…
વધુ વાંચો >આલાબામા
આલાબામા (Alabama) : યુ.એસ.ના અગ્નિકોણમાં આવેલું રાજ્ય. તે આશરે 310થી 350 ઉ. અ. અને 850થી 880 20´ પ. રે. વચ્ચેનો 1,34,700 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉ. દ. લંબાઈ 536 કિમી. અને પૂ. પ. પહોળાઈ 333 કિ.મી. જેટલી છે. તેની ઉત્તરે ટેનેસી, પૂર્વે જ્યૉર્જિયા, દક્ષિણે ફ્લૉરિડા તથા પશ્ચિમે…
વધુ વાંચો >આલાર કાલામ
આલાર કાલામ : બુદ્ધના પ્રથમ ગુરુ. ‘અરિયપરિવેસાનસુત્ત’માં બુદ્ધની આલાર સાથેની મુલાકાત વર્ણવી છે. આલારે બુદ્ધને આકિંચન્યાયતન સમાધિ શીખવી અને બુદ્ધે તેને સિદ્ધ કરી. પરંતુ બુદ્ધને તેટલાથી સંતોષ ન થયો અને તે આલારને છોડી ગયા. જ્યારે બુદ્ધને સંબોધિ પ્રાપ્ત થયું ત્યારે સૌપ્રથમ આલારને પોતાનો ઉપદેશ ઝીલવા યોગ્ય ગણી તેમને ઉપદેશ આપવાનો…
વધુ વાંચો >આ લા રેશર્શે દુ તાં પેર્દુ
આ લા રેશર્શે દુ તાં પેર્દુ (A la recherche du temps perdu) (1913-1927) : ફ્રેન્ચ નવલકથા. માર્સેલ પ્રુસ્ત (1871-1922)ની આ શ્રેષ્ઠ કૃતિનું અંગ્રેજીમાં ‘રિમેબ્રન્સ ઑવ્ થિંગ્ઝ પાસ્ટ’ નામે ભાષાંતર (1922-1931) સી. કે. સ્કૉટ મોનક્રીફે કરેલું છે. આ મહાનવલ સાત ખંડોમાં પ્રગટ થઈ હતી. તેનું પૂર્ણ સુધારેલું ભાષાંતર 1981માં પ્રગટ થયેલું.…
વધુ વાંચો >આલાલેર ઘરે દુલાલ
આલાલેર ઘરે દુલાલ (1858) : પ્યારીચાંદ મિત્રે લખેલી પહેલી બંગાળી નવલકથા. શીર્ષકનો અર્થ છે – ‘ધનિક કુટુંબનો લાડકો દીકરો’. કથાનક મૌલિક છે. એ કથા લેખકના જ ‘એક આનાર માસિક’માં 1855થી 1857સુધીના સમયગાળામાં ધારાવાહિક રૂપે પ્રગટ થતી રહેલી. ગ્રંથાકારે તે 1858માં પ્રગટ થઈ હતી. એમાં એક ધન મેળવનાર, પણ શિક્ષણ અને…
વધુ વાંચો >આ-લાવા
‘આ’ લાવા-(‘aa’ lava) અથવા ખંડ લાવા (block lava) : ‘આ’ લાવા-એક પ્રકારના લાવા સ્વરૂપનું હવાઇયન ભાષાનું નામ. તાજો પ્રસ્ફુટિત થયેલો, ઠરી રહેલો બેઝિક લાવા પ્રવાહ, ઘનસ્વરૂપે સ્થૂળ ફીણમાં ફેરવાય છે કે નહિ, તે સ્થિતિ પર આધારિત, એકબીજાથી વિરોધાભાસી લક્ષણોવાળાં બે પ્રકારનાં સ્વરૂપો ધારણ કરે છે : (1) ખંડ લાવા અને…
વધુ વાંચો >આલુ
આલુ : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. सं. आरुक; हिं. आलुका; ગુ. આલુ, જરદાલુ; અં. Apricot. આલુ(genus)નું લૅટિન નામ Prunus armeniaca છે. ગુલાબ (Rose), Rubus, Fragaria, Geum, સફરજન અને Pyrus અને Potentilla તેનાં સહસભ્યો છે. પરંતુ તે સર્વેમાંથી ફક્ત Potentilla નર્મદાના તટપ્રદેશમાં અને પાવાગઢ ઉપર ખાબોચિયાના કાંઠે મળે…
વધુ વાંચો >આલુરી બૈરાગી
આલુરી બૈરાગી (જ. 5 નવેમ્બર 1925 ; અ. 9 સપ્ટેમ્બર 1978 હૈદરાબાદ ) : તેલુગુ લેખક. આલુરી બૈરાગીના કવિતાસંગ્રહ ‘આગમગીતિ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1984 નો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એમાં અર્વાચીન ભક્તિ-કાવ્યો છે. ભાવોના વૈવિધ્ય સાથે ભક્ત અને ભગવાનના વિવિધ સંબંધોને કારણે ભિન્ન ભિન્ન પ્રકારની ઊર્મિઓનું નિરૂપણ થયેલું છે. એમાં સખાભાવ,…
વધુ વાંચો >આલુરુ વ્યંકટરાવ
આલુરુ વ્યંકટરાવ (જ. 12 જુલાઇ 1880, બીજાપુર; અ. 25 ફેબ્રુઆરી 1964 ધારવાડ, કર્ણાટક) : કન્નડ લેખક. જન્મ ઉત્તર કર્ણાટકના બિજાપુરમાં. પ્રારંભિક શિક્ષણ બિજાપુરમાં તથા ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં. ત્યાં જ સાવરકર, લોકમાન્ય ટિળક વગેરેનો પરિચય થયો. એમણે લોકમાન્યના ‘ગીતારહસ્ય’નો કન્નડમાં અનુવાદ કર્યો છે. એમણે કર્ણાટક માટે એક જુદી કૉંગ્રેસ…
વધુ વાંચો >