ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >આધાનપાત્ર પરિવહન
આધાનપાત્ર પરિવહન (container transport) : જથ્થાબંધ માલની, પ્રમાણબદ્ધ (standard) પરિમાણ (dimension) ધરાવતા પાત્ર દ્વારા હેરફેર કરવા માટેની અદ્યતન સંકલિત પદ્ધતિ. તે અમલમાં આવી તે પહેલાં માલની હેરફેરના દરેક તબક્કે સ્થાનાંતરણ માટેની ચીજવસ્તુઓને ઉતારવા કે ચઢાવવા માટે ભિન્ન–ભિન્ન માપઘટકોનો ઉપયોગ થતો હતો તથા અંતિમ સ્થાન સુધી માલ પહોંચે તે દરમિયાન તૂટક…
વધુ વાંચો >આધાશીશી
આધાશીશી (migraine) : માથાના અર્ધ ભાગમાં થતો દુખાવો. તેને અર્ધશીર્ષપીડા (hemicrania) પણ કહે છે. માથું દુખવું એ એક સામાન્ય ફરિયાદ છે. મોટેભાગે તેમાં ગંભીર રોગ હોતો નથી. પણ કોઈક દર્દી એવો હોય જેમાં મગજમાં ગાંઠ (brain tumour) જેવી ભયંકર બીમારી નીકળી આવે એટલે બધા જ દર્દીઓને ખૂબ ઝીણવટથી તપાસવામાં આવે…
વધુ વાંચો >આધુનિક ગલ્પસાહિત્ય
આધુનિક ગલ્પસાહિત્ય (1965) : અસમિયા ટૂંકી વાર્તાના વિવેચનની કૃતિ. લેખક ત્રૈલોક્યનાથ ગોસ્વામી. આ કૃતિને 1967માં ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર અપાયેલો. પહેલા પ્રકરણમાં પ્રાગ્–આધુનિક યુગની વાર્તાઓનાં કથાનક, પ્રેરક બળો તથા વિવિધ શૈલીઓનું વિશ્લેષણ કર્યું છે. તે પછી કયાં કયાં પરિબળોને લીધે વાર્તાઓમાં આધુનિક તત્વ આવ્યું અને એ આધુનિકતા કેવા પ્રકારની છે…
વધુ વાંચો >આધુનિકતા-આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ
આધુનિકતા, આધુનિકતાવાદ અને અનુઆધુનિકતાવાદ (તત્ત્વ, કલા, સાહિત્ય અને સમાજ) તત્ત્વજ્ઞાન : આધુનિક (modern) યુગ, આધુનિકતા (modernity) આધુનિકીકરણ (modernisation) નવ્ય સાહિત્યિક અને આધુનિકતાવાદ (modernism) એ બધી વિભાવનાઓને સમજવાનું હવે નવા સંદર્ભમાં એટલા માટે આવશ્યક છે કે તેની સમજણ વગર અનુઆધુનિકતા (post-modernity) કે અનુઆધુનિકતાવાદ(post-modernism)ની વિભાવનાઓને સમજવાનું મુશ્કેલ બને છે. આધુનિકતા અને અનુઆધુનિકતા…
વધુ વાંચો >આધુનિકતા ઓ રવીન્દ્રનાથ
આધુનિકતા ઓ રવીન્દ્રનાથ (1968) : અબૂ સઇદ ઐયૂબ (1906-1982, કૉલકાતા) રચિત વિવેચનગ્રંથ. તેમાં રવીન્દ્ર-સાહિત્ય તથા આધુનિકતાની તુલના કરવામાં આવી છે. આ કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1970ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. પદાર્થવિજ્ઞાનના સ્નાતક તેમજ ફિલસૂફીમાં અનુસ્નાતક ઉપાધિ મેળવનાર આ લેખકને કૉલકાતા યુનિવર્સિટી તેમજ વિશ્વભારતી વગેરેમાં અધ્યાપનનો માતબર અનુભવ મળેલો. વળી મેલબૉર્ન…
વધુ વાંચો >આધુનિક સિનેકલા : સિદ્ધાંતો અને વલણો
આધુનિક સિનેકલા : સિદ્ધાંતો અને વલણો : ચલચિત્ર, બોલપટ કે સિનેકૃતિ મુખ્યત્વે વીસમી સદીની પેદાશ છે. પ્રારંભિક ચલચિત્રો મૂગાં સમાચારદર્શન કે ટૂંકાં પ્રહસનો જેવાં હતાં. તેમાં વ્યાપારી દૃષ્ટિ અને કલાનો પ્રભાવ ફ્રાંસ, અમેરિકા અને ઇંગ્લૅંડમાં ઊપસ્યો. 1901માં ફ્રાંસમાં ઝેક્કાનું ચલચિત્ર ‘હિસ્ટોઇર દ અન ક્રાઇમ’, 1903માં અમેરિકામાં પૉર્ટરનું ચલચિત્ર ‘ગ્રેટ ટ્રેન…
વધુ વાંચો >આધુનિકીકરણ
આધુનિકીકરણ : સમાજમાં સતત ચાલતી પરિવર્તનની પ્રક્રિયા. સમાજ-પરિવર્તનની જે વ્યાપક પ્રક્રિયાઓ થકી ઓછા વિકસિત સમાજો વધુ વિકસિત સમાજોનાં જે કેટલાંક લક્ષણ પ્રાપ્ત કરે તેને સામાન્ય રીતે આધુનિકીકરણ તરીકે વર્ણવવામાં આવે છે. આ પ્રક્રિયાનો આરંભ કેટલાક યુરોપીય દેશોમાં થયો અને ત્યાંથી એનો ફેલાવો અન્યત્ર થયો. તેથી શરૂઆતમાં આધુનિકીકરણને પશ્ચિમીકરણ અથવા યુરોપીયીકરણની…
વધુ વાંચો >આન
આન [હિંદી ચલચિત્ર (1952)] : આ સિનેકૃતિ ટૅકનિકલ કારણોસર ઐતિહાસિક મહત્વ ધરાવે છે, અને એક સીમાચિહનરૂપ લેખાય છે. ‘ઔરત’ અને ‘અંદાઝ’ જેવાં ઉત્તમ કથા-ચલચિત્રોનું નિર્માણ અને દિગ્દર્શન કરનાર સર્જક મહેબૂબખાન દ્વારા આ કૃતિનું નિર્માણ થયું હતું. ભારત ખાતે ત્યારે શ્વેત અને શ્યામ ફિલ્મોનો જમાનો હતો. રંગીન ફિલ્મોનું નિર્માણ તે સમયે…
વધુ વાંચો >આનર્ત
આનર્ત : ઉત્તર ગુજરાતના પ્રદેશનું પ્રાચીન નામ. ક્ષત્રપરાજ રુદ્રદામાના જૂનાગઢના શૈલલેખ(ઈ.સ. 150)માં એની સત્તા નીચેના દેશોમાં ‘આનર્ત’ પણ બતાવવામાં આવ્યો છે, જે આજના મોટા-ભાગના ઉત્તર ગુજરાતના પ્રદેશ માટે સૂચિત થયો જણાય છે. આ આનર્તની નૈર્ઋત્યે સુરાષ્ટ્ર, પશ્ચિમે કચ્છ, ઉત્તરે મરુ, વાયવ્યે નિષાદ અને પૂર્વે શ્વભ્ર (સાબરકાંઠો) આવ્યા છે એમ કહી…
વધુ વાંચો >