ખંડ ૨
આદિવિષ્ણુથી ઈલાઇટિસ
આબિદી, સૈયદ અમીર હસન
આબિદી, સૈયદ અમીર હસન : ફારસીના મશહૂર ભારતીય વિદ્વાન. લખનૌ, બનારસ અને સેંટ જૉન્સ કૉલેજ, આગ્રામાં શિક્ષણ પ્રાપ્ત કરીને ઈ. સ. 1945માં સેંટ સ્ટીફન્સ કૉલેજ, દિલ્હી યુનિવર્સિટીમાં જોડાયા. 1955માં ફારસીના વધુ અભ્યાસ માટે ઈરાન ગયા. તેહરાન યુનિવર્સિટીથી ડી. લિટ્.(D. Litt.)ની ઉપાધિ પ્રાપ્ત કરી. દિલ્હી યુનિવર્સિટીમાં ઈ. સ. 1959માં ફારસીના રીડર…
વધુ વાંચો >આબુ
આબુ : રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળાનું સર્વોચ્ચ ગિરિમથક. તેનું ગુરુશિખર સમુદ્રની સપાટીથી 1,722 મીટરની ઊંચાઈ ધરાવે છે. અહીં માઉન્ટ આબુ નામનું હવા ખાવાનું સ્થળ આવેલું છે. આબુ પર્વત 240 36´ ઉ. અક્ષાંશ અને 720 45´ પૂ. રેખાંશ પર આવેલ છે. અરવલ્લી પર્વતમાળાના એક ભાગરૂપ આ પર્વતની લંબાઈ આશરે 3 કિમી. અને…
વધુ વાંચો >આબુવાલા, શેખાદમ
આબુવાલા, શેખાદમ (જ. 15 ઑક્ટોબર 1929, અમદાવાદ; અ. 20 મે 1985, અમદાવાદ) : ગુજરાતી કવિ, નવલકથાકાર, પત્રકાર. આખું નામ શેખ આદમ મુલ્લાં શુજાઉદ્દીન આબુવાલા. દાઉદી વહોરા પરિવારમાં જન્મ. અમદાવાદની સેંટ ઝેવિયર્સ તેમજ ટ્યૂટોરિયલ હાઈસ્કૂલમાં મૅટ્રિક સુધી અભ્યાસ કર્યા બાદ ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી સાથે બી. એ. (ઑનર્સ) થઈ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-હિન્દી…
વધુ વાંચો >આબે, પિયર
આબે, પિયર (5 ઑગસ્ટ 1912, ફ્રાન્સ; અ. 22 જાન્યુઆરી 2007, પૅરિસ, ફ્રાન્સ) : લોકોમાં અનેકવિધ સેવાકાર્યોથી અને યુદ્ધમોરચે પરાક્રમોથી જાણીતા થયેલા ફ્રાન્સના પાદરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના લશ્કરના આક્રમણનો સામનો કરવામાં તેમણે અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો અને આલ્સેસ તથા આલ્પ્સના મોરચે અપૂર્વ પરાક્રમ દાખવ્યું હતું. 1944માં તેમણે કાસાબ્લેન્કામાં નૌકાસૈન્યમાં પાદરીનું…
વધુ વાંચો >આબેલ, કયેલ્દ
આબેલ, કયેલ્દ (જ. 1901 જટલૅન્ડ, રીબે, ડેન્માર્ક; અ. 1961, કોપનહેગન) : ડેનિશ નાટ્યકાર. 1927માં રાજ્યશાસ્ત્ર વિષય લઈને સ્નાતક થયેલા. તેમણે રંગભૂમિની કલામાં નૈપુણ્ય પ્રાપ્ત કરેલું. લંડન અને પૅરિસમાં (1927-30) અભિનય કરીને રંગભૂમિનું સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક જ્ઞાન મેળવ્યું હતું. તેમણે લખેલાં નાટકોમાં ‘મેલોડિએન ડેર બ્લેવાયેક’ (‘ધ મેલડી ધૅટ ગૉટ લૉસ્ટ’) (1935)…
વધુ વાંચો >આબેલ, નીલ હેન્રિક
આબેલ, નીલ હેન્રિક (જ. 5 ઑગસ્ટ 1802, ફિન્નોય ટાપુ, નૉર્વે; અ. 6 એપ્રિલ 1829 ફ્રોવેન્ડ) : ગણિતની અનેક આધુનિક શાખાઓમાં પાયાનું પ્રદાન કરનાર નૉર્વેના ગણિતશાસ્ત્રી. સમગ્ર જીવન ગરીબીમાં વીતેલું અને જીવનનાં છેલ્લાં અઢી વર્ષ માંદગીમાં ગયેલાં. તેમણે ચિરંજીવ પ્રદાન ગણિતમાં કરેલું છે. જન્મ એક ગરીબ પ્રૉટેસ્ટન્ટ પાદરીને ત્યાં. જન્મ પછી તરત…
વધુ વાંચો >આબે શિન્જો
આબે શિન્જો (જ. 21 સપ્ટેમ્બર 1954, શિંજુકુ, ટોક્યો, જાપાન અ. 8 જુલાઈ 2022, કાશીહારા, નારા, જાપાન) : સૌથી વધુ સમય સુધી વડાપ્રધાનપદ પર રહેલા જાપાની વડાપ્રધાન. તેમનો જન્મ ટોક્યોમાં રાજનીતિક પરિવારમાં થયો હતો. તેઓ ફિલ્મ ક્ષેત્રે જવા માગતા હતા પરંતુ કુટુંબને કારણે તેઓ રાજકારણમાં જોડાયા. તેમના પિતામહ કાન આબે અને…
વધુ વાંચો >આબોલ તાબોલ
આબોલ તાબોલ : બંગાળી બાળકાવ્યનો એક પ્રકાર. બાળકોના મનોરંજન માટે આ કાવ્યપ્રકારનો પ્રયોગ થાય છે. એનું મુખ્ય લક્ષણ અસંબદ્ધતા હોય છે. એક ભાવ અને બીજા ભાવ વચ્ચે કાર્યકારણ-સંબંધ નથી હોતો. એ અસંબદ્ધતાને કારણે જ આબોલ તાબોલ બાળકોને આનંદ આપે છે. એ કાવ્ય ગેય નથી હોતું, પણ એમાં અંત્યાનુપ્રાસ હોય છે.…
વધુ વાંચો >આબોહવા
આબોહવા (Climate) આબોહવા એટલે કોઈ પણ સ્થાન કે પ્રદેશ ઉપરની લાંબા સમય દરમિયાનની હવામાનની સરેરાશ લાક્ષણિક પરિસ્થિતિ. પૃથ્વી ઉપરનાં કોઈ બે સ્થાનની આબોહવા સર્વ રીતે સમાન હોતી નથી. વાતાવરણમાં તથા વાતાવરણ અને પૃથ્વીની સપાટી વચ્ચે થતા ઊર્જા અને દ્રવ્યના વિનિમયથી હવામાન તથા આબોહવાનાં વિશિષ્ટ સ્વરૂપોનું સર્જન થાય છે. કુદરતી પર્યાવરણના…
વધુ વાંચો >આદિવિષ્ણુ
આદિવિષ્ણુ (જ. 5 સપ્ટેમ્બર 1940, મછલીપટ્ટનમ્; અ. 2020 હૈદરાબાદ) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમ્ની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ અને પછીથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ કરેલી. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા…
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય
આદિ શંકરાચાર્ય : જુઓ, શંકરાચાર્ય (આદ્ય)
વધુ વાંચો >આદિ શંકરાચાર્ય (ચલચિત્ર)
આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે.…
વધુ વાંચો >આદીશ્વર મંદિર, શત્રુંજય
આદીશ્વર મંદિર, શત્રુંજય : શત્રુંજયગિરિ પરનાં જૈન દેવાલયોમાં આદીશ્વર ભગવાનનું સૌથી મોટું અને ખરતરવસહી નામે પ્રસિદ્ધ જિનાલય. દાદાના દેરાસર તરીકે જાણીતા આ દેવાલયનો એક કરતાં વધારે વખત જીર્ણોદ્ધાર થયેલો છે, પરંતુ ઈ. સ. 1531માં ચિતોડના દોશી કર્માશાહે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો, તેનો આભિલેખિક પુરાવો મંદિરના સ્તંભ ઉપર કોતરેલા 87 પંક્તિવાળા…
વધુ વાંચો >આદું
આદું : એકદળી વર્ગમાં આવેલા કુળ સાઇટેમિનેસી અને ઉપકુળ ઝિન્જિબરેસીની એક સંવર્ધિત (cultivated) તેજાનાની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Zingiber officinale Roscoe (સં. आर्द्रक; હિં. अदरक; અં. જિંજર; ગુ. આદું) છે. આદુંનું લૅટિન નામ એક સંસ્કૃત નામ ‘શૃંગવેર’ ઉપરથી પડ્યું હોય તેમ મનાય છે. ડાંગનાં જંગલોમાં મળતી જાતિ જંગલી આદું Zingiber…
વધુ વાંચો >આદ્ય તારકપિંડ
આદ્ય તારકપિંડ : વાયુવાદળોમાંથી બંધાયેલ તેજસ્વી વાયુપિંડ. બ્રહ્માંડમાં આવેલાં તારાવિશ્વોમાં તારા ઉપરાંત વાયુનાં વિરાટ વાદળો આવેલાં છે. અનેક પ્રકાશવર્ષના વિસ્તારવાળાં આ વાયુવાદળોને નિહારિકાઓ કહેવામાં આવે છે. અવકાશસ્થિત વાયુવાદળો તારાઓનાં ઉદભવસ્થાન છે. અવકાશના વાયુવાદળમાં કોઈ સ્થળે કંપ પેદા થતાં એ કંપનવાળા સ્થળે વાયુના કણો એકબીજાની વધુ નજદીક ખેંચાઈ વાયુની ગ્રંથિ બનાવે…
વધુ વાંચો >આદ્ય રંગાચાર્ય
આદ્ય રંગાચાર્ય (જ. 26 સપ્ટેમ્બર 1904, અગરખેડ, જિ. બિજાપુર, કર્ણાટક; અ. 17 ઑક્ટોબર 1984, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ નાટકકાર, વિવેચક, નવલકથાકાર અને ચિંતક. ‘શ્રીરંગ’ તખલ્લુસથી પણ લખતા હતા. જન્મ કર્ણાટકના બિજાપુર જિલ્લાના અગરખેડ ગામમાં થયો હતો. એમણે પુણેની ડેક્કન કૉલેજમાં અને લંડનની પ્રાચ્યવિદ્યાશાળા(School of Oriental Studies)માં અભ્યાસ કર્યો હતો. ધારવાડની…
વધુ વાંચો >આધ ચાનની (ચાંદની) રાત
આધ ચાનની (ચાંદની) રાત (1972) : પંજાબી નવલકથા. લેખક ગુરુદયાલસિંઘ (1933). તેમને ભારતીય સાહિત્ય અકાદમીનો 1975નો ઍવૉર્ડ મળેલ છે. પંજાબના માલ્વા પ્રદેશના ખેડૂતોની આ કરુણ કથા છે. નવલકથાનું કેન્દ્ર એક ગામડું છે અને નવલકથાનો નાયક મદન છે. નવલકથાનો નાયક પરંપરાગત મૂલ્યો અને બદલાતી સામાજિક સ્થિતિમાં સપડાયેલો છે. ગામડાનો લંબરદાર એનું…
વધુ વાંચો >આધમગઢ (આઝમગઢ)
આધમગઢ (આઝમગઢ) : મધ્યપ્રદેશમાં પંચમઢી પાસે આવેલું પુરાતત્વીય સ્થળ. હોશંગાબાદ વિસ્તારના આ સ્થળે ગુફાઓમાં આવેલાં ચિત્રો પ્રાગૈતિહાસિક કાળનાં હોવાની માન્યતા છે, પરંતુ તે ચિત્રો વિવિધ યુગોનાં હોવાની સંભાવના તપાસવા જેવી છે. આ સ્થળે વધુ તપાસ કરતાં ત્યાં અન્ત્યાશ્મ યુગનાં ઓજારો મળી આવ્યાં છે તે પરથી અહીં પ્રાગૈતિહાસિક કાળમાં વસ્તી હોવાનું…
વધુ વાંચો >